________________
તા. ૧-૧૨-૭૯
બાકી બાબે, “સ્ટેટસમેન”ના તંત્રી નિહાલસિંગ, “મેઈન સ્ટ્રીમ”ના તંત્રી શ્રી. નિખિલ ચક્રવર્તીની અને એક અગ્રણી અર્થકારણી પત્રકાર (શ્રી સહાય ?)ની પણ મુલાકાત લીધી હતી. આ અર્થકારણી પત્રકારે તો કહ્યું હતું કે ભાવ વધારો, ફ ુગાવા અને દેશની આર્થિક મુશ્કેલી ચરણસિંગના બજેટ પછી જ શરૂ થયાં હતાં. નિખિલ ચક્રવર્તીએ જનસંઘની નીતિ રીતિઓ પર મોટો હલ્લો ચઢાવ્યો હતો (સમજી શકાય એવી વાત છે- શ્રી. ચક્રવર્તીના રાજકીય આદર્શોના સંદર્ભમાં) અને નિહાલસિંગે જનતા સરકારના વાંક કાઢવાની સાથેાસાથ અંગ્રેજીમાં જેને “ગુડી ગુડી” કહેવાય એવી વાત કરી હતી.
ખુબ જીવન
પાકિસ્તાનથી હમણાં જ આવેલા એક પત્રકારની, દિલ્હીના એક બીજા પત્રકાર મિત્ર સાથેની વાતચીતના હેવાલ એક અગ્રણી હિન્દી સામયિકમાં પ્રસિદ્ધ થયા છે. “જૂઓ, ઝિયા કેટલા સાદા ! હવે સાઈકલ પર ફરવા મંડયા છે.” એવું કથન જ્યારે મારા એક મિત્રે કર્યું ત્યારે મને થયું કે આવી રહેલી ચૂંટણીના` સંદર્ભમાં, આવું માનસ ધરાવનારા બીજાઓને પણ પાકિસ્તાનથી આવેલા પેલા પત્રકાર મિત્રની વાત સંભળાવવી જોઈએ. એટલે, એ બે પત્રકારો વચ્ચેની વાતચીતના પ્રદીર્ધ હેવાલમાંથી સંક્ષેપ કરીને નીચે આપું છું:
પાકિસ્તાની પત્રકાર (ભારતીય પત્રકારને) : આપ તે ખરેખર નસીબદાર છે! અહીં કેટલી ખુલ્લી હવા છે! અમારા પાકિસ્તાનમાં તો દમ ઘૂંટાય છે. લાઈફ ઈઝ ઈન્સિકયોર ધેર.
ભારતીય પત્રકાર : શું કહે છે! ભાઈ! અહીં દિલ્હીમાં તે રોજ છરાબાજી, ખૂન, ધાકધમકી, ચોરી, લૂંટફાટ, અપહરણ વગેરે થાય “છે. બે બહેનોની ચેન લૂંટવા માટે તેમને ગોળીએ દેવામાં આવી એ હકીકત તો હમણા તાજી જ બનેલી છે. અમારે ત્યાં પણ જીવન સુરક્ષિત નથી. રેલવેમાં પ્રવાસ કરતા હા તો તમે લૂંટાઈ જાવ. બસમાં પ્રવાસ કરતા હાતા લૂંટાઈ જાવ. તમને અમારે ત્યાંની સ્થિતિની ખબર જ નથી લાગતી.
પા. ૫.:- ખબર છે. ચારી, લૂંટફાટ, ગુંડાગીરી એ તે બધી મામૂલી વાત છે. એના મુકાબલા થઈ શકે છે. પણ અમારે ત્યાંની તો વાત કરવા જેવી નથી. ભ્રષ્ટાચારના ભય અને સરમુખત્યારીને ભય એ બેમાં આભ-જમીનનું અંતર છે. અમારે ત્યાં તે તમે ઘેરથી ઓફિસ જવા નીકળા કે ઓફિસથી ઘેર જવા નીકળેા ત્યારે ઘેર, સલામત પહોંચશેા કે નહિ તે તમે નહિ કહી શકો. રસ્તામાં જ તમે વેશ્યાગમન કે દારૂ પીવાના ગુના માટે પકડાઈ જાવ એવા સંભવ છે, કારણ-કે તમે કોઈ સરમુખત્યારી વિરોધી જૂથના માણસ છે! એવી સરમુખત્યારી શાસનને શંકા ગઈ છે! આમ અમારો જીવ હંમેશાં અદ્ધર રહેતા હોય છે. તમે પકડાવ પછી તમારી સામે કોઈ રીતસરના ન્યાયાલયમાં કેસ ચાલે નહિ. તમને ગુનેગાર ઠરાવવામાં આવે, તમને ફટકા મારવામાં આવે, તમે હરફ પણ ઉચ્ચાર્યા વિના મરી જાવ એ રીતે કેદમાં ધકેલી દેવામાં આવે અને તમે જરા વધારે ભયંકર માણસ હોવાની શંકા જો ઝિયાના તંત્રને આવે તે તમને એવી રીતે ગૂમ ૧. દેવામાં આવે કે તમારા સગડ કોઈને મળે જ નહિ, અહીં તમને લૂંટારા ભેટી જાય તા હાથ જોડીને, તમારી પાસે હોય તે બધું તમે આપી દઈને બચી શકો અથવા તો પાંચ સાતની ટોળી હોય તો લૂંટારાના સામનો પણ કરી શકો, કારણકે દુશ્મન તમારી સામે છે. ત્યાં તો દશ્મન તમને દેખાય જ નહિ. તમે ચાલતા હો ત્યાં એક માણસ તમારી પડખે ચાલવા માંડે, તમને એક કાગળ બતાવવામાં આવે- ધરપકડના વોરંટને કોણે ફરિયાદ કરી છે તેની તમને ખબર પણ ન પડે. તમે ગુના કર્યો હોય કે ન હાય, તમને ગુનેગાર ગણીને પકડી લેવામાં આવે.”
પાકિસ્તાની મિત્રે, દસ દસ હજાર માણસાની હાજરીમાં, લંગોટીભેર લાવવામાં આવેલા માણસોને ફટકા મારવાની પાશવી પદ્ધતિનું પણ વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે: “ટકા મારનારાઓને ખાસ ખવરાવી પીવરાવીને બિલષ્ટ બનાવવામાં આવે છે. આ લોકો પાંચ ફુટ લાંબી નેતરની જાડી સોટી લઈને કિકિયારી કરતા નાચે છે અને પછી બિચારા “ગુનેગાર”ના શરીર પર કરવામાં આવેલાં નિશાન પર ફટકો મારે છે. આ તા જંગલીપણાની પરિસીમા છે.” અને આવું બધું કરાવનાર ઝિયા સાઈકલ સવારી કરીને ફરે એટલે આપણા લોકો અંજાઈ જાય !
ભારતીય પત્રકારે બીજો પ્રશ્ન એ પૂછ્યો કે: “ત્યાં કોઈ સ્ત્રીને વેશ્યાગીરી કરવાની મજબુરી ન કરવી પડે એવી સદ્ધર આર્થિક સ્થિતિ છે?” પાકિસ્તાની મિત્રે નાનું સૂચન કર્યું અને જણાવ્યું કે “આ બધા જુલમ વેશ્યાગીરી નાબૂદ કરવા માટે નથી થતા પણ લોકોને 'ગભરાવી મારવા માટે થાય છે. અને ઝિયાને પૂછવા વાળું છે કોણ?
અને ઇ ગઇ
૧૪૧
સંભવ છે કે જેમને ફટકાની સજા થઈ છે તેમાંના ઘણા ઝિયાના રાજકીય વિરોધીઓ કે વિરોધીઓના ટેકેદારો પણ હાય, ચારી કરવા માટે હાથ કાપી નાખવાની સજાના પણ પાકિસ્તાનમાં અમલ થાય છે. તમે કાંઈ ઝિયા વિરુદ્ધ બાલ્યા તો તમારા પર સહેલાઈથી ચારીના આરોપ લગાવી શકાય અને તમારા હાથ કાપી નાંખી શકાય. અહીં તમે ગમે તેની ટીકા કરી શકો છે અને તમને કશું થતું નથી. ભ્રષ્ટાચારના ભય અને સરમુખત્યાર શાહીના ભયની વચ્ચેના આભજમીનના ક્રૂકની જે વાત મે આગળ કહી તે આ જ છે. અને આવું છતાં મારે ત્યાં ગુંડાગીરી કે લૂંટફાટ ઓછી થાય છે એવું પણ નથી. કદાચ તમારે ત્યાં છે એના કરતાં વધારે હશે પણ એ ચોરી ચપાટી, લૂંટફાટ, ગુંડાગીરી વગેરે કરનારા માણસા સરમુખત્યારી શાસન સાથે સંલગ્ન છે એટલે તેમને કાંઈ થતું નથી.”
આ બધી વાતચીત સાંભળીને, ભારતીય પત્રકારે, પેાતાના તરફથી એક છેલ્લી ટિપ્પણી એ કરી હતી કે લોકતંત્રની હજાર નિષ્ફળતા, 'સરમુખત્યારશાહીની એક સફળતા કરતાં વધારે સારી છે. લોકતંત્ર' કે 'સરમુખત્યારશાહી એ બેની વચ્ચે પસંદગી કરવાનો સમય જયારે આવી રહ્યો છે ત્યારે આ છેલ્લું વાકય સવિશેષ યાદ રાખવા જેવું છે.
– મનુભાઈ મહેતા
લાકશાહીનું
પ્રાણતત્ત્વ
શાસનની પ્રક્રિયામાં લાકે જાતે ભાગ લેતા થાય, એ લા શાહીનું પ્રાણતત્ત્વ છે. લોકશાહી એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વશાસન, રાજ્યની નીતિ નક્કી કરવાની અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામાન્ય લોકો સક્રિય ભાગ ભજવતા થાય, તે માટે એ સાવ અનિવાર્ય છે કે જનતાનાં જુદાં જુદાં વર્તુળાની ઈચ્છાને અભિપ્રાયોની મુકત અભિવ્યક્તિ થતી રહે. કોઈ પણ સ્વસ્થ લેાકશાહીમાં અત્યંત મહત્ત્વની બાબતો વિશે સંપૂર્ણ એકમતી સધાઈ જાય એવું તે ભાગ્યે જ બનવાનું. તેથી ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવનારા દરેકને પોતાની વાત રજૂ કરવાની અને તેને માટે લોકોનું સમર્થન મેળવવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ, અને તે પણ શક્ય તેટલી અસરકારક રીતે ખુલ્લાંખુલ્લા જાહેરમાં..
વળી એક વાર અમુક નીતિ નક્કી થઈ જાય કે, નિર્ણય લેવાઈ જાય કે, કાયદા ઘડાઈ જાય, એટલે કાંઈ લાશાહી પ્રક્રિયા પૂરી નથી થઈ જતી, રાજ બહુમતીનું ચાલવું જોઈએ એ ખરું પણ તેથી કાંઈ લઘુમતિને મૂંગી કરી દેવાની નથી. જેમને એમ લાગતું હોય કે અમુક કાયદા અને નિર્ણયા ડહાપણભર્યા નથી અથવા તે ન્યાયી નથી, તેમણે પોતાની આલાચનાત્મક અસંમતિ પ્રગટ કરતા રહેવાનું મક્કમપણે તેમ જ કશા યે ભય વિના ચાલુ જ રાખવું જોઈએ. નાના નગરથી માંડીને ઠેઠ રાષ્ટ્ર સુધીની કક્ષાએ લઘુમતી ક્ષાએ લઘુમતીઓના ભિન્ન વિરોધ એ દરેક લેાકશાહીની તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે. મક્કમ અસંમતિને હ ંમેશાં રક્ષણ મળવું જોઈએ. બલ્કે પ્રોત્સાહન પણ મળવું જોઈએ. એવી અસંમતિના ગુણદોષ કે ઔચિત્ય વિશેના નિર્ણય કેવળ સત્તા સ્થાને બેઠેલાઓએ જ કરવાના નથી પણ લોકશાહીના ખરા સ્વામી એવા મતદારોએ કરવાના છે. ટૂંકમાં અસલ લેાક્શાહી અસંમતિની અપેક્ષા રાખે છે. . તે વિરોધથી સબળ બને છે.
કાલ કહેન
આગામી ચૂંટણી અંગે પરિસંવાદ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે રવિવાર તા. ૧૬ ૧૨:૭૯ના રોજ સવારના ૯-૩૦ વાગ્યે ચોપાટી ઉપર આવેલા, બીરલા ક્રીડા કેન્દ્રના સભાગૃહમાં “આગામી ચૂંટણી” અંગે એક પરિસંવાદનું નીચે પ્રમાણે આયોજન કર્વામાં આવ્યું છે.
તે વકતા :– ડો. આબુ દસ્તુર, શ્રી હરીન્દ્ર દવે, આ પરિસંવાદનું પ્રભુખસ્થાન શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ શાભાવશે..
રસ ધરાવતા સૌ મિત્રોને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યુ નિમંત્રણ છે. JB ' । ચીમનલાલ જે. શાહ. +-- # !' & ' કે. પી. શાહ. Zzzzzz » મંત્રીઓ