________________
૧૩૪
છેલ્લે એ સરમુખત્યારીમાં બંદીવાન માનવીની વ્યથાને પરાકાષ્ટાએ લઈ જાય છે:
ઈશ્વર તકાજે હું મુસ્લહત કે
પ્રબુદ્ધ જીવન
ઉધર તકાજા - એ - દર્દ દિલ હૈં, જ સંભાલે કિદિલ ભાલે
અસીર જિકે - વતન સે પહેલે
અહીં એક તરફ આત્મહિતની –પેાતાને સલામત રાખવાની તાકીદ છે તે। બીજી તરફ હૃદયમાં ઊઠતા દર્દની, સંવેદનની તાકીદ છે. બંદીવાન પેાતાના નામની વાત ઉચ્ચારે ત્યારે જીભ સંભાળે કે હાય સંભાળે ?
મજનૂ અને મનસૂરની પરંપરાને જે પામ્યો હોય એ જ કવિ આ બંને પરંપરાનું મિલન રાષ્ટ્રપ્રેમની કવિતામાં આ રીતે કરી શકે. એ કવિતા પાકિસ્તાનની સરખત્યારી માટે જેટલી સાચી છે, એટલી જ ભારતની કટોકટી માટે પણ સાચી છે તેા એટલી જ દુનિયાના કોઈ પણ દેશના દમન માટે સાચી છે.: કેવળ દેશના જ નહીં માનવ આત્માના, માણસના પ્રતીતિના અવાજના દમન માટે પણ આ કવિતા સાચી છે. આજે જ નહીં, ગઈ કાલે એ લખાઈ નહોતી. ત્યારે પણ આ કવિતા સાચી હતી; આવતી કાલે સંજોગ ગમે તેટલા બદલાશે ત્યારે પણ આ કવિતાના સત્યને ફેરવી શકાશે નહીં.
– હરીન્દ્ર દવે
જોઉં છું પસાર થતા વિચારેને
ઝડપથી બનાવો બનતા જાય છે. કશુંક બને છેકે કશુંક બનતાં રહી જાય છે, આ બધાની અસર મન પર પડયા વિના રહેતી નથી. ભય અને આશા એકમેકની સાથે સંતાકુકડી રમ્યા કરે છે. અનિષ્ઠ અને ઈષ્ટ એકમેકની સ્પર્ધામાં ઊતરવા તત્પર બની રહે છે. દરિયાના ખડકો જાણે કે કોઈકે મનમાં ગોઠવી દીધા હોય—એટલા બધા ભાર લાગે છે. આ ખડકમાંથી પણ ક્યારેક કુંપળ ફૂટે અને કુંપળની ટોચ ઉપર આકાશ નવા જન્મેલા શિશુના સ્મિતની જેમ ઝૂલ્યા કરે છે.
આંખ સામે દરિયો દેખાય છે. દરિયાનું ફાન શમી ગયું છે. અત્યારે સરોવરની જેમ એ શાંત છે. કિનારા પરની ખાલી હાડીઓ જળમાં ઝૂલતા પાયણાની જેમ ઝૂલે છે. અને સવારના સૂરજની ઉષ્માને ઝીલે છે. દૂર નજર માંડું છું તે દરિયાનાં પાણી નાના નાના અસંખ્ય અરીસાઓ ગાઠવ્યા હોય એમ ઝગારા માર્યા કરે છે. વચ્ચે કેટલીયે હોડીઓ દેખાય છે. એમાં માણસા તા બેઠા હશે; પણ દેખાતા નથી, કિનારાથી હોડી દૂર નીકળી જાય છે, ત્યારે મધદરિયો કોની જેમ વર્તે છે? દુશ્મનની જેમ કે મિત્રની જેમ
હોટેલમાં બારી પાસે બેઠો છું. મારી સામેની ખુરશી ખાલી છે. અસ્માત કોઈ પરિચિત આવીને બેસે તો હું ના તે નહીં પાડું પણ અત્યારે હું વાતો કરવાના કે સાંભળવાના મુડમાં નથી. હું જોઉં છું પસાર થતા માણસાને, પસાર થતા વિચારોને દરિયાની પાળ પાસેની ફટપાથ નજીક ચારેક ગાડીઓ પડેલી છે. ફૂટપાથ પર કોઈક ને કોઈક જતું આવતું દેખાય છે.
ઓચિંતાની નજર ફટપાથ પર પડે છે. સામેની ગાડીમાં કોઈ પરદેશી યુવતી હાથમાં ફૂ લો લઈને બેસે છે. એની સાથે એના નાનકડો દીકરો છે. એક સ્ત્રીની આસપાસ ફૂલા અને બાળક બન્નેને જોઉ છું ત્યારે ઈશ્વરે પણ કેટલી વિવિધ જાતનાં પુષ્પો સર્જીને દુનિયાને એક વિશાળ બગીચા જેવી બનાવી છે એ વિચાર માત્રથી આનંદની એક લકીર ફરકી જાય છે.
ફૂલો લઈને આ સ્ત્રી કર્યાં જતી હશે? કોઈકના જન્મદિવસની ભેટ માટે આ ફ્ લો લીધાં હશે? કે કોઈ બીમાર જનના ખંડમાં પહોંચાડવા માટે? ગમે તે કારણસર ફૂલો લીધાં હોય, અંતે તો પેાતાના હૃદયની ભાષા વ્યકત કરવા માટે શબ્દો નહીં પણ ફ્ લા મદદે આવી શકશે એવું એને લાગ્યું હોવું જોઈએ.
હોટેલના કોઈ ખૂણામાંથી સુંવાળું સંગીત વહ્યા કરે છે. કાનને બહેરા કરી મૂકે એટલું એ જુલમી નથી. હોટેલ વિશાળ છે એટલે માણસાની ઉપસ્થિતિ ઘોંઘાટિયા સંગીતની જેમ ઉઝરડા નથી પીતા. સામેના સાફા પર બે જણ ક્યારના બેઠા છે. કદાચ નવા નવા પરિચય હશે. બન્નેના ચહેરા પર મુગ્ધતા આવી આવીને ઊભરાય
તા. ૧૬-૧૧-’૭૯
છે. સંબંધનું કાવ્ય આપમેળે રચાતું હોય છે. કોઈ પણ બે માણસે મને પ્રાસ માટે ઝૂરતી પંકિત જેવા હંમેશા લાગ્યા છે આવું કોઇકને લાગ્યું હોય તો મને ખબર નથી. બે માણસાના સંબંધ જ એ બીજું કશું નથી પણ કવિતા જ છે. એ સંબંધ જ્યારે સેાટીએ ચડે છે ત્યારે એ પ્રાર્થના ઊંચી કવિતા છે. કારણકે એ પ્રભુ માટે લખાયેલી હોય છે.
એક પરદેશી માણસ ફટપાથ પર ઊભા ઊભા ક્યારના કેમેરાની ચાંપ દબાવી રહ્યો છે. મારી પાસે કેમેરાથી કામ લેવાની આવડત નથી; એટલે કેમેરાનું કામ શબ્દો પાસે કરાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. છબી અને શબ્દ, છબી આખરે તે। સ્મૃતિઓના સંચય જ છે અને સ્મૃતિ એટલે ભૂતકાળ અને ભૂતકાળ એટલે આપણે,
થૅડાક ક્લાકોમાં આ હેટલ માણસેથી ઊભરાઈ જશે. ‘બીઝનેસ લંચને ભારે મહિમા છે. ટેબલ ઉપર થતી વાત પછી વાતા નથી રહેતી. વાયદાઓમાં રૂપાંતર પામે છે. છંદમાં ગાઠવાયેલા શબ્દોની જેમ માણસે મળશે. બધું જ ગાઠવાયેલું અવ્યવસ્થિત હશે પણ છંદ એટલે કવિતા-એવું કોણે કહ્યું?
તડકો આવે છે એટલે વેઈટર શટર્સ બંધ કરી જાય છે. પડદાને થોડાક વ્યવસ્થિત કરે છે. શટર્સથી તડકાના આક્રમણને ઓછું કરી શકાય છે. વિચારોના આક્રમણને ઓછું કરવા માટે આપણા ઋષિમુનિઓની વાણી શટર્સ કરતાં સહેજ પણ ઓછી કામિયાબ નથી.
વિચારો ભલે આવે. પણ એની પણ એક શિસ્ત હોય તે ! કયારેક વિચાર। સરઘસના ટોળાની જેમ સૂત્રો પેકારતા આવતા હોય છે. તા કયારેક સૈનિકની જેમ કૂચ કરતા હોય છે. કયારેક વિચારો હાસ્પિટલની નર્સની જેમ ખડે પગે ઊભા હાય છે તે ક્યારેક માત્ર સૂઝ ન પડતી હોય એમ દોડધામ જ કરતા હોય છે. વિચારોની આવનજાવન ગતિને અંકિત કરતી નારાયણ સૂર્વેની કવિતા યાદ આવે છે. વિચારોને પગ હોય છે, પાંખ હોય છે અને ક્યારેક તે અપંગ પણ થઈ જતા હોય છે. મન વિચારની રંગભૂમિ છે અને ગીતકારે તો કયારનું કહી દીધું છે કે મનુષ્યના બંધનમેક્ષનું કારણ જ મન છે. વિચારોના આધાર મન પર હાય છે. અને મનના આધાર વિચારો પર હોય છે. વિચારશીલ અને આચારશીલ થવાને બદલે માણસ વિચાર કરી કરીને નિરાધાર કેમ થઈ જતા હશે ?
ઘેડાક દિવસા પહેલાં કોઈકે મને કહ્યું હતું કે હવે એવી શેાધ થવા માંડી છે કે કેમેરાની મદદથી જેમ આપણે ફોટાઓ ઝડપીએ છીએ એમ વિચારોના ફોટોગ્રાફ પણ ઝડપી શકાશે. માણસ જો પારદર્શક થાય તે કોઈ આવા યંત્રની મદદની પણ કર્યાં જરૂર છે? સાચા માણસેના એક એક શબ્દ એના વિચારોના ફોટોગ્રાફ જ થઈ શકે.
હોટેલમાં બેસી બેસીને માણસ કેટલું બેસશે ? છેવટે તે એને પોતાને ઘરે પહોંચવું જ પડશે. પણ ઘરની પાર પણ એક ઘર હાય છે. એ ઘરે પહોંચવાની ઘણી વાર છે. હજી જીવન પથરાઈને પડયું છે.
સુરેશ દલાલ
સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત શ્રી મુંબઈ જૈન યુવક સંગ સંચાલિત
વિદ્યાસત્ર
કરવામાં આવશે.
વિદ્યાસત્રને લગતા ચોથા વર્ષના કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. તેની વિગતપૂર્ણ જાહેરાત આવતા અંકમાં હાલ નીચે મુજબ નક્કી થયેલ છે. વકતા : ડૉ. ભોગીલાલ સાંડેસરા
વિષય : હવે પછી નક્કી થશે. સમય : સામ, મંગળ, બુધ તા. ૭-૮-૯
જાન્યુઆરી ૧૯૮૦ : સાંજના ૬ વાગે. સ્થળ : ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરનું સભાગૃહ-ચર્ચગેટ પ્રમુખ : ડો. રમણલાલ ચી. શાહ
ચીમનલાલ જે. શાહ ૭ કે, પી, શાહ મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ