________________
તા. ૧૬-૧૧-૦૯
*
ઉર્દૂ ભાષાના કોષ્ઠ આધુનિક કવિઓની યાદી બનાવાય તે જેનું નામ અગ્રેસર હોય એવા ફૈઝ અહમદ ફૈઝની કવિતા વિશે ઉર્દૂના એક વિવેચકે સુંદર નિરીક્ષણ કર્યું હતું. આ વિવેચક મુમતાઝ હુસેને કહ્યું હતું : “ફૈઝની શાયરીમાં એક પરંપરા કૈસ (મજનૂ) ની છે તો બીજી મનસૂરની.
આ એક વાક્યમાં વિવેચકે તેઓ જેની વાત કરતા હતા એ ઉર્દૂ કવિની લાક્ષણિકતાનો પરિચય આપ્યો જ, પણ સાથે સાથે મહાન કવિના લક્ષણનો પણ અંદાજ આપ્યો.
મજનૂ અને મનસૂરની કથા આમ તો પ્રેમનું પ્રતીક છે : લયલા માટે મરી ફિટનારો દુનિયાને દેશવટો આપનારા આ પ્રેમી પ્રાચીન નથી; પ્રત્યેક વ્યકિતની અંદર ઘર કરી ગયેલ ઉર્દૂ ના પ્રસિદ્ધ કવિ ગાલિબે આ વિશે બે હૃદયસ્પર્શી વાત કહી છે:
હમને મજનૂંપે લડકપનમે અસદ સંગ ઉઠાયા થા કિસર યાદ આયા.
પ્રબુદ્ધ જીવન
મજનૂ અને મનસૂર
જાણીતી છે. મજનૂ અને શાણપણની જ પ્રણયકથાનું પાત્ર એક તત્ત્વ પણ છે. સુન્દર કાવ્ય પંકિતમાં
વાચ્યાર્થતા એટલા જ છે કે તે અસદ (ગાલિબનું નામ મમ દુલ્લાહમાં હતું અને તેમની પ્રારંભની કૃતિઓ ‘અસદ ઉપનામથી લખાઈ હતી, અમે પણ બચપણમાં મજનૂ પર પથ્થર હતો પણ અમને મસ્તક યાદ આવ્યું.
ઉગામ્યો
ધ્વન્યાર્થમાં જવા માટે મજનૂની કથા થોડીક યાદ કરવાની જરૂર છે. મજનૂ પાગલ થઈ શેરીઓમાં ફરતા ત્યારે નાદાન બાળકો તેની પાછળ ટોળે વળતા અને તેને પથ્થરો મારતા. આ સંદર્ભમાં ‘લડકપન ’ ( બચપણુ) શબ્દ મહત્ત્વના છે. પ્રત્યેક માણસમાં આ બાળકનું તમાશા માટેના વિસ્મયનું તત્ત્વ હોય છે અને તેમાં એ ઔચિત્ય પણ ભૂલી જતા હોય છે. બીજાની કૂથલી કરવા બેસે ત્યારે પોતે એ જ વાત માટે કસૂરવાર હોય એવું ભાન માણસને ભાગ્યે જ રહે છે.
કવિ ઇતિહાસને, અથવા તે કિંવદંતીના પ્રાચીન સમયને વર્તમાનમાં લઈ આવે છે. પાગલ અવસ્થામાં ભટકી રહેલા મજનૂ પર મે* પણ પથ્થર ઉગામ્યો હતો એમ કવિ કહે છે : પણ ત્યાં તો મને મસ્તક યાદ આવ્યું. મજનૂમાં જે પાગલપણુ છે એ જ પાગલપણું મારા દિમાગમાં પણ છે એ વાત કવિને સમજાઈ.
મજનૂની પરંપરા એ આવા દુનિયાદારીથી બેપરવા એવા પ્રેમની પરંપરા છે. આવા પ્રેમની અભિવ્યકિત કામ કરી શકે ત્યારે એના દિમાગમાં પેલું ધૂનીપણું' છે એમ કેમ ભૂલી શકે?
દૂનિયાદારીથી લાપરવા એવો પ્રેમ એ મજનૂની પરંપરા છે. આ પ્રેમને એક ડગલું આગળ લઈ જઈને લયલાને બદલે આ જગતના નિયંતા માટેના પ્રેમની જ વાત કરીએ તે। એ મનસૂરની પરંપરા બની જાય છે.
પ્રસિદ્ધ ઈરાની વલી મનસૂરે એવી ઘોષણા કરી કે હું જ પરમાત્મા છું. ‘અનલહક ' એ વેળાના ઈસ્લામી કાઝીઓને લાગ્યું કે આ માણસ ધર્મના દ્રોહ કરે છે એને શૂળીએ ચડાવાયા. પણ છેલ્લી ક્ષણ સુધી એ ‘અનલહક ’ (એ હું જ છું - સેમ )ના નિ મુકારતો રહ્યો. ફાંસીના માચડાથી ડરી એણે પોતાની પ્રતીતિમાં કોઈ પરિવર્તન ન કર્યું.
ફૈઝે એની બે કાવ્યપંકિતઓમાં આ બે તબક્કાઓ ક્યાં એક થાય છે, એવી વાત સરળ રીતે કરી છે:
મુકામ ‘ફૈઝ ’કોઈ રાહમેં જયા હિ નહીં, જો ક્રૂ એ યારસે નીકલે તો સૂ - એ - દાર ચલે.
ફાંસીની ફૂલમાળ.
ફૈઝ, માર્ગમાં બીજો કોઈ મુકામ અમને પસંદ જ ન પડયો. અમે પ્રિયતમાની ગલીમાંથી નીક્ળ્યા, તે સીધા ફાંસીના માચડા પર પહોંચ્યા. આ પંકિતના મકરન્દ દવેએ સુંદર અનુવાદ કર્યા છે:
કાં સાજણની શેરિયું,
કાં
કાં મજનૂના માર્ગ, કાં મનસૂરનું ભાવિ. આબેમાંથી જ કવિએ પસંદ કરવાનું હોય છે. કવિ આ પસંદ કરી શકે, તો કવિ તરીકે ટકે છે : ન પસંદ કરી શકે, છેલ્લી ક્ષણે ફાંસીના માચડા તરફથી પાછા ફરી ગમે તે ભાગે જીવન સાથે સમાધાન કરી લે તે એ કવિ મરી જાય છે.
મજનૂનો પ્રેમ અને મનસૂરની આધ્યાત્મિકતા. આ બે કવિતાની સામગ્રી છે. આ બંને જેની પાસે હોય છે, એ કવિ તરીકે સર્વોચ્ચ કોટીએ પહોંચે છે. એટલે જ ટી. એસ. એલિયટની આધ્યાત્મિકતામાં પ્રેમને સ્પર્શ છે અને ઈ. ઈ. કમિંગ્ઝના પ્રેમમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ છે. કબીર પણ ‘યહ તે ઘર હૈં પ્રેમકા ખાલાકા ઘરનાંહીં' ની વાત કરે છે, ત્યારે આ જ પ્રેમ અને આધ્યમિકતાના સમન્વય કરે છે. આધુનિક સાહિત્યમાં ‘ઉત્તેજક ’ (ઈરોટિક) સાહિત્યની સર્વોત્તમ સર્જક હેનરી મિલર આધ્યાત્મિક સાહિત્યના પણ સર્વોત્તમ સર્જક છે અને આપણા કવિ સુન્દરમ પણ હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે આવે ભલે એ લયલા બનીને – એવા શબ્દો ઉચ્ચારી ઊઠે છે.
૧૩૩
મજનૂની અને મનસૂરની પરંપરા એ ઉત્કૃષ્ટ કવિતા માટે આવશ્યક પરંપરા છે: કવિતા આ પરંપરાને નિભાવે તો એ આલુનિક હાય કે પુરાતન, પ્રયાગલક્ષી હાય કે પ્રણાલિકાગત - એ ટકી રહે છે. કારણ કે આ શાશ્ર્વત પરંપરા છે.
જેનામાં આ બંને પરંપરા છે એવી વાત મુમતાઝ હુસૈને કહી છે એ ફૈઝની જ એક કવિતા સાથે આ વાત પૂરી કરીએ. ૧૯૫૨માં રાવળિપડી મુકદમામાં રાષ્ટ્રદ્રોહ માટે કરાવાસ પામેલા અને આજે ઝિયાના શાસનમાં દેશવટો ભાગવી રહેલા ફૈઝે તેમના ૧૯૫૨ના કારાવાસ દરમિયાન કરેલી આ રચના છે : સિતમ કી રસ્મ બહુતથી લેકિન,
ન થી તેરી અંજુમન સે પહેલે – સજાગતા - એ - નજરસે પહેલે
ઈતાબ જુમે - સુમન સે પહેલે
કવિને ફરિયાદ સરમુખત્યારશાહી સામે કરવી છે : પણ અ પરંપરાગત પ્રમાણમાં રૂપકો વાપરે છે. આથી જ પાકિસ્તાનના રાવળપિડી મુકદમાની વાત જ્યારે કોઈને યાદ નહીં હોય ત્યારે પણ આ કવિતા સમજવાનું મુશ્કેલ નહીં બને.
આ પ્રથમ બે પંકિતમાં કવિ કહે છે: સિતમની પદ્ધતિએ ઘણી હતી : પણ તારી આ મહેફ્ટિની અગાઉ અત્યારે છે એવી પદ્ધતિઓ તે કારે ય નહોતી. આ મહેફિલમાં તે દ્રષ્ટિને અપરાધ થાય એ પહેલા જ સજા કરવામાં આવે છે અને વાણીને અપરાધ થાય એ પહેલા તે! પ્રકોપ ઊતરી પડે છે.
કવિ આગળ કહે છે :
જો ચલ સકે તો ચલે કે રાહે વફા
બહોત મુખ્તસર હુઈ હૈં,
મુકામ હૈ અબ કોઈ ન મંઝિલ. ફરાઝે દારા - રસનસે પહેલે
હવે જો ચાલી શકો તો ચાલે. હવે પ્રેમના, વફાદારીના માર્ગ તદન ટૂંકો થઈ ગયો છે. ફાંસીના માંચડા અને દોરીના ગાળિયા સુધી પહોંચીએ એની આડે હવે નથી કોઈ બીજો મુકામ કે નથી કોઈ બીજી મંઝિલ, અહીંથી નીકળ્યા, તે સીધા ફાંસીના મંચ પર જ પહોંચાશે.
નહીં રહી અબ જૂજૂંકી જંજીર પર વા પહલી ઈજારાદારી,
ગિરિત કરતે હૈં... કરનેવાલે
બિરદ હૈ દીવાનાપનસે પહેલે.
હવે પાગલપણાની જંજીર પર પહેલા હતી એવી ઈજારાદારી નથી રહી. હવે તેા કરવાવાળા માણસ પાગલ બને એ પહેલાં જ તેની ધરપકડ કરી લે છે તેની બુદ્ધિની પૂછપરછ પતાવી દે છે.