________________
તા. ૧-૧૧-૭૯
પ્રભુ જીવન
હિ ંસાથી ન્યાય કે શાંતિ મળતી નથી
渊
નવા પાપ પાલ - ૨ ને ચૂંટાયા એક વર્ષ પૂર થયું. એક વર્ષના ગાળામાં પાપે પોતાના વ્યકિતત્વના દુનિયામાં પ્રભાવ પાડયો છે. આ પોપની નિમણુંકમાં વિશેષતા એ હતી કે ૪૫૦ વર્ષ બાદ, ઈટલીની ન હોય એવી વ્યકિત આ પદે નિયુકત થઈ. બીજી વિશેષતા એ હતી કે આ પેપ પોલાન્ડના છે. પેાલાન્ડ સામ્યવાદી દેશ છે. સામ્યવાદીઓ ધર્મમાં માનતા નથી, એટલું જ નહિ પણ તેના સખ્ત વિરોધી છે અને ધર્મનું નામનિશાન રહેવા ન દેવું એવા તેમના સઘળા પ્રયત્નો હોય છે. આવા દેશમાંથી આવેલ વ્યકિતની પાપ તરીકે નિમણુંક થઈ. માનવીને ધર્મની કેટલી જરૂરિયાત છે તેનો જાતઅનુભવ તેમને છે. આ પાપે દીક્ષા લીધા પહેલાં, કારખાનામાં મજૂરી કરતાં ગરીબાઈ અનુભવી છે. વિદ્નતા કરતાં ય અનુભવ તેમની વધારે મેટી મૂડી છે. સામ્યવાદી દેશના દમન અને હિંસાના અનુભવ છે.
આ પદે નિયુક્ત થયા પછી પાપે વિદેશ – પ્રવાસ સારા પ્રમાણમાં કર્યો. પહેલા પ્રવાસ મેકસિકો અને લેટીન અમેરિકાના દેશાનો કર્યો. મેકિસકો પણ સામ્યવાદી છે છતાં લાખા માણસા પાપના દર્શન માટે અને તેમનુ પ્રવચન સાંભળવા આવ્યા. દક્ષિણ અમેરિકાનાં દેશામાં, રોમન કેથોલિક ચર્ચ માટે એક બહુ નાજુક અને વિવાદાસ્પદ પ્રશ્ન છે. ત્યાંના મોટાભાગના દેશમાં સરમુખત્યારશાહી અને પ્રજાનું દમન છે. ગરીબાઈ પણ ભયંકર છે. કેટલાક રોમન કેથેલિક પાદરીએ માનવતાથી પ્રેરાઈને, આવા દમનમાં પ્રજાની પડખે ઊભા રહેવું અને તેનો સક્રિય વિરોધ કરવા પોતાના ધર્મ માને છે. બીજાઓ એમ માને છે કે, ધર્મગુરુ એ સક્રિય રાજકારણમાં અને સંઘર્ષમાં ભાગ ન લેવા, તેમનું કર્તવ્ય ઉપદેશ આપવાનું જ છે. આ પ્રશ્ન ઉપર પાપે મધ્યમ વલણ લીધું. આ સંબંધે મે અગાઉ ‘પ્રબુદ્ધ જીવન’માં વિગતથી લખ્યું છે.
પાપનો બીજો પ્રવાસ પેાલાન્ડના હતા.
સામ્યવાદી સરકાર માટે વિકટ પરિસ્થિતિ થઈ. પેાલાન્ડની મેટા ભાગની પ્રજા રોમન કેથોલિક છે. લાખા માણસા પાપના દર્શને આવ્યા. પેાતાના વતનમાં ધર્મના અભ્યુદયની તક મળી. સામ્યવાદી દેશમાં જાહેરમાં ધર્મોપદેશ કરવા અતિ વિકટ કાર્ય છે પાપે કુશળતાથી કામ લીધું. પેાલાન્ડની સરકાર પણ વિવેકથી વર્તી.
તાજેતરમાં આર્યલેન્ડના ત્રણ દિવસના પ્રવાસ કર્યો. ત્યાંથી અમેરિકા ગયાં.
આયર્લેન્ડની મુલાકાત ઐતિહાસિક છે. આયર્લેન્ડની ૯૦ ટકા વાતિ શૈલિક છે. ઉત્તર આયલેન્ડ - અલ્સ્ટર - માં પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક વચ્ચે તુમુલ સંઘર્ષ ચાલે છે. અલ્સ્ટરના કેથેલિકના એક વર્ગ - આયરીશ રીપબ્લીકન આર્મી – હિંસાના માર્ગે છે. છેલ્લે માઉન્ટબેટનનું ખૂન થયું. આવી પરિસ્થિતિમાં પેપ શું કહેશે તે ઉપર મીટ મંડાણી હતી. પાપના દર્શને દસ દસ લાખ માણસા આવ્યા. તેમના પ્રવચનેાના શબ્દેશબ્દની છણાવટ થવાની હતી તે જાણતા હતા. આવા સંજોગામાં પાપે અસંદિગ્ધ અને ભાવપૂર્ણ ભાષામાં હિંસાના વિરોધ કર્યા અને હિંસક માર્ગે થી પાછા વળવા અલ્સ્ટરના ક્થાલિકોને દર્દ ભરી અપીલ કરી. પાપના આ પ્રવચનોનો અગત્યના ભાગના અનુવાદ અહીં આપું છું. ગાંધીજી બોલતા હોય તેમ લાગે. એક ધર્મગુર ને શાભે એવી રીતે આ પ્રસંગને દીપાવ્યો. કેથલિકને - અલ્સ્ટરમાં અન્યાય થાય છે એમ કહી કેથલિકની આડકતરી રીતે પણ ઉશ્કેરણી કરવાને બદલે, સખ્ત રીતે હિંસાને વખોડવામાં ભારે નિડરતા દાખવી. પ્રોટેસ્ટન્ટને કહ્યું – ગાંધી મુસલમાનોને કહેતા તેમ – કે હું તમારો દુશ્મન નથી, મિત્ર છું. જે કાંઈ કહું છું તે મિત્રભાવે કહું છું. પ્રોટેસ્ટન્ટને અને બ્રિટીશ સરકારને સમાધાનના માર્ગ શેાધવા હૃદયપૂર્વક વિનંતિ કરી. પાપે કોઈ ચોક્કસ દરખાસ્ત કરી નથી પણ ધર્મને નામે ન લડવા અને ભ્રાતૃભાવ કેળવવા કહ્યું.
પાપની આ મુલાકાત અને પ્રવચનાની કેટલાક ચુસ્ત પ્રોટૅરટન્ટોએ ટીકા પણ કરી છે. પાપે કહ્યું કે, કોઈ પણ લઘુમતીના માનવીય અધિકારો છીનવી ન શકાય, તેનું રક્ષણ થવું જોઈએ. પ્રોટેસ્ટન્ટોનું કહેવું છે કે, આયર્લેન્ડના બે ભાગોને એક કરવાનું દબાણ થાય છે તે જ સંઘર્ષ અને હિંસાનું કારણ છે. તેમાં પ્રોટેસ્ટન્ટને લઘુમતી થવાનો ભય છે. લઘુમતી - બહુમતીની આ સમસ્યા આયલેન્ડ માટે કોઈ વિશેષતા નથી. આપણા દેશના ભાગલા કર્યા તે
૧૨૩
પણ આ પ્રશ્ન સળગતો રહ્યો છે. પ્રોટેસ્ટન્ટ અને કેથલિક એક જ ધર્મના છે. છતાં પ્રશ્ન આટલા ઉગ્ર છે. એવા જ પ્રશ્ન ભાષાકીય લઘુમતી - બહુમતીનો, કેનેડામાં બેલ્જીયમમાં અને ઘણાં દેશોમાં છે. પ્રાદેશિક લઘુમતી - બહુમતીના પણ આવા જ પ્રશ્નો થાય. પણ પાપે કહ્યું - અને ગાંધીજીએ કહ્યું “ તેમ હિંસાથી આ પ્રશ્નનું નિરાકરણ શકય જ નથી. હિંસાથી ન્યાય કે શાન્તિ મળતા નથી. માનવીએ ઉદાર થઈ ભ્રાતૃભાવથી રહેતા શીખવું એ જ માર્ગ છે. ૨૨-૧૦-૪૯ ચીમનલાલ ચકુભાઈ
શાંતિ, પ્રેમ
અહિંસા, [પેાપનું પ્રવચન ]
ઉક માનવીને જન્મસિદ્ધ અધિકારો છે જેને માન અપાવું
જ જોઈએ.
“જાતિકૂલ, ઐતિહાસિક, સાંસ્કૃતિક યા ધાર્મિક- પ્રત્યેક માનવસમાજને અધિકારો છે જેને માન અપાવું જ જોઈએ. જ્યારે જ્યારે આ અધિકારો પૈકી એકાદનો ભંગ થાય છે ત્યારે શાંતિ માટે જોખમ ઊભું થાય છે. માનવીય અધિકારોના સંત્રી, માનવ ગૈારવના સંરક્ષક એવા નૈતિક કાનૂનની કોઈ પણ વ્યકિત કે જૂથ કે ખુદ શાસન દ્વારા પણ કોઈ પણ કારણસર અવગણના થઈ શકે નહિ- સલામતીના કારણસર પણ નહિ કે કાયદો અને વ્યવસ્થાનાં હિત માટે પણ
નહિ.
“શાસનનાં સર્વ કારણેાથી ઈશ્વરી કાનૂન સર્વોપરી છે. માનવ ગારવને સ્પર્શતા રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક યા ધાર્મિક કોઈ પણ ક્ષેત્રમાં અન્યાયો પ્રવર્તતા હશે ત્યાં સુધી સાચી શાંતિ
સ્થપાશે નહિ.
“અસમાનતાઓનાં કારણો ખાળી કાઢવાં જોઈએ... અને નાબૂદ કરવાં જોઈએ. જેથી દરેક વ્યકિત, સ્ત્રી યા પુરૂષ તેની માનવતાને પરિપૂર્ણ વિકાસ સાધી શકે.
“આજે હું પાપ છઠ્ઠાના અને મારા બીજા પુરોગામીઓના અવાજમાં, તમારા ધર્મગુરુઓના અવાજમાં, બુધ્વિનિષ્ઠ સર્વ સ્રીપુરષાના અવાજમાં મારો સૂર પુરાવું છું. અને હું ઉદઘાષિત કર છું... કે હિંસા અનિષ્ટ છે, કે સમસ્યાઓના નિરાકરણરૂપે હિંસા અવીકાર્ય છે, કે હિંસા માનવીને માટે શેશભનીય છે, હિંસા અસત્ય છે. કારણ આપણા ધર્મના સત્યની, આપણી માનવતાના સત્યની, એ વિરૂદ્ધ જાય છે. જેની રક્ષાના એ દાવા કરે છે તેના જ, માનવનાં ગૈારવ, જીંદગી અને સ્વાતંત્ર્યના એ નાશ કરે છે. માનવ જાત સામેના એ અપરાધ છે. કારણ, સમાજના તાણાવાણાને ઍ છિન્નભિન્ન કરી દે છે.
“હું તમારી સાથે એ પ્રાર્થનામાં જોડાઉં છું, કે આઈરિશ સ્ત્રીપુરૂષોની નૈતિક ભાવના અને ક્રિશ્ચયન આસ્થા હિંસાના અસત્યથી કદી લોપાય નહિ અને ખંડિત થાય નહિ. અને ખૂનને કદી કોઈ ખૂન સિવાયના બીજા કોઈ નામે ઓળખાવે નહિ અને હિંસાના ચક્રને કયારેય અનિવાર્ય તર્ક યા આવશ્યક પ્રાપ્તિની વિશેષતા બક્ષવામાં આવે નહિ.
“હિંસામાં માનશે। નહિ તેમ હિંસાનું સમર્થન કરશે! નહિ. ક્રિશ્ચયન ઈશુ ખ્રિસ્તના એ માર્ગ નથી. કેથોલિક ચર્ચના એ માર્ગ નથી. શાંતિમાં અને ક્ષમામાં અને પ્રેમમાં આસ્થા દઢ કરો. કારણ, એ જ ઈશુ ખ્રિસ્ત છે.
“જે લોકસમૂહો, શાંતિ અને સમાધાનદ્નારા તથા સર્વ પ્રકારની હિંસાના તેમના ત્યાગદ્નારા વ્યકત થતા, ઈશુના પ્રેમના પરમ સંદેશના તેમના વીકાર વડે એકજૂથ રહે છે, તેઓ જે અશકય તરીકે ગણાવા લાગ્યું હોય અને અશકયરૂપે જ રહેવા નિર્માણું હાય તે સિદ્ધ કરવા માટેના એક અદમ્ય બળરૂપ બની જાય છે.”
હિંસક કૃત્યો કરી રહેલાં સહુ કોઈને પાપે શાંતિના માર્ગ તરફ પાછા વળવા અપીલ કરી હતી.
“હું પણ ન્યાયમાં માનું છું અને ન્યાયની ખોજમાં છું. પણ હિંસા ન્યાયના દિનને કેવળ પાછળ ઠેલે છે. હિંસા ન્યાયના કાર્યનો