SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તી. ૧-૯-૭૬ 1 - 1. 5 મારી ટપેટ રિાસ્ટમ રાબિત કરે છે કે પૂર્વજોના આધ્યાત્મિક અનુF ભવો સાચા છે. કર્મના નિયમ, મનુષ્યને ભ્રાતૃભાવ, ઇશ્વરનું પિતૃત્વ, આત્માનું અમૃતત્વ, મૃતાત્મા સાથે સંપર્ક, પ્રાર્થના દ્વારા બીજાઓનું કલ્યાણ, નૈતિક માર્ગે ચાલતાં સુખની ધ્યેય - પ્રાપ્તિ, પ્રકૃતિના નિયમ અને વનસ્પતિ પાસેથી જ્ઞાન પામવું, એ બધું સાચું છે.' સંપૂર્ણ લીના બહેન દેસાઈ – અનુ: અમૃત મોદી - Tધી સિક્રેટ લાઇફ ઓફ પ્લાંટ્સ’ (લેખક પીટર થમકિસ અને ક્રિસ્ટોફર બર્ડ) પુસ્તકમાંથી, “મૈત્રી' દ્વારા સમર્પણમાંથી સાભાર.] કેવાં ખતરનાક ઔષધો અને રસાયણ! બીજા વિશ્વ વિગ્રહ પછી ઔષધવિજ્ઞાનમાં અને રસાયણવિજ્ઞાનમાં આશ્ચર્યજનક પ્રગતિ થઈ છે; પરંતુ તેમાં એવાં ખતરનાક ઔષધો અને રસાયણ પણ બન્યાં છે જે ભયંકર પરિણામ લાવે. લગભગ બે દાયકા પહેલાં એક પશ્ચિમ જર્મનીની પેઢીએ થેલિનમાઈડ નામની ઊંઘની અને ઉશ્કેરાટશામક ટીકડીઓ બનાવી હતી જે ગર્ભવતી સ્ત્રીઓએ તે ખાધી તેમને હાથ વિનાનાં કે પગ વિનાનાં કે હાથ-પગ વિનાનાં બાળકે જમ્યાં. આવા લગભગ આઠ હજાર કિસ્સાએ યુરોપમાં હાહાકાર ફેલાવ્યું. આજે આ બાળકો યુવાનીમાં આવી રહ્યાં છે અને તેમની તથા તેમના વડીલોની દશા દયાજનક છે. ગયા જુલાઈમાં ઈટાલીમાં મિલાન નગર ટી સી ડી ડી (ટેટ્રાકલારડી - બેન્ઝ - પારા - ડાયેકિસન) નામનું કૃષિ-રસાયણ બનાવતા એક કારખાનામાં ધડાકો થશે તેથી તેમાંથી જે ગેસ ફ્લાય તેમાં દોઢેક હજાર માણસો આવી ગયા. આ રસાયણથી હૃદય, મૂત્રપિડે, યકૃત અને મગજને નુકસાન થાય છે અને કેન્સર પણ થાય છે. વળી ગર્ભાવસ્થામાં બાળકને નુકસાન થાય છે. આ ગેસ છેવટની પેદાશ નથી. ખેતરમાં નકામી વનસ્પતિ વગેરેને મારી નાખવા માટે પ્રમાણમાં જે નિર્દોષ રસાયણ બનાવવામાં આવે છે તેમનાં ઉત્પાદન દરમિયાન વચ્ચે આ ગેસ બને છે. ઉત્પાદનની આ પ્રક્રિયા સતત જાળવી રાખવી જોઈએ. તેમાં વિક્ષેપ પડે કે કશે અકસ્માત થાય તો આ ગેસ ભયજનક બને છે. આ કારખાનામાં ધડાકો થયો અને આ વાયુએ ધરતી, હવા અને મકાને પણ દૂષિત કર્યા. માપી ન શકાય એટલી સૂક્ષ્મતમ માત્રામાં પણ આ ગેસ જોખમી છે. આ રસાયણે દુનિયામાં બીજા આગળ પડતા દેશોમાં પણ બને છે? વર્ષ પહેલાં બ્રિટનમાં આ રસાયણને અકરમાત થયો હતો ત્યારે દૂષિત પદાર્થો, દીવાલે, છત અને ધરતી પર ખાદીને એ કાટમાલ પીપામાં ભરી ધરતીમાં ઘણે ઊંડે દાટી દેવામાં આવ્યો હતો. બીજા બનાવમાં તે દરિયામાં વામી દેવામાં આવ્યો હતે. મિલાનના અકસ્માતમાં પણ એક ફલૂટ જેટલી ધરતી ખેદીને સમુદ્રમાં વામી દેવી પડશે. અમેરિકામાં રસાયણ બનાવનાર પેઢીઓમાં ડે. કેમિકલ્સ કોર્પોરેશન આગળ છે. તે વિયેટનામમાં ખેતી અને જંગલનો વિનાશ કરવા માટે જે રસાયણો બનાવતી હતી તે વિગ્રહના એક શસ્ત્ર તરીકે એવાં ભયંકર હતાં કે એ ધરતી પર વર્ષો સુધી ખેતી થઈ શકે નહિ અને વૃક્ષો ઉગાડી શકાય નહિ. વિયેટનામી પ્રજા માટે પણ તે રસાયણે ખતરનાક હતાં. ડે. કેમિકલ્સના કારખાનામાં પણ એક વાર અકસ્માત થયો હતો, પરંતુ આ ઝેર બહાર ફેલાય તે પહેલાં તેને અંકુશમાં લેવામાં આવ્યું હતું.. આ નવાં પ્રકારનાં ભયંકર ઝેરોનાં સંસર્ગમાં આવનારની સાર- વાર કેમ કરવી એ પણ એક તબીબી સમસ્યા છે. થેલિનેમાઈડ ટીકડી- એનાં કમકમાટી ઉપજાવનાર પરિણામેથી ભડકી ગયેલા ઈટાલિયન ડોકટરેએ સગર્ભા સ્ત્રીઓને અનુરોધ કર્યો કે જે સગર્ભા સ્ત્રીઓ આ ઝેરી વાયુના સંસર્ગમાં આવી હોય તે ગર્ભપાત કરાવી નાખે. પરંતુ ઈટાલી રેમન કેથલિક ખ્રિસ્તી સંપ્રદાય પાળનાર દેશ છે. અને એ સંપ્રદાયમાં ગર્ભપાત પાપ ગણાય છે. આથી પોપે આ અનુરોધને વિરોધ કર્યો. તેમ છતાં કેટલાક ઈટાલિયન ડોકટરોએ કેટલીક સ્ત્રીઓને ગર્ભપાત કરાવ્યા. ઈટાલિયન અખબારોએ એવો આક્ષેપ કર્યો કે મિલાનમાં આ રસાયણોના ઉત્પાદન સાથે અમેરિકા સંકળાયેલ છે. અમેરિકાએ તેને ઈન્કાર કર્યો, પરંતુ સહાય માટે તૈયારી બતાવી. અમેરિકાની નાટો લશ્કરી છાવણીને લડાઈમાં શસ્ત્ર તરીકે વાપરબ્રના ઝેરી વાયુઓને અનુભવ છે. તેથી નાટો છાવણીમાંથી કેટલાક નિષ્ણાતો ઈટાલીને મદદ કરવા મિલાન ગયા, પણ જાહેર કર્યું કે અમે ખાસ કંઈ મદદરૂપ થઈ શકીએ તેમ નથી. ડી ડી ટી જેવાં જંતુનાશક રસાયણે જોખમી છે જ હવે સરખામણીમાં ડી ડી ટી નિર્દોષ લાગે એવાં ભયંકર જોખમી રસાયણો બની રહ્યાં છે. વિગ્રહમાં વાપરવા માટેના શસ્ત્ર તરીકે તે એવાં ભયંકર રસાયણ શોધાયાં છે કે જેમની વિનાશક અસરની કલ્પના ન થઈ શકે. કેટલાક વાયુઓ અદ્રશ્ય અને ગંધરહિત છે અને તે જ્ઞાનતંતુએને નાશ કરીને મૃત્યુ ઉપજાવે છે. અમેરિકામાં એક અકસ્માતમાં ઝેરી ગેર છૂટી ગયો હતો તેના સંસર્ગમાં માઈલ દૂર હજારે ઘેટાં આવ્યાં અને તે બધાં મરી ગયાં. આ કઈ જાતની પ્રગતિ છે? - - વિજ્યગુપ્ત મૌર્ય જેનું કોઈ નથી અને હું છું એક વખત અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પાસે એક અપરાધીની અરજી આવી, જે વાંચ્યા પછી લિંકનને થયું કે આ માણસ નિર્દોષ છે, આને ખાટી રીતે સજા થઈ રહી છે. અરજી સાથે કોઈ ભલામણ પત્ર ન જોતાં એમને વધારે આશ્ચર્ય થયું. ‘શું આ માણસને કોઈ મિત્ર પણ નથી ? તરત તેમનું હૈયું કહી ઊયું ‘નહિ, એના મિત્ર ઈશ્વર છે. ઈસુએ કહ્યું છે કે “મિત્રવિહોણાને હું મિત્ર છું, જેનું કોઈ નથી અને હું છું” અને પછી નિર્ણય કરતા હોય એમ એ બોલ્યા: “ઈશ્વર જેને પરમ મિત્ર જ હોય એ આપણા પણ મિત્ર જ કહેવાયને ? ઈશ્વર સાથે તો આપણો સંબંધ પણ ખૂબ જ ગાઢ છે. જેને કોઈ જ મિત્ર નથી તેને લાગવગને અભાવે સહન કરવાનો વારો ન આવો જોઈએ. એક નાનામાં નાના માનવીને પણ ઈન્સાફ મળે એ જોવાની મારી પવિત્ર ફરજ' છે, એ માટે તે લોકોએ મને આ ખુરશી પર બેસાડયો છે.” અને લિંકને એ નિર્દોષ માણસને ફાંસીના ફંદામાંથી ઉગારી લીધો. હશેડો જ છે - લેલું નથી? ફ્રેંચ ચિંતક અને રાજનીતિજ્ઞ તેર તેની દૂષણ બુદ્ધિ અને સચોટ દલીલ માટે ખૂબ જાણીતા હતા. કોઈ પણ વાતને કેમ કાપવી, સાવ બેટી દલીલો કરીને ચર્ચામાં કેમ જીતવું ને સાચાખેટા શથી લોકોને કેમ નંગ કરવા, એ બધા પિતરાએમાં જ એ પિતાની તીવ્ર બુદ્ધિ અને પ્રચંડ વાશકિતને ઉપયોગ કર્યા કરતા. આવા ભડવીરને એક વખત એક સૌમ્ય સાવ માણસ ભેટી ગયો. કાર્બાઈલ એનું નામ. દુનિયાની તમામ બાબતે વિશે અપાર ટીકાઓ સાંભળીને કાર્બાઈલ વોલતેરને માત્ર આટલા જ શબ્દ કહા; તમારી પાસે ભાંગવા માટે માત્ર હથોડે જ છે? ચણવા માટેનું લેલું તમે રાખતા જ નથી? -
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy