SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ 來 સાનેરી ધરતીનાં અમે ડીટ્રોઇટ - કેનેડા-પાંચ દિવસ જગદીશની નવી ફોર્ડ કારમાં ફરી આવ્યા. ૧૩૦૦ માઇલ ફર્યા. નાયગ્રા જિંદગીમાં જોવા મળશે એવા કદિય વિચાર ને ત આવ્યો. અનોખું અને અદ્ભુત દશ્ય જોયું. ધોધની ઊચાઇ નથી, પહોળાઇ છે. કરોડો જલધારા ભેગી થાય ત્યારે એક જબ્બર શકિત ઉભી થાય. પાછળ નહિપડખે ઉભા રહો.” અને કોઈ વિરાટ શકિતનું સર્જન તમે પણ કરી શા એવા કઇક દિવ્ય સંદેશ નાયગ્રાનો, માનવસૃષ્ટિને હતા. રાતના આ ધોધ ઉપર લાઇટથી વિધવિધ રંગા ફેંકવામાં આવે છે અને રાતે કોઇ સ્વપ્નસૃષ્ટિમાં આપણે વિચરતા હોઇએ એવું જ લાગે. નાયગ્રાનું દર્શન હેલિકોપ્ટરમાંથી પણ કર્યું. ત્યાંથી ટોરેન્ટો જઇ “ઓનટેરિયા પ્લસ” જૉયું. છ માળ જેટલા ઊંચા અને પહેાળા સ્ક્રીન ઉપર ENERGY ચલચિત્ર જો. ૮૦૦ માણા બેસી શકે એવું ઓડિટોરિયમ પણ ખરું જ. ખૂબજ મજા આવી. આ સિવાય Children's Village માં બાળકોને નવી નવી રમતા રમતા જોઇ આનંદ આવ્યો. વળતા ડીટ્રોઇટમાં ફોર્ડની કારનું કારખાનું જોયું. એક મિનિટે એક નવી ગાડી બહાર પડે છે. અહિં આમાં કુટુંબિનયોજન છે નહિ) એ ગાડીમાં બધું એની મેળે કેવી રીતે એસેમ્બલ થઇ જાય એ જોવાની પણ મજા આવી. આ દેશ વિશે ઘણું કહેવા જેવું છે—ઘણુ શીખવા જેવું પણ છે. અહિં કોઇ સામાજિક ક્ષેત્ર જેવું નથી. એટલે બધા મળે અને વિચારવિનિમય કે પ્રવૃત્તિ વિશે વિચાર–કાર્યક્રમો, કશું જ નહિ. સૌ વીક એન્ડ”માં થાકી ગયા હોય એટલે શનિ-રવિ એકદમ આરામ કરે અથવા મેટર લઇને બહાર ઉપડી જાય. થેડા ઘણા મિત્રા મળે તે પણ મિલનના આનંદ માણે. જે કોઇ એસોસીએશન કે મંડળ ચાલતા હોય છે તે ટિકિટ રાખી નાટક, રાસ-ગરબાનાં કાર્યક્રમ કરે. અથવા કોઇ ધાર્મિક ઉત્સવ ઊજવે. જૈન રોસાયટી પૂજાના કાર્યક્રમ રાખે અથવા પિકનિક કરે. કોઇ કાર્યક્રમમાં કોઇ ઉચ્ચ આદર્શ અથવા જીવનના મૂલ્યા વિશે વિચાર કરે એવા તત્ત્વો દેખાય નહિ. અહિં દરેકને બે અઢી માણસનું કુટુંબ છે. ઘર છે, ટેલિફોન છે, ગાડી છે. વડીલોની કે વ્યવહારોની કોઇ ખટપટ નથી. એથી એમને અહિં ગમે છે. નાત્ર પ્રબુધ્ધ જીવન મને લાગે છે કે અહીંના સ્વર્ગસમા સ્ટોરો વિશે મે તમને અથવા બીજા કોઇ મિત્રાને લખ્યું છે. ગઇ કાલે સાંજે આવા જ એક સ્ટોરમાં શોપિંગ કરીને મોટરમાં બેસવા ગયા ત્યાં શ્રીમતીએ એમનાં પર્ણની મને યાદી આપી અને મને યાદ આવ્યું કે હેન્ડ કાર્ટમાંથી બધો સામાન ‘ડીકી’માં મૂક્યો અને પર્સ તો હેન્ડકાર્ટમાં રહી જ ગયેલું. તુરંતજ અમે સ્ટોર તરફ ગયા. હેન્ડકાર્ટો બધીજ ખાલી, પર્સ ન મળે. એટલે અમે સ્ટોરમાં પ્રવેશ ઉપર ધ્યાન રાખતા ભાઇને મળ્યા. અને એણે કહ્યું. “હા, એક યુગલ હમણાં જ આ પર્સ આપી ગયું છે. બરાબર અંદર પૈસા જોઇ લ્યો. બધું બરાબર છે ને ?” પર્સમાં લગભગ સાડાલર હતા. (આપણા લગભગ ૯૨૫ રૂપિયા) બધું બરાબર હતું. અમે એ અમેરિકન ભાઇના આભાર માન્યો. એણે કહ્યું, “મારો નિહ, પેલા યુગલના આભાર માનો.” આમ કહી શોપિંગ કરતાં પેલા પ્રૌઢ યુગલને બોલાવી અમારા પરિચય કરાવ્યો. અમે એમનો ખૂબ ખૂબ આભાર માન્યો. અમે પ્રસન્ન વદને ઘરે આવ્યા ત્યારે આપણા વીરા યાદ આવ્યા. તેઓ અમેરિકામાં ગ્રેહાઉન્ડની બસમાં બેગ ભૂલી ગયા ત્યારે એમાં સારી એવી માટી તા. ૧-૮-૭૬ રૂપેરી શમણાં રકમ હતી–પરંતુ એમને પણ એ બેગ સહીસલામત મળી ગયેલી. આમ અમેરિકામાં પણ પ્રમાણિકતા જોવા મળે છે. અહીંના વિશાળ સ્ટોરોમાં ખરીદી કરવા માટે અનેક આકર્ષણા અને અનેક સુવિધાઓ હેાય છે. ‘કલીઅરન્સ સેલ’ અહિંની વિશિષ્ટતા હોય છે. જે કાઉન્ટર ઉપર આવું લખાણ હોય ત્યાં તમને વસ્તુઓ સારી એવી સસ્તી કિંમતમાં મળે. એક શર્ટ મેથેડા દિવસે ઉપર નવ ડૉલરમાં લીધું હતું. એ જ શર્ટ જ સ્ટોરમાં આ પંદર દિવસ પછી સાડા ચાર ડૉલરમાં - સેલમાં - મેં લીધું. આ સિવાય દરેક વસ્તુમાં તમને Perfectness દેખાય. કયાંય વેઠ ઉતારી હાય એવું લાગે જ નહિ અને એક સ્ટોરમાં તમે કદાચ ખરીદ કરતા ન થાકો પરંતુ ચાલતા તેને જરૂર થાકો જ. આ ઉપરાંત તમે સ્ટેરમાં દાખલ થાવ ત્યારે તમારે “હૅન્ડકાર્ટ” સ્ટોરના દરવાજેથી લઇ લેવાની. એમાં ખરીદેલી વસ્તુઓ મૂકતા જાવ અને બહાર નીકળા એટલે ચેકીંગ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી ઘો. અહિંયા પણ ૫ % સેલ્સ ટેક્ષ હાય જ છે. મેં ૨૮ પૈસાના પાપકોર્ન લીધા ત્યારે બે પૈસા (પેની) મારે ટેક્ષના આપવા પડયા હતા, અહીં એક પેનીનું પણ મહત્ત્વ છે. એક પેની પણ છેડાય નહિ. Penny makes doller જ્યારે આપણે ત્યાં એક રૂપિયા ઉપર બેચાર પૈસા જતા કરતાં આપણને સહેજેય ખચકાટ થતો નથી. મને લાગે છે આપણે એક પૈસાનું પણ મૂલ્ય સમજવું જોઇએ. અહીં રાતે આઠ વાગે તડકો હોય છે અને રાતે ૯ વાગે અંધારું થાય છે. આ દિવસો તડકાના અને ઉઘાડના છે. અમેરિકન સ્ત્રી-પુરુષો તડકાને ખૂબ પસંદ કરે છે. સૂર્યના સીધા કિરણા શરીર ઉપર પડે માટે ઉઘાડા શરીરે સાયકલ ચલાવતા હોય અથવા સરોવર કાંઠે કલાકોના ક્લાકો પડયા રહેતા હોય છે. સૂર્યોદય સવારે પાંચ વાગે થાય છે. અહીં બપોરનાં ભાજનને- ‘લાંચ’-ને બિલકુલ મહત્ત્વ નથી. રાતના ‘ડીનર' માટે કરેલી રસોઇના ઉપયોગ બીજા દિવસનાં ઊંચ’માં કરતા કોઇ સંકોચ અનુભવનું નથી. લંચમાં એકાદ સેન્ડવીચથી પણ ચલાવી લેવાય છે. અહિં મહેમાનો જમવા આવે ત્યારે જમ્યા પછી તેઓ રસોડું ચોખ્ખું કરવામાં, વાસણા માંજવામાં પણ મદદ કરે. અહિં પ્રત્યેક કટુંબમાં સ્ત્રીને ઘરકામમાં પુરુષ પૂરેપૂરો સહયોગ આપે છે. કેટલાકને ત્યાં તે પુરુષોને બાળકોના ડાયપર (બાળતિયા) બદલતાં પણ જેયાં (આ કંઇક વધુ પડતા જુલ્મ સ્ત્રીઓને પુરુષો ઉપર નથી લાગતા શું?) આ હવા મુંબઇમાં આપણી બહેનો સુધી ન પહોંચે તે સારું. (૨૧-૭-૭૬ ના પત્રમાંથી ) ચીમનલાલ જે. શાહ " અર્થ ઊઘડી, બિલાડીનાં બચ્ચાંની આંખો હજી હમણાં જ કયાંકથી આવેલા સગાંવહાલાંની ખુશ - ખબરના, છોકરાંઓ કહે છે, ‘ઓટલા પર હીંચકો બાંધીએ ને” હમણાં જ એક કેળ ફળફૂલ પ્રસવીને પુખ્ત થઈ... અર્થહીન પણ સૂત્રબદ્ધ એવા અનેક લોકો અનેક વાર ખંજવાળ છે ઉઘાડા સાથળો, તો યે બિલાડી કેવી સ્પર્શાળુપણે જોઈ શકે છે? કેળ પણ પ્રસવે છે? ખુશાલીના પત્ર કેવી રીતે આવેછે? ઊગતા દરેક દિવસ આકાશના ગર્ભપાત, જિંદગી હોય છે ઘણી વાર આત્મહત્યાની અફવાઓ, તમે આને કેવી કે લોખીલવાની પ્રક્રિયાની જેમ હળવેથી ઘસે છે એ મારા બાળકના તાળવામાં તેલ ! આ બધાનો અર્થ ગજકર્ણના સાથળ જેટલા : કદાચ તે અર્થ એટલે ખંજવાળ હશે, નહિ પણ હોય, પણ આ ચામડીના ગાભામાં આ જ અનંત વાં ખેડેલું પડયું છે ગીત ... તો યે કેમ ચાલુ છે. પૈ પૈસાની લેવડ દેવડ ? આરતી પ્રભુ : જયા મહેતા
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy