________________
તા. ૧-૮૭૬
છબુદ્ધ જીવન
E
એક મજાની રૂપકડી બાળકી, જોતાં જ સૌને ગમી જાય તેવી પણ કેન્સર વધી ગયેલું, જીવવાની તે આશા જ નહોતી, કદાચ બે ચાર મહિના કાઢે. એને જન્મદિવસ આવ્યો. વેંકટરને લાગ્યું કે આ છેલ્લે જ જન્મદિવસ હશે, શા માટે અહીં આનંદથી ન ઊજવ; શા માટે એના જીવનનો એ દિવસ આનંદથી ન ભરી દેવે?
મા - બાપ તો ઉજવી શકે તેવી સ્થિતિ જ નહોતી, તેથી ડોકટરે જ એ બધા પ્રબંધ કર્યો, વોર્ડમાં જ પાર્ટી ગઠવી, ત્યાંના જ બાળકોએ એ ઉત્સવમાં ભાગ લીધો, તેમાં વોર્ડ બેયઝ, ઑક્ટરો અને નર્સોએ પણ ભાગ લીધે અને ભેટસોગાદ પણ આપી.
એક નાનકડો છોકરો, બિચારાના બન્ને પગ કાપવા પડે એમ હતું, વેંકટરે એ ઓપરેશન તે કર્યું પરંતુ એમના દુ:ખને પાર રહ્યો નહિ. આવડો અમથે છોકરો, એને આ દરદ, અને પાછા અપંગ.
એ છોકરાને ફેંકટરે પૂછ્યું: બેટા, કહે તારે શું જોઈએ છે? છોકરાએ કહ્યું મારે સાઇકલ જોઇએ છે. ડેકટર જાણતા હતા કે એ હવે કદી સાઈકલ ચલાવી શકવાનો નથી જ, છતાં યે સાઈક્લ લાવ્યા છે. એ સાઈકલ જેતે, ને દુ:ખમાં પણ હસતે. ઓપરેશન પછી તુરત જ એ મૃત્યુ પામ્યો, ત્યારે પણ એની નજર સાઈલ પર હતી ને મોં પર મલકાટ હતો. ડૉકટર કહે છે કે એના એ આનંદના કારણે સાઈકલના પૈસા વસૂલ થઇ ગયા..
એના દીકરા કે દીકરીને આપતો ત્યારે એ કેદી, કેદી મટી જતો, ગુનેગાર મટી જતો, બાપ બની જતો અને એ બાપ-દીકરાનું પવિત્ર મિલન જોઈને ફંડનાં નાણાં વસૂલ થઇ જતાં એવું ર્ડોક્ટર અનુભવતા.
એક હોટેલ મેનેજર પિતાની ૫૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યો ? હતો. એણે પોતાની હોટેલમાં જ પાર્ટી આપી, એ મેનેજર આપણા વેંકટરને મિત્ર, એણે વર્ષગાંઠની પાર્ટીમાં જાહેર કર્યું કે હું એ ફંડમાં પાંચ હજાર આપું છું અને જેની ઉમ્મર ૫૦ની લગભગ હોય તે બધા જ આપે અને પછી તે ઉમ્મરની વાત ભૂલાઇ ગઇ અને પૈસાને વરસાદ વરસ્યો અને એ અનુભવ પછી હોટેલના મેનેજરે ત્યાં જ દ્વારમાં જ મોટી પેટી મૂકી, ઉપર લખ્યું કે તમે તે આનંદ માણ્યો, શેડો બીજાને પણ આપે અને એ રીતે નાણાં જમા થવાં લાગ્યાં.
આ ફંડમાંથી હવે તે હોસ્પિટલોમાં ટી. વી. સેટ મુકાયા છે. જે હરીફરી શકે તેમને ટ્રાન્ઝિસ્ટર અપાયા છે, રેકર્ડપ્લેયર આપ્યાં છે; જેમાં છોકરાંઓને વાત કહેવાય છે, નાટકો સંભળાવાય છે. આનંદ પ્રમેહના રમતગમતના અનેક સાધન ઉમેરાયાં છે.
આજે તે એ ફંડ એવડું મોટું થયું છે કે એના વ્યાજમાંથી જ લગભગ કામ ચાલ્યા કરે છે. આ માટે ટૅક્ટરે મેટી ઉંમ્મરે પણ ખૂબ મહેનત કરી, ખૂબ ફેક્યો આપ્યાં, ટૂર કરી અને ફંડને સ્થાયી પાયા પર મૂકી દીધું.
કોઇએ ઑકટરને મોટી ઉમ્મરે પણ એટલી મહેનત કરતા જોઇને પૂછયું. તમને થાક લાગતો નથી? તે જવાબ દીધો કે કામ કર્યા પછી જેને બદલે એમના સુખ, સંતોષ, આનંદ અને હાસ્યમાં મળે છે તે મારા જીવનમાં વિટામિનથી વધુ કાર્ય કરે છે, મને સંજીવની સમું નીવડે છે ને થાક ને ઉમ્મર બધું જ ભૂલી જાઉં છું.
આ દિશામાં આપણે કંઇક કરીએ તો? કોઇ સેવાભાવી સજજન વિચારે અને અમલમાં મૂકે તે? કરવા જેવું કાર્ય છે. કોઇ શરૂઆત કરશે તે પછી પૈસાને તૂટો તો નહિ જ રહે. કરીશું?!! (અંગ્રેજી ઉપરથી)
- રંભાબેન ગાંધી
એક ગરીબ માને દીકરો, કેન્સરને દરદી, એની મા રોજ એને સાઈકલ પર બેસીને જોવા આવે. એક દહાડે એ ત્યાં જ બેભાન થઇ ગઇ. વેંકટરે બેભાન થઈ જવાનું કારણ જાણ્યું ને દુ:ખ થયું. બિચારી ગરીબ જનેતા એના જાયાને જોવા રોજ લગભગ ૫૦ માઇલ સાઈકલ પર આવતી હતી, સખત ઠંડી, પવનના સુસવાટા અને એમાં સાઈકલ ચલાવીને આવતી, કારણકે બસમાં આવવા જેટલા પૈસા એની પાસે નહોતા.
ડૉક્ટરે એને બસમાં આવવા જેટલા પૈસા આપ્યા ત્યારે એ બાઇના પૈસા લેતાં ધૃ જતા હાથ, મોં પર વેદના, આંખમાં આંસુ ને ફફડતા આશીર્વાદ આપતા હોઠ, ડૉક્ટર કદી ભૂલી શકતા નહોતા.
જરૂરિયાત વધતી જ ગઇ, ડોકટરે ફંડની વિગત સમજાવી ને છાપામાં અપીલ કરી, નાણાંને ઢગલે થયે, ઉપરાંત કેટલાક દુકાનદારોએ રમકડાં અને જાતજાતની રમતોની ભેટ મોકલી.
ધીરે ધીરે બીજા ડૉક્ટરોએ પણ આમાં રસ લેવા માંડી અને ડેકટર કાકએં તો મોટી ઉમ્મરે પણ “લેશ્ચર ટૂર કરવા માંડી. ફંડ ખાતર જ ટૂર ગઠવતા, લેક્ટર આપીને પિતાને મળતાં નાણાં ફંડમાં આપી દેતા. ઉપરાંત લેકચર પછી અપીલ કરતાં, તેથી ત્યાં પણ નાણાં ભેગાં થતાં.
હવે તે આવું જ ફંડ સ્વીડન, નોર્વેમાં પણ શરૂ થયું છે. બીજે પણ થવા લાગ્યું છે અને એના સીમાડા પણ લાંબાયા છે. હવે માંદા બાળકો ઉપરાંત, ગુનેગારનાં બાળકોને પણ તેમાં ઉમેર્યા છે.
ગુનેગાર બાપ ગુનો કરે, તેમાં બૈરી છોકરાંને શે દેષ? એમને તે મદદ કરવી જ જોઇએ, એ વિચાર જાગે અને એમનાં બાળકો રખડુ ન બની જાય, નિરુત્સાહી ન બની જાય, એમના જીવનમાં પણ આનંદ-ઉત્સાહ પ્રગટે તે જાતનાં પગલાં પણ લેવાયાં.
જેલ ભેગવનાર બાપ હોય એને એનાં છોકરાં મળવા આવે, બિચારો શું આપી શકે બાળકોને? કઇ રીતે ખુશ કરી શકે ? તે પેલા ફંડમાંથી જ એ જેલમાં સજા ભોગવનારને ભેટ અપાતી, જે આ
સમણુસુત
જૈન ધર્મસાર]. આચાર્ય વિનોબાજીની પ્રેરણાથી જૈન ધર્મના સારસમાં “સમસુત ગ્રંથને તૈયાર કરી એને પ્રગટ કરવામાં આવ્યો છે. યશ પ્રકાશન સમિતિ, વડોદરાએ આ ગ્રંથનું પ્રકોશન કર્યું છે. જૈન મુનિરાજોએ જેને ભગવાન મહાવીરના ૨૫૦માં વર્ષના અવસરે થયેલી એક મોટી ઉપલબ્ધિ તરીકે ગણાવ્યો છે, એવા આ ગ્રંથની ગુજરાતી આવૃત્તિની કિંમત બાર રૂપિયા છે, મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાંથી આ ગ્રંથ દસ રૂપિયામાં મળી શકશે.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.