SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૭૬ પહોંચ્યા છે એ પણ પોતાની જાતને જ્યારે આમ કહે ત્યારે પોતાની જાતને નીચી પડવા નથી કહેતા, પણ જે પ્રભુનું એ સ્મરણ કરે છે એની તુલનામાં એ એમ કહે છેમારી તમારી તુલનામાં નહીં ! મારી - તમારી તુલનામાં તે એ ઘણા ઊચ્ચ કોટિના છે. પણ જે આદર્શ એમની સમક્ષ છે, જે મૂર્તિ એમની સમક્ષ છે, એની તુલનામાં એ “અધમાધમ અધિક પતિત સકળ જગતમાં હું ય” એમ પિતાની જાતને “સદ્ગુરુ કહેવડાવે અને એને જાણવાવાળ ન ઓળખે અને અસદ ગુરને સદ્ગુરુને પદે સ્થાપે તે બંને જણા બૂડે. એટલે માણસના જીવનમાં સદગુરુની શોધ સતત ચાલુ રહેવી જોઇએ અને એનું પરમ સદભાગ્ય હોય તો જ એ મળે. ગાંધીજીએ એમ કહ્યું છે કે “ત્રણ મહાપુરુષેની મારા ઉપર છાપ રહી છે . ટૅક્સ્ટોય, રસ્કિન અને શ્રીમદ રાજચંદ્ર. પણ કોઈને ય મે હજી મારા ગુરુ માન્યા નથી કે ગુરુપદે સ્થાપ્યા નથી.” શ્રીમદ રાજચંદ્રને તે એમને થડે પ્રત્યક્ષ પરિચય હતા, એ છતાં ય આટલી ઉચ્ચ કોટિના શ્રીમદને પણ એમણે ગુરુપદે સ્થાપ્યા નથી એમ ગાંધીજીએ કહ્યું. એટલે શ્રીમદે બીજું કહ્યું છે કે જ્યાં આવો સદ્ગુરુના યોગ ન હોય ત્યાં સદ્વાંચન એ બીજું પગથિયું છે. અને સદ્વાંચન કરવું એ પોતાના હાથની વાત છે. એનું ચિંતન કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું, અવગાહર્ટ્ઝ કરવું એ માણસની શકિત પ્રમાણે છે. શ્રીમનાં જે ભકિતભરપૂર પદે છે તેમાં એમણે પોતાને બધેથ આત્મા રેડ છે. શંકરાચાર્ય વિષે એમ કહેવાય છે કે એમણે બ્રહ્મા- રસૂત્રો લખ્યાં ને ઘણું પાંડિત્ય ને વિદ્રતા એમાં બતાવ્યાં. પણ શંકરાચાર્યને આત્મા પ્રગટ થયો હોય તે “ભજગોવિન્દમ” માં કે “વિવેચૂડામણિ” માં કે જ્યાં એમણે પોતાનું સર્વસ્વ રેડી દીધું! એમ શ્રીમનાં લખાણોની અંદર આત્માર્થ ભરપૂર ભર્યો છે, પણ એમનાં ભકિત કાવ્યની અંદર એમનું બધું જ અંતર એમણે ઠાલવ્યું છે! એ ભકિતકાવ્યો સરળ છે. સામાન્ય માણસ પણ સમજીને એનાથી પ્રભાવિત થાય, કારણકે જ્ઞાન છે એ બુદ્ધિના માધ્યમથી અંતર સુધી પહોંચે છે અને માધ્યમ’ આડું આવે છે, જ્યારે ભકિત છે એ સીધી હૃદયને પહોંચે છે, તેમાં કોઈ માધ્યમ આડું આવતું નથી. ભાઇ પ્રતાપ ટોલિયાએ ટીમનાં ભકિતાવ્યોને સુલભ અને સંગીતમાં આપણી સમક્ષ આપ્યાં છે એ એમણે એક મેટું ઉપકારનું કામ કર્યું છે અને એને માટે આપણી સહુની વતી હું એમને ધન્યવાદ આપું છું. સવાંચનને કૅગ ન હોય ત્યારે આવાં ભકિતકાવ્યનું શ્રવણ થાય તો પણ એમાંથી એક તેજરેખા ઊપજે છે અને આપણાં બાળકો ઘરમાં ફિલ્મી ગીત સાંભળતા હોય ત્યારે એને આવું "કાંઈક સાંભળવાનું મળે તે એમનું પણ સદ્ભાગ્ય લેખાવું જોઇએ. - શ્રીમનાં પદો “બહુ પુણ્ય કેરા પૂંજથી, શુભ દેહ માનવને મળ્યો” અથવા “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું?” “રે આત્મા તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખ” અને હું કોણ છું, કયાંથી થ, શું સ્વરૂપ છે મારું ખરું? કોને સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું?” વગેરેમાં “હે પ્રભુ! હે પ્રભુ!” જ્યારે એમણે ગાયું ત્યારે અંતે કહ્યું કે: “અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હું ,” એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ય.” શ્રીમની કોટિની વ્યકિત અહીં જ્યારે એમ કહે કે, “આ જગતમાં અધમમાં અધમ હું છું અને પતિતમાં પતિત હું છું.” ત્યારે તે એટલા માટે કહ્યું છે કે “માણસમાં જ્યાં સુધી અાંત નમ્રતા ન આવે અને બધા જ અહંકાર ગળી ન જાય અને હું અધમમાં અધમ છું, પતિતમાં પતિત છું, એવો અંતરમાં વિચાર ન ઊગે ત્યાં સુધી આત્મવિચાર થવાને નથી.” જેમ તુલસીદાસે કહ્યું કે “હીં પ્રસિદ્ધ પાતકી” અને સૂરદાસે કહ્યું કે “મા સમ કૌન કુટિલ, ખલ, કામી?” અહીં તુલસીદાસ ને સૂરદાસ જેવી વ્યકિત એમ કહે કે મારા જેવો કુટિલ, ખેલ અને કામી કોણ છે? અને અન્ય મહાપુરુષે જે આટલી ઊંચી કોટિએ આવા બધાય કાવ્યો આપણને શ્રવણ કરવાનું મળે એ આપણી અત્યંત સદ્ભાગ્યની વસ્તુ છે. ભાઇ ટેલિયાએ આપણને એ આપ્યું એને માટે હું ફરીથી એમને ધન્યવાદ આપું છું. એક વસ્તુ મેં જે “આત્મસિદ્ધિ” વિષે કહી હતી એ પણ કહી દઉં. ‘અપૂર્વ અવસર’ નું નવું રેકડિંગ ‘પરમગુરૂદમાં હમણાં મેં સાંભળ્યું એ મને ખૂબ ગમ્યું. એને રાગ, એને લય બરોબર છે. આમ ‘અપૂર્વ અવસર' અત્યંત સુંદર રીતે મૂકાયું છે. જયારે “બહુ પુથ કેરા મૂંજથી” અને “હે પ્રભુ! હે પ્રભુ!” એ હજુ જરા ઉતાવળમાં છે, એને પણ એ જ રીતે ધીમા લયમાં મૂકવામાં આવે તે વધારે સારું.” અંતમાં એક વસ્તુ ભાઇ ટોલિયાએ કહી તેના તરફ ધ્યાન ખેંચું. તેમણે કહ્યું કે ‘ભકતામર’ ઊતાર્યું તે જ રીતે “કલયાણ મંદિર” ઉતારવાની ભાવના છે, ને ત્રીજું નેત્ર ૫દ જે મને એટલું જ ગમ્યું છે એ છે “કિંકર્પર સ્તોત્ર” , “શ્રી ચિતામણિ પાર્શ્વનાથ તેત્ર”: "किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् विश्वानंदमयं महोदयमयं शोभामयं चिन्मयं शुक्ल-ध्यानमयं वपुजिनपते भूयाद् भवालम्बनम् ।" અત્યંત સુંદર રાગ છે. “ભકતામર”, “લ્યાણ મંદિર” અને કંકર્પર' ત્રણે ય કંઠસ્થ કર્યા હતા. એનું અધ્યયન અને અભ્યાસ ચાલુ નહીં રહેવાને કારણે કંઇક ભૂલી ગયો છું, પણ એ છતાં ય એ જ્યારે સાંભળું છું ત્યારે અનહદ આનંદ થાય છે, કારણ કે એના માટે સંસ્કૃત જાણવું જોઇએ. એ ગુજરાતીમાં છે, પણ ગુજરાતીમાં એને પૂરેપૂરો ભાવ આવતો નથી. એમાં ય ખાસ કરીને “કિંકપૂરમયએ તે અત્યંત લાવણ્યમય અને સૌથી શ્રેષ્ઠ છે એમ મારા મનને છે. તે ભાઇ ટેલિયા “કલ્યાણ મંદિર’ ની સાથે આ પણ ભેગુ ઉતારે એવી મારી વિનંતિ છે-* અને એમાં પણ મેં કહ્યું એમ ઉતાવળ ન કરવી, ધીમા લયે જવું. ભલે બે સાંભળવા પડે, બે વખત સાંભળવા પડે, એની બે રેકર્ડ કરવી પડે, પણ એની ચાલ ધીમી રાખજો, જાણે મેઘદૂત ગાતા હોઇએ કે - "कश्चित्कान्ता विरहगुरुणा स्वाधिकारात् प्रमत्त ।। शापेनास्तम् गमित महिमा वर्ष भोग्येन भर्तु : ।।" એવી રીતે જાણે આષાઢી મેઘ જતો હોય તેવી રીતે આ જાયધીમે ધીમે , “Fા થરમાં, સુધrરસમાં, fi Fરોનિયમ્ . . . . . ” " ... એમ જ્યારે ધીમે ધીમે માણસ સાંભળે અને એના અંતરમાં 5 કી ઊતરતું જાય એવું આપજો. ફરીથી અમારા સૌની વતી હું તમને ખૂબ ખૂબ હાર્દિક ધન્ય વાદ આપું છું. ચીમનલાલ ચકુભાઈ શાહ [* “શ્રી ક૯યાણ મંદિર સ્તોત્ર” ના નિર્માણની સાધનાપૂર્ણ તૈયારી સાથે આ ‘કિંકર્પર' પણ મંથર ગતિના સુંદર પ્રભાવ પૂર્ણ ઢંગમાં ઊતારવાનું વર્ધમાન ભારતીએ નક્કી કર્યું છે.]
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy