________________
૬૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૭૬
લેતાં પૂરો વિચાર કરવો. પછી નિષ્ઠાપૂર્વક તેને માટે કામ કરવાનું રહે છે. આ સહેલું નથી. સતત કાળજીને વિષય છે. સમાજમાં દાતા ની પ્રશંસા સારી પેઠે થાય છે. હું માનું છું સનિષ્ઠ કાર્યકર્તાનું એટલું જ ગૌરવ થવું જોઇએ. હું એવો દિવસ જોવા ઇચ્છે કે સેવાભાવી કાર્યકર્તાએ દાતાને શોધતા જવું પડે તેનાં કરતાં દાતાએ આવા સેવાભાવી કાર્યકર્તાને શોધતા જવું પડે. આવા કાર્યકર્તાએ લાચારી બતાવવી ન પડે, ખેાટી ખુશામત કરવી ન પડે. અલબત, દાતાને સમજાવવું પડે. તેને વિશ્વાસ સંપાદન કરવો પડે પણ ઉભય પક્ષે સ્વમાનપૂર્વક તે થાય. કાર્યકર્તાએ પોતાની શકિત ઉપરાંતની મહત્ત્વાકાંક્ષા ન રાખવી. અતિ નમ્રતા અને વિવેકપૂર્વક વર્તવું. વખતોવખત એમ કહેવાય છે કે પૈસાને અભાવે કોઇ સારું કામ અટકી પડતું નથી પણ જેને નાણાં મેળવવાં છે તેમની મુસીબતોને આવું કહેનારને પૂરો ખ્યાલ નથી હોતું. કેટલીયે સારી સંસ્થાઓ સતત નાણાકીય ભીડ ભોગવે છે. તેના વહીવટમાં શિથિલતા આવે છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમની આત્મકથામાં લખ્યું છે કે દક્ષિણામૂર્તિ માટે ફંડફાળો કરવામાં જ તેમને ઘણા સમય જતો અને છેવટ સંસ્થા બંધ કરવી પડી. રવીન્દ્રનાથ ટાગોરને શાન્તિનિકેતન માટે પાંચ લાખ રૂપિયા જોઇતા હતા, તે માટે સ્થળે સ્થળે ફરવું પડયું તે જોઇ ગાંધીજીને દુ:ખ થયું અને ગુરૂદેવને વિનતિ કરી કે આ પરિશ્રમ છોડી દે અને પાંચ લાખ રૂપિયા ભેગા કરી આપવાનું પોતે માથે લીધું. વણમાગ્યા સામેથી ચાલીને દાન આપવા આવે એવા સુખદ અનુભવો પણ થયા છે. શેઠ હરિદાસ દાદર વિશે મેં પહેલાં લખ્યું છે. ત્રણ વખત, દરેક વખતે, રૂપિયા પાંચ લાખનું દાન, કુલ પંદર લાખ આપવા આવ્યા અને ટ્રસ્ટ તુરત કરાવ્યાં. શ્રી ટપુલાલ ભગવાનજી મહેતા કુવૈત રહે છે. મૂળ રાજકોટના વતની. જાતે આવીને ૨૫000 પીંડ
અને બીજા બે લાખ રૂપિયા આપી ગયા. આવા અનુભવ બીજાને , પણ થયા હશે. એવા પણ અનુભવો થયા છે કે ખૂબ વાટાઘાટો કરવી પડે અને શરતો થાય, લખાણો થાય વગેરે.
લગભગ પચાસ વર્ષના અનુભવે આ લખું છું, એટલા માટે કે દાન આપનાર અને લેનાર બન્ને પિતાની પરિસ્થિતિને વિચાર કરે અને બન્નેનું જે લક્ષ્ય છે - સમાજહિત– તેને જ પ્રથમ સ્થાન આપે. ૧૬-૭-૭૬
ચીમનલાલ ચકુભાઈ આ પ્રકીર્ણ નોંધ ૪. ગુજરાતમાં પ્રજાકીય શાસન
જનતા મોરચા સરકારને રાજીનામું આપવાની ફરજ પડી અને રાષ્ટ્રપતિ શાસન આવ્યું તેને લગભગ ત્રણ મહિના થઇ ગયા. તે રામય દરમિયાન ગુજરાત ધારાસભાના શાસક પક્ષે, ગમેતેમ પિતાની સભ્યસંખ્યા વધારી છે અને લગભગ ૧૧૦ કહેવાય છે. મંત્રીમંડળ રચવા આસાન બહુમતી ગણાય છતાં કોંગ્રેસે રાષ્ટ્રપતિશાસન હટાવી મંત્રીમંડળ રચવાની માગણી કરી નથી. તેનાં કારણે હવે સુવિદિત છે. કોંગ્રેસની આંતરિક ફાટક ટ અને જૂથબંધી - કેન્દ્રના પ્રધાને ગુજરાત આવી. કોંગ્રેસ સભ્યોને સખત શબ્દોમાં ધમકી આપી ગયા છે. કોંગ્રેસ ધારાસભા પક્ષે પોતાને આગેવાન ચૂંટ જોઇએ તે લોકશાહી રીત છે, પણ કેન્દ્રના પ્રધાને એવી સ્પષ્ટ ચેતવણી આપી ગયા છે કે, આગેવાનની પસંદગી વડા પ્રધાન જ કિરશે અને સૌએ તે સ્વીકારવાની છે. નહિ સ્વીકારે તેણે સહન કરવા તૈયાર રહેવું.
રાજ્યોના ધારાસભા પક્ષોને પોતાના આગેવાન ચૂંટવા દેવાની પદ્ધતિને તજી દઇ, વડા પ્રધાન પસંદગી કરે એવી રીત શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કેટલાક સમયથી અપનાવી છે. મધ્ય પ્રદેશ, બિહાર,
હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન વગેરે રાજમાં આવું બન્યું છે. તેનાં પરિણામે કોંગ્રેસ પક્ષમાં એકતા આવવાને બદલે, અસંતોષ અને ફાટક ટ વધ્યાં છે. ગુજરાતમાં શ્રી ઘનશ્યામભાઇની એ રીતે પસંદગી થઈ તેના ગંભીર પરિણામે આપણે અનુભવ્યા છે. આવી રીતે પસંદ કરાયેલ આગેવાન પક્ષની વફાદારી મેળવવાને બદલે વિશેષ અવિશ્વાસને પાત્ર બને છે, નેતાગીરી માટે પામાં હરીફાઈ હોય તેમાં નવાઇ નથી. પરિણામે પક્ષ બહુમતીથી ચૂંટણી કરે તે સર્વસ્વીકત પદ્ધતિ છે. ઈંગ્લાંડમાં કન્ઝર્વેટીવ પક્ષમાં મિ. હીથ અને મિસિસ થેચર વચ્ચે સખત હરીફાઇ થઇ અને અંતે મિસિસ થેચર ચૂંટાયાં. મિ. વિલ્સને રાજીનામું આપ્યું ત્યારે મજુર પક્ષમાં નેતાપદ માટે છ ઉમેદવારો તૈયાર થયા. ત્રણ વખત ગુપ્ત મતદાન કરી મિ. કૅલેહન છેવટ ચુંટાયા. એ છયે ઉમેદવારો હવે સાથે કામ કરે છે. બધા મંત્રીમંડળમાં છે. મિ. કેલેહનના મોટા હરીફ મિ. માઈકલ ફિટ, મંત્રીમંડળમાં બીજા નંબરનું સ્થાન પામ્યા છે. પણ અત્યારે નિશ્ચિત લાગે છે કે ગુજરાતમાં પસંદગી વડા પ્રધાન જ કરશે તેથી જૂથબંધી ઘટશે કે વધશે તે જોવાનું રહે છે. શ્રી હિતેન્દ્ર દેસાઇ અને શ્રી સોલકી વચ્ચે તીવ્ર હરીફાઈ છે. તેમાં કશી ચીમનભાઇ પટેલના ભાવ વધી ગયા છે. સમયની બલિહારી છે. પ્રજાને કઇ અવાજ નથી, તેની કોઈ કિંમત નથી. અમેરિકાનું પ્રમુખપદ
અમેરિકાનું પ્રમુખપદ એટલે દુનિયાના સૌથી સમૃદ્ધ અને શકિતશાળી દેશની આગેવાની. અમેરિકાના પ્રમુખની સત્તા બ્રિટન, ભારત કે બીજા કોઈ પણ લોકશાહી દેશના વડા પ્રધાન કરતાં પણ વધારે છે. અમેરિકાની કોંગ્રેસ (પાર્લામેન્ટ) માં પ્રમુખના પક્ષની બહુમતી ન હોય છતાં ચાર વર્ષ પ્રમુખને કોઇ હટાવી શકતું નથીનિકસન જેવા અપવાદને બાદ કરતાં. તેથી આ પ્રમુખપદ પ્રાપ્ત કરવા ભગીરથ પ્રયત્ન થાય અને કરોડો ડોલર ખરચાય તેમાં નવાઇ નથી. બે પાંચ વર્ષ અગાઉથી ઉમેદવારનું નામ બેલાનું થાય છે. એક વર્ષ – કદાચ તેથી પણ વધારે સમય – તેની ચૂંટણીઝુંબેશ ચાલે છે. અમેરિકન પ્રમુખની ચૂંટણી પ્રજા સીધા મતદાનથી કરે છે. અમેરિકામાં બે જ રાજકીય પક્ષો છે. ડેમોક્રેટિક અને રીપબ્લિકન. દરેક પક્ષ એક જ ઉમેદવાર નક્કી કરે છે. અને અંતે આ બે વ્યકિતએ વચ્ચે જ સીધી હરીફાઇ થાય છે. પણ ઉમેદવાર તરીકે પોતાના પક્ષની અંતિમ પસંદગી મેળવવા દરેક પક્ષના આગેવાન સભ્યોમાં તીવ્ર હરીફાઈ થાય છે. પક્ષના ઉમેદવારની આવી પસંદગી માટે અમેરિકામાં ખાસ પદ્ધતિ છે. જેમાં દરેક પક્ષના દેશભરના પ્રાથમિક સભ્યોને પ્રજામત લેવાય છે, જેને પ્રાઇમરીઝ કહે છે. આ પ્રામત જાગ્યા પછી દરેક પક્ષના પ્રતિનિધિઓનું સંમેલન થાય છે. અને પક્ષના ઉમેદવારની અંતિમ પસંદગી થાય છે. પક્ષની આવી પ્રાથમિક ચૂંટણીમાં કરોડો ડૉલર . ખરચાય છે.
સામાન્ય રીતે, એક વખત ચૂંટાયેલ વ્યકિતને તેને પક્ષ બીજી વખત - બીજા ચાર વર્ષ માટે - ઉમેદવાર તરીકે પસંદ કરે છે. પ્રમુખ મી. ઑર્ડ રીપબ્લિકન પક્ષના છે. પણ તેમની પરિસ્થિતિ
જુદી છે. ફોર્ડ ચૂંટાયેલા પ્રમુખ નથી. તે વખતના ઉપપ્રમુખને રાજીનામું આપવું પડયું ત્યારે નિકસને તેમને ઉપપ્રમુખ નીમ્યા અને પછી નિકસનને રાજીનામું આપવું પડયું એટલે ફોર્ડ પ્રમુખ થયા. ફર્ડની છાપ એક સીધી પ્રમાણિક વ્યકિત તરીકે છે, પણ શકિતશાળી હોવાની છાપ નથી. તેથી રીપબ્લિકન પક્ષ તેમને ઉમેદવાર તરીકે પસંદ કરશે કે કેમ તે વિશે શંકા છે. પક્ષમાં તેમના હરીફ રીગન અને ફોર્ડ વચ્ચે કાનશોરી હરીફાઈ છે.
પ્રાયમરીઝમાં ફોર્ડને નામની બહુમતિ છે. રીપબ્લિકન પક્ષનું સંમેલન થોડા દિવસોમાં થશે. ત્યારે છેવટ કોની પસંદગી થાય છે તે જોવાનું રહે છે. અત્યારે હજી એમ લાગે છે કે ફોર્ડની પસંદગી થશે, પણ છેવટની ચૂંટણીમાં પ્રમુખપદ માટે ફોર્ડને સફળતા મળવા વિશે ભારે શંકા છે.
ડેમોક્રેટિક પક્ષે પોતાના ઉમેદવાર તરીકે મી. કાર્ટરને તાજેતરમાં પસંદ કર્યા છે. મી. કાર્ટર, જાણીતા આગેવાન ડેમેકેટિક સભ્યોને
૪
પ્રધાન