________________
બુદ્ધ જીવન
તા. ૧-૧-૭૬
*
પદવી આપવાનું શરૂ કર્યું. આમ તે આ પદવીઓ અલગ અલગ ક્ષેત્રમાં દાખવ.યેલી નિપુણતા તથા સેવા માટે હતી, પરંતુ એ આપવા પાછળ મેટે ભાગે સરકાર સાથે એ લોકોને કોઈક રીતે
બાંધી રાખવા એ જ મુખ્ય હેતુ હોય છે. * પારિતોષિક અને અનુદાન એ પણ એવા જ વર્ગમાં અપાય
છે. લેખક, કળાકાર, વગેરેને સન્માનતી વખતે પણ એ લોકો પોતાને અનુકૂળ થઈને રહે એવું શાસન જોવાનું જ.
રાજકારણના સ્તરે તે પાતા પ્રત્યે પૂરી વફાદારી દાખવે તેવા જ બુદ્ધિજીવીઓને સરકાર પોતાના હાથમાં રાખે છે. મેટી માટી સાંસ્કૃ'તિક "ઈને સાહિત્યિક જનાઓ પણ. આવા જ લોકોના હાથમાં રહે એવી રીતની જનાઓ એ શાસનવાળા કરતા હોય છે. " ટૂંકમાં કહેવું હોય તો પારિતોષિક, અનુદાન વગેરે બાબતમાં પરિરિથતિ દહાડે દહાડે ચિન્તાજનક થતી જાય છે. બક્ષિસ કે અનુદાન પામવાથી પ્રતિષ્ઠા વધે છે એ માન્યતા એટલી પાકી થઈ છે કે હવે તે એવી બક્ષિસ આપનારી સમિતિના સભ્ય અને બક્ષિસ મેળવનારા વચ્ચે ઘણીવાર લેવડદેવડ એ સોદાબાજી - સમજૂતી થતી દેખાય છે. ઘણીવાર સમિતિના સભ્યપદ કાયમી બની જાય છે. એને માટે સભ્ય લાચારીપૂર્વક સરકારી બૅરણોને અનુકૂળ થઈ જાય છે. પછી લેખકે એવા સભ્યો સાથે સારાસારી રાખવા પ્રયત્ન કરે છે. આવી સદાબાજીમાં પ્રકાશકો પણ ધૂરો છે. આમાંથી એકબીજાનું રાખવાનું વલણ ઉભું થાય છે. દા. ત૧૯૭૫ ને દીવાળી અંકમાં ઉદ્ધવ શળકેએ પોતાના લેખમાં ખુલ્લી રીતે લખ્યું છે કે એમની નવલકથાને ઈનામ મળવાનું છે એ પહેલેથી નક્કી થઈ ગયું એટલે એમણે પિતાની એ નવલકથા પહેલાં એક નાના પ્રકાશકને છાપવા આપી હતી તેની પાસેથી લઈ લીધી અને એક મોટા પ્રકાશકને આપી. અને એ નવલકથાને ઈનામ પણ મળ્યું જ
આને અર્થ એ થશે કે ગુણવત્તા હોય કે ન હોય, વગદારને પુરસ્કાર, અનુદાન વગેરે મળે છે. આમ ગુણવત્તા કરતાં લાગવગ જ મેટી ઠરી. આ આપણા સાહિત્યસંસારના સડાની શરૂઆત માત્ર છે, આગળ ઉપર શું થશે ભગવાન જાણે.
લેખક છે કે વિચારક હો, શબ્દકોપ, પાઠય પુસ્તક વગેરેને લઈને એક વાર સરકારી ચોકઠામાં પેઠા કે પછી એમને અવાજ, ધીરે ધીરે એ ક જ રીતને નીકળવા માંડે છે. પછી નોકરશાહી જ જ્ઞાન - સાધના અને વિદ્રત્તાને દોરતી હોય એવું સાફ દેખાવા માંડે છે. કારણ, મેટા ભાગના વિચારો અને લેખકો પણ પછી સંચાલક બનીને કરશાહીની હરોળમાં બેસી જાય છે. શાસકીય સ્વીકૃતિને પ્રભાવ વધુ ને વધુ ફેલાતું જાય છે. આવા લોકો જનતાથી દૂર ને દૂર હટતા જાય છે. પછી એ છેટાપણું એ જ એમનો પ્રતિષ્ઠાનું માપ બની જાય છે. આમાં વળી ખાસિયત એ છે કે આવાં કામે માટે જે સમિતિઓ હોય છે તે પણ જનતાની નજર સામે નથી હતી, એવી સમિતિને રાજકીય શ્રેણીમાં ગણવાનું જે વધારે ઠીક ગણાય. - સાહિત્ય - સંસ્કૃતિ મંડળ આવું જ એક મંડળ છે. એ અત્યારે - વિશ્વ-કોપ તૈયાર કરી રહ્યું છે. ૧૯૯૭૫ ના ઓકટોબરના ‘નવભારત' ના અંકમાં લક્ષ્મણ શાસ્ત્રી જોશીને મહાત્મા ગાંધી સંબંધી એક લેખ છપાવે છે. એ લેખ વિશ્વકોશમાંની એક નોંધ છે. એમાં કશા પણ પુરાવા કે સંદર્ભ આપ્યા વગર જ મહાત્મા ગાંધી વિશે એક નોંધ કરી છે. તે આ પ્રમાણે છે: ‘ગાંધીજી મૂળથી વર્ણાશ્રમના સમર્થક છે. એમણે સંયમના સિદ્ધાંતના આધારે જાતિભેદનું પણ સમર્થન કર્યું છે. પોતાની જાતિમાં જ લગ્ન કરવા અને પોતાની જાતિમાં જ ભોજન કરવું એમાં લૉગિક તથા જીભના સ્વાદ ઉપર એક સંયમ છે એવું પ્રતિપાદન એમણે (ગાંધીજીએ) કર્યું છે. પરંતુ ૧૯૩૬-૩૭ લગભગ
ગાંધીજીએ વણકામ વિષેનું પોતાનું આ ભાષ્ય બંધ કર્યું. વળી યુવાન પેઢીમાં સામ્યવાદ અને સમાજવાદને વાયરે ચાલે છે એ ગાંધીજીએ જોયું ત્યારથી એમણે અધ્યાત્મની ભૂમિકા પર આર્થિક અને સામાજિક સભાનતાનું સમર્થન શરૂ કર્યું.”
આમાં સામ્યવાદ અને સમાજવાદના આધારે કરેલું વિધાનઅ-ચૂક નથી એ વાત રાજકારણના અભ્યાસીઓ કહી શકશે. પણ આજે આ રાજકીય વિદ્વાનની ભૂલ સામે આંગળી ચીંધવી અઘરી થઈ પડી છે. કારણકે અનુદાન - ઈનામની નાડે એમના હાથમાં છે, અને લાગવગ મારફત મળતાં અનુદાનની લાલચ શાસને ઊભી કરી છે તેને કારણે અનેક બુદ્ધિજીવીઓ, સંપાદકો અને પ્રકાશકો વગેરે પોતાના પર આધાર રાખવાને બદલે સરકારી કૃપાની પાછળ પડયા છે. '
આમ છતાં શાસન તરફથી મળનારાં ઈનામ-અકરામની અવગણના કરનારા લેખકો આજે પણ આ દેશમાં છે તે આપણું સૌભાગ્ય જ ગણાય. બંગાળના શિશિરકુમાર ભાડુડી બંગાળની રંગભૂમિના યુગપ્રવર્તક, દિલ્હીની સંગીત નાટક અકાદમી પર સભ્ય હતા. રાજ્યની અકાદમી પર પણ હતા. એમણે નાટકના શેખીને માટે સસ્તા ભાડાથી મળી શકે એવા રંગમંચ તૈયાર કરવા કેટલું કહ્યું પણ કોઈએ એમની વાત કાને ન ધરી. એ મરવા પડયા ત્યારે એ છેલ્લા દિવસેમાં એમને ‘પદ્મશ્રી'ની પદવી એનાયત કરવામાં આવી. પણ જનતાની આંખમાં ધૂળ નાખવાની સરકારની મુરાદ પામી જઈ એમણે પદવી પાછી વાળી. કટોકટીના થોડા સમય અગાઉ જ બિહારના લોકપ્રિય લેખક કવિશ્રી ફણીશ્વરનાથ રેણુએ પોતાને મળેલી પદવી પાછી આપી અને મળતું માસિક અનુદાન લેવાનું બંધ કર્યું. દુ:ખી જનતાની વાણીને વ્યકત કરવા બદલ એમને આ પદવી અને અનુદાન અપાયાં હતાં; એમણે પોતાના સર્જેલાં પાત્રોનાં દુ:ખમાં પ્રત્યક્ષ સહભાગી થવાના ગુના બદલ આ જનતાભિમુખ લેખકને આ રીતે શોષવું પડયું.
તેવી જ રીતે કર્ણાટકના શિવરામ કારંથ સાહિત્ય અકાદમી અને સંગીત નાટક અકાદમીનાં પારિતોષિક પ્રાપ્ત કરનારા માન્યતા પ્રાપ્ત લેખક. કટોકટી પછી એમણે ‘પદ્મભૂષણ ' ની પદવી અને સંગીત - નાટક અકાદમીનું પારિતોષિક પાછાં વળ્યાં. પ્રખ્યાત સિતારી વિલાયતખાંએ પણ સરકારે આપવા ધારેલી પદવી સ્વીકારવાની ના પાડી.
પણ આ બધા તે થયા અપવાદ. સર્વસામાન્ય જે પરિસ્થિતિ છે તે જોઈએ છીએ ત્યારે ભવિષ્યની ચિંતામાં મન વ્યાકુળ થાય છે.
-દુર્ગા ભાગવત અભ્યાસ - વર્તુળની આગામી બેઠક
અભ્યાસ-વર્તુળની આગામી બેઠક ગુસ્વાર તા. ૬-૫-૭૬ ના રોજ સાંજે ૬-૩૦ વાગે સંઘના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે, અભ્યાસ-વર્તુળના સભ્યો ઉપરાંત સંઘના સભ્યો, આજીવન સભ્યો તથા તેમના મિત્રોને હાજર રહેવાની છૂટ આ સભા પૂરતી રાખવામાં આવી છે. એક પ્રયોગાત્મક રૂપે આ સભામાં હાજર રહેલ સભ્ય પૈકી જેને બોલાવું હોય તેને કોઈપણ જીવનલક્ષી વિષય અથવા પ્રસંગ ઉપર પોતાનું સંવેદનાત્મક બલવાનું નિમંત્રણ છે. સમયની મર્યાદા હોઈ ટૂંકમાં પણ સ્પષ્ટ અને મુદ્દાસરની પોતાની વાત તૈયાર કરીને આવવાની વિનંતી કરવામાં આવી છે. પોતાનું નામ તથા વિષય પાંચ તારીખ પહેલા સંઘના કાર્યાલયમાં લખીને મોકલી આપવા વિનંતી. છે,
સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસ-વર્તુળ