SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૭૬ બુદ્ધ જીવન પ્રકીણુ નોંધ → લંડનમાં જૈન શ્રી દુર્લભજીભાઈ તથા હું લંડન ગયા ત્યારે આપણા ઘણાં ભાઈએને અમે મળ્યા. ગુજરાતીની વસતિ સારા પ્રમાણમાં છે. બે ગુજરાતી સાપ્તાહિકો ચાલે છે. ‘ગરવી ગુજરાત’ અને ‘ગુજરાત સમાચાર.’ગરવી ગુજરાતની ગ્રાહક સઁખ્યા ૨૮,૦૦૦. લગભગ પંદર લાખની કીંમતે નવું મકાન ખરીદ્ય' છે. ગુજરાત સમાચારના તંત્રી તરીકે ભાઈ કલ્યાણી છે, જેઓ ‘જન્મભૂમિ’માં કામ કરતા હતા, જૈનોની સંખ્યા લગભગ ૨૦,૦૦૦ થી ૨૫૦૦૦ જેટલી છે. નાની એક મીટીંગ બોલાવી હતી જેમાં લગભગ ૪૦૦ ભાઈઓ અને બહેનની હાજરી હતી, જે લંડન માટે બહુ સારી સંખ્યા ગણાય. લંડન બહુ પથરાયેલું છે અને લોકો દૂર દૂર રહે છે. અમને મળવા આવેલ જૈન આગેવાનોએ કહ્યું હતું કે અમારે જૈન ધર્મ વિષે કાંઈક સમજણ આપવી તેમ જ યુવાન પેઢીમાં, વિદેશમાં વસતા છતાં જૈન ધર્મના સંસ્કારો કેમ જળવાઈ રહે તે વિષે કાંઈક કહેવું. લગભગ એક કલાક સુધી હું બોલ્યા. પછી સારી પેઠે પ્રશ્નોત્તરી થઈ. અમરડાઈ. કેમ વાળા ભાઈ જગુભાઈ દોશી અને મારો ભાઈ ગંભીર પણ મીટીંગમાં હાજર હતા. અત્યારે જે જૈનો લંડનમાં છે તેમાંના મોટા ભાગના છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં આફ્રિકાથી આવેલા છે. આ પહેલી પેઢી છે અને ભારત સાથે ગાઢ સંબંધ છે. એટલે જૈન ધર્મ માટે મમતા અને શ્રદ્ધા છે. ત્યાં વસતા જૈન બે પ્રકારના છે. એક જેમણે બ્રિટિશ નાગરિકતા સ્વીકારી છે અને બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે, અને બીજા જે હજી હિન્દી નાગરિક છે અને હિંદી પાસપોર્ટ ધરાવે છે. બીજા વર્ગના ભાઈઓ વેપાર ધંધાર્થે ત્યાં છે, અને ભારત પાછા આવવાની ઉમેદ રાખે છે. પહેલા વર્ગના ભાઈઓ બ્રિટનમાં સ્થાયી થયા છે એમ કહેવાય. જૈન ધર્મની સાચી સમજણ મેળવવી હોય તે તેના અભ્યાસ કરવે પડે. સાધુ સંતની જોગવાઈના અવકાશ નથી કે જેમની પાસેથી આવી સમજણ મળી શકે. એટલે સ્વાધ્યાય કરવેશ રહ્યો. કેટલા કરી શકે ?કેટલાને એવી અભિરુચિ થાય ? સ્વયં આવેશ અભ્યાસ કરવાની કેટલાની શકિત હાય ? હજી ત્યાં આવી કોઈ અનુકૂળતા નથી. લંડનમાં દૂર દૂર બધા વસે છે. આ ભાઈઓએ ઈચ્છા દર્શાવી કે ભારતથી વિદ્રાનોને વર્ષમાં એક બે વખત ત્યાં મોકલીએ અને સરળતાથી સમજી શકાય એવું સાહિત્ય તેમને મળે એવી વ્યવસ્થા કરવી, તેમાં બનતી સહાય કરવા મેં કહ્યું છે. મેં એમ પણ સૂચવ્યું છે કે સ્વાધ્યાય કે પ્રવચનો માટે એક બે કેન્દ્રો કરવા, જયાં વખતોવખત મળવાનું થાય, અને જયાં સદવાંચન માટે સાહિત્ય પ્રાપ્ત થાય. પણ ખરી વાત, દઢ અભિરુચિ અને ઘરનાં સંસ્કાર અને વાતાવરણની છે. બે ચાર ભાઈઓએ આગેવાની લઈ આવી અનુકૂળતાઓ અને વ્યવસ્થા ઉભાં કરવાં જોઈએ. આપણે ધાર્મિક સંસ્કારની વાત કરીએ છીએ ત્યારે માટે ભાગે વિધિ-વિધાના, ક્રિયાકાંડે વગેરે લક્ષમાં હોય છે. સામાયિક-પ્રતિક્રમણ વ્રત, જપ, તપ, પૂજા, મંદિર કે ઉપાશ્રયે જવું વગેરે. આ બધાની સાચી સમજણ આપી ન હોય તો આવા સંસ્કાર વિદેશમાં લાંબા વખત ટકે નહિ. મેં એ પણ જોયું કે વિદેશમાં વસતા હોય ત્યારે ધાર્મિક બાબતમાં સ્થિતિચુસ્તતા આવે છે. જૂનું છે તેમ સાચવી રાખવું. દાખલા તરીકે પ્રતિક્રમણ ચેાથનું કરવું કે પાંચમનું. મોટી સંખ્યામાં હાજરી હોય તે સંવત્સરી પ્રતિક્રમણ કરાવતા ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવો કે નહિ. આવા સવાલા અમને પૂછ્યા હતા. મેં કહ્યું કે ચેાથ-પાંચમનાં ઝઘડા સાધુઓના છે, તેના વિચાર ન કરવા. ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગ કરવા. સ્થિતિચુસ્તતા કેટલી હદે જાય છે તેને દાખલો આપું. અમારી કર મીટીંગ હતી. તેમાં મંત્રીએ જાહેર કર્યું કે આ ધાર્મિક સભા છે માટે તાળી ન પાડવી. મારે કહેવું પડયું કે તાળીઓ પાડો ન પાડો એ જુદી વાત છે, પણ આ એવી ધાર્મિક સભા નથી. વિદેશમાં વસતા હોઈએ ત્યાં બધા જેના છીએ એ ભાવ પ્રધાન હોવા જોઈએ. પણ તેનો અભાવ જોયો. ત્યાં એસવાલ મંડળ છે. નવજાતમંડળ છે. મારવાડી મંડળ છે. અમારી મિટિંગ સંયુકત હતી. એસવાલ અને નવજાત મંડળાએ પોતાની પત્રિકાઓ શરૂ કરી છે. મેં ભારપૂર્વક કહ્યું કે જૈનમંડળ હોવું જોઈએ. શ્વેતાંબર, દિગંબર પણ ભૂલી જવું. સૌએ સાથે મળી નવસર્જન કરવું પડશે. ‘સ્વાધ્યાય ભવન ઉપરાંત એક મંદિર પણ હોવું જોઈએ. જયાં સૌ સમાન– ભાવે દર્શન કરે, પૂજા કરે. આ મેટું સાધન છે. ખ્રિસ્તી કે મુસલમાન ગમે ત્યાં જાય તે પણ ખ્રિસ્તી કે મુસલમાન જ રહે છે. લંડનમાં શીખાએ ગુરુદ્વારા કર્યું છે. સ્વામીનારાયણ મંદિર થયું છે, હિન્દુ મંદિર થયું છે, જૈન મંદિર હોવું જોઈએ. સંપ્રદાયના ભેદભાવો બધા ભૂલી જવા જોઈએ. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અનુલક્ષી નવી પ્રણાલિકાઓ રચવી પડશે. લંડનમાં અને ઈંગ્લાંડમાં જૈનોની વસતિ વધતી જશે. બીજી કે ત્રીજી પેઢી જૈન ધર્મ ભૂલી ન જાય તે જોવું હોય તો આ બધી બાબતો વિચારવી પડશે, પરંપરાગત - કેટલુંય તજવું પડશે. બુદ્ધ ધર્મનું આવું નવસર્જન દરેક દેશમાં થયું છે. એક વિશેષ પ્રશ્નના મે” ઉલ્લેખ કર્યો હસ્તે. માંસાહાર અને દારૂ આ બન્નેની સર્વથા ત્યાગ હોવો જોઈએ- - જો જૈન હોવાના દાવા કરવા હાય તો. તેમાં કોઈ બહાનું ન ચાલે. વડીલાએ ખૂબ સાવચેતી રાખવી પડે. દઢ આગ્રહ રાખવો પડે. લંડનના જૈન સમાજને દીર્ધદષ્ટિવાળી આગેવાની અને માર્ગદર્શનની જરૂર છે. હજી શરૂઆત છે ત્યારે યોગ્ય માર્ગે વાળી શકાય તેમ છે. કોંગ્રેસ મહાસમિતિની બેઠક સાચા કોંગ્રેસ મહાસમિતિની બેઠક ૨૯-૩૦ મેને દિવસે દિલ્હી મળી ગઈ. કૉંગ્રેસ પ્રમુખે તેને ઐતિહાસિક કહી એટલું જ નહિ પણ ઇતિહાસ સર્જતી–History-making કહી. એટલે દેશનું ભાવિ ઘડતર કરનારી કહી. આ ભાવિ કેવા પ્રકારનું હશે એ તો ભવિષ્યમાં ખબર પડશે. મહાસમિતિ સમક્ષ બે જ વિષયો હતા – બંધારણમાં ફેરફાર અને વીસ સૂત્રી કાર્યક્રમ. બંધારણમાં જે ફેરફારો કરવાનું મહાસમિતિએ ઠરાવ્યું છે તેથી દેશનું ભાવિ પલટાશે તે ખરું છે. એનાં પરિણામો વિષે મતભેદ છે અને રહેશે. ૨૫ વર્ષના ગાળામાં બંધારણમાં ઘણાં ફેરફારો થયા છે, કેટલાક ઘણાં અગત્યનાં પણ આવા ઉહાપોહ કોઈ વખત થયો નથી. આ ફેરફારોની વાત કટોકટી જાહેર થયા પછી શરૂ થઈ. એ ફેરફારો એટલા બધા પાયાના છે કે શરૂઆતમાં વડા પ્રધાને કહ્યું કે તેને માટે લોકોના આદેશ મેળવાશે. લોકો એમ સમજ્યા કે ચૂંટણીમાં આ મુખ્ય મુદ્દો બનાવી ચૂંટણી પછી ફેરફારો હાથ ધરાશે. – પછી કહ્યું કે આદેશ નહિ પણ અભિપ્રાય લેવાશે. કોંગ્રેસ પ્રમુખે સવર્ણસિંઘ સમિતિ નીમી. આ સમિતિએ કેટલીક દરખાસ્તો ઘડી પ્રકટ કરી. એમ કહેવાય છે કે તે અંગે લોકોના અભિપ્રાય મેળવ્યો અને થોડા સુધારાવધારા કર્યા અને તેના અહેવાલ ૨૨ મી મેએ બહાર પાડયો. લોકોના શુકત અભિપ્રાય વ્યકત થયો છે? વર્તમાન સંજોગામાં એવી કોઈ શકયતા છે ? વર્તમાનપત્રાએ આવી કોઈ ચર્ચા કરવાની હિંમત કરી છે ? એક દાખલો લઈએ. સવર્ણસિંઘ સમિતિની દરખાસ્તો ઉપર વિચાર કરવાથી ચાગલાના પ્રમુખપદે ધુરંધર વકીલા અને કેટલાક આગેવાનોની એક સમિતિ નિયુકત થઈ છે. કોંગ્રેસ મહા
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy