________________
પ્રબુદ્ધ જીવન
મી.. ટકરના વિચારોને આકાર આપ બહુ અઘરું હતું. શનિ - રવિ બે દિવસ સતત તે કામ ઉપર બેઠો. એક પછી એક ખરડા તૈયાર કરી છેવટે સોમવારે અમે મળ્યા ત્યારે મેં તૈયાર કરેલ ખરડા ઉપર વિચાર કરવા બેઠા. ત્યાર પછી બે દિવસ રોજ ચારપાંચ કલાક ચર્ચાઓ ચાલી અને ખરડામાં ફેરફારો થતા રહ્યા. ટ્રસ્ટીઓ કોને નીમવા, શરૂઆતમાં રકમ કેટલી મૂકવી, ઉદેશે કેવા રાખવા, વ્યવસ્થા કેમ કરવી વગેરે ઘણી ચર્ચાઓ થઈ. ચર્ચાઓમાં દેવચંદભાઈ અને કપુરચંદભાઈને બહુ સાથ મળ્યો. મી. ટકરના વિચારોની _સ્પષ્ટતા કરવામાં તેમણે ઘણી મદદ કરી. બુધવારે બપોરે છેવટને
ખરડ તૈયાર થશે. આ ટ્રસ્ટ ઇગ્લાંડમાં કરવું ન હતું પણ તેની નજીક જસ ટાપુ છે, જ્યાં કાયદા અને કરવેરાની આંટી ઘૂંટી ઓછામાં ઓછી છે ત્યાં કરવું હતું. તેથી આ ખરડો ત્યાંની લઇડઝ બેંકના મેનેજરને
અને જર્સીના વકીલને બતાવવાનો હતો. બુધવારે તે તેમને મોકલી • આપ્યું. સાથે તેમાંથી ઉપસ્થિત થતાં કાયદાના મુદ્દાઓની એક નોંધ મેં મેલાવી, તેના ઉપર અભિપ્રાય માગ્યો અને સુરત જવાબ આપવા વિનંતિ કરી.
બુધવારે હું તથા દુર્લભજીભાઈ એક દિવસ માન્ચેસ્ટર ગયા. ગુરુવારે સાંજે પાછા આવ્યા. તે દિવસે મી. તિવારી પણ ભારતથી આવી ગયા હતા. મી. ટકર અને મી. તિવારીએ ખરડા ઉપર ચર્ચા કરી રાખી હતી. જસથી જવાબ આવી ગયું હતું. શુકવારે સતત આઠ કલાક બેઠા અને ટ્રસ્ટડીડ ઉપર ત્રણ ટ્રસ્ટીઓ – મી. હોકીન્સ મી. તિવારી તથા હું - એ સહી કરી. લંડનથી સેમવાર ૩૧ મી તારીખે હું તથા દુર્લભજીભાઈ પાછા આવ્યા. મી. ટકર અને દેવચંદભાઈ જન્સી જઇ સહીઓ કરે એમ નક્કી થયું હતું. મી. ટકરે ટ્રસ્ટડીડ સાથે પોતાનું વીલ પણ કરવાનું હતું, જે તૈયાર કર્યું. વીલમાં પિતાની બધી મિલકત તેમણે નેલીથ ટ્રસ્ટને આપી છે. તેમના કહેવા પ્રમાણે તેમની મિલકત લગભગ ૨૦થી ૨૫ લાખ ઑલર છે, જે જુદા જુદા દેશોમાં પથરાયેલી છે. દેવચંદભાઈને પત્ર છે કે જસી જઈ ટ્રસ્ટડીડ તથા વીલ પર સહી કરી આવ્યા છે, અને બન્ને લઈડઝ બેંકને સેપી દીધા છે. ટ્રસ્ટડીડમાં દસ લાખ ડૅલર રકમ લખી હતી તે કાઢી નાખી છે. મી. ટકર હવે પછી કમ નક્કી કરશે. હાલ તુરત ડૅલર ૧૦૦૧ થી શરૂઆત કરી છે. - ટ્રસ્ટડીડમાં મી. ટકરનું મુખ્ય ધ્યેય આ પ્રમાણે જણાવ્યું છે.
WHEREAS the Settior believes that spiritual and moral values should be paramount guiding principles in the life of man and the life of man should be in accord with NATURE, conducive to LIFE, in good HEALTH following TRUTH and non-violence which for the sake of brevity is called NALITH way of life and the Settlor considers scientific healthful vegetarianism and abstension from Alcoholic drinks and other weakening acts as fundamental to such a way of life and the Settlor desires to create this Trust for charitable purposes of educating people in the NALITH way of life.
મી. ટકરે તેમનું ધ્યેય Nalith gindelinesમાં વધારે વિગતથી સમજાવ્યું છે જેને વિશે ટ્રસ્ટડીડમાં આ પ્રમાણે લખ્યું છે:
The Settlor has set out his ideals and principles in NALITH Guidelines, a copy of which is attached hereto. The Trustees shall keep in mind the said guidelines in carrying out the objects of the Trust as set out in this Deed. | Nalith guidelines ને કેટલાક અગત્યનો ભાગ આ - પ્રમાણે છે.
NALITH is a pathway of love of GOD, nonviolence (except to arrest violence), scientific healthful: vegetarianism, in accord with Nature, conducive to Life, in good Health and Truth.
NALITH EDUCATION is eclectic, within the framework of love of GOD, vegetarianism, nonviolence, Theosophy and Yoga and Jainism.
This is a wonderful world, much individual freedom, many fine people and souls, but there is too much evil (threats and actual killings, murder, slaughter, harm, hurt) and compromise with evil. Also, there is too much sickness and disease, confusion, waste, ignorance, and denial of GOD.
Currently, the dominating news is of violence, crime, killings stealing, perverted sex, sensuousness, drug addiction, etc., etc., in newspapers, magazines, television, cinema, radio, etc.
Where can children find guidance and leadership, knowledge for discernment and discrimination, to discover the faculty of enjoying ... continual, supreme happiness?
Riches, fame, pleasure are fleeting. Sensual pleasure is obviously delightful but just as obviously fleeting. While it lasts one feels as if he had attained supreme good. But after that enjoyment, a deep melancholy sets in which disturbs and dulls the mind. So what good are they? It is better that we turn away from these things.
The love toward a thing eternal and infinite feeds the mind with pleasure, and is free from pain, so it is much to be desired and to be sought out with all our might. Spinoza, Aristotle, others, and NALITH maintain: "The more we understand and accept the Divine law and order, the better are we able to free ourselves from what is useless, and lead the life of reason". A man's true happiness consists in wisdom, the knowledge of the truth, enjoyment and activity ... to help move world society forward to the ideals of the Divine, GOD ... toward perfection, love, goodness, Divine Nature eternal truth.
મી. ટકરને સમજવા માટે આ ભાગ થોડી વિગતથી અહીં રજૂ કર્યો છે. તેમના વીલની કલમ ૪ આ પ્રમાણે છે :
I HAVE ALREADY ESTABLISHED NALITH Education Trust and I have transferred or propose to transfer to the said Trust most of my wealth. I have reserved for myself some amount to meet any expenses and requirements in case of need. The Company shall paymy just debts, funeral and testamentary expenses. I give devise and bequeath all the rest and residue of any property whatsover and wheresover situated to NALITH Education Trust founded by me.
મી. હેકીન્સ અને મી. તિવારીએ મને કહ્યું કે દસ વર્ષથી જે માટે તેઓ મહેનત કરતા હતા તે આ રીતે આઠ દિવસમાં બન્યું તે એક ચમત્કાર છે.
મારા માટે આ એક અપૂર્વ અનુભવ હતો. મી. ટકર અદભુત વ્યકિત છે. રશિયામાં જન્મ્યા, યહૂદી છે. અમેરિકામાં સ્થાયી થયા અને કમાયા. લગભગ વીસ વર્ષથી નિવૃત્ત છે. પોતાના ધ્યેયમાં અને વિચારોમાં બહુ મક્કમ. શબ્દ શબ્દ વાંચી જાય અને પોતાના વિચારો બરાબર રજુ થાય તેને આગ્રહ રાખે. કેટલીક બાબતમાં બાળક જેવા. સાદાઈ પાર વિનાની – લગભગ કંજૂસાઈ લાગે - આ મિલકત પિતાની નથી એમ માને. ત્યાગભાવના ઘણી ઉત્કટ. પરિગ્રહના આ બોજામાંથી મને ક્ટ છોડાવે એ ભાવ. તેમના કેટલાક વિચારો અવ્યવહારુ અને સુરતમાં અથવા નજીકના ભવિષ્યમાં પણ અમલ ન થઈ શકે તેવા. અમે રામજાવવા ઘણા પ્રયત્ન કર્યો પણ મક્કમ રહ્યા- મને એવી છાપ રહી કે ઉમ્મરને કારણે મનમાં કાંઈક અનિશ્ચિતતા છે અને છતાં પોતાના ધ્યેયમાં અતિ દઢ. કોઈ નજીકના સગા વહાલા હોય તેમ જાણ્યું નથી. વધારે પડતો પરિગ્રહ કેટલે મેટો બેજો થઈ પડે છે અને તેને સવ્યય કેટલે, વિકટ છે તે આ અનુભવથી જાણ્યું. તેમની આટલી મોટી મિલકતને સવ્યય કરવામાં અથવા કરાવવામાં હું નિમિત્ત બને તે મારી જાતને ભાગ્યશાળી માનીશ. તા. ૯-૬-૭૬
–ચીમનલાલ ચકુભાઈ