________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૭૬
બને છે. વિલાંબ અટકાવવાના ઘણાં પગલાં લઈ શકાય છે. ન્યાયાધિશેની સંખ્યા વધારવી, પાર્લામેન્ટ અને ધારાસભાઓએ કાયદાઓ ઘડવામાં પૂરી કાળજી રાખવી, કારોબારીએ જવાબદારીપૂર્વક વર્તવું, આવું ઘણું કરવાનું રહે છે. જેટલા કાયદા વધારે થાય એટલું કોર્ટનું કામ વધે. હવે આપણે વધુમાં વધુ કાયદા કરી કામ લેવામાં માનતા થયા છીએ. કેટલી ઉતાવળથી અને અસ્પષ્ટપણે આ કાયદાઓ ઘડાય છે? તેમાંથી ઉપજતા અન્યાય સામે ઉપાય તો હોવો જોઈએ? કાયદાઓમાં અમલદારશાહીને વિપુલ અને વ્યાપક સત્તા (Delegated legislation) આપવામાં આવે છે. તે મુજબ અમલદારો આડેધડ હુકમ કરતા હોય છે, તેની દાદ-ફરિયાદ કયાં કરવી? એમ કહેવું કે ગરીબોને આ સાથે કાંઈ નિસ્બત નથી. એક નાના મૂડીદાર વર્ગને માટે જ છે, તે કથન સમજણ વિનાનું છે. એ ખરું છે કે, ગરીબે કોર્ટને આશ્રય લઈ શકતા નથી પણ તેમને અન્યાય નથી થતા તેમ નથી. કોર્ટે નથી જઈ શકતા તે વધારાને અન્યાય છે. માટે જે લોકો કેર્ટને આશ્રય લઈ અન્યાય રોકી શકે છે તેને આશરે પણ લઈ લે એટલે અન્યાય વધાર. એટલા માટે મોટા પાયા ઉપર મફત કાયદાની સહાય (Free legal aid ) આપવાનું વિચારાય છે. અમલદારશાહીના ગેરકાયદેસર પગલાઓ અને તેને કારણે થતી કનડગતને પાર નથી, એ સામે કોર્ટનું રક્ષણ મેળવવાને ખરચાળ અને ભૂલે એ પણ ઉપાય છે તે રદ કરવાથી શું પરિણામ આવે? આ ઉપાય સુલભ અને તાકીદને થાય એવી દિશામાં પગલાં લેવાને બદલે, ઉપાય જ રદ કરવા તે કેટલું હિતાવહ છે? - હવે એવી સૂચના થાય છે કે માત્ર મૂળભૂત અધિકારને ભંગ થાય ત્યાં જ કોર્ટને આશય રાખવો-ગેરબંધારણીય કાયદાની અદાલતી તપાસને અધિકાર માત્ર સુપ્રીમ કોર્ટને જ રાખવો. કેટલીક બાબતે, જેવી કે કરવેરા, મજૂરો, સરકારી અમલદારો વગેરે માટે હાઈકોટૅની સત્તા રદ કરી, ખાસ અદાલતે રચવી. અમલદારશાહીની આપખુદી (Executive Excesses) જે અનેક પ્રકારની હોય છે અને જેની સામે અત્યારે હાઈકોર્ટમાં રીટ અરજી કરી શકાય છે તે રદ કરવી. તે પછી તે માટે ઉપાય શું? - હવે એમ જણાય છે કે, બંધારણમાં ફેરફાર કરવાની ચર્ચા
ઉપાડી તેને મુખ્ય હેતુ વરિષ્ઠ અદાલતની સત્તા ઉપર મોટો કાપ મૂકવાનો રહ્યો છે. ચૂંટણીઓ બાબતમાં, કાયદા કે અમલદારી પગલાંઓની કાયદેસરતાની બાબતમાં અને બીજી ઘણી બાબતોમાં કોર્ટોના અધિકાર રહેવા ન દેવ એવું વલણ જણાય છે કોટૅની દરમ્યાનગીરી બાબતમાં ફેરફારને અવકાશ નથી એમ નથી, કેટલાક ફેરફાર - દાખલા તરીકે નેકશાહીના હકકો બાબતની કાંધારણની કલમ ૩૧૧ વિશે – થઈ શકે છે. જરૂરના છે. કોર્ટોમાં થતો વિલંબ અને ખર્ચ ઓછો કરવા કેટલાક પગલાં લેવાં જોઈએ. પણ અત્યારે જે બીજા છેડાને વિચાર થાય છે તે ઉતાવળીયે અને એકંદરે હાનિકારક છે. એને પરિણામે સત્તાનું કેન્દ્રીકરણ વધશે, અમલદારશાહીનું જોર વધશે. પરિણામે ભ્રષ્ટાચાર વધશે. એમ આશા રાખીએ કે આ વિષયમાં સારી પેઠે નિર્ભયપણે મુકત ચર્ચા થાય અને કોર્પોમાં થતા વિલંબ જેવા નાનાં અનિષ્ટને ટાળવા કોઈ મોટું અનિષ્ટ વહોરી ન લઈએ. ૨૫-૪-૭૬
ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નેંધ સુપ્રીમ કોર્ટને મહત્ત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ ચાર વિરૂદ્ધ એકની બહુમતીથી ચુકાદો આપ્યો છે કે, કટોકટી દરમિયાન, મૂળભૂત અધિકારો અને તેના ઉલ્લંઘન માટે કોર્ટ પાસે દાદ માગવાને અધિકાર, રાષ્ટ્રપતિના હુકમથી સ્થગિત કરાયો હોય ત્યારે, મીસા હેઠળ કોઈની અટકાયત કરવામાં આવી હોય તે એ અટકાયત ગેરકાયદેસર છે, મીસાના
કાયદા અનુસાર નથી, ખાટી દાનતથી કરેલી છે, તેને માટે કોઈ કારણ નથી અથવા વ્યાજબી નહિ પણ ભળતા કારણસર જ કરી છે, એવા કોઈ પણ મુદ્દાને આધારે, અટકાયતી, કોર્ટમાં દાદ માગી શકે નહિ અને કોર્ટ તેમાં કાંઈ દરમ્યાનગીરી કરી શકે નહિ.
સુપ્રીમ કોર્ટ સમક્ષ જુદી જુદી હાઈકોર્ટોના જજમેન્ટો સામે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી કરાયેલ, ચાર સંસદ સભ્ય સહિત ૪૩ અટકાયતીઓને લગતી ૧૪ અપીલ હતી. સરકારની આ બધી અપીલે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. હાઈકોર્ટના ચુકાદાએ રદ કર્યા છે અને હવે સુપ્રીમ કોર્ટના આ ફેંસલા મુજબ મૂળ અરજીઓનો નિકાલ કરવાને હાઈકોર્ટોને આદેશ આપ્યો છે.
અટકાયતી તરફથી હાઈકોર્ટોને અરજીઓ કરવામાં આવી હતી તેમાં મીસાના કાયદાને સ્વીકાર કર્યો હતો, પણ એમ કહ્યું . હતું કે અટકાયત મીસાના કાયદા અનુસાર કરવામાં આવી નથી, અટકાયત માટે કોઈ કારણ એ હતું અથવા ભળતા કારણસર કરવામાં આવી છે. હાઈકોર્ટોએ આ દલીલ માન્ય રાખી હતી અને આવી અરજી કરવાને અટકાયતીને અધિકાર છે તેમ જ અટકાયતી હુકમની અદાલતી તપાસ થઈ શકે તેમ ઠરાવ્યું હતું. અહહાબાદ, મુંબઈ, દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનની હાઈકોર્ટોએ આ પ્રમાણે ઠરાવ્યું હતું. આ બધી અરજીઓમાં સરકાર તરફથી એવી દલીલ થઈ હતી કે આવી અરજી કરવાને અટકાયતીને અધિકાર જ નથી અને અટકાયતી હુકમ મીસાના કાયદા અનુસાર ન હોય, ખેટી રીતે કર્યો હોય તે પણ કોર્ટને તપાસ કરવાને અધિકારી નથી. હાઈકોર્ટોએ સરકારની દલીલને અસ્વીકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ દલીલ માન્ય રાખી છે.
સુપ્રિમ કોર્ટને આ ચુકાદો કેટલો મહત્ત્વનું છે અને તેના પરિણામે કેટલા દૂરગામી છે તેને આ ઉપરથી કાંઈક ખ્યાલ આવશે. સુપ્રીમ કોર્ટના ૨૬ વર્ષના ઇતિહાસમાં કદાચ આ સૌથી મહત્ત્વને ચુકાદા છે એમ કહીંએ તે અતિશયોકિત નથી. નાગરિકનું વ્યકતિસ્વાતંત્રય અને અંગત સલામતી અને સરકારના અભિપ્રાય મુજબ, રાજયની બાહ્ય અને આંતરિક ભય સામે સલામતી વચ્ચે પસંદગી કરવાનો સમય આવે ત્યારે નાગરિકના જીવન અને સ્વતંત્રતા (Life and Liberty) ઉપર રાજ્ય કેટલો અધિકાર ભોગવી શકે એવા પાયાના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. આવા મુદ્દાઓની વિચારણા કરવાને આ પ્રસંગ નથી. એટલું જ કહેવાય કે, સુપ્રિમ કોર્ટના આ ચુકાદા અનુસાર, કટોકટી દરમ્યાન નાગરિકની સલામતીને આધારમાત્ર રાજ્યની ન્યાયબુદ્ધિ અને અમલદારની વિવેકબુદ્ધિ ઉપર અવલંબે છે. જસ્ટીસ ભગવતીએ કહ્યું છે કે સરકારના હુકમેની અદાલતી તપાસ થઈ શકતી નથી માટે સરકારની જવાબદારી વધે છે અને તેને મળેલ સત્તાને દુરૂપગ ન થાય તેની પૂરી કાળજી રાખવી જોઈએ. આપણે આશા રાખીએ કે આવી જવાબદારી અને કાળજી રાખવામાં આવશે.
આ ચુકાદાની અસર બીજા મૂળભૂત હકો, ખાસ કરી, વાણી સ્વાતંત્રય અને સભા ભરવાના અધિકાર ઉપર શું થશે તે જોવાનું રહે છે. દાખલા તરીકે, મસાની કેસમાં, ભૂમિપુત્રના કેસમાં, જે વાણી સ્વાતંત્ર્યને લગતા હતા, તેમાં સરકાર તરફથી એ મુદ્દો ઉઠાવ્યો હતો કે આવી અરજી કરવાને કોઈ અધિકાર નથી. તેવી જ રીતે નથવાણી કેસ જે સભા ભરવાના અધિકાર અંગે હતો તેમાં પણ સરકાર તરફથી આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રણે કેસમાં, મીસાનાં કેસે પેઠે, હાઈ કોર્ટોએ ઠરાવ્યું છે કે આવી અરજી સાંભળવાન અને સેન્સર તથા પિોલીસ કમિશ્નરે કરેલા હુકમની કાયદેસરતા તપાસવાને કોર્ટને અધિકાર છે. આ ત્રણે કેસમાં આ જ મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને સિદ્ધાંત લાગુ પાડવામાં આવે તે સંભવ છે કે હાઈકોર્ટના આ કેસના ચુકાદાએ પણ રદ થાય.