SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MA. By South 54 Licence No.: 37 प्रबुद्ध } 'શુદ્ધ જૈન'નું નવસંસ્ફુરણ વર્ષ ૩૮ : ': ૧૫ મુંબઇ, ૧ ડિસેમ્બર, ૧૯૭૬, બુધવાર વાર્ષિક લવાજમ રૂા, ૧૦, પરદેશ માટે શિલિંગ : ૩૦ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જવાહરલાલ નેહરુ જવહારલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના નિકટના પરિચયમાં હોવાનું મનાતા બ્લિટ્ઝના તંત્રી શ્રી કરંજિયાએ, નેહરુના જન્મ દિન પ્રસંગે, ઈન્સ્ટ્રટેડ વિકલીના તા. ૧૪--૧૧-૭૬ના અંકમાં, નેહરુ અને ઈન્દિરા વિષે એક લેખ લખ્યો છે, જેમાં પિતા-પુત્રી વચ્ચે શું સમાનતા છે અને શું તફાવત છે તે બતાવવા પ્રયત્ન કર્યો છે. શ્રી કરંજિયાએ જણાવેલ હકીકતો, આપેલ અભિપ્રાયો અને તારવેલા અનુમાનો નેહરુ અને ઈન્દિરાને કેટલે ન્યાય કરે છે અને કેટલે દરજજે યથાર્થ છે તે વાત એક બાજુ રાખીએ અને શ્રી કરંજિયાએ ખરેખર અંતરની વાતો કરી છે, એમ માની લઈએ તો, તેમના લેખ, વર્તમાન પરિસ્થિતિ, ભાવિ બનાવે અને ઈન્દિરા ગાંધીની કાર્યપદ્ધતિ ઉપર સારો પ્રકાશ પાડે છે. લેખનો મુખ્ય ધ્વનિ એ છે કે વર્ષોથી કોંગ્રેસમાં રહેલ જમણેરી પ્રત્યાઘાતી બળો (Right reactionaries)નેહરુ કુટુમ્બના વિરોધી રહ્યા છે અને આ બળાને વિદેશી સહાય અથવા ટેકો મળતો રહ્યો છે. એટલી હદ સુધી કે દેશને સ્વતંત્રતા મળી ત્યારે નેહરુ વડા પ્રધાન ન થાય તે માટેના પ્રયત્નો થયા. એક મુલાકાતમાં ઈન્દિરા ગાંધીએ શ્રી કરંજિયાને કહ્યું: There seems to be a kind of vested interest in some quaters against the Nehrus and the progressive and democratic policies to which father and I are committed. Do you know that they did everything possible to persuade Gandhiji against my father becoming the Prime Minister? They even spread the rumour that Gandhiji was against Father, that he preferred Sardar Patel or Rajaji, આ વાત એટલી હદ સુધી ગઈ કે ઈન્દિરાજી પેાતે ગાંધીજી પાસે ગયા અને પૂછ્યું કે બાપુજી, પિતાશ્રી વડા પ્રધાન થાય એમ તમે ઈચ્છતા નથી? ગાંધીજી આ સાંભળી દંગ થઈ ગયા અને ખાતરી આપી કે જવાહરલાલ નેહરુ જ દેશના નેતા થાય એ જ નિસંકોચપણે તેઓ ઈચ્છે છે. આવી બીજી કેટલીક હકીકત જણાવી શ્રી. કરંજિયા છેવટ કહે છે. The crux of the problem, then and now was that Indian Reaction and its western supporters had declared a war-unto-death against the Nehrus. J જીવન શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૦-૫૦ પૈસા આપણે તો અત્યાર સુધી એમ જાણતા અને માનતા કે ભારતની પ્રજાએ નેહરુ કુટુમ્બ ઉપર જે પ્રેમ વરસાવ્યા છે તે અદ્દભુત અને અનન્ય છે. આ IndianReaction કોણ છે અને તેની કેટલી અસર છે તે શ્રી કરંજિયા વધારે જાણતા હશે. શ્રી કરંજિયાના કહેવા પ્રમાણે નેહર કુટુમ્બ સામેના આ વિરોધ સતત વહેતા રહ્યો છે અને ૧૯૬૨માં ચીની આક્રમણ થયું ત્યારે તે વિરોધ પરાકાષ્ઠાએ પહોંચ્યો. નેહરુને પરેશાન કરવા, પ્રત્યાઘાતી બળાએ ચીની આક્રમણને પૂરો લાભ લીધો. શ્રી કરંજિયા લખે છે: The last years of Jawaharlal Nehru, when the lion ay wounded in the political jungle to be mocked અને ઇન્દિરા ગાંધી ર by the jackals, were bourd to forge the sadder, wiser and sterner leadership today seen in achen. Standing between them (Nehru and Congress reactioneries) by her ailing father's side, shielding the dying colossus, from the slings ard arrows of petty, vindictive power politicians, Indira Gandhi evolved upto the formidable political strategist and combative warrior of recent times. પોતાના પિતા, ગુરુ અને ઈશ્વરનૂલ્ય નેહરુના પ્રત્યાઘાતીઓને હાથે થતાં ધીમા મરણ (Slow crucification) ના ઈન્દિરાના કોમળ મન ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડયા, જેને પરિણામે ઈન્દિરા વધારે દઢ, કડક અને કઠોર થયા. (firm, stern and tough) આપણે એમ માનતા હતા કે ચીની આક્રમણ સમયે, નેહરુની ક્ષતિઓ ભૂલી જઈ, પ્રજાએ એક અવાજે તેમને સાથ આપ્યો. એમ કહેવાતું કે નહેરુના સ્થાને બીજો કોઈ આગેવાન હોત તો ટકી શકત નહિ, પ્રજા ટકવા દેત નહિ. પણ તેબના પ્રત્યેના અન્ય પ્રેમ અને શ્રાદ્ધાથી પ્રજાએ તેમને આ મોટામાં મોટી કસોટીમાંધી પાર કરવા, પૂર્ણ સહકાર આપ્યો. આ સમયની એક હકીકત થી કરંજિયા જણાવે છે જે, હું ધારું છું ત્યાં સુધી. પહેલી વખત જાણવા મળે છે. વિરોધીઓ નેહરુનું લોહી પીતા હતા, તેમને બોલતા બંધ કરવા કટોકટી જાહેર કરવાની સૂચના કરવામાં આવી. શ્રી કરંજિયા કહે છે આ સૂચના નેહરુ સમક્ષ રજૂ કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું. No sooner had I broached the subject than Jawaharlal demolished the thought. It militated against his faith in democracy and the constitution. That was Nehru. I guess Indira would have reacted dift crently, as she did during the more recent National Crisis. For that is Indira. And this is the difference between the father and the daughter. શ્રી કરંજિયા કહે છે, કે લોકશાહી મૂલ્યા અને લોકશાહી સંસ્થાએમાં અખૂટ શ્રદ્ધાને કારણે, (ટોકટી જાહેર ન કરીને) સ્નેહરુએ લગભગ પાતાની નેતાગીરી ગુમાવી, કદાચ પેાતાના જાનનું બલિદાન આપ્યું, કદાચ દેશ પણ ગુમાવી બેસત. શ્રી કરંજિયાના આવા અભિપ્રાયો તેમની પાસે જ રહેશે, પ્રજા એમ માનતી નથી. નહેરુએ કાંઇ ગુમાવ્યું નથી, ઘણું મેળવ્યું છે. શ્રી કરંજિયા કહે છે. તેમ નેહરુએ કર્યું હાત તે, નેહરુ અને દેશ ઘણું ગુમાવત. શ્રી કરંજિયાના કહેવા મુજબ, ૧૯૬૨ પછી નેહરુની શકિત અને સત્તા ઘટતા ગયા તે સાથે ઇન્દિરાના વધતા ગયા. પરિણામે નેહરુના અવસાન સમયે ઇન્દિરા વડા પ્રધાન થવા જોઇતા હતા, નેહરુની પુત્રી છે માટે નહિ, પણ તેમની શકિત અને ગુણવત્તાના ધોરણે પણ ઇન્દિરાએ ઇરાદાપૂર્વક આત્મવિલોપન કર્યું. લાલબહાદુર શાસ્ત્રીના ૧૮ મહિનાના ગાળામાં દેશ વધારે ખાડે ગયો.
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy