SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાદ્ધ જીવન ૧૩૬ કાઈની કામના નથી. લોકો મંદિરમાં જાય છે તેમને પૂછી જઓ, ૯૦ ટકા લોકો ધન-લાભ, પુત્રપ્રાપ્તિ કે એવી જ કોઈ ઈચ્છા સાથે જતા હોય છે. ચાર અને શાહુકાર બન્ને આવી ભકિત સકામ છે અને તેથી આત્મસ્વરૂપને વિકારમય બનાવે છે. જોકે એક ઈચ્છા મારી પણ છે. હું સ્વયં શાનવાન બનું. સ્વયં પ્રકાશિત બનું, બ્રહ્મમાં લીન થઈ જવા ઈચ્છું, મેં પહેલાં પણ તમને કહ્યું છે કે જ્યારે હું આત્માને ઓળખી લઉં છું ત્યારે પરમાત્માની નિક્ટતાનો અનુભવ કરું છું આને જ જૈન ધર્મમાં મેાક્ષની નિકટતા કહી છે. મેાક્ષ એટલે જન્મ, મરણ અને સંસારનાં આવાગમનમાંથી મુકિત, આ જ મુકિતની કામના મારી પણ હા. હું સ્વયં શાતાષ્ટા છું. હું બધું જ જાણું છું પણ અજાણ્યો બન્યો છું. તેનું કારણ છે મારા અંતરંગ અનેં બહિરંગ વચ્ચે આવેલા સંસારરૂપી માયાના પડદો, જે મારા જ્ઞાતા સ્વભાવને નષ્ટ કરે છે. પણ હવે હું સત્ય જાણી ચૂક્યો છું. દૃષ્ટા છું... દૃષ્ટા અર્થાત જેને દૃષ્ટિ છે તે અર્થાત આંખ છે તે, પણ માર' તાત્પર્ય બાહ્ય ચર્મ ચક્ષુ સાથે નથી. જ્યારે હું બાહ્ય દૃષ્ટિથી જોઉં છું તો આ સ્વનમય જગત જ દેખાય છે, પણ જ્યારે હું આંતરદૃષ્ટિથી જોઉં છું ત્યારે આત્માના અનંત પ્રકાશને જોઉં છું... જ્યાં કલુષિતા નથી.... રાગદ્વેષ નથી, સુખ-દુ:ખની ભાવના નથી. જુઓ પાપ અને પુન્ય બંધનના કારણ છે અને હું બંધનમાંથી મુકિત પામવા ઈચ્છું તે મારે તેનાથી પણ ઉપર ઉઠવું પડે. તા. ૧૬-૧૧--૭૬ તપશ્ચર્યા કરે છે. રાજાએ કહ્યું, “મહાત્માજી, ચાલેા, હું તમને બધું જ આપીશ. મહાત્મા દષ્ટા હતા. તેઓ જાણી ગયા કે રાજામાં અહ છે, અજ્ઞાન છે. તેને પ્રેકટિકલી જ દૂર કરવા પડશે. તેઓ રાજાની સાથે ગયા. સવારે જોયું તે રાજા મંદિરમાં ઘૂંટણિયે પડી કાંઈક ભગવાન પાસે માગી રહ્યો છે. સાધુએ કહ્યું, “કે રાજા, જ્યારે તું જ ભગવાન પાસે માગે છે તે મને શું આપી શકવાના હતા? માણસ માણસને શું આપી શકે? દેવાવાળા તો ઈશ્વર છે. ત્યારે ફરીથી પ્રશ્ન થયો કે હું શું માંગુ? જેવી હું સંસારની દોલત કે સુખ માગીશ કે મારુ પતન થઈ જશે, હું ખાઈમાં પડી જઈશ અને પાછા માગતી વખતે મારા હાથ નીચે હશે. મારામાં હીન ભાવ હશે. હું આપી પણ શું શકું છું? આપતી વેળાએ પણ મારા મનમાં હું છવાઈ જાય છે. સાચું પૂછે તે મેં મારુ જ્યાં સુધી ભેદ સમસ્ત જ્ઞાન આ લેણદેણમાં જ ખાયું છે. વિજ્ઞાનના આધાર પર પોતાના અને પારકાના ભેદને નહીં સમજ ત્યાં સુધી હું દુ:ખી જ રહીશ. જ્યારે આ સમજી લઈશ ત્યારે લેશ માત્ર દુ:ખ નહીં રહે. મેાક્ષની નજીક પહોંચેલા આચાર્યોએ કહ્યું છે કે હું તે છું જે ભગવાન છે અને જે ભગવાન છે તે જ હું છું. આ કથનમાં કેટલા તાદાત્મ્ય બાધ છે. તાદાત્મ્ય બોધની ચર્ચા આપણે કરી લીધી છે. અહીં એટલું કહેવું છે કે જ્યારે મારું આત્મસ્વરૂપ સાથે સાંમજરૂ થઈ જશે, જેવી કલુષિતા સાફ થઈ જશે કે હું ભગવાનની પાસે પહોંચી જઈશ. આ જ તત્ત્વમસિ' ની અવસ્થા છે. હે પ્રભુ ! જે નું છે તે જ હું છું આમ કોણ કહે છે... એક અંતરનો અવાજ છે. કયા અંતરના ? જેણે સાધના કરી છે, સંયમ ધારણ કર્યો છે, શાનદીપથી આત્માને પારખ્યો છે. તે પછી ભેદ કર્યાં રહ્યો? અંતર કેમ પડયું? તે! ખબર પડી કે અહીં રાગ છે. ત્યાં વિરાગ છે. જ્યાં મેહ છે, ત્યાં જ બંધન છે. ધર્મમાં સાત તત્ત્વાની ચર્ચા છે, જેમાં આસવ, સંવર અને નિર્જરા આ ત્રણ તત્ત્વો પણ છે. જ્યાં રાગ છે ત્યાં હું અનેક સ્થળેથી તૂટેલા છું. મારૂ સ્વરૂપ એવું છે. જેમાં અનેક છિદ્રો છે. જાણે કે છિદ્રાળું વાસણ. તેને પાણીમાં ડુબાડતાં લાગે કે પાણી ભરાઈ ગયું છે, પણ બહાર કાઢતા જ બધું પાણી નીકળી જાય છે, તે જ રીતે વિષયવાસનાનાં છિદ્રોમાંથી મારી શાન-જળ નીકળી જાય છે. તે હું શું કરવું? તે આચાર્યો કહે છે કે આસવને લીધે છિદ્રોમાંથી જે પાપ આવી રહ્યાં છે તે માટે હું છિદ્રોને બંધ કરીશ તે જ સંવર થશે. જ્યારે સંવર થશે ત્યારે હું મારામાં જળને રોકી શકીશ. તપ કરીશ, સાધન કરીશ અને કર્માની નિર્જરા કરીશ, જ્યારે નિર્જરા થઈ જશે, ત્યારે જ મારામાં અંતિમ તત્ત્વ મોક્ષની તરફ પ્રયાણ કરવાની શકિત પ્રાપ્ત થશે. આપણે સાંભળીએ છીએ કે ફ્લાણા સિદ્ધ પુરુષ છે. જૈન ધર્મમાં પંચ પરમેષ્ઠીમાં બીજા સ્થાને સિદ્ધ છે. સિદ્ધ અર્થાત જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી દીધી છે તે. હું પ્રશ્ન કરીશ કે સિદ્ધિ શું છે? વધુ વ્યાખ્યા તે! શું કરું બસ એટલું જ કહી શકું કે જેણે પેાતાનાં સ્વરૂપને જાણી લીધું તેજ સિદ્ધ છે. મેાક્ષગામી જીવ છે. તે અનંત શકિતનો, જ્ઞાનના ભંડાર થઈ જાય છે. જુઓ, હું જ્ઞાની છું પણ સિદ્ધ થઈ શક્તા નથી, કારણકે મારામાં આશા અને પ્રાપ્તિનાં ભાવ છે. હું તેમાં જ ખોવાયેલા છું. તેથી ભિખારી છું. જો કે લૈાકિક દષ્ટિએ મારી પાસે બંગલા છે, ધન-ધાન્ય છે, છતાં ભિખારી! એક દૃષ્ટાંત છે. એક તપસ્વી તપશ્ચર્યા કરતા હતા. એક દિવસ એક રાજા ત્યાંથી પસાર થયો. રાજાએ પોતાની દષ્ટિ અને બુદ્ધિથી વિચાર્યું કે આ સાધુ ધન માટે ત્યાગની વાત આપણે બધા કરીએ છીએ. ફ્લાણાએ ફ્લાણી વસ્તું ત્યજી દીધી. પેલાએ ઘર છોડી દીધું. તેણે જતાં પહેરવાનું બંધ કર્યું વિગેરે. એમાં હું બાહ્ય ત્યાગ જોઉં છું, પણ હું તો તે છેાડવા માગું છું, જે સર્વથા કઠિન છે મુશ્કેલ છે, અને તે છે -રાગ અથવા પ્રેમ. જુઓ! હું કોઈની સાથે ઝઘડું છું, ક્રોધ કરું છું, પણ આ બધું ક્ષણિક હોય છે. પણ હું જેને પ્રેમ કરું છું તેને છેડવાની વાત કેટલી અઘરી છે. જૈન ધર્મ આ રાગને છેડવાનું કહે છે તેથી તે તેના તીર્થંકરો વીતરાગી બની શક્યા. જ્યારે હું ઈચ્છું કે હું સચ્ચિદાત ́દ સ્વરૂપી બનું ત્યારે તેના અર્થ જ એ છે કે હું રાગનો ત્યાગ કરું. જ્યારે હું આ લાકિક હું આકુળતાથી દૂર પ્રેમ અને રાગને ત્યજી દઈશ ત્યારે જ થઈશ. આપણે ફરીથી આપણા મુદ્દા ઉપર આવી ગયા કે આ આકુ - લતા અને તૃષ્ણા જ મને ભટકાવે છે. જ્યારે તે દૂર થશે ત્યારે મને બ્રહ્મજ્ઞાન થશે, મારો અહં તિરોહિત થઈ જશે. અત્યાર સુધી હું એમ જ માનું છું કે હું કર્તા છું...મેં આ કર્યું. તે કર્યું તે પણ કોઈ કાંઈ નથી કરતું. આ બધા તા મારા પરિષ્કૃત કે વિકૃત પરિ ણામે છે. તેમને હટાવીને મારે સહજાનંદ બનવાનું છે... કારણકે મારૂ મૂળ સ્વરૂપ તો સહજાનંદી છે. સહજાનંદ અર્થાત જેને પોતાનાં સ્વરૂપમાં જ સહજ આનંદ થઈ ગયા હાય તે. આ સ્વરૂપની ઓળખ માટે મારે ગુરુ જોઈએ. કેવા ગુરુ ? ક્ષુરમીતમ્પૅનરમ શ્રી ગુરવે નમ: ” જે મારી ખાન ખાલે તેવા ગુરુ. કેવી ખા? તેની ચર્ચા આપણે કરી લીધી છે, હું સ્વવિહારી છું અથવા બનું. એટલે કે હું મારા પોતાનામાં જ ખોવાઈ જાઉં અથવા રમ્યા કરું, અહીં પ્રતીક તરીકે હું નશાખારને પ્રસ્તુત કરીશ, જેમ કોઈ નશાખાર કોઈ એક જ ધૂનમાં ધુણતા હોય છે તેમ હું પણ આત્માની ધૂનમાં મસ્ત થઈ જાઉં... ખાવાઈ જાઉં, માત્ર, હું મનેં એટલે પેાતાને જ જોઉં. અને ભાઈ! સૌાથી વધુ મુશ્કેલ કામ જ આ છે. કોઈ કોઈને શું સુધારી શકવાનું છે? મારે જે મારા સુધારક થવાનું છે. મને પોતાને સુધારવાના છે, પણ મેં તેનો પ્રયાસ જ નથી કર્યો હું ! સંબંધ અને બંધને કારણે દુ:ખમાં ભટકતા રહ્યો અને મારું જ અહિત કરતા રહ્યો. હવે મને શાન થઈ ગયું છે કે હું શાનમૂર્તિ છું, સનાતન છું, નિવિકલ્પ છું. આમ સહજ જ્ઞાન- ધન સ્વભાવને હું જાણી શક્યો છું. પરમ જ્યોતિમય મારા સ્વભાવનું સાચું સ્વરૂપ છે. તેની સાથે જ હું એકત્ત્વ ભાવ કેળવું. તેનું પરીક્ષણ કેમ થાય ? પરીક્ષણ એ જ, કે હું સર્વ બાહ્ય પદાર્થોમાંથી મુકિતનો અનુભવ કરું. જેવા મને સમજું છું - તેવા જ આપને સમજુ અને તમારા બધાનાં ભવ્ય જીવોમાં બિરાજમાન સાચા આત્માનાં સ્વરૂપ રૂપી ભગવાનને નમસ્કાર કરું છું. ડો. શેખચંદ્ર જૈન સંપૂર્ણ.
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy