________________
તા. ૧૬-૧૧-૭૬
પ્રબુદ્ધ જીવન
- ૧૩૫
કે
અને મારું સ્વરૂપ
?
૨ ના
સ્વાંગ છ
કરી
[ ગતાંકથી ચાલુ) ધર્મની વ્યાખ્યા કરતાં આચાર્યો કહે છે “ વરઘુચવ ઘમો ” અર્થાત વસ્તુને યથાદિથતિ એટલે કે સાચા સ્વરૂપે સમજવાની પ્રક્રિયા જ ધર્મ છે. આના જ દ્વારા જયારે હું મારા સાચા ૨વરૂપને સમજી શકર્યો ત્યારે જ સત્યને જાણી શકાય. સુખ પ્રાપ્ત કરી શકો. સુખ શું છે? આ પ્રશ્ન મારા મનમાં થયા કરે છે. એક મેજા જેવું કાંઇક કિનારે અથડાઇને પાછું વળે છે. જુઓ ! કયારેક મને કોઇ બાહ્ય દુ:ખ અથવા રોગ થાય છે અને મટી જાય છે. ત્યારે હું સુખને અનુભવ કરું છું. ભજન કર્યા પછી હું તૃપ્ત થઇ ગયો છું એમ કહું છું અને અનુભવું છું, પણ ચેક કલાકો પછી ફરીથી ભૂખની વ્યાકુળતા ઉદ્ભવે છે ત્યારે મારા મનમાં એક આશંકા થાય છે, કે શું દુ:ખાને થોડી ક્ષણ માટે ભૂલી જવું તે જ સુખ છે ? જયાં શાશ્વત આનદ અનભવ હોય તે જ સારે સુખ છે, બાકી તો માત્ર સુખને આભાસ છે. - કેટલાક લોકો પૂછે છે પરમાત્માને જોયો છે? તો હું એમ જ કહીશ કે તે અનુભવની વાત છે. અને એમ કહ્યું કે જેનું સ્વપ્ન નષ્ટ થઇ ગયું, સત્યને સમજી લીધું અને જે પોતાને મેળવી લેવાની ક્રિયામાં રત છે તે પરમાત્માની નજીક છે. તેનાં માટે ધાર્મિક જ્ઞાન આવશ્યક છે. વિજ્ઞાનમાં જ્ઞાને મનુષ્યને કુતર્ક અને અહંકાર બક્ષ્યાં છે. જયારે ધાર્મિક જ્ઞાને તેનામાં સંસ્કાર, નમ્રતા, માનવતા અને ઓજ દીધાં છે. વિશ્વનાં વિકાસમાં અને માનવતાના વિકાસમાં ધર્મ સર્વાધિક મહત્વપૂર્ણ અંગ રહ્યું છે. ધાર્મિક શાનને કારણે આપણાં અંતરમાં નિરંતર નવા જ્ઞાનની જિજ્ઞાસા...આત્મા તરફ અગ્રસર થવાની ભાવના વધે છે. આપણે અંતરખોજમાં લાગી જઈએ છીએ.
મારી આજ સુધીની અવસ્થા જુગારી જેવી રહી. મેં લોભમાં મારું સર્વસ્વ લુંટાવી દીધું અને આ માનવ જીવનની અંતિમ મૂડી છે તેને પણ લુંટાવવાનું વિચારી રહ્યો છું. હું તેને દાવ પર લગાવી ચૂકયો છું. તેનાં પરિણામ? પરિણામ છે અનંત લાખ ચોર્યાસીમાં ભટકવું. ચાર ગતિઓમાં ભટકવું, જન્મમરણનાં દુ:ખને સહેવાં. આ વખતે આ મનુષ્ય જન્મ, શ્રાવક કુળ, ઉત્તમ ધર્મ મેળવીને પણ તેને ખાવાની ભૂલ મારું દુસાહસ નહિ તે બીજું શું છે? આ મારા વિવેકની કમી છે. . હું જોઉં છું કે એક પહેરે સતત લાગે છે. આ પહેરો છે અજ્ઞાન, વાસના અને સંસારને. તેને દૂર કરવા માટે આવશ્યકતા છે એક ગુરુની, જે વિવેક સહિત આત્માને ઓળખવામાં મદદ કરે. ગુરુ સાચે જ્ઞાનને દાતા છે. અને આ જ્ઞાન જ આત્માનું ભજન છે. જ્યારે આ ભોજન મારા સ્વરૂપને મળે છે, ત્યારે હું અર્થાત મારો આત્મા નિર્મળ બને છે. આ નિર્મળતા તે તેનું મૂળ સ્વરૂપ છે. લૌકિક દષ્ટિએ જુઓ તે પણ હું જેને પ્રેમ કરું છું, જેને ચાહું છું તે અલૌકિક લાગે છે. મજનુનું ઉદાહરણ લે. એકવાર ખુદાએ મજનુને પૂછ્યું, “મજનુ તું આ કદરૂપી લલા પાછળ પાગલ કેમ છે? હું તને સ્વર્ગની અપ્સરાઓ અપાવું.” ત્યારે મજનુએ કહ્યું, “હે ખુદા! કાશ, તમે મજનુની નજરથી લૌલાને જોઈ હોત” અર્થાત દષ્ટિની અલૈકિકતા જ મુખ્ય છે. લૈકિક પ્રેમમાં હું એટલે તન્મય છું એટલે જ પ્રેમ જો હું મારા આત્માને કર્યું તે કેટલે મહાન બની શકે! કબીરજીની ભાષામાં કહું તો જ્યારે મારી કુંડલિની જાગૃત થઈને સહસ્ત્રદલ કમળ ઉપરથી ઉઠી જશે ત્યારે હું એક અનહદ નાદ સાંભળીશ. આ નાદ કોણ સાંભળી શકે ? હું કે તમે? ના, જેણે કબીરજી જેવી સાધના કરી છે. તે આ પ્રાપ્તિ માટે કાંઈક કરવું પડશે, પ્રાપ્તિ અને ત્યાજ્ય વચ્ચે મેળ બેસાડ પડશે. એકી સાથે બે ન ચાલી શકે. હું ઈચ્છું કે મને બ્રહ્મજ્ઞાન થાય, હું જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન ધરું અને બાહ્ય જગતને
જ
મહ પણ રાખું, તે આ બધું એકી સાથે ન થઈ શકે. કબીરે કહ્યું છે.
પીએ ચાહે પ્રેમરસ રાખો ચાહે માન
એક મ્યાનમેં દે ખડગ દેખા સુના ન કાન. જ્યાં અહં હશે ત્યાં પરમાત્માનાં દર્શન નહિ થાય. જયાં પરમાત્માનાં દર્શન નહીં થાય ત્યાં જ્ઞાન નહીં હોય, જાગૃતિ નહીં હોય, આત્માની ઓળખ નહીં હોય, ત્યાગી કે સંત તે બહાદુર જ હોઈ શકે. કબીરજીની ભાષામાં “પોતાનું ઘર બાળી તમાશા જોનારા કેટલા ? મહાવીર એક જ થયા. બુદ્ધ પણ એક જ થયા. આવા જ લોકો વિશ્વકલ્યાણ માટે કાંઈક કરી શકયા અને સ્વયં શુદ્ધ-બુદ્ધ પરમાત્મા પ્રકાશ બની શકયા. જો હું સ્વયં પ્રકાશ થાઉં તે જ વિશ્વને પ્રકાશિત કરી શકે. જેમ કે મેં આગળ કહ્યું, આ જ્ઞાનના માર્ગમાં એક બાધા છે તે છે મેહ, મોહ અર્થાત સંસાર અને સંસાર એટલે જ નિરંતર પરિવર્તનશીલ છે તે. જે પરિવર્તનશીલ અથવા તો નશ્વર છે તે મારું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? કહેવત છે જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. મારી દષ્ટિ પવિત્ર હશે તો મારી સૃષ્ટિ પણ પવિત્ર હશે.
લેકો કહે છે કે ફલાણો માણસ સાધુ થઈ ગયો, મુનિ થઈ ગયો, સંન્યાસી થઈ ગયું. આ શબ્દનાં શબ્દકોષમાં અનેક અર્થે મળશે. પણ કયારેક કયારેક આપણે દુવિધામાં પડીએ છીએ કે જે કોએ આ નામ ધારણ કર્યા છે તેઓ શું આ નામને સમજ્યા છે ? બાહ્ય દેખાવ માટે ભલે તેઓ જરા વધારે, સફેદ વસ્ત્રો પહેરી લે કે પછી નગ્નત્ત્વ સ્વીકારી લે, પણ જયાં સુધી અંદરનાં કષાય, વાસના કે ઈચ્છાઓ દૂર નથી થતી, જ્યાં સુધી અંતર્મુખી નથી બનતા ત્યાં સુધી તે બધે માત્ર સ્વાંગ છે, સ્વરૂપ નથી. જુઓ ગૃહસ્થ અને સાધુની વ્યાખ્યા આપણે આ રીતે કરી શકીએ-જે શાશ્વત આનંદ તરફ અગ્રસર થઈ રહ્યો છે તે સાધુ છે અને જે ક્ષણિક સુખની પાછળ ભટકે છે તે ગૃહસ્થ છે. - ત્યાગમાં પણ એક સુખ છે, એક આનંદ છે. સંગીતાત્મક ગુંજ છે પણ, આ જ ત્યાગ જ્યારે માત્ર દેખાવ માટે થાય છે ત્યારે જ દુવિઘાત્મક પરિસ્થિતિ ઊભી થાય છે. કહેવાય છે કે: “ન ખુદ હી મિલા ને વિસાલે સનમાં, ન ઈધર કે રહે ને ઉધરકે રહે.” આચાર્યો કહે છે કે જ્ઞાન, તપસ્યાના તેલથી ભરેલા ચેતનાના દીપકને પ્રગટાવવાથી જ આત્માનાં દર્શન થઈ શકે છે, જયારે હું નિંદ્રામાં પણ જાગૃતિને અનુભવ કરીશ અર્થાત સ્વપ્નમય માયાવી સંસારમાં પણ ચેતનાને અનુભવ કરીશ તો જ આત્માનું દર્શન કરી શકીશ.
એક સંત છે, શ્રી. સહજાનંદ વર્ષીજી. પિતાના એક પદમાં આત્માનું વર્ણન કરતાં તેઓ કહે છે, હું સ્વતંત્ર નિશ્ચલ નિવકામ શાતા- દુષ્ટ આતમરામ.
'આ શબ્દોને હું જાણી લઉં તો મારા સ્વરૂપને સરળતાથી સમજી શકું છું. હું સ્વતંત્ર છું. કોનાથી સ્વતંત્ર છું? પરતંત્ર કોનાથી છું? હું જેનાથી પરતંત્ર છું તેમાંથી મુકત થઈ જાઉં તે હું સ્વતંત્ર થઇ જાઉં. તે હું પરતંત્ર છું આ શરીર વડે. ઈચ્છાઓની સાથે, જે મને ભટકાવે છે. આ બધામાંથી સ્વતંત્ર થવાની વાત છે. સ્વતંત્રતા મારે મૂળ સ્વભાવ છે, તેથી મને તે પ્રિય છે. બીજ લક્ષાણ છે નિશ્ચલતા અર્થાત અડગતા. મને કોણ ડગાવી શકે ? જ્યાં સુધી સંસારની વાસનાઓ કયાય સામે હું ઝુકયો નથી ત્યાં સુધી હું સ્વતંત્ર છું, આ જ અડગતાને કારણે મેં જે ઈચ્છયું છે તે પ્રાપ્ત કર્યું છે. આપણે કહીએ છીએ કે ફલાણા સાધુને કોઈ પ્રલોભન ડગાવી શકયું નહીં અર્થાત તેના નિશ્ચલ મનમાં કોઈ વિકાર પેદા ન થયો. આગળ શબ્દ છે, નિષ્કામ ! કેટલું મોટું લક્ષણ? હું જે કાંઈ પણ કરું તેમાં અંશ માત્ર પણ સ્વાર્થ હશે તે મારી ભક્તિ નિષ્કામ નહીં થઈ શકે. મૂલત: જોઈએ તે મારા સ્વરૂપમાં કોઈ લાલચ નથી.
વખતે અવની ભલા
કલે છે. આ