SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧૭૬ પ્રબુદ્ધ જીવન ૧૩૩ માએાના વિગ્રહ થશે. એનિસ્ટ પક્ષી . એની જ્યારે કોંગ્રેસના કેટલાક સભ્યએ મુદત કાયમ માટે સાત વર્ષની કરવી તેવી માગણી કરી. તેને જવાબ આપતાં, ગોખલેએ આ જાહેરાત કરી. જાહેરાત અને તે કરવાની રીત બન્ને આશ્ચર્યજનક હતા. વડા પ્રધાન અને કોંગ્રેસના આગેવાનોના વકતવ ઉપરથી સાધારણ એવી છાપ રહી હતી કે ચૂંટણી નિયમ મુજબ થશે. લેકસભાની મુદત કટોકટીને નામે એક વર્ષ લાંબાવેલી છે. તેથી વધારે લંબાવવા માટે કોઈ સબળ કારણ ન હતું. કોંગ્રેસના આગેવાનો ભારપૂર્વક વખતોવખત કહેતા કે ચૂંટણી થાય તો કોંગ્રેસને વિજ્યનિશ્ચિત છે. તેમને આ દાવ પાયા વિના ન હતા. અન્ય રાજકીય પક્ષો નામશેષ થયા છે. વિરોધ કરે એવું કોઈ રહ્યું નથી. ચૂંટણી કરી બીજી પાંચ વર્ષની નિરાંત કરી લેવી એ સ્વાભાવિક લાગનું હતું. છતાં એક વર્ષ લંબાવી તેનાં ઊંડા અને સાચા કારણે પ્રજજાણશે નહિ. જાહેર રીતે એવા કારણે આપવામાં આવ્યાં કે હજી જોઈએ તેવી સ્થિરતા નથી. કટોકટી જે કારણએ જાહેર કરવી પડી હતી, તે કારણે મેજૂદ છે. વિરોધી બળે પરાસ્ત થયા નથી અને માથું ઊંચકી રહ્યાં છે. કટોકટીના લાભે દઢ કરવા અને ૨૦ મુદાના કાર્યક્રમને ઝડપથી અમલી બનાવવા લોકસભાની મુદત લંબાવવી જરૂરી છે એમ કહેવામાં આવ્યું કે ચૂંટણી થાય તે જે કંઈ સ્થિરતા આવી છે અને કટોકટીના લાભે થયા છે તેમાં અનિશ્ચિતતા આવે અને ખળભળાટ થાય જે પ્રજા હિતમાં નથી. લેકશાહી એટલે ખળભળાટ-તે કેવા પ્રકારની સ્થિરતા થાય અને વિરોધી બળે-જે કોઈ હોય તે કેટલા પરાસ્ત થવા જોઈએ કે ચૂંટણી કરી શકાય એનું માપ તે કેંગ્રેસ પક્ષને જ હોય. વારંવાર કહેવામાં આવે છે કે, કટોકટી પછી શિસ્ત આવી છે. સર્વત્ર શાંતિ છે. ભાવે, મોંઘવારી, અને ૨ ગાવે કાબૂમાં આવ્યા છે. વિદેશીઓ આપણી સિદ્ધિઓની ઘણી પ્રશંસા કરે છે. મજૂરો, વિદ્યાર્થીઓ અને સરકારી નો આંદોલનના માર્ગેથી પાછા હટી કામે લાગ્યા છે, પોલીસનું કામ બહુ ઓછું થયું છે, કટોકટી હળવી કરાઈ રહી છે, ઘણા માણસોને જેલમુકિત અપાતી જાય છે. વર્તમાનપત્રના અંશે ઓછા કર્યા છે. વગેરે–એક તરફ આ ચિત્ર અપાય છે ત્યારે બીજી તરફ બીજે ચિત્ર અપાય છે. જે કાંઈ થાય તે મીનપણે સ્વીકારાય છે. મુદત વધારતે ખરડે લેકસભામાં નિર્વિદને પસાર થઈ ગયો. સામ્યવાદી પક્ષે દેખાવ ખાતર વિરોધ કર્યો. બંધારણમાં કરેલ મેટા ફેરફારોના આધારે જે કાંઈ નવા કાયદા કરવા છે તે આ એક વર્ષમાં હવે સરળતાથી થઈ શકશે. કટોકટી કાયમનું સ્વરૂપ લેશે. આવકારદાયક ફેરફાર મહારાષ્ટ્ર સરકારે દારૂબંધીની નીતિ નામશેષ બનાવી હતી તેમાં આવકારદાયક ફેરફાર આવતા જણાય છે. હવે નવા લાઇસન્સ આપવામાં નહિ આવે, પગારના દિવસે રીઢાંચો બંધ રહેશે, શાળાઓ અને મંદિર નજીકના પીઠાંઓ દૂર લઈ જવાશે. વગેરે પગલાં લેવાય છે. દારૂબંધીને અમલ કરવા મહારાષ્ટ્ર સરકાર કાંઈક ઉત્સુક જણાય છે. હમણાં દારૂબંધી સપ્તાહનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી શ્રી ચવ્હાણે કહયું કે તેમનું ચાલે તે દારૂનું વ્યસન હોય તેવી વ્યકિતઓને ચૂંટણીમાં ટિકિટ આપવામાં ન આવે. શ્રી ચવ્હાણ તેમની આસપાસ નજર ફેરવશે તો જણાશે કે આ નિયમને અમલ થાય તે તેમના ઘણા સાથીઓને તેમણે છોડવા પડે. ઉઘાટન પ્રસંગે શી. ચવ્હાણે બે દાખલાઓ આપ્યા તે આશ્ચર્યજનક હતા. એક વખત ચવ્હાણને ખાણા માટે આમંત્રણ મળ્યું. આમંત્રણ આપનાર સજજને એટલે બધો દારૂ પીધો કે ખાણું આપવાનું ભૂલી ગયા અને શ્રી ચવ્હાણ અને તેમના સાથીએ એક ખૂણામાં બેસી ખાણું મગાવી જમણ કર્યું. બીજા દાખલામાં આમંત્રિત સજજન અને તેમનાં પત્નીએ તે દારૂ પીધે પણ તેમના પાંચ વર્ષના બાળકને પણ દારૂ પાય, આવાં આમંત્રણે મુખ્ય મંત્રી સ્વીકારતા શા માટે હશે ? એટલો નિયમ ન કરે કે તેમને અને બીજા પ્રધાનને જ્યાં આમંત્રણ અપાય ત્યાં દારૂ ન જ પીવાય. દારૂબંધીને સફળ બનાવવી હોય તે દારૂ પીવા પ્રત્યે અને પીનારા પ્રત્યે આપણે સખત અણગમે છે એ હકીકત માત્ર શબ્દથી નહિ પણ વર્તનથી બતાવવી જોઈએ. દારૂ પીવે ફેશન કે પ્રતિષ્ઠાની નિશાની છે એવી છાપ છે તે બદલે. દારૂ પીવે શરમની વાત છે એવું વાતાવરણ અને જનમત કેળવીયે તે તેની અસર થાય. ચીનમાં શું બની રહ્યું છે? માના અવસાન પછી ચીનમાં સત્તા માટે સુમુલ સંઘર્ષ અથવા કદાચ આંતરવિગ્રહ થશે એ ભય હતે. શરૂઆતમાં દેખીતી રીતે શાંતિ રહી અને હુઆ કોમ્યુનિસ્ટ પક્ષના વડા તરીકે જાહેર થયા પણ તુરત હું આ સખત પગલાં લીધાં. માઓની વિધવા રયાંગ અને તેના ત્રણ સાથીની ધરપકડ કરી. તે જીવતો છે કે નહિ તે વિશે પરસ્પર વિરોધી સમાચાર આવે છે. માઓની હયાતિમાં સામ્યવાદી પક્ષમાં ઉદ્દામ અને વિનીત બે દળ હતા. વિનીત દળના આગેવાન ચાઉ-એન-લાઈ હતા. તેને હટાવી ન શકયા જ પણ માઓનું પિતાનું વલણ ઉદ્દામવાદી હતું. ક્રાંતિનું વાતાવરણ સતત ચાલુ રહે અને પ્રજામાં ખળભળાટ-જાગૃતિ–રહે એવા પગલાં એક પછી એક લેવાતાં. માઓની પ્રતિષ્ઠા એટલી મોટી હતી કે તે જે કાંઈ કરે અથવા જેને ટેકો આપે છે અથવા ટેકો આપે છે એ ભાસ થાય તે પણ તેને પ્રજમાં આવકાર મળતો. હુઆ વિનીત છે એમ કહેવાય છે. વિનીત એટલે શું અને ઉદ્દામ એટલે શું? એ કહેવું પણ મુશ્કેલ છે. કદાચ સત્તાને જ સંઘર્ષ હોય, પણ અત્યારે એમ જણાય છે કે વિરેવી દળને હુઆએ સફળતાથી દબાવી દીધું છે. હું આને લશ્કરને ટેકો છે. તેણે ઝડપી પગલાં લીધાં છે. પોતે માઓના ખરા વારસદાર છે એવું બતાવવા માઓના મૃતદેહને કબજે લીધે છે. એટલું જ નહિ પણ સ્ટેલીને લેનિને માટે કર્યું હતું તેમ તેના મૃતદેહને કાયમ માટે સાચવી રાખે છે. તે રીતે માઓના બધા લખાણને કબજો લીધો છે. અને પોતે પ્રકટ કરે એ જ માઓના સાચા લખાણે છે એવી છાપ ઊભી કરવી છે. માઓની વિધવાએ માએ બનાવટી વીલ ઊનું કર્યું છે, માને તેણે ખૂબ પરેશાન કર્યા અને માના મૃત્યુ માટે તેની વિધવા જવાબદાર છે એવો પ્રચાર જોરશોરથી થાય છે. આ બધું શુદ્ધિથી વિચાર કરીએ તે વાહિયાત લાગે પણ જયાં લોકશાહી નથી, પ્રજાને અવાજ નથી, પ્રજામત કેળવવાના બધા સાધન પર સરકારી કાબૂ છે. ત્યાં માત્ર વ્યકિતપૂજા જ રહે અને કોઈ વ્યકિતને દેવ બનાવી દઇ, તેના વારસદાર થઈ જવું, એ સહેલું છે ચીનમાં ખરેખર શું બને છે તેની સાચી માહિતી મળવી મુશ્કેલ છે અને તેના ખરા કારણ જાણવા એથી પણ મુશ્કેલ છે. છતાં ચીન માટે દેશ છે. તેમાં શું બને છે તેની અસર ચારે તરફ થાય. વિનીતે સત્તા પર આવત એમ માનવામાં આવે છે કે પડોશી દેશે–રશિયા અને ભારત સહિત સાથેના રાંબંધ સુધરશે અને સંઘર્ષનું વાતાવરણ ઓછું થશે. ચીનમાં મામલે થાળે પડતાં ઘણે સમય લાગશે. દુનિયામાં ચારે તરફ અશાંતિ છે. વ્યકિતઓ એમ માને છે કે તેઓ જ સર્વસ્વ છે એવી ભ્રમણા લાંબા સમય ટકતી નથી. કાળબળ બધાને ભરખ જાય છે અને બધા ઝંઝાવાત માણસની મુર્નાઈના નમૂના તરીકે રહે છે. ૧૦-૧૧-૭૬ -ચીમનલાલ ચકુભાઈ
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy