SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૭૬ કરે છે. આ વર્ગને લમી, સત્તા કે કીર્તિ મેહ નથી. ચોથો વર્ગ નાના મોટા અન્યાય કરે છે તેમજ નાના મોટા અન્યાય સહન કરે છે અથવા તેને સહન કરવા પડે છે. આ ચિત્ર જીવનના બધા ક્ષેત્રોમાં જોવા મળશે કૌટુંબિકથી માંડી ધાર્મિક સુધી. કહેવાતા ધર્મગુરુરોને અન્યાય પણ ઓછો નથી હોતો. ધાર્મિક માન્યતાને નામે પોતાનું વર્ચસ્વ જમાવે છે. વડા મુલ્લાંજીની આશા વિના લગ્ન કે દફન ન થાય. એક સમય એવો હતો જ્યારે ધર્મગુરૂઓ રાજાઓને પણ દબાવતા હતા. સામાજિક ન્યાય ચારે તરફ જોવા મળશે. પ્રણાલિકા વિરુદ્ધ વર્તન કરવાની કોઇક જ હિંમત કરે છે. વર્તમાન સમયમાં રાજકીય અન્યાય સૌથી વધુ થઇ જાય છે. કારણકે રાજ્યની સત્તા વિશાળ છે. તેની પાસે દંડશકિત છે. રાજકીય પદ્ધતિ લેશાહી હોય તો આવા અન્યાયના નિવારણ માટે કાંઇક માર્ગ રહે છે. સરમુખત્યારી હોય તે મુંગે મેઢે સહન કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં એકલો માણસ શું કરે? તેની સામે જે પરિબળે છે. તેની સમકા પોતે પામરતા કે અસહાયતા કે નિરર્થકતા અનુભવે છે. સમૂહગત થાય તો કાંઇક હિંમત આવે છે. છતાં એકલો માણસ પણ એટલો પામર કે અસહાય નથી. એક વસ્તુ પોતે કરી શકે કે કોઇને અન્યાય ન કરે કે દુ:ખ ન આપે. આ પણ બહુ મોટી વાત છે. બીજું, પોતાનાથી બને તેટલું કરીને અન્યાય કે દુ:ખનું નિવારણ કરે. જયાં સક્રિય રીતે પોતે કાંઇ પણ કરી શકે તેવું ન હોય ત્યાં ભયથી કે લાલચથી, અન્યાયની ભાગીદાર ન થાય. તેને સીધી કે આડકતરી રીતે ટેક ન આપે. તેની પ્રશંસા ન કરે. પોતાની હાજરીથી અથવા બીજી કોઇ પણ રીતે તેને પ્રતિષ્ઠા ન આપે. * આટલું કરવામાં પણ સહન કરવું પડશે. અન્યાય કરવાવાળી વ્યકિત, તેની પાસે લાગવગ, ધન કે સત્તા હશે તે, તેને વિરોધ ન થાય તેટલાથી સંતોષ નહિ પામે પણ સહકારની, પ્રશંસાની, પ્રતિષ્ઠાની આશા રાખશે. તેમ ન કરે તેવાઓ પ્રત્યે સદ્ભાવનું વલણ નહિ રાખે. પણ આટલું સહન કર્યો જ છૂટકે છે, તેમાં જ માણસાઇ છે. આવું વલણ લેનાર વ્યકિતએ પૂરી નમ્રતા અને વિવેક રાખવા જોઇએ. લેશ અભિમાન ન જોઇએ. પોતે કહે છે તે જ સત્ય છે, એ દુરાગ્રહ ન જોઇએ. છતાં પોતાની ભૂલ ન દેખાય ત્યાં સુધી પોતે જેટલું જાણે છે કે સમજે છે તે સત્ય છે તેમ માની વર્તવું રહ્યાં. એ પણ સમજવું કે જીવનમાં ઘણાં સમાધાન કરવા પડે છે. ઘણું અણગમતું કરવું પડે છે અથવા સહન કરવું પડે છે. પણ તેની મર્યાદા હોય છે. પિતા પૂરતું શકય તેટલું શુદ્ધ રહેવું જોઇએ. બીજા પ્રત્યે સહિષ્ણુતા રાખવી. આ લખવામાં ઉપદેશને કોઈ ઉદ્દે શ નથી. તે માટે મારી લાયકાત નથી. હાલમાં જે મોમંથન ચાલે છે, તેમાં આવતા વિચારો અતિ સંક્ષેપમાં ટપકાયા છે. પ્રબુદ્ધ જીવન માટે લખવાનું ન હોત તે તે પણ ન કરત, મારા મનમાં જ રહેત. મેં જે કાંઇ લખ્યું છે તે માત્ર કોઈ એક ક્ષેત્ર માટે નથી. જીવનનાં બધા ક્ષેત્રોમાં તે લાગુ પડે છે. એકલો માણસ સમાજમાં શું કરી શકે કેમ વર્તે તે વિશે મારા અનુભવ અને ચિંતનના પરિસામે આટલું લખ્યું છે. ઘણાં વખતથી મનમાં વિચારે છેલાતા હતા, તે ટપકાવ્યા છે. મનમાં જે છે તે બધું કહેવા મારી પાસે ભાષા નથી. દરેક શિક્ષિત કે વિચારવંત વ્યકિતએ સ્વ-ચિંતન-મનનથી પોતાને માર્ગ નક્કી કરવાનો છે. પ્રમાદ (Thoughtlessness). જીવનને જડ બનાવે છે. હતાશ કે નિરાશ થઈ અથવા શ્રદ્ધા ગુમાવી બેસી ન રહેવાય. ૭-૧૧-૭૬ ચીમનલાલ ચકુભાઈ અમેરિકાના નવા પ્રસુખ અમેરિકાના પ્રમુખપદ માટેની અતિ તીવ્ર રસાકસીભરી ચૂંટણીમાં અંતે જિમી શર્ટ૨ વિજયી થયા છે, ફોર્ડને પરાજ્ય થયો છે. આ વિજ્ય-પરાજયની સમીક્ષા રાજકીય નિરીક્ષકો કરતા રહેશે. તેનાં ઘણાં કારણો. અપાશે. એક હકીકત સ્પષ્ટ છે કે અમેરિકનો. પ્રજાએ ઈરાદાપૂર્વક આ પસંદગી કરી છે. કાર્ટર પ્રમાણમાં યુવાન, અજાણ્યા અને બિનઅનુભવી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જરા પણ. જાણીતા ન હતા. એટલું જ નહિ, અમેરિકામાં પણ એટલા જાણીતા ન હતા. જ્યોર્જિયા જેવા નાના રાજ્યના ગર્વનર હતા. સેનેટર પણ ન હતા. અમેરિકામાં દક્ષિણના ૧૩ રાજ્યો સાવ જ દો ગણાય છે. દક્ષિણના આ રાજ્યોમાંથી ૧૩૦ વર્ષે કોઈ વ્યકિત પ્રમુખ થઈ હોય તે કાર્ટર. આલુ પ્રમુખ હારી જાય તેવું ૪૪ વર્ષે બન્યું. ૧૯૩૨માં ફેન્કિલીન રૂઝવેલ્ટ, હુવરને હરાવ્યા હતા. ત્યારે અમેરિકામાં જબરજસ્ત આર્થિક કટોકટી હતી અને અમેરિકન પ્રજા શકિતશાળી, પ્રભાવશીલ આગેવાનની શોધમાં હતી ત્યારે એવી આર્થિક કટોકટી ન કહેવાય, જો કે બેકારી, મોંધવારી, ફુગાવો સાસ પ્રમાણમાં છે. પણ અમેરિકન પ્રજા માટે નૈતિક કટોકટી છે. વોટરગેટ અને લોકહીડના કૌભાંડો, વિયેટનામની નાશીથી પ્રજા આત્મવિશ્વાસ ગુમાવી બેઠી છે. ફરી તેનું ગૌરવ જાગ્રત થાય અને તેના ભૂતકાળને ભુલાવે એવી વ્યકિત પ્રજાને જોઈતી હતી. ફોર્ડ પ્રમાણિક, પણ સામાન્ય વ્યકિત છે. કાર્ટરમાં પ્રજાએ ના આગેવાન શોધ્યો. બે વચ્ચે પસંદગી કરવામાં, ફેર્ડને ભૂતકાળ નિકસન અને રિપબ્લિકન પક્ષ સાથેના તેમના સંબંધો, નિકસનને ફોડે આપેલી માફી, બધું ફોર્ડનું ઉધાર પાડ્યું હતું. કાર્ટરને જમે પાસામાં બહુ નથી, પણ ઉધાર પાસુય નથી. ધર્મની, નીતિની, ઈશ્વરની, પ્રાર્થનાની કાર્ટરે સારી વાત કરી છે. અમેરિકન પ્રજા મહાન છે અને મહાન રહેવા સજા યેલ છે એવી આશા અથવા શ્રદ્ધા તેણે પેદા કરી છે. કાર્ટરની નીતિ અસ્પષ્ટ છે. પણ પ્રજા આ નવા પ્રયોગ માટે તૈયાર થઈ. હબસીઓ, જે લગભગ ૧૫ ટકા છે, મજૂરો અને લધુમતી ઓને, તેમ જ દક્ષિણના બધા રાજ્યોને કાર્ટરને ટેકો સાંપડયે. વિદેશનીતિ સંબંધે કાર્ટરે બહુ સ્પષ્ટતા કરી નથી, છતાં કિસિજરની ચાણક્ય નીતિ નહિ રહે. રશિયા-ચીન સાથેના સંબંધો બહુ મૈત્રીભર્યા નહિ હોય. દક્ષિણ આફ્રિકા અને રહોડેશિયાની રંગભેદની નીતિને તેનો ટેકો નહિ હોય, કાર્ટ૨ દઢ નિશ્ચયી, લગભગ ઝનૂની વ્યકિતની છાપ આપે છે. અમેરિકન કોંગ્રેસમાં પણ ડેમકે ટિક પક્ષે બહુમતી મેળવી છે એટલે કાર્ટરને કોંગ્રેરાને સાથે રહેશે. ડેમોક્રેટિક પક્ષ છિન્નભિન્ન હતો તે સંગઠિત થશે. આ ચૂંટણીએ એક હકીકત નિ:સંદેહ પુરવાર કરી છે કે અમેરિકામાં વર્તમાનપત્રોની સ્વતંત્રતા અને લોકશાહી હજી જીવંત છે અને પ્રજા પિતાને અવાજ અસરકારક રીતે રજૂ કરી શકે છે. આ ચૂંટણીના કેટલાક અનિચ્છનીય તત્ત્વ પણ સારા પ્રમાણમાં બહાર આવ્યા. કરોડ ડોલરનું ખર્ચ, તમાશા જેવા લાગે તેવા ટેલિવિઝન ઉપરના બે ઉમેદવારોના સંવાદો, ગુણવત્તા કરતાં દેખાવને (ઈમેજ) મહત્ત્વ વગેરે અમેરિકામાં બધું અસામાન્ય હોય છે. લેક્સભાની મુદતમાં વધારો લોકસભામાં બંધારણની ચર્ચા દરમિયાન અચાનક ગેખલેએ જાહેર કર્યું કે લોકસભાની મુદતમાં એક વર્ષને વધારો કરવામાં આવશે. લોકસભાની મુદતમાં પાંચને બદલે છ વર્ષ કાયમ માટે કરવાની કલમની ચર્ચામાં, સામ્યવાદી પક્ષો આ કલમને વિરોધ કર્યો,
SR No.525961
Book TitlePrabuddha Jivan 1976 Year 38 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1976
Total Pages160
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy