________________
Regd. No. M4, By South 54 Licence No.: 37
જ પ્રબુદ્ધ જીવન જવા રવાના
પણ જેનનું નવસંસ્કરણ વર્ષ ૩૮ : અંક: ૧૩
મુંબઈ, ૧ નવેમ્બર, ૧૯૭૬, સોમવાર બર્ષિક લવાજમ રૂ. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૩૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
જ છૂટક નકલ ૦-૫૦ પિસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
ઐતિહાસિક બેઠક
બંધારણમાં ફેરફાર કરવા પાર્લામેન્ટની ખાસ બેઠક ૨૫ મી તારીખથી શરૂ થઈ છે. બંધારણમાં કરવા ધારેલા ફેરફારો વિશે મેં પૂર્વે લખ્યું છે. તે વિશે અત્યારે વિશેષ લખવાનું નથી. પણ આ ત્રણ દિવસમાં આ ખરડા ઉપર લોકસભામાં જે ચર્ચા થઈ તેની કાંઈક ઝાંખી કરાવવા ઈચ્છું છું. ચર્ચા હજી ચાલશે અને રાજ્યસભામાં પણ થશે. પણ તેને સાર આવી ગયો છે.
વિરોધ પક્ષોના કેટલાક આગેવાન સભ્ય જેલમાં છે. મુખ્ય વિરોધ પક્ષો - જનસંઘ, ભારતીય કાન્તિલ, સમાજવાદી પક્ષ, સંસ્થા કેંગ્રેસ, માસિસ્ટ સામ્યવાદીએ - જે કોઈ બહાર છે તેમણે આ બેઠકને બહિષ્કાર કર્યો છે. એટલે રહ્યાં કેંગ્રેસ અને તેને ટેકો આપતા સામ્યવાદી પક્ષ - સી. પી. આઈ. - ના સભ્યો. પરિણામે મોટે ભાગે આ ખરડાનું જોરદાર સમર્થન થયું છે. છતાં, પાર્લામેન્ટની બહાર જે કાંઈ થોડી ટીકા થઈ છે તેના રદિયા કેંગ્રેસના મુખ્ય વકતાઓએ આપ્યા છે.
ખરડો રજૂ કરતાં કાયદા પ્રધાન શ્રી ગોખલેએ કહયું કે, આ ઐતિહાસિક પ્રસંગ છે અને It will be the finest hour of Parliament when this Bill is passed." પ્રસંગ જરૂર ઐતિહાસિક છે. આપણા દેશને વર્તમાન સમયને ઈતિહાસ લખાશે ત્યારે આ બેઠકમાં જે થશે તેની સારી અથવા માઠી દૂરગામી અસરની નોંધ લેવી જ પડશે. આ ખરડો પસાર થતાં સેનાને સૂરજ ઊગશે કે કેટલાકને ભય છે તેમ જે કાંઈ પ્રકાશ છે તે પણ આથમી જશે, તે ભવિષ્યમાં અનુભવે ખબર પડશે. કેંગ્રેસના આગેવાનોએ કહ્યું છે કે, સામાજિક અને આર્થિક કાન્તિના માર્ગમાં જે અવરોધે છે તે આથી દૂર થશે. શ્રી. ગોખલેએ કહ્યું કે, The Bill sought to
remove the hurdles in the way of socio-economic revolution envisaged in the 1935Karachi Resolution of the Congress. ૪૫ વર્ષે કરાંચીને ઠરાવ યાદ આવ્યો અને હવે તેને અમલ થશે એ સદભાગ્ય છે. બંધારણ ઘડતી વખતે અને ત્યાર પછીના ૨૫ વર્ષમાં સૌ એને ભૂલી ગયા.
વડા પ્રધાને તથા શ્રી. ગોખલેએ ભારપૂર્વક પુનરુચારણ કર્યું કે પાર્લામેન્ટ સર્વોપરિ છે અને બંધારણમાં કોઈ પણ ફેરફાર કરવાને પાર્લામેન્ટને અબાધિત, અમર્યાદિત અને નિરકેશ (unfettered, unqualified and unabrigeable) અધિકાર છે. કૃષ્ણાનંદ ભારતીના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે, બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરવાને પાર્લામેન્ટને અધિકાર નથી. શ્રી ગેખલેએ કહ્યું કે પાયાના માળખા જેવી કોઈ વસ્તુ નથી. વડા પ્રધાને કહ્યું કે
જજોએ ઉપજાવી કાઢેલી આ વાત છે. (invented by the Judges) - શ્રી ગોખલેએ સખત શબ્દોમાં સુપ્રીમ કોર્ટને ચેતવણી આપી
છે કે પાર્લામેન્ટની સર્વોપરિતા નહિ સ્વીકારાય તે ન્યાયતંત્ર મટે પરિણામ સારું નહિ આવે. (It will be a bad day for the Judiciary) કેન્દ્રના કાયદા પ્રધાન વરિષ્ઠ અદાલત વિષે આવું કહે તે કમનસીબ ઘટના છે. બંધારણને અર્થ કરવાને સપીમ કોર્ટને અધિકાર છે. એ અર્થ નિડરપણે, પરિણામની ચિન્તા કર્યા વિના, કરવાને છે, કોઈના અભિપ્રાયથી દોરવાઈ જઇને નહિ,
છે જ0ને નહિ, છેલ્લાં બે ત્રણ અઠવાડિયામાં ચાર કોંગ્રેસ પ્રદેશ સમિતિએ - પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર - પ્રસ્તાવો કર્યો કે નવી બંધારણ સભા રચવી અથવા પાર્લામેન્ટને બંધારણ સભામાં
પલટાવી નાંખવી અને પછી બંધારણના ફેરફારો વિચારવા. આ દરા થયા ત્યારે પંજાબમાં સ્વર્ણસિંઘ અને હરિયાણામાં બંસીલાલ હાજર હતા. તેથી એક ભ્રમ પેદા થયું હતું કે કદાચ કોંગ્રેસ મેવડીએ આ દિશામાં વિચારતા હોય. આ ભ્રમનું નિરસન થયું. વડા પ્રધાન અને શ્રી. ગોખલેએ આ સૂચનને અસ્વીકાર કર્યો.
આ ફેરફારોને જે કાંઈ થોડો જાહેર વિરોધ થયો છે તેમાં લગભગ સર્વાનુમતે ત્રણ મુદ્દા રજૂ થયા છે. આવા વ્યાપક ફેરફાર કરવાને આ પાર્લામેન્ટને પ્રજાનો આદેશ નથી અને તેથી ચૂંટણી કરી આ આદેશ તેણે મેળવો જોઈએ. બીજું આ પાર્લામેન્ટની મુદત પૂરી થઈ છે. કટોકટીને કારણે એક વર્ષ લંબાવ્યું છે તેવા અસાધારણ સંજોગોમાં આવા વ્યાપક ફેરફારો કરવાને આ પાર્લામેન્ટને અધિકાર નથી. ત્રીજું, આવા પાયાના ફેરફાર માટે મુકત અને દીર્ધ વિચારણા થવી જોઈએ, તે થઈ નથી. અને તેને માટે અત્યારે અવકાશ નથી. આ બધા કારણે ચૂંટણી પછી જ ફેરફારો વિચારી શકાય એવી જોરદાર માંગણી ચારે તરફથી થઈ છે. આ બધી દલીલ કેંગ્રેસના આગેવાનોએ નકારી કાઢી છે. ૧૯૭૧ ની ચૂંટણીમાં કોંગ્રેસને બંધારણમાં ફેરફારો કરવા સ્પષ્ટ આદેશ મળ્યો છે એમ કહેવામાં આવ્યું છે. આ જવાબ સત્યથી કેટલો વેગળો છે તે થોડે પણ વિચાર કરીશું તે દેખાઈ આવશે. આવા પાયાના ફેરફારો કોઈએ વિચાર્યા પણ ન હતા. કટોકટી જાહેર થઈ ત્યાર પછીની અને તેનાથી થયેલ અનુભવની પેદાશ છે. ૧૯૭૧માં આદેશ મળ્યો હતો અને સામાજિક તથા આર્થિક ક્રાન્તિ માટે આ ફેરફાર અનિવાર્ય છે એમ હતું તો પાંચ વર્ષ બેસી કેમ રહ્યા? પાર્લામેન્ટની પાંચ વર્ષની મુદત પૂરી થઈ છે અને કટેક્ટીને કારણે જ એક વર્ષ વિશેષ મઈયું છે, એ હકીકતને ઈન્કાર થઈ શકે તેમ નથી. એવાં સંજોગોને લાભ આવી રીતે લેવાય? ચાર મહિના પંછી ચૂંટણી થવાની જ છે તે એટલી બધી ઉતાવળ શું છે? કે વર્તમાનમાં પાર્લામેન્ટમાં મોટી બહુમતી છે, તેને લાભ લઈ લે છે? આવા મહત્ત્વના ફેરફારોની મુકત વિચારણા થઈ છે એમ કહેવું એટી મશ્કરી છે. વર્તમાન સંજોગોમાં એવી મુકત વિચારણા શક્ય જ નથી. શ્રી. ગોખલેએ સંતોષ જાહેર કર્યો કે, આ ફેરફારોની રાષ્ટ્રવ્યાપી ચર્ચા થઈ છે. વડા પ્રધાને કહ્યું કે આમાંના કેટલાક ફેરફાર ૧૯૫૪ માં જવાહરલાલ નહેરુએ રચેલ સમિતિએ સુલ્યા હતા અને ૨૦ વર્ષથી તેની ચર્ચા થતી રહી છે.
આ ફેરફારોની એક મુખ્ય ટીમ એ થઈ છે કે તેનાથી કોર્ટોના અધિકારો ઉપર મોટો કાપ મૂકાય છે અને કારોબારીના મનસ્વી અને ગેરકાયદેસર વર્તન સામે નાગરિકને કોર્ટોનું રક્ષણ હતું તે રહેતું નથી. એક તરફથી આ ટીકાને ઈનકાર કરવામાં આવે છે અને એમ કહેવાય છે કે, કોર્ટોના અધિકારમાં કાંઈ કપ મૂકાતે નથી. શ્રી ગેખલેએ કહ્યું:Basically, the powers of the Supreme Court have not been taken away. વડા પ્રધાને કહ્યું: I can say clearly and unambiguously that Judicial
power to protect personal rights has not been abolished or abridged. આવા બધા કથને અર્ધસત્ય હોય છે. અને તેથી ભ્રામક છે. બલ્ક, કોટૅ સામે મોટી ફરિયાદ કરવામાં આવે છે - અને આ ફરિયાદ મોટે ભાગે સાચી નથી-કે સમાજકલ્યાણના અને પ્રગતિકારક કાયદાઓમાં કોર્ટે બાધક રહી