________________
પ્રબુદ્ધ જીવન
૧૦પ
એ - કોઇ સાહિત્યપ્રકાર એ નહિ હોય જેમાં ગાંધીવિચારથી પ્રભાવિત અનેક કૃતિઓ ન બતાવી શકાય. પણ આપને શ્રી ઉમાશંકર જોશીનું એક કાવ્ય એટલા માટે સંભળાવું કે એમાં મારા આજ વિચારનું સમર્થન મને મળી આવે છે. આજથી સોળ વર્ષ પૂર્વે ગાંધીજયંતીને દિવસે લખેલું એ કાવ્ય છે. કવિએ એને મથાળું આપ્યું છે. ‘ગાંધી જ્વતી તે દિને.” માર્ગમાં કંટક પડયા સૌને નડયા; બાજુ મૂકયા ઊંચકી, તે દી નકી
જન્મ ગાંધીબાપુને,
સત્યના અમેઘ મેંઘા જાદુને. અન્યાય નીચી મૂંડીએ ના લીધો સાંખી; દુર્ગધ પર મૂઠી ભરીને ધૂળ નાખી, ઉકરડા વાળી ઉલેચી સુજનનું ખાતર રચ્યું; અબેલા ભંગાવવા – એ વાતમાં મનડું મચ્યું;
કંઈક આમાંનું બને,
ગાંધી જયંતી તે દિને મૂર્ખને લીધા નભાવી, ધૂર્તને જ્યાં જગતકલ્યાણના પથમાં પટાવી; હૈયું દીધું તે દીધું, પાછી વળી – ખમચાઈના કંઈ ગણતરીથી સાંકડું કીધું; દૂલ્યાંદબાયાં કોઈનું એકાદ પણ જે આંસુ લૂછયું, દાખવ્યું ઘર મનુજ કેરા માંહ્યલાને વણપૂછયું; હૃદય. જે નાચી ઊઠયું અન્યના સાત્ત્વિક સુખે, હરખર જો ઝંપલાવ્યું અદયભીષણ જગતહિંસાના મુખે;
-તિથિ ન જોશે ટીપણે
ગાંધી જયંતી તે દિને. તે મારે પણ એ જ કહેવું છે. જયાં આમાંનું કંઇ પણ બનતું હોય ત્યાં ગાંધીવિચારનો પ્રભાવ છે. - કાર્લ માકર્સ વિષે સૌથી પહેલી વાત એ કહેવી જોઈએ કે એમની સમગ્ર વિચારણા મનુષ્ય પ્રત્યેની ઊંડી હમદર્દીમાંથી પેદા થઇ હતી. મૂડીવાદી યાંત્રિક ઉદ્યોગને પ્રતાપે જે માનવયાતના સજાતી હતી તે તેમણે જોઇ હતી. એમાંથી મનુષ્યોને ઉગારવાના પ્રયત્નમાંથી જ માકર્સે પિતાના મુખ્ય સિદ્ધાંતો તારવ્યા.
માકર્સના પગ નક્કર ધરતી પર હતા. એમણે એ હકીકત તરફ ધ્યાન ખેંચ્યું કે કળા, સંસ્કૃતિ, વિજ્ઞાન, ધર્મ, રાજકારણ એ બધી પ્રવૃત્તિઓમાં માણસ રસ લે તે પહેલાં એની પાયાની જરૂરિયાત સંતોષવી જોઇએ - એટલે કે એને ભજન, વસ્ત્રો રહેઠાણ મળવા જોઇએ. પણ માકર્સે જોયું કે તે વખતની અર્થવ્યવસ્થામાં માણસને આ જ વસ્તુઓ માટે ફાંફાં મારવાં પડતાં હતાં.
માર્ક્સ આમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં કરતાં ઈતિહાસને જોવાની નવી દષ્ટિ પ્રાપ્ત કરી. એમના વિરોધાત્મક ભૌતિકવાદ (dialectical materialism)માં હું ઊંડ નહિ ઊતરું પણ ઇતિહાસના એ પૃથક્કરણને આધારે તેમણે વર્ગો વચ્ચેના સંબંધને સિદ્ધાંત સ્થાપ્યો. એમણે કહ્યું કે મહત્ત્વ વ્યકિતનું નથી પણ વર્ગનું છે. કોઇ એક વર્ગના સભ્યોનાં હિત સમાન હોય છે. દરેક વર્ગનું હિત ઉત્પાદન સાથેના તેના સંબંધ પરથી નક્કી થાય છે. કોઇ પણ બે વર્ગોના ઉત્પાદન સાથેના સંબંધ એકબીજાથી વિરોધી હોવાથી એમનાં આર્થિક હિતે પણ પરસ્પર વિરાથી હોવાનાં. આર્થિક હિતેની આ . અથડામણમાંથી વર્ગસંઘર્ષ ઉત્પન્ન થાય છે.
માકર્સનું કહેવું એમ છે કે વર્ગો હોય એટલે વર્ગસંઘર્ષ હોય જ. વર્ગોને અંત આવે, એટલે વર્ગવિહીન સમાજ સ્થપાય તે જ વર્ગસંઘર્ષ ટળે. વર્ગો કેમ મિટાવી શકાય? આર્થિક ઉત્પાદન સાથેના સૌના સંબંધો સરખા થાય તે વર્ગોનો અંત આવે.
મૂડીવાદ સમાજમાં માકર્સની દષ્ટિએ બે જ વર્ગો રહે છે. ઉદ્યોગપતિઓને વર્ગ અને કામદારોને વર્ગ. બીજા વર્ગોનું કશું મૂલ્ય નથી. મૂડીપતિઓની સંખ્યા નાનકડી છે, કામદારોની સંખ્યા વિશાળ છે ઉત્પાદન કામદારોની શકિતથી જ થાય છે. છતાં એને લાભ મૂડીપતિઓ લઈ જાય છે, જ્યારે કામદારો કંગાલિયતમાં કચડાય છે. એને કામમાં રસ રહેતું નથી. એ મનુષ્ય મટી પશુ જેવો બની જાય છે. આવી વ્યવસ્થા લાંબે વખત નભે નહિ. મૂડીવાદે જ સજેલાં બળા મૂડીવાદી સમાજરચનાના ચેકઠામાં પુરાયેલાં નહિ રહી શકે અને વિસ્ફોટ થશે. મૂડીવાદી વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ જશે. .
આવું બને તે પહેલાં મૂડીવાદે સલાં આર્થિક બળા પરિપકવ થવાં જોઇએ. આ બળની પરિપકવતા માણસના હાથની વાત નથી. ઇતિહાસના બનાવે, ભૌતિક પરિસ્થિતિમાં થતાં પરિવર્તન આ બળાને પરિપક્વ બનાવે છે. એટલે ક્રાંતિ લાવવા ઇચ્છતા નેતાઓએ આ બળો પરિપકવ થયાં છે કે નહિ તે જાણી લેવું જોઇએ. • આ બળે પરિપકવ ન થાય ત્યાં સુધી જુની વ્યવસ્થા તેડવાથી માનવ પ્રગતિને હાનિ પહોંચે છે.
માકર્સ માને છે કે કાંતિની આગેવાની કામદાર વગે લેવાની છે. કામદારોએ જ નવા સમાજનું શાસન ચલાવવાનું છે.
એમના અભિપ્રાય પ્રમાણે મૂડીવાદી સમાજવ્યવસ્થા પણ માનવીની પ્રગતિનું જ એક ઘણું મોટું પગલું છે. મૂડીવાદે ધાર્મિક અને રાજકીય શોષણખોરીને અંત આણ્યો છે અને કેવળ આર્થિક શોષણખેરીને મજબૂત બનાવી છે.
એક વાસ્તવદષ્ટા તરીકે માકર્સ માને છે કે સમાજવાદી વ્યવસ્થામાં માનવીનાં બધાં દુ:ખે દૂર નહિ થઇ જાય. પણ પછી એને માથે મનુષ્ય તરીકેનાં જ દુ:ખ પડશે, કોઈ એક વર્ગના માણસ તરીકે, ગુલામ તરીકે કે કામદાર તરીકે આજે સહન કરવાં પડતાં દુ:ખ પછી નહિ રહે.
માકર્સની વિચારણાનું વ્યવહારુ સ્વરૂપ એ થયું કે વ્યકિતગત પ્રયત્નથી કંઇ વળે નહિ, કામદારો પોતાની સ્થિતિમાં સુધારો કરાવવા ગથે તો થોડાક ટુકડા જ મળે, હૃદયપલટ કરાવી સમાજપલ કરાવવાની વાત ઝાંઝવાનાં જળ જેવી છે; ખરો રસ્તો રાજયસત્તા હાથ કરવાને છે.
માકર્સમાંથી ગુજરાતી સાહિત્ય કઇ કઇ વસ્તુ ઝીલી એ જરા ઊંડા અભ્યાસને વિષય થયો. પણ સાવ ઉપરઉપરથી જોનારને પણ કેટલીક વસ્તુઓ તો દેખાઇ આવે છે. મૂડીવાદી સમાજવ્યવસ્થામાં કંગાળ લોકોની દુર્દશા અને યાતના, વર્ગવિગ્રહનાં સંભવિત ચિહની આગાહી અને ક્રાન્તિની આશા વગેરે વિષયો ગુજરાતી સાહિત્યમાં ઠેર ઠેર જોવા મળે છે.
માકર્સના વિચારોને કાવ્યમાં ટાળનાર પ્રારંભિક ગુજરાતી કવિએમાં મેઘાણી અગ્રણી હતા. ખૂબી એ છે કે મેઘાણીએ રવીન્દ્રનાથ, ગાંધીજી અને માકર્સ એ ત્રણેના વિચારોને પડઘો પાડતાં કાવ્યો લખ્યાં છે. મને લાગે છે કે મેઘાણીએ માર્ક્સને માકર્સ પાસેથી નહિ પણ અપ્ટન સિંકલેર પાસેથી લીધા છે. એમણે સિત્તેરની બે નવલકથાઓ અને એક કાવ્યનો અનુવાદ પણ કર્યો છે. વીસીના ઉત્તરાર્ધમાં અને ત્રીસીના પૂર્વાર્ધમાં માર્ક્સના વિચારો ઝીલતાં કાવ્યો ઘણાં લખાયાં. યોગ એવો બને છે કે ગાંધીવિચારને વ્યકત " કરનારા કવિઓએ જ માકર્સના વિચારોવાળાં કાવ્યો વધુમાં વધુ લખ્યાં છે.
મેઘાણીએ અનુવાદિત કરેલા અન સિકવેરના કાવ્યમાંથી થોડીક પંકિતઓ આપણે જોઇએ. લે . , તમે રેથી નભના ઉજાસ, પ્રભુજીના પવન - વાસ, '
રચિયાં રૌરવી ખાસ યંત્ર - કારખાનાં;