SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રબુદ્ધ જીવન આનંદમૂર્તિ ગગનભાઈ - ભર્તુહરિએ કહ્યું છે કે ગગનમાં વાદળાંએ તે ઘણાં વિહાર કરતાં હોય છે પરંતુ બધાં જ એકસરખાં હોતાં નથી. કેટલાંક વૃષ્ટિ વડે ધરણીને ભીંજવીને રસાળ કરે છે, તે બીજાં કેટલાંક વૃથા ગરજીને ચાલ્યાં જાય છે. ગગનમાં વિહાર કરતાં વાદળાંનું જ જેમને નામ આપવામાં આવ્યું હતું તેશ્રી ગગનવિહારી મહેતા, ભર્તૃહરિએ કૃfzfમાવતિ ઘરમ્ ના વર્ગમાં જે વાદળાને મૂકયાં હતાં તે વાદળાના વર્ગના હતા. એમની સર્વતોમુખી પ્રતિભાએ, એવા સર્વસ્પર્શી સંસ્કારનું સિંચન, અનેક સંતાપ અને કલેશથી સંતપ્ત એવી આપણી આ માતૃભૂમિ પર કર્યું છે કે તેઓ આજે સદેહે આપણી વચ્ચે ન હોવા છતાં એમના સંસ્કારવારિથી જે થોડાં- ઘણાં પણ સમાજપુષ્પો પુષ્ટ થયાં છે તેની સુવાસ આપણને લાંબા સમય સુધી આવ્યા કરશે. ગગનભાઈની પ્રતિભા સર્વમુખી હતી એમ મેં જે ઉપર કહ્યું છે ને સકારણ છે. મૂળ જીવ પત્રકાર અને સાહિત્યકારને, પરંતુ એ ક્ષેત્રોના સીમિત વાડામાં પુરાઈ રહેવા કરતાં, એ જીવે અર્થકારણના, રાજકારણના, આયોજનના, વહીવટના, અને બીજા એવાં સંખ્યાબંધ ક્ષેત્રમાં પોતાની પાંખ ફેલાવી અને જે જે ક્ષેત્રોમાં એ જીવે પોતાનું ઉડ્ડયન કર્યું તે તે ક્ષેત્રોને એમણે પોતાની પ્રતિભાની આભા વડે ઉજાળ્યાં. રાષ્ટ્રપતિ શ્રી ગિરિએ, “ભારતે એક નમૂનેદાર પુત્ર ગુમાવ્યા છે” એવું જે કહ્યું તેમાં કશી અતિશયોકિત નહોતી; ગગનભાઈની પ્રતિભાનું એ યથાર્થ વર્ણન હતું. સમાજ-વ્યવહારના કોઈ પણ એક રોત્રમાં પુરાઈ રહેવું જેમ કદાચ ગગનભાઈને ગમતું નહોતું તેમ જ એમને કોઈ પણ એક વાદના વાડામાં બંધાઈ રહેવું પણ ગમતું નહોતું, અને છતાં એમનું હૃદય એક નક્કર લોકશાહીવાદીનું હતું. લોકશાહી માટે એમના હૃદયમાં પ્રેમ છલકાતે અને ઉભરાતે અને તેથી જ જગતની સૌથી વધારે સમૃદ્ધ લોકશાહી અમેરિકા પ્રત્યે એમને પક્ષપાત હતું. પરંતુ આ પક્ષપાત પૂર્વગ્રહજન્ય નહોતે. એમને કદાચ પૂરી ખાતરી હતી કે અમેરિકામાં ગમે તેટલા દો હશે છતાં, એની મૈત્રી આપણા દેશ માટે વધારે ઈષ્ટ છે. અને આમ છતાં અમેરિકાએ જયારે બંગલાદેશની લડાઈ વખતે, બંગાળના ઉપસાગરમાં નૌકાદળ મોકલીને શાહીવાદી યુગની gunboat diplomacy-યુદ્ધનૌકાઓના કાફલા દ્વારા જ રાજકારણ ખેલવાની મનાવૃત્તિ દાખવી ત્યારે એમના આત્મા કકળી ઊઠ અને અમેરિકાની આ મનોવૃત્તિ સામે એમણે સક્રિય રીતે કડક વિરોધ નોંધાવ્યો. પોતાના મંતવ્યોને પ્રગટ કરવાની એમનામાં કેવી હિમ્મત હતી એ એક જ દાખલા ઉપરથી આપણે જાણી શકીએ છીએ. અને આવા તે સંખ્યાબંધ દાખલાઓ આપી શકાય એમ છે. મારી સ્મૃતિ જો મને દગો દેતી ન હોય તો એક વાર વાતચીત દરમિયાન તેમણે એવું કહેવું મને યાદ છે કે જવાહરલાલે તેમને જ્યારે નાણાપ્રધાન થવા માટે કહતું ત્યારે તેમણે સવિનય ના પાડી હતી. નાણાપ્રધાન બનીને સરકારી નીતિઓના વાડામાં બંધાઈ રહેવાનું પોતાને ફાવશે નહિ એવું કદાચ એમનું મંતવ્ય હશે, અને એ મંતવ્યને આચરણમાં મૂકવા માટે તેઓ જવાહરલાલને ના પાડવા સુધીની હિમ્મત દાખવી શક્યા હશે. આજે જયારે પ્રધાનપદ માટે દેડાદોડ કરતા આપણા નેતાઓને આપણે જોઈએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે ગગનભાઈ આ બધા કરતાં કેટલા બધા ઊંચા હતા. વિરાટ પુરુષે રચેલી સૃષ્ટિનું જે વર્ણન રુદ્રાષ્ટાધ્યાયીમાં આવે છે તેમાં એ વિરાટ પુરુષ એ બધી સૃષ્ટિથી પણ દસ આંગળ ઊંચે રહ્યા હતા એમ કહેવું છે. (fમ સવંત : વાતષ્ઠત્ દશir ) ગગનભાઈ આજે તે દિનપ્રતિદિન વામણી થતી જણાતી આપણા દેશની જમાતના ઘણા ઊંચા પુરુષ હતા. બ્રહનો આનન્દ જેમણે માર્યો છે તેને કશી ભીતિ લાગતી નથી એવું આપણા આદિપુર કહી ગયા છે. ગગનભાઈ ઉપનિષદે નિરૂપેલા બ્રહ્મને આનન્દ માણવાને જીવનભર પ્રયત્ન કરતા પહેલા જણાય છે અને તેથી જ કદાચ જીવનની આધિવ્યાધિ અને ઉપાધિઓથી આકળા બનવાને બદલે એ બધાંને તેમણે હિમ્મતથી સામનો કર્યો છે અને તેમાંથી પણ જીવનનો આનન્દ ઉઠાવવા પ્રયત્ન કર્યો છે. ગગનભાઈને આનન્દમૂર્તિ કહી શકાય એ એમને જીવન પ્રત્યેનો ઉલાસ હતો. એમના સાન્નિધ્યમાં ચાલતી ગપ્પાંગોષ્ટિ સાંભળવી એ એક અનેરું ટાણું હતું. ટેળટપ્પા, મજાકમશ્કરી એ બધાં સામાના મનને ભાર દૂર કરવા માટેનાં ગગનભાઈનાં શસ્ત્રો હતાં. જીવન પ્રત્યેની એમની ફિલસૂફી રગેમણે કઠોપનિષદને આધારે ઘડી હતી. અને એમણે જે અંતિમ ઈરછા વ્યકત કરી હતી તેમાં, એમણે એ ફિલસૂફી કેવી પચાવી હતી એ પ્રતિબિંબિત થવું હતું. એ અંતિમ ઈરછામાં જ એમણે જીવનભર સેવેલી સાદાઈ અને એમની સ્વભાવગત નમ્રતા વ્યકત થતાં હતાં. આ લખનારે ગગનભાઈને કોઈ પણ દિવસ દરદમામથી વર્તતા જોયા નથી. પંડિત અનેક પ્રકારનાં તો પ્રત્યે સમદર્શી હોય છે એવી વ્યાખ્યા સુભાષિતકારે પંડિતેની કરી છે. આ વ્યાખ્યા પ્રમાણે ગગનભાઈ સાચા પંડિત હતા. ગગનભાઈ વિશે લખવું હોય તે તે ઘણુ લખાય. એમણે છ વરસ ભારતના એલચી તરીકે અમેરિકામાં વિતાવ્યાં એ વરસેનાં એમનાં સંસ્મરણામાંથી કે એમનાં ગણ્યાગાંઠયાં છતાં નગદ સેના જેવા લખાણેમાંથી, (એમણે કેવળ સાહિત્યનું જ કોત્ર ખેડવું હેત તો તેઓ કેવા પ્રતિભાશાળી સાહિત્યકાર થાત એ વિચાર અત્રે સહેજે આવે છે.) એમની સાથે એલપઝલપ થતી રહેલી મુલાકાત દરમિયાન પ્રાપ્ત થયેલી ઝળકતી કણિકાએમાંથી અને બીજી એવી સામગ્રીમાંથી ઉદ્ધરણ કરીને આ લેખને લાંબો બનાવી શકાય, પરંતુ આજે એ પ્રસ્તુત નથી. આજે તે પ્રસ્તુત છે માત્ર ગગનભાઈની સ્મૃતિને વાગોળવાનું અને તેમનાં કુટુંબીજનોના દુ:ખમાં સહભાગી થવાનું. મનુભાઇ મહેતા વ્યવસ્થિત ગોટાળાનું કાવ્ય શાકુંતલમાં કાલિદાસે વનલતા અને ઉપવનલતાની વાત કરી છે. વનલતા વંઠેલી, નિર્બધ અને અલલડ, જ્યારે ઉપવનલતા ઠાવકી, વ્યવસ્થિત અને કહ્યાગરી. માળી એને કાપીકૂપીને, વાળીવાળીને ધારેલે આકાર આપે. બાગની મેંદીનું વ્યકિતત્વ મચડીને માળી એમાંથી Welcome’ શબ્દ ઉપસાવે. વનલતાનું સૌંદર્ય મેકઅપ વગરનું છતાંય સહેજે નિખરી આવે. વન એ જ એનું જીવન અને વનમાળી એ જ એને માળી. માણસે મશીનની મૂર્તિપૂજા શરૂ કરી ત્યારથી બધું વ્યવસ્થિત (Orderly) અને ટીપટોપ હોય એવી અપેક્ષા વધતી રહી છે. વાંકાટૂંકા અક્ષરોને બદલે ટાઈપ કરેલા કે છાપેલા અક્ષરોને અભખરો વધતા જાય છે. ગારમાટીની ભતા અને વાંસનળિયાના છાપરાને બદલે સિમેન્ટનાં ચકતાં જેવાં મકાનોની હારમાળા સર્જાઈ ગઈ. વાંકીચૂંકી ઘરડ કે કેડીને બદલે ડામર કે સિમેન્ટથી લપાયેલા રસ્તા આવ્યા. વાસણ, કપડાં, ઓજારો અને ખોરાકની વાનગીઓમાં પણ એકધારાપણું વધતું જ રહ્યું. ક્યારેક એમ થાય કે વાદળાં ભૂમિતિની આકૃતિ જેવાં બની બેસે તો! આકાશના તારા માસડ્રિલ કરતાં બાળકોની માફક હારબંધ ગોઠવાઈ જાય તે ! ડાળીઓ વૃક્ષના થડ સાથે કાટખૂણે જ બનાવે તે ! ઉષા કે સંધ્યાની રંગલીલા બિલકુલ સિમેટ્રિકલ બની જાય તો!
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy