SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જીવન *$_GREAT વિદ્યાથી આની દષ્ટિએ વિદ્યાર્થી-આંદોલન વિરાર, અવિચારો અનુભવી વિદ્યાર્થીઓની નિરાશા આંદોલનના મૂળમાં હતી. પોતાના જીવનું નમાં જ તેઓ ભ્રષ્ટાચાર અને મોંઘવારી રહ્યા હતા. પરીક્ષાપદ્ધતિ જાતજાતના ભ્રષ્ટાચાર માટે ઉત્તમ તક આપે છે, અને એના સારા લાભ લેવાતા હતા એ તેઓ જોતા હતા. અંદાજ કાઢીને ને પૈસા ગણીને ભણવા આવતા, પણ દર વર્ષે પૈસા ઓછા પડતાં અને ઘેરથી બીજા મંગાવવા પડતા. અને વર્ષો સુધી મહેનત કર્યા પછી ડિગ્રી મળતી ત્યારે એ લઈને નોકરી મેળવવાની ઉમેદ હતી એ નાકરી મળતી નહોતી. આમ યુવાન વયે અનુભવેલાં અન્યાય, ભાવવધારા અને બેકારીને લીધે વિદ્યાર્થીઓનાં દિલમાં રોપ હતા અને પ્રસંગ આવ્યા ત્યારે એ રોષ ભભૂકી ઊઠયો. પ્રસંગ નાના હતા, એક જ કાલેજના હતા, પણ અસંતોષ, વ્યાપક હતો. એટલું જ નહિ, પણ પ્રસંગ બન્યો ત્યારે વિદ્યાર્થીઓને એકત્રિત કરવા અને કામ લેવાને લેવરાવવા વિદ્યાર્થી નેતાઓ મેાજૂદ હતા. યુનિવર્સિટીમાં પહેલી જ વાર વિદ્યાર્થીઓ કોર્ટમાં (.સેનેટમાં ) અને એક્ઝીક્યુટિવમાં ચૂંટાયા હતા એ થોડા વિદ્યાર્થીઓ! સ્વાભાવિકપણે મેાખરે આવ્યા, એમાંના કેટલાકમાં સાચા નેતૃત્વના ગુણ હતા એમણે કામ કુશળતાથી સંભાળી લીધું અને જે પ્રસંગ સામાન્યપણે એક કાલેજની હડતાળ અને બીજી કાલેજની ટૂંકી પ્રતીક અથવા સહાનુભૂતિની હડતાળથી પતી ગયો હોત એ એક મહાન દેાલનનું બીજ બન્યા. આંદોલનમાં સાચું ધ્યેય હતું, અને સાથેસાથે શરૂઆતમાં થેડી છેકરમત પણ હતી. મરજી પ્રમાણે બસો ચલાવ્યા પછી અથવા બેફામ તોડફોડ કરાવ્યા પછી કોઈ વાર યુવાન બાલતા: “આજે ઘણી મઝા પડી ! ” અને “આવતી કાલે હજી વધારે આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે ને એવી જાહેરાતા થતી. એ જોઈને થોડી ચિંતા તો થતી, પણ એ ઉપરકાર્ય પણ હતા. એ સાચું કાર્ય અને નિર્ણય જોઈને આખી પ્રજા વિદ્યાર્થીઓની પડખે ઊભી રહી. વિદ્યાર્થીઓની ફરિયાદ એ જનતાની જ ફરિયાદ હતી, માટે એની સામે વ્યવસ્થિત મોરચા બંધાયો કે તરત આખી જનતા એમાં જોડાઈ ગઈ. લોકલાગણી વિદ્યાર્થીઓની સાથે જ હતી, એમાં દાનની સફળતા હતી. > પછી વિજયનો કેફ આવ્યો, શકિતનો સ્વાદ આવ્યો. પોતે ધારે તો આખું રાજ્ય ચલાવી શકે, પોતે કહે એવી શરત સ્વીકારાય, અને પોતે લખાવે. એવો કાયદો લખાય એવા અનુભવ પહેલી જ વાર ખુવાન વિદ્યાર્થીઓને થયો. એમાં કેટલાંક જીવનમૂલ્યો જોખમમાં આવ્યાં: વડીલોને માટે માન ઓછું થયું, ઓચિંતી સત્તાથી વિવેક રાખવે અઘરો બન્યો, ‘સાધ્યું ઈષ્ટ અને સાધન પણ ઈષ્ટ ' સિદ્ધાંત નેવે ‘મુકાયો.” એ શાશ્ર્વત તેય એ વખતે એ યુવાન વિદ્યાર્થીઓ ઉપર સૌની ભારે આશા બંધાઈ હતી; એનાં બે કારણ હતાં: એક એ કે યુવાના કોઈપણ રાજકીય પક્ષમાં જોડાયા નહાતા; અને બીજું એ કે તે ભારે લાલચની વચ્ચે પણ ભ્રષ્ટાચારી બન્યા નહાતોએ મંગળ આશા સૌનાં એટલે હવે આ યુવાન નેતાઓ દિલમાં હતી, અને એ આશાને લીધે બીજું ઘણું દરણુંક કરવા સૌ તૈયાર હતા. YTB FH – પણ એક વિઘ્ન આવ્યું: આંદોલનમાં ઈષ્ટ પરિણામ જલદી લાવવા હિંસાનાં આશરો લેવાયો હતો. સાધ્ય ઈષ્ટ અને સાધનિક એવું બન્યું હતું. અને એનું અનિષ્ટ પરિણામ જ આવ્યું. હિંસાથી જલદી પરિણામ આવે, પણ હિંસા તો અંધ છે, અને આજે, સારા • ૧=૫*૭ કામ માટે વપરાય અને કોઠે પડી જાય પછી કાલે ખરાબ કામ માટે વપરાય. માટે લેાકો હિંસાથી ડરે છે. ગુજરાતમાં એ દિવરોમાં ટીક હિંસા થઈ. આખા દેશને એની ખબર પડી. ભ્રષ્ટાચાર અને માંઘવારીની લડાઈ .એવી છે કે સફળ થાય તો આખા દેશમાં સફળ થાય. ગુજરાતમાં ભાવ નીચા આવે અને મહારાષ્ટ્રમાં ઊંચા રહે એ' શક્ય નથી: આંદોલન સફળ થાય એ માટે દેશવ્યાપી થાય એ જરૂરી હતું. પણ એ માટે બીજા રાજ્યોમાં પ્રયત્ન થયા ત્યારે પહેલો પ્રત્યાઘાણ એં હતા કે “ અહીંયાં ગુજરાતનું પુનરાવર્તન ન જોઈએ. ” એટલે ઓદાલન થંભી ગયું. અને હવે ખરી કસેટી આવી. યુવાને સમાજનાં કામ કરે, બીજાઓને સુધારી આપે એ જોયું, પણ હવે પોતાનું જ કામ કેવી રીતે કરશે; પોતાની જાતને સુધારશે કે કેમ? પોતાની વાત આવી, ' એટલે કે પરીક્ષાઓની વાત આવી. અને એમાં જે આશા હતી એના ચૂરેચૂરા થઈ ગયા, સ્કૂલ- કોલેજ-યુનિવર્સિટીની પરીક્ષા આપવાની વાત આવી ત્યારે બલિદાન અને ભાગ અને શહીદીના આદર્શો ભૂલી જઈને પોતાનાં સ્વાર્થ અને સગવડની ખાતર હિંસાના ઉપયોગ હવે ભ્રષ્ટાચારની સામે નહિ પણ શિક્ષણ સંસ્થાઓની સામે કરીને પરીક્ષા રદ કરાવી, મેળી બનાવી, નાટક બનાવી. સમાજનું કાર્ય કરી આપ્યા પછી જો એ વિદ્યાર્થીઓએ પોતાનો ભાગ આપીને ગયેલા બે મહિના માટે વધારાના બે મહિના ભણીને રીતસર પરીક્ષાઓ આપવાનો આગ્રહ રાખ્યો હોત તો એમનું માન કાયમ માટે ઊંચું ને ઊંચું રહ્યું હોત, અને એમનું નેતૃત્વ, સાચે જ અમર બન્યું હોત. પણ જે વિદ્યાર્થીઓએ બસે જબરદસ્તીથી ચલાવીને લહેર માણી હતી તેઓ હવે પરીક્ષા વિનાની રજાઓની લહેર માણવા તૈયાર થયા અને પરીક્ષા વિના પાસ થયા. એમાં પાતે ભ્રષ્ટાચારી બન્યા. હવે એ વિદ્યાર્થીઓમાં પસ્તાવે છે અને ચિન્તા છે. કેળવણીનું હજીય અવમૂલ્યન થયું છે, યુનિવર્સિટીનું કારણ હ] એથીય નીચું થઈ ગયું છે. શિક્ષણક્ષેત્રે શિત, નિયમ અને શ્રેષ્ઠતાનાં ધારણ બાંધવા અને એના આગ્રહ રાખવા હાલ કોઈની સત્તા નથી. એટલામાં ચીજોના ભાવ નીચા થયા નથી, ભ્રષ્ટાચારની નાબૂદી થઈ નથી, બેકારીને પ્રશ્ન ઊકલ્યા: નથી. એટલે વિદ્યાર્થીઓમાં નિરાશા હતી તે આજે પણ છે. અને રજાઓ પછી. સ્કૂલ – કૅલેજ ખૂલશે ત્યારે શું થશે એ પ્રશ્ન પણ છે. - આંદાલનમાં વિદ્યાર્થીઓના સારા ગુણા તેમ જ ઊતરતાં ગુણે બહાર આવ્યા, માટે હવે એ સારા ગુણા લઈને કામ લેવાનું છે, અને એ ઊતરતા ગુણાથી ચેતીને વિવેક રાખવાનો છે. સારા ગુણામાં રાજકારણથી અલિપ્તતા અને (પરીક્ષા પ્રકરણ સિવાય) ભ્રષ્ટાચારન અભાવ છે. યુવાનીના જુસ્સા અને આદર્શવાદની સાથે એ ગુણા જોડાય તે દેશને માટે ઘણું કરી શકે; અને અવગુણામાં સ્વાર્થ, હિંસા અને આંતરિક મતભેદો ને ઝઘડ છે. આંદોલને યુવાનોને પેાતાની શકિતનું ભાન કરાવ્યું, આંશિક વિજયનો સ્વાદ ચખાડયો, અંતિમ વિજય હજી દૂર છે એનો ખ્યાલ આપ્યો. .. ગુજરાતના આજના વિદ્યાર્થી સમાજને માટે એક ભગીરથ ઉમદા કાર્ય કરી આપ્યા બદલ ગર્વ અનુભવે છે; પરીક્ષાની બાબતમાં પેાતાના સ્વાર્થ ખુલ્લી રીતે સાધ્યા બદલ શરમ અનુભવે છે; પેાતાના અને દેશના નજીકના અને દૂરના ભવિષ્ય માટે ચિંતા કરે છે. એ વિદ્યા થીની પડખે પ્રેમથી અને ટાહાથી ઊભા રહીએ. $$g • #Gj&> l[ જ ફાધર વાલેસ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy