SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રાવકો ત્યાગીવર્ગ ત્યાં શું કરે છે, ધ્યાન કેમ કરે છે વગેરે બાબતાની ચોકસાઈ કરવા આવેલા. કેટલાક શ્રાવકો માને છે કે સાસાધ્વીઓએ ત્યાં શિબિરમાં જઈ બધું ગુમાવ્યું છે. પ્રતિક્રમણ પડિલેહણ કરતા નહીં. આવી વાતો પ્રચાર પામી છે. પરંતુ વિપશ્યના શિબિરમાં બેઠેલા બધા ત્યાગીઓ પેાતાની એકેએક ક્રિયાઓનું વિધિસર પાલન કરીને જ ત્યાં ગયા છે અમ બધાએ સમજવાનું છે. કોઈ કહે કે જૈનામાં શું ધ્યાન નથી? ત્યાં અન્ય દર્શનની ક્રિયા શા માટે કરવી જોઈએ? મારું નમ્ર મંતવ્ય છે કે જેનામાં બધું છે, ધ્યાનના ઘણા ગ્રંથો પણ છે. ભગવાન મહાવીરે પણ શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન મેળવેલું. ત્યાર પછી થયેલા ધુરંધર આચાર્યો પણ ઉત્કૃષ્ટ કોટિનું ધ્યાન કરતા. આચાર્ચ ભગવાન ભદ્રબાહુ સ્વામી મહાપ્રાણ ધ્યાન કરવા (૧૨ વર્ષ માટે) નેપાળમાં ગયાના ઈતિહાસ છે. આચાર્ય હરિભદ્રસૂરી, માનનુંગસૂરી, હેમચંદ્રસૂરી આનંદધન મ. ચિદાનંદજી, શાંતિવિજયજી, બુદ્ધિસાગરજી વગેરે આચાર્યો વિધિસર ધ્યાન કરતા. પરંતુ જ્યારથી ત્યાગીવર્ગને ગૃહસ્થવર્ગને પોતાના સંપ્રદાયમાં આકર્ષણ કરવાનું થયું, ગૃહસ્થાના પરિચય વધ્યા, ત્યારથી ધ્યાન જેવી પવિત્ર વસ્તુ ઘટવા લાગી. આજે જેનામાં પ્રવકતા સાધુઓ છે, લેખકો છે, કવિએ છે, પેાતાના પ્રભાવ જૈન સમાજ ઉપર પાડે એવા ધુરંધરો છે છતાં પણ ત્યાગીઓમાં અન્ય જૈન સંપ્રદાયો પ્રત્યે ઘણી વાર ધિક્કાર-તિરસ્કારની ભાવના દેખાય છે. ઉદારતા, સહિષ્ણુતા કે સમત્વ યોગ અલ્પ છે. એક જ સંપ્રદાયના જૂથમાં પણ સૌજન્ય, મૈત્રીભાવ નથી મળતા. ચિત્તના સંકલેશ પણ હોય છે. આ બધાંનું કારણ જેનાથી અશાંત મન શાંત બને, ઉદ્ભિગ્ન થયેલું મન સમરસ બને એવું ધ્યાન નથી. જ્યારે પણ શ્રમણવર્ગમાં ધ્યાન માટે તૈયારી રહેશે ત્યારે ધ્યાન કરતાં કરતાં સ્વયં સાંપ્રદાયિક વ્યામે હ ઘટી જશે. અહં અને મનનાં તમામ બંધને છૂટી જશે, બધાં મારાં છે, હું બધાંનેા છું એવા ઉચ્ચ ઉદાત્ત પવિત્ર વચારો તેના મસ્તકમાં સતત ઘૂમ્યા કરશે. આજે અમે ધ્યાનયોગની ઘણી વ્યાખ્યા કરીએ છીએ. રાગ, ધ, મેાહ ધટાડવા સભાઓમાં બુલંદ સ્વરે કહીએ છીએ, અષ્ટાંગ યોગની વાતા, કે યોગની વ્યુત્પત્તિએ સમજાવીએ છીએ, મનેાનિગ્રહ માટે ઘણા બોધ આપીએ છીએ, પણ કોઈ કહે કે મનોનિગ્રહ અમને કરાવેા, ઉત્તેજિત થયેલા ચિત્તને શાંત કરવાને વિધિ બતાવા તે તે વિધિ નથી મળતો. કારણ કે ધ્યાન વસ્તુ જ અત્યારે દેખાતી નથી. આ વિપશ્યના સાધનામાં જે રીતે મનને કેન્દ્રિત કરવા, આખા શરીરમાં ચૈતન્ય જગાડવા, શરીરમાં થતી સંવેદનાઓ પકડવા જે પ્રગટ રીતે બતાવવામાં આવ્યું એવી રીતે કોઈ પણ જૈન આચાર્ય જો આવી મોનિગ્રહની ક્રિયા બતાવશે તે જિજ્ઞાસુએ તૈયાર જ છે, ફકત આ માર્ગ માટે બહાર આવનાર જોઈએ. • પ્રબુદ્ધ જી આ બૌદ્ધદર્શનની સાધનાના એક ભાગ છે તે જાણવાથી કે ત્યાં જવાથી જો વિરોધ થાય છે તે અત્યારે સમગ્ર બૌદ્ધદર્શન કે ષટદર્શન જાણવા કોઈ શ્રમણ તૈયાર થાય તે આજના જૈન સમાજ મંજુરી આપે કે કેમ એ સવાલ છે. જૈનોમાં થયેલા પૂર્વાચાર્યો પહ્દર્શનના જાણકાર હતા. ૨૧મા તીર્થંકરની સ્તવનામાં યોગીરાજ આનંદઘનજીએ પણ કહ્યું છે કે – ષટ્દરિસણ જિન અંગ ભણીને ન્યાસયડંગ જો સાધે રે નિમ જીનવરના ચરણ ઉપાસક ષટ્ દિરસણ આરાધે ૨ (પટ્ ) ૧. જૈનદર્શનમાં સ્થિર થવા માટે પણ ષટ્કર્શન સમજવા જોઈએ એમ ઉપરનું પદ કહે છે. ત્યારની ઉદારતા, સહિષ્ણુતા કેવી રીતે કહી શકાય, ઉપમિતિ ભવપ્રપંચાકથાકાર સિદ્ધષિ ગણી ૨૧ વાર બૌદ્ધ દર્શન જાણવા ગયેલા પણ ત્યાંને અભ્યાસ કર્યા બાદ તેઓ જૈનદર્શનમાં જ સ્થિર થયેલા. આચાર્ય હરિભદ્રસૂરી મ. એ પેાતાના હંસ ને પરમહંસ નામે બે શિષ્યોને બૌદ્ધદર્શન જાણવા. અનુજ્ઞા આપેલી; શ્રાવકોમાં વસ્તુપાળ તેજપાળ સ્વધર્મમાં નિશ્ચળ છતાં અન્ય ધર્મ પ્રત્યે એટલા જ સહિષ્ણુ, ઉદાર હોવાથી મુસ્લિમાને નમાજ પઢવા ૫૧ જેટલી મસ્જિદ બંધાવી આપેલી એવું સાંભળ્યું છે. આવી ઉદારતા અત્યારે બહુ જ ઓછી જોવા મળશે. આજે અનેક જૈનો આ વિપશ્યના સાધનામાં જાય છે, ને જવાનાં છે, પણ આમ કાગારોળ કરવાથી—વિરોધ કરવાથી શું થવાનું છે? આન કરતાં કોઈ પણ પૂજ્ય આચાર્ય જૈનદર્શનમાં કહેલ ધ્યાનની વિધિ બતાવે, મનેોનિગ્રહનો પ્રશસ્ત પ્રત્યક્ષ માર્ગ બતાવે તો કાંઈ સત્ય પ્રાપ્ત કરવા ઈચ્છતા જૈને એ તરફ અવશ્ય નમવાના છે. ..શ્રી વિનોદચંદ્રજી મુનિ જૈત સુભાષિતા स्वस्थानात् यत् परं स्थानं प्रमादस्य वशात् गतः तत्रैव क्रमणं भूयः प्रतिक्रमण मुच्यते !! 6 હા, ૧૬-૪ ૭૪ (વિજયલક્ષ્મીસૂરિજી: ઉપદેશપ્રાસાદ ૩, ૧૫૩) પેાતાને ઠેકાણેથી માણસ ભૂલથી કઠેકાણે જઈ ચડયો હોય ત્યાંથી પાછા ઠેકાણે આવી જાય એનું નામ પ્રતિક્રમણ; (મોઢેથી પોપટના જેવા પાઠ કરી જાય એનું નામ નહિ). પણ કર્યાં કર્માં અનભવે ઈહવે આ સોણ તે તેગુ વેદિઅવ્યું ܐ નિમિત્તમાં પરા હાઈ આ ભવે કે બીજે ભવે માણસે ! કામ કર્યું હોય, તેનું ફળ જ તે ભાગવે છે; બીજા માણસ તો તેમાં નિમિત્તમાત્ર જ બને છે, (માવનગરનું ઉત્તરાધ્યયનસૂત્ર પા. ૨૧૨) यस्याराधन होमजापनियमं किं तेन दान विना । नानारत्नसमन्वितं यदि गृहं किं तेन पुत्रं विना ॥ (રત્નમા, ૨૪૦) આરાધના, હામ, જપ કરે, નિયમ પાળે, પણ તે દાન વિના નિરર્થક:. ઘરમાં હીરામાણેક મેતી હોય પણ પુત્રરત્ન ન હોય તે તે નકામાં. સંધના સભ્યાને નમ્ર વિજ્ઞપ્તિ ગયા વર્ષ ૧૯૭૩ના ઘણા સભ્યોનાં લવાજમ હજુ બાકી છે. તો, ગમું વર્ષ અને ચાલુ વર્ષ ૧૯૭૪ – એમ બે વર્ષના લવાજમના રૂા. ૨૦/– કાર્યાલયમાં મોકલી આપવા, તેમ જ માણસ લવાજમ લેવા આવે તે તેને આપી દેવા વિનંતિ કરવામાં આવે છે. શકશે. ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ.. બહેના માટે શકિતદળ આયાજિત ગ્રીષ્મ શિબિર તા. ૧લી મેથી ૨૧ મે, ૧૯૭૪ સુધી સાપુતારામાં બહેનાની સંસ્થા ‘શકિતદળ' તરફથી એક ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીનાં બહેને પ્રવેશ મેળવી આવશે. આ શિબિરમાં શારીરિક અને આધ્યાત્મિક તાલીમ આપવામાં છાત્રનિવાસ તથા ભાજનખર્ચના ત્રણ સપ્તાહના રૂા. ૧૩૫ ભરવાના રહેશે, જ્યારે ટ્રેઈન – બસના પ્રવાસ સૌ સૌના અલગ રહેશે. વિશેષ માહિતી: ફોન નંબર ૩૫૦૧૭૬ તથા ૩૬૪૨૫૧ માંથી મળી શકશે..
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy