SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૭૪ પ્રબુદ્ધ જીવને ૨૬૯ પ્રકીર્ણ નેંધ ત્રણ વર્ષને અંતે પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સંભાળ્યાને આ અંકે મને ત્રણ વર્ષ પૂરાં થશે. મારા માટે આ નવો અનુભવ રહ્યો છે. તેથી મને ઘણો લાભ થયો છે. મારા વિચારો સ્પષ્ટ કરવાની મને તક મળી છે. મારે સંકોચ હજી ગયો નથી. દર પંદર દિવસે શું લખવું તે વિચાર થાય. એક રીતે મનમાં ઘણું ભર્યું છે, ત્યારે બીજે રીતે એમ થાય છે કે મારે શું નવું કહેવાનું છે? વળી મારું લખેલું ઘણા માણસો વાંચવાની છે તેથી પણ મનમાં કાંઈક ભય અને સંકોચ રહે છે. કયાંય ભૂલ તો. નથી થતી ને? કાંઈ વધારે પડતું, કોઈને વિનાકારણ દુ:ખ કે શોભ થાય તેવું, લખાઈ જતું નથી ને? ભાષામાં સંયમ જાળવવા ખૂબ કાળજી રાખું છું. હાથે લખવું પડે છે તેથી સંક્ષેપ સાથે સ્પષ્ટતાનું લય રહે છે. એટલું કહું કે પ્રામાણિકપણે મને જે લાગે છે અથવા માનું છું તે વિનાસંકોચ લખું છું. મિત્રો તરફથી પ્રોત્સાહન ન મળ્યું હોત તે ત્રણ વર્ષ ચલાવત નહિ. એકંદરે આ ત્રણ વર્ષ દરમ્યાન ‘પ્રબુદ્ધ જીવન ને સારો આવકાર મળ્યો છે એવી મારી છાપ છે. જાહેરમાં લખવું કે બોલવું એટલે કાંઈક ઉપદેશ જેવું લાગે, કોઈકની ટીકા કરવી પડે એવું બને, તેને માટેની લાયકાત ન હોય ત્યારે અભિમાન અથવા દંભ લાગે. હું એટલું કહું કે જે કાંઈ લખું છું તે માત્ર પ્રકટ ચિન્તન જેવું છે. મારાં લખાણ વાંચીને ઘણા મિત્રોએ મને કહયું છે કે જે બાબતો તેમાં આવે છે તે વાંચ્યા પછી વધારે સારી રીતે સમજણ પડે છે. એટલે મને સંતોષ છે. “પ્રબુદ્ધ જીવન’ ખૂબ કાળજીપૂર્વક વંચાય છે, તે મારા ઉપર આવતા પત્રો અથવા મારી સાથે થતી ચર્ચા ઉપરથી જાણ્યું છે. મારા કેટલાક વિચારો સાથે સંમત ન હોય એવા ભાઈઓ તરફથી પણ પત્ર આવે છે. તે એક સુંદર વૈચારિક પન્ન થાય તે જોવાની મારી ભાવના છે. મને બહુ સમય મળતું નથી. મારા અંગત સંપર્ક ઓછા છે. હું એટલી ખાતરી આપું કે બધા પ્રકારના વિચારે, તે જો ખરેખર ચિન્તનનું પરિણામ હશે તે, “પ્રબુદ્ધ જીવનમાં પ્રકટ કરવામાં જરાય સંકોચ નથી. “પ્રબુદ્ધ જીવન” કોઈ ચોક્કસ વિચારો કે માન્યતાઓ ફેલાવવા માટે નથી. બધા વિષય ઉપર લોકો સ્વતંત્ર વિચારતા થાય તે જ ધ્યેય છે. ઘણા લેખકમિત્રો સાથ મળે છે. તેમાંના કેટલાકને તો હું મળ્યું પણ નથી, તે સને અંત:કરણપૂર્વક આભાર માનું છું. વિશેષ આભાર માનવાને રહે છે, ભાઈ યંબકભાઈ મહેતાને જેમણે મારો બોજો ઘણે હળવો કર્યો છે. સંતબાલને આશ્રમ મુનિ સંતબાલ સ્થાનકવાસી સાધુ છે. ૧૯૪૮માં ધોળકા તાલુકામાં ગુંદી ગામ નજીક, તેમણે આશ્રમ સ્થાપ્યું અને ભાલ - નળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના કરી. તે આશ્રમ જોવાની આ રવિવાર તા. ૭મી એપ્રિલે મને તક મળી. તેથી આનંદ થયો. ગયા વરસે ધોળકા તાલુકામાં સાબરમતીની ભારે રેલ આવી હતી, જેથી ઘણું નુકસાન થયું ત્યારે ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર તરફથી તાત્કાલિક રાહત સારા પ્રમાણમાં પહોંચાડી હતી. મેટી સંખ્યામાં મકાને પડી ગયાં છે. તેમાં ૫૦૦ મકાનના બાંધકામ માટે કલ્યાણ કેન્દ્ર તરફથી બે લાખ રૂપિયા મંજૂર કર્યા છે. તે કામ સંતબાલની સંસ્થા અને આશ્રમના કાર્યકર્તાઓ મારફત થવાનું છે. તેના ગૃહનિર્માણ ડેપોનું ઉદ્ઘાટન કરવા ગુંદી ગયો હતે. તે સાથે એક બીજું કામ હતું. ખાદી બોર્ડની ભલામણથી, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા મારફત, ગુજરાતમાં નાના કારીગરોને રૂપિયા એક કરોડની ન આપવાની યોજના મંજૂર થઈ છે. આશ્રમના મુખ્ય કાર્ય-. કર્તા ભાઈ અંબુભાઈ, ગુજરાત સ્ટેટ ખાદી બોર્ડના પ્રમુખ છે અને તેમની ઈચ્છા હતી કે આ યોજનાની લેન વિતરણની શરૂઆત મારા હસ્તક થાય. તે માટે તે દિવસે એક સમારંભ યોજ્યો હતે, જ્યારે ફરતાં ગામડાઓમાંથી નાના કારીગરો આવ્યા હતા તેમ જ સ્ટેટ બેન્કના ઓફિસરો આવ્યા હતા. પણ અત્યારે હું આશ્રમ અને તેની પ્રવૃત્તિઓને કાંઈક ખ્યાલ આપવા ઈચ્છું છું. સંતબાલ, કવિશ્રી નાનચંદ્રજી મહારાજના શિષ્ય. તેમણે દીક્ષા લીધી ત્યારથી તેમની સાથે મારો પરિચય. શ્રી નાનચંદ્રજી મહારાજ પ્રગતિશીલ વિચારના પ્રભાવશાળી વ્યકિત હતા. સંતબાલ પહેલેથી તેજસ્વી. જૈન મુનિની આચારમર્યાદાઓ તેમને અકળાવતી. કાંઈક સક્રિય સેવા કરવાની તીવ્ર ભાવના. તે કારણે ગુરુ સાથે મતભેદ થયે અને છૂટા થયા. ત્યાર પછી લગભગ દસ વર્ષ ભાલ અને નળકાંઠા પ્રદેશમાં વિર્યા. આ પ્રદેશ ઘણે ગરીબ અને પછાત. નપાણિ મુલક કહેવાય. પાણીની બહુ તકલીફ. અંતે ગુંદી ગામ નજીક, સાણંદના ઠાકોરે ૧૨ એકર જમીન આપી ત્યાં આશ્રમની સ્થાપના કરી, ઘણી પ્રવૃત્તિઓ હાથ ધરી. ભાલ - નળકાંઠા પ્રાયોગિક સંઘે આ વિસ્તારમાં ઘણું સુંદર કામ કર્યું છે. સન્નિષ્ઠ કાર્યકર્તાઓનું જૂથ છે. શ્રી ગુલામ રસૂલ કુરેશી તેના પ્રમુખ છે. અત્યારે આશ્રમમાં ખાદી અને ગ્રામોદ્યોગનું કામ સારા પ્રમાણમાં થાય છે. અંબર ચરખા અને ખાદવણાટથી ઘણાં ભાઈ - બહેનને સારી રોજી મળે છે. તેવી જ રીતે ગ્રામોદ્યોગ મારફત સારી સંખ્યામાં ભાઈ - બહેનોને રોજી મળે છે. હાથસાબુ, તેલની ઘાણીએ, નાનાં 'ઓજારો બનાવવા વર્કશોપ, ઊનનું કામ, હાથછડના ચેખા, ગશાળા, વગેરે કામે ચાલે છે. એક દવાખાનું છે, જેમાં કાશીબહેન ખૂબ ઉત્સાહથી કામ કરે છે, ખાસ કરી ગામડાંની સ્ત્રીઓ માટે પ્રસૂતિનું કામ. ખાદી ગ્રામોદ્યોગ ઉપરાંત શિક્ષણનું કામ બહુ સારું છે. ઉત્તર બુનિયાદી તાલીમના ધોરણે ૮ થી ૧૧ સુધીના વર્ગો ચાલે છે, જેમાં ખેતી અને ગોપાલન ઉપર ભાર મૂકયો છે. લગભગ ૭૦ વિદ્યાર્થીઓ આ કામમાં રહે છે. તે ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષાકોને તાલીમ માટે પી. ટી. સી. ના વર્ગો ચાલે છે, જેમાં ૧૨૦ શિક્ષકો બે વર્ષ સુધી આશ્રમમાં જ રહી શિક્ષણ લે છે. ખાદી ગ્રામોદ્યોગ મારફત ગામડાંમાં ઘેરબેઠા રોજી મળવાની શકયતા અહીં જોવા મળે છે. રોજના રૂપિયા ૩ થી ૧૦ સુધી એક વ્યકિત કમાય. બીજી વિશેષતા વીજળીના ઉપયોગની. ગામડાં સુધી વીજળી પહોંચી તેને ગ્રામોદ્યોગના કામમાં કેટલે ઉપયોગ થઈ શકે છે તે જોવા મળ્યું. તેલની ઘાણી, હાથે દળવાની દાંટીઓ વગેરેમાં વીજળીને ઉપયોગ થાય છે. વીજળીથી વિકેન્દ્રિત નાના ઉદ્યોગ ગામડાં સુધી પહોંચી શકે છે. પણ પ્રત્યક્ષ કામ થાય છે તે ઉપરાંત, આ આશ્રમની સાચી કિંમત તો તે આજુબાજુના વિસ્તાર માટે કેટલું મોટું પ્રેરણાસ્થાન છે તે મુખ્ય વાત છે. ફરતા વિસ્તારમાં આ આશ્રમને લીધે સંખ્યાબંધ સહકારી મંડળીઓ થઈ છે, જે સારી રીતે ચાલે છે. પાઈપલાઈનથી આ ગામડાઓમાં પાણી પહોંચાડવાની યોજના થઈ ગઈ છે. લોકોમાં જાગૃતિ આવી છે. અને આ વિસ્તારમાં કાંઈ સંકટ હોય - દુષ્કાળ, રેલ રાહત જેવું- તો આશ્રામવાસીઓની સેવા કોને મળે છે. આશ્રમમાંથી તૈયાર થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો કાંઈક ભાવના લઈને ગામડાઓમાં જાય છે. આ દેશમાં ત્યાગી પુરુષોને આદર છે. સત્તા કે લક્ષમી કરતાં ત્યાગને જ આપણે ઊંચું સ્થાન આપ્યું છે. અત્યારે ભ્રષ્ટાચારની આંધી ફેલાઈ છે તે દૂર કરવાનો એક ઉપાય સાચા ત્યાગી અને પ્રામાણિક પુરુષ લેકસેવાના કામમાં લાગે તે છે. એક જૈન મુનિ ધારે તે કેટલું - સમાજકલ્યાણનું કામ કરી શકે છે, તે અહીં જોવા મળે છે, આરંભસમારંભ અને હિંસા - અહિંસાના વમળમાં પડયા વિના, માનવકલ્યાણનાં કાર્યો માટે પ્રેરણાસ્રોત થઈ શકાય છે. સંતબાલે એનું ઉદાહરણ પૂરું પાડયું છે. તેમની પ્રેરણાથી મુંબઈમાં પણ માતૃસમાજ સંસ્થાઓ ચાલે છે, જેમાં ગરીબ બહેનોને રોજી મળે છે. કેટલાક સમયથી સંતબાલ પાલઘર પાસે ઈંચણીમાં આશ્રમ કર્યો છે. હવે ત્યાં રહે છે અને તે વિસ્તારમાં પણ આવું કામ આરંભ્ય છે. “ વિશ્વવાત્સલ્ય” સાપ્તાહિક પણ ચલાવે છે. ચીમનલાલ ચકુભાઈ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy