________________
૨૮
પ્રબુદ્ધ જીવન
ઊથલાવી પાડવાનું કાવતરું છે અને ઑગસ્ટમાં આવનાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની આ બધી તૈયારી છે. લોકશાહી ધોરણે ચૂંટાયેલ ધારાસભા સામે આવી હિંસા લેાકશાહી માટે જ ભયરૂપ છે. જયપ્રકાશ કહે છે સાચી લોકશાહી સ્થાપવા આ લડત છે. વિશેષમાં જયપ્રકાશ કહે છે કે કાગ્રેસને હટાવી બીજા કોઈ રાજકીય પક્ષને સત્તા પર લાવવામાં તેમને રસ નથી. એ તે ભૂત મરે અને પલિત જાગે એવું થાય. These are partisan aims and their achievements will make no difference. It will be replacing Tweedledum for Tweedledee.
જયપ્રકાશ જે પ્રકારની બિનપક્ષીય લોકશાહીની વાતો કરે છે તેમાં ઘણા સર્વોદય કાર્યકર્તાઓ પણ માનતા નથી. સર્વ સેવા સંઘ તરફ્થી બહાર પડેલ છેલ્લા નિવેદનમાં વિનોબાજીએ એમ કહ્યું છે કે હિંસાને ઉત્તેજન મળે તેવું કોઈ પગલું ભરવું ન જોઈએ એટલું જ નહિ પણ અત્યારે જ્યાં સુધી ભારત, પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે સ્થાયી શાન્તિ ન થાય ત્યાં સુધી, સરકાર સામે અહિંસક આંદાલન પણ કરવું ન જોઈએ. માત્ર રચનાત્મક કાર્ય કરવું. વિનોબાજી અને જયપ્રકાશ વચ્ચે અંતર પડાવવાની બીજા કોઈને જરૂર નથી. તે અંતર ઉઘાડું છે, સર્વોદયના કાર્ય અંગે નહિ, પણ સર્વોદય કાર્યકર્તાઓએ રાજકારણમાં પડવું કે નહિ તે વિષે. બેમાંથી કોને રાહુ અને સલાહ દેશના વધારે હિતમાં છે તે વ્યકિતગત અભિપ્રાયની વાત છે.
જયપ્રકાશ વારંવાર કહે છે કે તેમને કોઈ અંગત સ્વાર્થ નથી, સત્તા મેળવવાની કોઈ દિવસ પોતે ઈચ્છા કરી નથી. અનેક વખત તેમણે કહ્યું છે કે તેમણે ધાર્યું હાત તો પોતે રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન થઈ શકત, પણ તેવા કોઈ પ્રયત્ન કર્યો નથી અથવા કરવા ઈચ્છતા નથી. તદ્ન અપરિગ્રહી છે અને તેમનો નિર્વાહ પણ મિત્રએ કરવા પડે છે તે વિષે વિગવાર નિવેદન બહાર પાડયું હતું. માત્ર દેશના હિતમાં જ અને લોકોના કલ્યાણ માટે તેમણે આ માર્ગ લેવા પડે છે.
જયપ્રકાશનાં ત્યાગ, પારદર્શક પ્રામાણિકતા, દેશપ્રેમ અને ગરીબાની દાઝ વિષે શંકાને કોઈ સ્થાન નથી. એમના વિરોધીઓ ભલે એમ કહે કે ત્યાગ, પ્રામાણિકતા, નમ્રતા વગેરે ગુણોને પણ અતિ સૂક્ષ્મ રીતે સત્તાની વાંછના સંતેષવાનાં સાધન બનાવી શકાય છે. પણ જયપ્રકાશને જેઓ જાણે છે તેઓ આવી શંકા લાવશે નિહ.
જ્યપ્રકાશ કહે છે વર્તમાન પરિસ્થિતિ તેમને માટે અસહ્ય છે અને તે સમગ્ર તંત્રની સમૂળી ક્રાન્તિ ઈચ્છે છે. તેઓ કહે છેકે નૈતિક ક્રાન્તિ વિના આ પરિસ્થિતિ સુધરે તેમ નથી. જયપ્રકાશના આ વિધાન સાથે ઘણા સંમત થશે. સવાલ એ છે કે આવી નૈતિક ક્રાન્તિ કેવી રીતે થઈ શકે ? ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી, નફાખોરી, કાળાં બજાર, ચૂંટણી પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ, આ બધાં અનિષ્ટો વ્યાપક છે. સમગ્ર પ્રજાએ પુરુષાર્થ કરી તે સામે લડવાનું છે. મોંઘવારી, બેરોજગારી, કેટલેક દરજજે સરકારી પગલાંથી હળવાં કરી શકાય, પણ વિશ્વપરિબળાને તેમાં ફાળા છે. તેલની કટોકટી આપણા કાબૂબહારની છે. સરકારે આર્થિક નીતિમાં ઠીક ઠીક ફેરફારો કર્યા છે. ચોખાના વેપાર સરકાર હસ્તક લેવાના નિર્ણય છેાડી દીધો, ઘઉંનો વેપાર ફરી મુકત કર્યો. બજેટ ઉત્પાદન અને બચતલક્ષી કર્યું, વિદેશી હૂંડિયામણની ભારે તંગી છતાં આયાત નિકાસનીતિ ઉત્પાદનલક્ષી કરી, મોંઘવારી માટે જવાબદાર બીજા અનિષ્ટો - ભ્રષ્ટાચાર, સંગ્રહખારી, નફાખા રી – માટે સરકાર અને પ્રજાએ સાથે મળીને લડવાનું રહે છે. કામચારી અને ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય રોગેા છે. રેલવે અને સરકારી કર્મચારીઓ તેમ જ કારખાનાંના મજૂરો હડતાળા પાડે, મોટા પગારવધારા માગે તેની અસર મોંઘવારી ઉપર થાય છે. પ્રજાના ઉગ્ર અસંતોષ માત્ર સરકારને ઊથલાવી પાડવાની પ્રવૃત્તિમાં જ મર્યાદિત થાય અને તે પણ મંત્રીમંડળાને રાજીનામાં અપાવવા અને ધારાસભાઓ વિસર્જિત કરાવવી, એ જ રહે તો ઉત્તેજના આવે, પણ પરિણામ બહુ ન આવે.
શ્રી જયપ્રકાશ એમ માને છે કે એક વખત ભડકો -Flare-up થવા જોઈએ. ત્યાર પછી શું તે સવાલ અત્યારે પુછાય તેમ નથી, કોઈ તેના જવાબ આપે તેમ નથી. ગુજરાતમાં મંત્રીમંડળે રાજીનામું આપ્યું અને ધારાસભાનું વિસર્જન થયું. એવું જ કદાચ બિહારમાં થશે, પછી બીજા રાજ્યોનો વારો આવશે. બિજુ પટનાયક અને ચરણસિંહનું આમંત્રણ જયપ્રકાશને છે જ. જયપ્રકાશ પક્ષીય રાજકારણમાં માનતા નથી, પણ ધારાસભા અને ચૂંટણી સ્વીકારે છે. તેમના મત મુજબ ઉમેદવારો પ્રજાએ પસંદ કરવા જોઈએ, કોઈ રાજકીય પક્ષના હાવા ન જોઈએ. સેવાભાવી, પ્રામાણિક, કુશળ માણસા પસંદ કરવા જોઈએ. શ્રી જયપ્રકાશ અને તેમના સાથીઓ આ કામ કયારે અને કેવી રીતે કરશે તે અત્યારે આપણે જાણતા નથી. જયપ્રકાશ પાતે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન થાય એવું સૂચન તેમને અપમાનજનક લાગે છે. એક પછી એક રાજ્યામાં ધારાસભાઓ વિસર્જિત કરાવવી એટલા જ તાત્કાલિક કાર્યક્રમ લાગે છે. તેથી સંગ્રહખારી, નફાખોરી, ભ્રષ્ટાચાર કેમ નાબૂદ થશે અથવા મેઘવારી કે બેરોજગારી કેમ ઘટશે તેના અત્યારે વિચાર કરવાના અવકાશ નથી. દેશમાં રાજકીય અને આર્થિક કટોકટી છે તેને માટે આવા સંધર્ષ સિવાય બીજો કોઈ માર્ગ નથી?
કોઈ વખત મનને એમ થાય છે કે કાળ બળ પાતાનું કામ કરે છે. બીજાને નિમિત્ત બનાવે છે. નિમિત્ત બનવાવાળા માને છે પાતે કરે છે. પછી તે હડસેલાઈ જાય છે. અને બીજાઓ આવે છે, જે ધાર્યું હોય તેથી જુદું જ કરે છે, અને તેમ જગન્નાથજીના રથ ચાલ્યા કરે છે. ચીમનલાલ ચકુભાઇ ૧૨-૪-’૭૪
સાદી સીધી વાત
( છંદ સવૈયા)
તમે ગયા ને અમે રહ્યાં – બસ
સાદી સીધી વાત,
સાદી સીધી વાત છતાં કે મચવે ઉલ્કાપાત.
“દુ:ખનું એસડ દ્હાડા” – જાણી
ચહું કાળ વહી જાય, હિંગરાય પણ કાળ માહરો વ્યથા - હીમની માંહ્ય,
ઘર આખું, પણ છત તૂટયું ત્યાં કેમ કરી રહેવાય ?
એક જ ભાગ નથી, પણ આને ઘર તે યમ કહેવાય ?
તા. ૧૬-૪-૭૪
ગણિત કહે છે – એક જતાં રહે બાકીના સૌ અંક, પણ શેં પળમાં રત્ન જતાં અમ થયાં રાયના કૈંક ?
“તમે ગયા ને અમે રહ્યાં ” – બસ નાનકડી એ વાત શાંતસાગરે શે ઉમટાવે પ્રચંડ ઝંઝાવાત ?!
(* શ્રી પરમાનંદભાઈ કાપડિયાની ત્રીજી પુણ્યતિથિએ )
-ગીતા પરીખ