SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. y south 54 Licence No.: 37 प्रबद्ध 41 “પ્રાદ્ધ જૈન”નુ નવસંસ્કરણ * & % ૨૪ મુંબઇ, એપ્રિલ ૧૬, ૧૯૭૪ મગળવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શલિંગ : ૧૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહે હવે ખિહારના બિહારમાં આંદોલન વેગ પકડતું જાય છે. ધારાસભામાં ફરી મારામારી થઈ અને અચાક્કસ મુદત માટે મોકૂફ રાખવી પડી. હવે આંદાલનની આગેવાની શ્રી જ્યપ્રકાશ નારાયણે લીધી છે. વિરોધ પક્ષના કોઈ પણ નેતા કરતાં જયપ્રકાશની પ્રતિષ્ઠા દેશમાં અને ખાસ કરી બિહારમાં વધારે છે. તેને કારણે બિહારનું આંદોલન ગુજરાતના માર્ગે જાય તો નવાઈ નહિ. જયપ્રકાશનાં નિવેદનની ભાષામાં વધારે તીવ્રતા અને તેના ભાવમાં વધારે ઉગ્રતા આવતાં જાય છે. શરૂઆતમાં સરકારની કોઈ નીતિની ટીકા કરતું નિવેદન તે બહાર - પાડતા ત્યારે કાળજી લઈને ખુલાસા કરતા કે પોતે ઈન્દિરા ગાંધીના વિરોધી નથી, બલ્કે તેમને સફળતા ઈચ્છે છે. I am not anti Indira. As wind bhara el યજરાતમાં લીધું છે તે સાધુ *ગ્રેસ સામે છે. બિહારમાં મુખ્ય મંત્રીને મિત્રભાવે એમણે સલાહ આપી કે કોંગ્રેસ વરિષ્ઠ મંડળની પરવા કર્યા વિના, મુખ્ય મંત્રીએ રાજીનામું આપી દેવું. થેાડા દિવસ પહેલાં તેમના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે શાન્ત પ્રતિકાર કરવાના પ્રજાના અધિકારને ઈનકારવામાં આવશે તો પોતાની નાદુરસ્ત તબિયત છતાં, પોતે આંદોલનની આગેવાની લેશે. આ માત્ર શરૂઆત હશે, બીજું ત્યાર પછી થશે. That shall be the beginning. The rest will follow. સાથે ઉમેર્યું હતું કે આ ધમકી નથી પણ મિત્રભાવે ચેતવણી છે. ૮ મી તારીખે તરુણ શાન્તિસેના, સર્વોદય મંડળ, ગાંધી શાન્તિપ્રતિષ્ઠાન વગેરે સંસ્થાઓને આકાયે શાન્તિ સરઘસ નીકળ્યું, જેની પત્રિકાઓમાં મુખ્ય મંત્રીનું રાજીનામું, ધારાસભાનું વિસર્જન વગેરે માગણી કરી છે. જ્યપ્રકાશે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, કાળાં બજાર, નફાખોરી, સંગ્રહખોરી, શિક્ષણપદ્ધતિની નવરચંના અને સાચી 'લોકશાહી માટે લડી લેવાને તે નિર્ધાર કર્યો છે. જે લોકો એમ માને છે કે સર્વોદય કાર્યકર્તાઓ ભલા માણસ છે અને અહિંસક ક્રાન્તિની વાતો જ કરવાવાળા છે તેમને આશ્ચર્ય થાય તેવું થશે. દિલ્હી, પટના અને બીજે કર્યાંય પણ . ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ વગેરેના પાતે મૂક સાક્ષી રહી શકે તેમ નથી. ગમે તે કિંમત ચૂકવવી પડે તે પણ લડી લેવાનો આખરી નિર્ણય છે. भुवन » શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૦-૪૦ પૈસા આવું આંદેલન શાન્ત ન રહી શકે તે પોતે જાણે છે. એટલે હિસા થાય તે તેને માટે પોતે અને આંદોલન કરનાર જવાબદાર નહિ હોય, પણ તેનાં કારણે બીજા છે. તે માટે ચાર કારણા બતાવ્યાં છે. એક, લોકોના અંતરમાં હિંસા · ભભૂકી રહી છે; બીજું, લોકોને એમ ખાતરી થઈ છે કે શાન્ત અને બંધારણીય વિરોધની સરકાર પર કાંઈ અસર થતી નથી; મોટા પાયા પર તોફાન થાય તે જ સરકાર સાંભળે છે; ત્રીજું, સરકારે પોતે પાતાની હિંસા પર અંકુશ મૂકવા જોઈએ તે મૂકતી નથી અને પોલીસ વધારે પડતા બળના વારે ઉપયોગ કરે છે, જેના પ્રત્યાઘાત પડે છે; અંતમાં, અસામાજિક તત્ત્વો હિંસક તોફાન કરે છે. ગુજરાતમાં આવા આંદોલન સામે નમતું મૂકવું પડયું. ત્યાર પછી રાજ્યમાં એને કેન્દ્રમાં સરકાર અને કૉંગ્રેસે મક્કમ વલણ લીધું છે. ઈન્દિરા ગાંધી તેમનાં પ્રવચનામાં પ્રજાને અને કોંગ્રેસ કાર્યકરોને લોકશાહી સામેની આવી હિંસાના પ્રતિકાર કરવા આહવાન આપી રહ્યાં છે. ભુવનેશ્વરના એક પ્રવચનમાં સર્વોદય આગેવાના અને કાર્યકર્તાઆએ સર્વોદયનું રચનાત્મક કામ છેાડી રાજકારણમાં પડયા તેની ટીકા કરી. હિંસાને ઉત્તેજન આપતી આવી પ્રવૃત્તિથી વિનોબાજીને ખેદ થયો છે એમ પણ કહ્યું. જયપ્રકાશ નારાયણે આ ટીકાના સણસણતા અને રોષભર્યો જવાબ આપ્યો છે. સર્વોદય કાર્યકર્તાઓને તેમની ફરજ શીખવવાની અને તેમની જાણીતી કળા અજમાવી વિનોબાજી અને જયપ્રકાશ વચ્ચે અંતર પાડવાની ચેષ્ટા, ઈન્દિરા ગાંધીએ ન કરવી એવી ચેતવણી આપી છે. ઈન્દિરા ગાંધીની કહેવાતી પ્રતિભા અને ચૂંટણીમાં મળેલ સફળતાથી ઈન્દિરા ગાંધી એમ માનતાં હોય કે તેઓ ગમે તે કરી શકે છે —— She can get away with anything તો ઈન્દિરા ગાંધી મૂર્ખાઓની દુનિયામાં વસે છે. She is living in a fool's paradise. શ્રી જયપ્રકાશ અને તેમના જેવા વિચાર ધરાવતા સર્વોદય કાર્યકર્તાઓ અને કોંગ્રેસ વચ્ચે. આ સીધા સંઘર્ષ છે. વિરોધ પક્ષો તેમના આંદાલનને આવકારે અને ટેકો આપે તે સ્વાભાવિક છે. પણ તેમના આધાર વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ ઉપર વિશેષ છે. ૮ મી તારીખે પટનામાં એક ભવ્ય અને શિસ્તબદ્ શાન્ત સરઘસ જયપ્રકાશની આગેવાની નીચે નીકળ્યું. પેાતાની મૌન તાકાતની પ્રતીતિ કરાવવા, મેરિચામાં જોડાયેલ ભાઈ - બહેનોએ મુખ પર ગેરુઆ રંગના કપડાની પટ્ટી બાંધી હતી અને પીઠ પાછળ બન્ને હાથ બાંધેલા હતા. લડતના હવે પછીના કાર્યક્રમ તેમણે જાહેર કર્યો નથી, પણ તેમની માગણીઓ જોતાં બિહારમાં મંત્રીમંડળને રાજીનામું આપવા ફરજ પાડવી અને ધારાસભાને વિસર્જિત કરાવવી તે દિશામાં પગલાં લેશે એમ જણાય છે. આવા આંદોલનના મુકાબલા કરવાની સરકારે અને કૉંગ્રેસે શરૂઆત કરી છે. નાગપુરમાં સભા છેઊંડી જવી પડી અને મુંબઈની મુલાકાત રદ કરવી પડી હતી. તેવી જ પરિસ્થિતિ સર્જવા પૂનાની મુલાકાત વખતે વિરોધ પક્ષાએ પૂરી તૈયારી કરી હતી તેના મહદશે સફળતાથી સામને કર્યો. બિહારમાં પણ સરકાર અને કૉંગ્રેસ પક્ષે એવી જ તૈયારીઓ થઈ રહી છે. કૉંગ્રેસે નાગરિક સમિતિ અને છાત્ર પરિષા, રચી છે. આંધ્રમાં ઘણાં તાફાનો પછી તાજેતરની હૈદરાબાદની મુલાકાત વખતે ઈંદિરા ગાંધીને સારો સહકાર મળ્યો. પૂનાના પ્રવચનમાં ઈન્દિરા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સરકારને એક પછી એક રાજ્યમાંથી અને છેવટ કેન્દ્રમાંથી
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy