SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧૪-૭૪, - - - - - 3 લોકશાહીમાં નેતૃત્વ - | “સૂઝવીકના તા. ૧૮-૩-૭૪ ના અંકમાં એક મનનીય લેખ છે: Another Shortage : Leaders, તે મુખ્યત્વે યુરોપઅમેરિકા વિશે છે પણ આપણા દેશને મહદંશે તેમાં કહ્યું છે કે તે લાગુ પડે છે. તેને સારભાગ ગુજરાતીમાં અહીં આપું છું: મોટા ભાગનો રાષ્ટ્રીય નેતાઓ સવિશેષ રીતે સામાન્ય સમૂહ જેવા જણાય છે, જે લોકોના ટેકા અને વ્યકિતગત પ્રેરણા ઉભયથી વંચિત છે. મેટી મંદીના અને બીજા વિશ્વયુદ્ધના ગાળા | પછી પશ્ચિમમાં રાજકીય અસ્તવ્યસ્તતા કયારેય આટલી ઘેરી ન હતી. કઈ પણ સરકારની લોકપ્રિયતામાં બીજા કશા કરતાં ભાવને જાલિમ વધારે અતિ ઝડપથી સુરંગ ચાંપે છે અને ઔદ્યોગિક જગતમાં ચલણના ફ ગાવાનો વર્તમાન ઉપદ્રવ એક પેઢી જેટલા સમયમાં સૌથી દારુણ છે. લોકશાહીને એક મેટ ગુણ એ છે કે વાસ્તવિકતાઓને પ્રકાશમાં લાવવાની, શાસકો પેતાના દોષ જાહેર કરે અને ન્યાયની દેવડીએ ખડા થાય તે માટે તેમને હાજર કરવાની એક પદ્ધતિ પૂરી પાડે છે. પણ પુષ્કળ વરવી વાસ્તવિકતાને જો કે પ્રકાશમાં લાવવામાં આવી છે તે ય થોડા સફાઈદાર શાસકો સફળતાપૂર્વક તેમને છાવરી શકતા હોય તેમ જણાય છે. પ્રતિનિધિત્વ સ્વરૂપની સરકાર આત્મ - સુધારણા માટેનાં જોમ ને ક્ષમતા ધરાવે છે કે કેમ, એ આજના યુગપ્રશ્ન છે. “આધુનિક સરકારનો એક શાપ એ છે કે આજના પ્રશ્નો વેગ ઘણી વાર, પ્રજાકીય નેતાઓની તેમને હાથ ધરવાની શકિતને - અતિક્રમી જતા જણાય છે. પડકાર અને તેને હાથ ધરવામાં આવે તે વચ્ચે હંમેશાં વિલંબને એક ગાળો રહેતો જણાય છે. - “આજની સમસ્યાઓની જટિલતા એવી છે કે જેને ભૂતકાળના પ્રતિભાસંપન્ન નેતાઓને સામને કરવો પડયો ન હતો. સમસ્યાઓની આ નવી સંકુલતા આંતરરાષ્ટ્રીય સહકારના એક નવા પ્રમાણની અપેક્ષા રાખે છે, પણ લાંબા ગાળાના જગતવ્યાપી આયોજનના હિતમાં, ટૂંકા ગાળાનાં રાષ્ટ્રીય હિતને ભેગ આપવાનું . જોખમ વહોરી લેવાની બહુ ઓછાની તૈયારી છે. સંસદો અને ધારામંડળ જુનવાણી તંત્રવ્યવસ્થાથી પાંગળાં બન્યાં છે અને મુલ્લક ખરડામાં ખૂંપેલાં છે. જગતવ્યાપી ધોરણે, રાજકારણની વિભાવના અને રાજકારણને વ્યવસાય પ્રતિષ્ઠા ખોઈ બેઠાં છે. . “આમ નેતાગીરીની બૌદ્ધિક કક્ષા પહેલાં કયારેય હતી તે કરતાં આજે વધુ મહત્વની બની છે, પણ રાજકારણ આજે અસાધારણ બુદ્ધિપ્રતિભાને આકર્ષી શકતું જ નથી. આ તંગી જગતવ્યાપી છે. લોકશાહી શાસનને પડી રહેલાં અનિષ્ટો માટે, આમ છતાં એકલા બેફામ કે વામણા રાજકારણીઓ જ પૂરેપૂરા જવાબદાર નથી. તેમને ચૂંટનારા સંભવ છે કે તેમની પાસેથી વધુ પડતી અપેકાઓ રાખતા હોય. “આપણે એવી લોકશાહી પદ્ધતિ વિકસાવી છે જેમાં આપણા લોકો વિકાસ અને આવકના એકધારા એક વાર્ષિક વધારાની અપેક્ષા રાખતાં થયાં છે–ભલે પછી તેનાં સામાજિક પરિણામે ગમે તે હોય ! એ સાથે જ નાગરિકપણું, એટલે કે, સમાજ પ્રત્યેની વફાદારીની ભાવના, પ્રસંગે પાત્ત સામૂહિક હિતેની આગળ વ્યકિતગત હિતેને ગૌણ ગણવાની ભાવના, વધુ ને વધુ અપ્રિય બની રહી છે. “લોકશાહી આજે એવી દશામાં છે જેમાં લોકોની લાગણીઓને પિતાની વાકછટા વડે બહેકાવતા અને તેમના પૂર્વગ્રહોને લાભ લઈને તેમને ફરી કોઈક પ્રકારના ફાસીવાદને માર્ગે દોરી જવા તત્પર એવા ચળવળખાર નેતાને માટે પોતાનું વર્ચસ જમાવવાનું ઘણું જ સહેલું બની જાય. પૃથજન ચલણના ફુગાવા અને બળતણની કટોકટી જેવા કેટલાક વધુ મહત્ત્વના પ્રશ્ન સંબંધમાં ખાસ કશું કહી શકે તેમ નથી. એ પ્રશ્નને તે સમજતો નથી અને તેથી તે પ્રશ્નોને ઉકેલવાનું પોતાના આગેવાને માટે શાથી આટલું કઠિન છે તે વસ્તુ તે જોઈ શકતા નથી. ખરેખરી જરૂર તે આધુનિક લોકશાહી શાને માટે છે તે સંબંધે પાયાની ફેરવિચારણા કરવાની છે.” - જે ચિંતા ‘ન્યૂઝવીક'ને ઘેરી રહી છે તે જ ચિતા ‘ટાઈમ” મેગેઝિન પણ વ્યકત કરે છે, તેના ૧૮-૩-'૭૪ ના અંકમાં Fading will, Fading Dreams- ‘ઓસરતી સંકલ્પશકિત, ઓસરતાં સ્વપ્ન ” ના લેખમાં આ જ વિલાપ છે. તેને સારભાગ ગુજરાતીમાં આપું છું: યુરોપ - એક સ્વપ્ન, અક આદર્શ જાણે મૃત્યુ પામેલ છે. અથવા મૃત:પ્રાય બની ગયેલ છે. દિવ્ય દર્શન ઝડપથી ઝાંખું થઈ રહ્યું છે. યુરેપ વિષાદ અને અસ્તવ્યસ્તતાની સ્થિતિમાં સ્થાયી બની ગયું છે. આ એ ઘેરે વિષાદમય ભાવ છે કે કેટલાક ખૂબ જ નિષ્ઠાવાન બૃહદ્ યુરોપવાદીઓ પરંપરાગત સંસદીય લોકશાહીના ભાવિ વિશે જ આશંકા સેવવા લાગ્યા છે. આ અસ્વસ્થતા માટેનું પાયાનું કારણ, શું ડાબેરી કે શું જમણેરી, પણ રીઢી બની ગયેલી સરકારો પ્રત્યેની પ્રજાકીય નિભ્ર ત્તિમાં રહેલું છે. આ સરકારો કટોકટીઓને હાથ ધરવા અશકિતમાન છે એટલું જ નહિ, તેઓ દેખીતી રીતે જ તેમની સમસ્યાઓ લોકોને જણાવી પણ શકતી નથી. ચોતરફથી તેઓ ભ્રષ્ટાચારમાં – સ્કેન્ડલમાં - ગળાબૂડ છે; સરકારી અમલદારો લાંચ લેતા હોય છે, વિરાટ કંપનીઓ અઢળક નફા કમાતી હોય છે અને એક ચલણ - બજારમાંથી બીજા ચલણ - બજારમાં અબજો ડૅલરની ઊથલપાથલ થતી હોય છે. યુરોપિયન પિતાના નેતાઓને પ્રજાની નજરથી વધુ ને વધુ દુર જઈ રહેલા જુએ છે. પ્રધાનને એવા ફતવા બહાર પાડતા જુએ છે જે તેમની બચતને ધોઈ નાખે છે અથવા તેમનું મનવાંછિત વેકેશન ભાગવવાનું અશકય બનાવી દે છે. ફ્રાન્સના પ્રમુખ થોડા અંગત સલાહકારથી વીંટળાઈને પોતાનો મોટા ભાગને સમય ડાબેરીઓની વધી રહેલી આ વગ વિશે ચિંતનમાં ગાળી રહ્યા છે. વિલી બ્રાન્ટ. તે ભાવિ વિશે એથીય વધુ ગમગીન છે. કટોકટીના આ વર્તમાન સમયે યુરોપી રાષ્ટ્રોના વડાઓ, લગભગ અપવાદ વિના, માત્ર ટેકનિશિયન, મતો અને નોકરશાહીઓને પ્યાદાંની જેમ ગેઠવવા – ચલાવવામાં કુશળ એવા માણસે છે, પ્રજાને પ્રેરણા આપી શકે, સંગઠિત બનાવી શકે યા સ્પષ્ટીકરણ પણ કરી શકે તેવા નેતાઓ નથી.. “આજની કરુણતા એ છે કે કઈ મહાઆફત આવી પડે . તે જુદી વાત છે, પણ અત્યારે તે જેના પર યુરોપીય સમાજની પ્રતિષ્ઠા થયેલી છે તે ભવ્ય સ્વપ્નની પુન:પ્રતિષ્ઠા કરી શકે તેવાં કોઈ બળે નજરે પડતાં નથી.” નોંધ : યુરોપના અંધકારમય ભાવિ વિશે લખતાં “ન્યૂઝવીક’ જણાવે છે કે અણુબોમ્બ અને અણુશસ્ત્રોનો ભય ન હોત તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોત. તેલની કટોકટીથી યુરોપ અને અમેરિકાના સંબંધોમાં ભારે તંગદિલી થઈ છે. કિસિજર અને નિકસને યુરોપને ગંભીર ચેતવણી આપી છે. દરેક દેશમાં સરકાર : તેમ જ રાજકારણી વ્યકિતઓ અને પ્રજા વચ્ચે મોટું અંતર પડયું છે. સરકારને અણવિશ્વાસ વધતો જાય છે. અમેરિકામાં વોટરગેટ પ્રકરણે નૈતિક કટોકટી સર્જી છે. આવી રાજકારણી અસ્થિરતા છતાં યુરોપના દેશો અને અમેરિકા એ નિભાવી શકે છે, કારણકે તે દેશ સમૃદ્ધ છે, તેની ઉત્પાદનશકિત વિશાળ છે. આપણને રાજકીય અસ્થિરતા અને ગરીબાઈ બને પીડે છે તેથી આપણી પરિસ્થિતિ વધારે સ્ફોટક છે, તે કારણે સમજદાર વ્યકિતએની જવાબદારી વિશેષ છે. ૨૪-૩-૭૪ ચીમનલાલ ચકુભાઈ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને ' મુંબઈ-૪, ટે. નં. ૩૫૦૨૯૬. પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - - - - - - -
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy