________________
૨૬
છે અને તેના એ લોકો શે। ઉપયોગ કરવાના છે? શું કોઈ મનવિજ્ઞાનશાસ્ત્રી ખરેખર એમ માનતા હશે કે અલ્સ્ટરમાં વિજય મેળવવા માટે અસંખ્ય માનવીબેને ગાંડા બનાવી મૂકવા જેવી કિંમત આપવી પડે તે પણ વાંધા નહિ?”
અને વિખ્યાત વિજ્ઞાનીગા, પૈશાચી અત્યાચારોની રીતેા અંગે સંશાધન કરવામાં સાંડોવામા હોય એવા ૨૪ એક જ સેન્ટરના કિસ્સા છે એવું પણ નથી. ‘વર્લ્ડ મેડિસીન’ તે જણાવે છે કે દક્ષિણ વિયેટનામમાં અમેકિન દળાએ ગુજારેલા અાચારોની સરકારકતા નક્કી કરવા માટે રેન્ડ કોર્પોરેશને આવા લગભગ ૨૦૦૦ કિસ્સાઓને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતા એવી જુબાની અમેરિકાના કુવિખ્યાત સી. આઈ. એ.ના એક માજી સભ્ય એન્થની રૂસો આપી હતી. અને હવે તે યુરોપિયન દેશોમાં રાજદ્વ્રારી ન હેાય એવા સામાન્ય કેદીઓ માટે પણ ચોક્કસ પ્રકારના અત્યાચારો, દમન વગેરે વાપરવાની હિમાયત થઈ રહી છે. પશ્ચિમ જર્મનીમાં પ્રૂએન્ગેશાઈમ ખાતે જે નવી જેલ સ્થાપવામાં આવી છે તેના બાંયકામની રચના જ એવી છે-૨)વી વિશિષ્ટ છે કે ોમાં પુરાનાર કેદી થાડા જ દિવસમાં ઈન્દ્રિયો દ્વારા થતા પરિસરના ઉપભાગ ભૂલી જાય છે. આ જેલ અંગ્રેજીમાં જેને “સેન્સરી ડિપ્રાઈવેશન એનવાઈરનમેન્ટ” કહે છે તેની મૂર્તિમંત ઈમારત છે. એ જેલની એકેએક બારી ઉપર કોન્ક્રીટના પડદા મૂકવામાં આવ્યો છે અને જેની કોઈ પણ ઓરડીમાં કોઈ પણ જાતનો પ્રકાશકે અવાજ ન પ્રવેશી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરિણામે ઓરડીમાં પુરાયેલા કેદી પરિસરથીકેવળ વિખૂટા પડી જાય છે. ‘વર્લ્ડ મેડિસીન’ જણાવે છે કે “પ્રોન્ગેશાઈમ ખાતેની જેલ (જેને ખ્રુએન્ગેશાઈમ ફેસિલિટી - પ્રુ એન્ગેશાઈમ ખાતે આપવામાં આવેલી સગવડ એવું છેતરામણું નામ આપવામાં આવ્યું છે.) ખુલ્લી મુકયા પછીના પહેલા ત્રણ દિવસમાં જ બે કેદીઓએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.””
ખુબ જીવન
હોલાન્ડના વિખ્યાત મનાવિજ્ઞાનશાસ્ત્રીએ ‘વર્લ્ડ મેડિસીન' ને જણાવ્યું હતું કે “વૈશાચી અત્યાચારો ગુજારવા માટેનાં અટપટાં મંત્રાની સ્વીચા અને બૂટના દબાવનાર, કેદખાનાના ચોકીદારો એ કાંઈ ખરા ગુનેગારા નથી. ખરા ગુનેગારો તા !! ચટપટાં મંત્રા બનાવવા માટે જોઈતી જાણકારી, જાતજાતનાં સંશાધન વડે પૂરી પાડનાર વિજ્ઞાની છે, કારણ કે તેમને આ સંશોધનના કેવા ઉપયોગ થવાના છે તેની ખબર હોય છે. રાસ્લામાં દુનિયાના ૩૦ વિખ્યાત ડોકટરોની એક પરિષદ હમણાં જ મળી ગઈ. આ પરિષદમાં ડોકટરોએ પાળવાની ૧૦ મુદ્દાઓની એક આચારસંહિતા પણ નક્કી થઈ હતી. એ આચારસંહિતાના એક મુદ્દામાં ડોકટરાને એવો આદેશ સાપવામાં આવ્યા હતા કે “ડૉકટરોએ તેમની શકિત, તેમની બુદ્ધિ અને તેમના સંશોધનનો ઉપયોગ કેદીઓની પૂછપરછ માટે, કેદીઓને શિક્ષા કરવા માટે કે વિરોધીડના માનસ પર અંકુશ મેળવવા માટે થાય રોવું કદી પણ બનવા દેવું ન જોઈએ.” ડૉકટરોની આચારસંહિતાના આ મુદ્દો, વિજ્ઞાનની બીજી શાખાઓામાં કામકરતા વિજ્ઞાનીઓને પણ એટલા જ લાગુ પડે છે. અને જે વિજ્ઞાનીઓને આ વાત માન્ય હોય તેમણે જે વિજ્ઞાનીઓ આ માન્ય ન કરતા હોય અને જુલમગારાના હાથા તરીકે કામ કરતા હોય તેમની રાન ઠેકાણે લાવવા કટિબદ્ધ થવું જોઈએ. (ન્યુ સાયન્ટિસ્ટ' ના લેખક જોસેફ હાનલાને તે। such scientists should be smoked out એવા પ્રયાગ કર્યો છે.) પૈશાચી અત્યાચારોની વિદ્યામાં પારંગત એવા વિશાનીઓને ખાનગીમાં તેમનું સંશોધન ચલાવવા દેવાય જ નહિ, તેમને ઉઘાડા પાડવા જ જોઈએ, અને બીજા વિજ્ઞાનીઓએ તથા જગતની આમજનતાએ તેમણે કરેલાં કાર્યો અંગે જવાબ માગવા જોઈએ.
પૈશાચી અત્યાચારો અંગે સંશાધન કરતા વિજ્ઞાનીઓની વાત જ્યારે વાંચી ત્યારે મને પોતાને, એક વિજ્ઞાનપ્રેમી તરીકે વિચાર આવ્યા કે વિજ્ઞાનના આ તે કેવું વિપર્યાસ, માનવીનું આ તે કેવું અધ:પતન ! આ વિજ્ઞાનીઓ માનવીના શતમુખ વિનિપાતના કેટલામા મુખનું પ્રતિનિધિત્વ કરતા હશે?
મનુભાઈ મહેતા
આધ્યાત્મિક જીવન
આધ્યાત્મિક જીવન એ શુષ્ક જીવન નથી. પલાયનવાદ નથી. એ નૈતિક કે બૌદ્ધિક જીવન નથી. એ છે એનાથી પર હરહંમેશ આત્મામાં સ્થિત એવું શાશ્વત જીવન. એ જીવન એક જીવવાની કળા છે. એ એક સહજ સ્થિતિ છે. એમાં ક્ષણેક્ષણ જીવવાનો રસ છે, કારણ કે એ પોતે જ જીવન છે. એમાં કશું માણવાનું નથી કે નથી કર્યું ત્યાગવાનું. જીવન જીવતાં જીવતાં જે સંજોગો આવે તેને સહજતાથી સ્વીકારવાના છે. એ એક એવી આરામભરી પરિસ્થિતિ છે, જેમાં જીવન પ્રત્યે કોઈ ખેંચતાણ નથી, દબાણ નથી, બાંધછેાડ નથી.
તા. ૧-૪-૭૪
એમાં નથી રાગ કે નથી દ્વેષ; નથી આશા કે નથી નિરાશા. એમાં કોઈ દ્રુ નથી, કોઈ સ્પર્ધા નથી –કોઈ આગ્રહ કે આસકિત નથી. ત્યાં કોઈને ખુશ કરવા માટેની કાળજી નથી, કે નથી કોઈ નાખુશ થાય તેની ચિંતા. નથી એમાં ઈન્દ્રિયોના આવેગો કે અતીન્દ્રિયની અનુભૂતિઓ. વિષયો પ્રત્યે ઊઠતી કોઈ પણ વૃત્તિ નથી.
મન-બુદ્ધિથી પર નિજાનંદમાં મસ્ત રહેતું એ અનન્ય શાંતિમય જીવન આધ્યાત્મિક જીવન છે.
મનુષ્ય ઈચ્છે કે ન ઈચ્છે પણ એ જન્મે એટલે એને જીવવા રહે જ છે. રોજિંદું જીવન ગમે તેટલું સુખમય હોય છતાં અમુક સમયે કંટાળારૂપ, બાજારૂપ બની જતું હોય છે. મનનો સ્વભાવ જ એવા છે કે એને હર ઘડીએ કંઈક નવું, કંઈક જુદું જોઈતું જ હાય છે, પછી તે સારું છેકે ખાટું, કામનું છે કે નકામું એના વિચાર એ કરતું જ નથી. સુખ કયાંથી મળે છે એ માટે એનામાં તૃષ્ણા, લાલસા, અભિલાષા વગેરેનો જન્મ થાય છે. માનવી સમસ્ત જીવન આ બાહ્ય પ્રકારનાં સુખો શોધવા પાછળ ખર્ચે છે, અંતે એને ખ્યાલ આવે છે કે જે સુખ શોધવા માટે જીવનની ક્ષણેક્ષણ એણે ખર્ચી નાખી એ તો મૃગજળની જેમ હજુય દૂર જ છે.
મનુષ્ય ઈચ્છે તો એ આ જીવન જીવવાની કળા શીખી લઈ શકે છે. એને માટે એણે એ જીવન જીવવા માટેના પ્રયાસ શરૂ કરવાને રહે છે. એ માટેની જરૂરી સાધના એ સંસારમાં રહીને કરી શકે છે, આ પ્રકારની જીવનસાધના સંસારથી દૂર રહીને કરી શકાય નહીં. આ એકાંગી સાધના નથી.
આ સાધનામાં આત્માના સાક્ષાત્કારને જીવનમાં વણવા પડે છે, પચાવવા પડે છે. ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ દશા કહી છે તે પરિસ્થિતિનું અહીં નિર્માણ થાય છે. શ્રી અરવિંદના Life Divin ( દિવ્ય જીવન )નાં અહીં પગરણ મંડાય છે.
આધ્યાત્મિક જીવન એ શાશ્ર્વતતામાં જીવાતું જીવન છે. એ સમય અને સ્થળથી પર છે છતાં તેની અંદર પણ છે. જેટલું દેખાય છે એ જગત સત્ય છે તેટલું જ આ જગત, આ જીવન પણ સત્ય છે. ત્યાં જીવનની હળવાશ છે – દિવ્યતા છે. એમાં જન્મ નથી, મરણ નથી. જીવન છે, બસ ફકત જીવન જ છે.
દામિની જરીવાળા
વસન્ત વ્યાખ્યાનમાળા
દર વર્ષની માફક આ વર્ષે પણ એપ્રિલ માસની તા. ૧૫, ૧૬, ૧૭ અને ૧૮ એમ ચાર દિવસ માટે તાતા એડિટારિયમમાં વસંત વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. વ્યાખ્યાનમાળાના વિષય ‘સંસદીય લોકશાહીનું ભાવિ ’ છે, અને સમય દરરોજ સાંજે ૬-૧૫ વાગ્યાના છે. વકતાઓ નીચે પ્રમાણે છે :
તા. ૧૫-૪-’૭૪
૧૬-૪-૭૪
,,
,, ૧૭-૪-'૭૪
૧૮-૪-૨૭૪
39
પ્રા. હિરેન મુકરજી–લોકસભાના સભ્ય શ્રી સી. એસ. પંડિત-તંત્રી, ફ઼ી પ્રેસ જર્નલ હવે પછી જાહેર થશે
શ્રી મધુ દંડવતે– લેાકસભાના સભ્ય મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ
G