________________
૨૦
પ્રબુદ્ધ જીવન
છે. અસંયમી જીવનમાં પ્રમાદ છે. પ્રમાદ હિંસાનું મૂળ છે. મહાવીરે કહ્યું: ‘સંયમા ખલુ ધમ્મ ' – સંયમ એ જ ધર્મ છે. મા પ્રમદિતાં—ક્ષણમાત્રના પ્રમાદ ન કરવા. સદા જાગૃત રહેવું. ‘ઘેટલેસ લાઈફ ઈઝ ધ રૂટ ઓફ ઈવિલ.' પરિગ્રહ મેળવવામાં અને પ્રાપ્ત કરેલને સાચવવામાં સતત હિંસાનું આચરણ રહ્યું છે. આ રીતે અહિંસા ધર્મમાંથી બીજા' વ્રતા પાંગરે છે. સેક્રેટીસે ‘યુનિટી ઓફ વર્લ્ડ' કહ્યું છે.
-. જગત અને તેના વ્યવહાર હિંસાથી ભરપૂર છે. ‘ જીવા જીવસ્થ જીવનમ'. આ હિંસામય જગતમાં અહિંસક થઈને રહેવું હોય તે સતત જાગૃતિ, ત્યાગ અને સંયમથી જ તે બને.
મહાવીરના ઉપદેશને એક વાકયમાં કહા તો અહિંસા, સંયમ અને તપ. મહાવીરે તપશ્ચર્યા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. દેહની આળપંપાળ તજવી, દેહકષ્ટ વિના દેહાધ્યાસ છૂટતા નથી. બાહ્ય અને અત્યંતર તપના અનેક પ્રકારો ખૂબ વિગતથી જૈન શાસ્ત્રોમાં બતાવ્યા છે. બુદ્ધ ધાર તપશ્ચર્યાનો અનુભવ કરી મધ્યમ માર્ગ સ્વીકાર્યો, મહાવીરે કર્મક્ષય માટે તપશ્ચર્યાના અગ્નિને જરૂરી માન્યો છે.
અહિંસા માત્ર બાહ્ય આચરણની નહિ, પણ મન, વચન અને કાયાની ત્રિવિધ હેાય તે જ કામિયાબ થાય. હિંસાનું મૂળ વિચારની હિંસામાં છે. પછી વાણીમાં અને વર્તનમાં આવે છે. ક્રોધ, માન, માયા, અને લાભ ચારિત્રદોષો છે. જૈન પરિભાષામાં આ કપાયા ઉપર વિજય મેળવ્યા વિના સમ્યક્ ચારિત્ર થતું નથી. વિચારની અહિંસા માટે મહાવીરે અનેકાન્ત અથવા સ્યાદ્વાદના સિદ્ધાંત બતાવ્યો છે. મતાગ્રહ–હું કરું છું તે જ સાચું – જેને પરિણામે દુરાગ્રહી અને હિંસક વર્તન થાય છે, તે તયા વિના રાઈ જીવ પ્રત્યે સમભાવ અને મૈત્રીભાવ થતા નથી. સત્યને હીરા પેઠે અનેક પાસાં છે. પારકાના કથનમાં સત્યના અંશ સ્વીકારવા તે સહઅસ્તિત્વ અને વિવેકનું મૂળ છે. વિનોબાજીએ કહ્યું છે કે અનેકાન્ત જૈન ધર્મની જગતને મેટામાં મેાટી દેણ છે. આઈન્સ્ટાઈને ભૌતિક જગતમાં સાપેક્ષવાદ શેાધ્યો. મહાવીર માનવ-વ્યવહારમાં સાપેક્ષ દષ્ટિની અનિવાર્યતા બતાવી છે.
જૈનદર્શન વાસ્તવવાદી અને બુદ્ધિગમ્ય છે. તેમાં કોઈ રહસ્યવાદ નથી, ઈશ્વરી આશા નથી. દરેક વ્યકિતએ પેાતાની બુ િથી, સ્વપુરુષાર્થથી સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ દર્શન પ્રાપ્ત કરવાનાં છે અને પ્રાપ્ત કરી શકે છે. આત્માની અનંત શકિત છે, તે પાતે જ વિકસાવવાની છે. જૈનદર્શન નિરીશ્વરવાદી છે. જગતને અનાદિ, અંત્યંત માને છે . તેનો કોઈ કર્તા નથી, તેમ કોઈ બાહ્ય ઈશ્વર આત્માને મુકિતનું દાન આપી શકતા નથી. અવતારવાદને જૈનદર્શનમાં અવકાશ નથી. પ્રત્યેક આત્મા પોતે પૂર્ણ વિકાસને પામે એટલે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્મા તે જ પરમાત્મા છે.
જૈનદર્શનના બીજા મહાન સિદ્ધાંત કર્મના છે. આત્મા પોતે કર્મના કર્તા છે, કર્મના ભાકતા છે, પોતે જ તેમાંથી મુકિત મેળવવાની છે. અરિહંત એટલે અરિને જેણે છ્યા, અંતરના રિપુને જીત્યા. જૈન એટલે કામ, ક્રોધ, મદ, માહ, લાભ વગેરે કાયાને જેણે જીત્યા. કર્મના સિદ્ધાંત એટલે આત્મસ્વાતંત્ર્ય અને પુરુષાર્થ. જૈનદર્શન નિયતિવાદ કે પ્રારબ્ધવાદને સ્વીકારતું નથી. પૂર્વસંચિત કર્મ ભાગવવા પડે તેટલે દરજજે પ્રારબ્ધ કહેવાય, પણ સ્વપુરુષાર્થથી જ કર્મક્ષય થાય છે. જૈન પરિભાષામાં તેની નિર્જરા કરી શકાય છે.
શ્રામણ પરંપરા અને તેનું અંગ જૈન ધર્મના ઝેક વ્યકિતગતઆધ્યાત્મિક વિકાસના રહ્યો છે; અને તેથી સંન્યાસ પેઠે નિવૃત્તિલક્ષી રહ્યો છે. તેનું ધ્યેય શ્રીમદ રાજચંદ્રના શબ્દોમાં --‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો એવું આત્મલક્ષી રહ્યું છે. પરિણામે અહિંસાની સમજણ પણ કાંઈક અધૂરી અને એકપક્ષી રહી છે. કોઈ જીવની હિંસા ન કરવી, આ નકારાત્મક બાજુ ઉપર વધારે ભાર રહ્યો છે. તેનું
તા. ૧-૪-૭૪
()
વિધાયક સ્વરૂપ કરુણા અથવા બીજાના દુ:ખમાં ભાગ લઈ લોકકલ્યાણનાં કાર્યો કરવા પ્રત્યે લક્ષ ઓછું રહ્યું છે. કોઈ જીવની હિંસા ન કરવી એવી વૃત્તિથી પણ સમાજનું કલ્યાણ છે જ, એવી વ્યકિત કોઈને હાનિ કરતી નથી અને બધાં એવું આચરણ કરે તે સૌનું કલ્યાણ જ થાય, પણ સમાજમાં એવું બનતું નથી. સ્વાર્થ, લાભ, મેહથી બીજાનું અહિત કરવામાં અને બીજાને દુ:ખ દેવામાં જ મેટા ભાગના લોકો પડયા છે. આવી એકાકી વૃત્તિ પછવાડે એક બીજું પણ કારણ છે. આધ્યાત્મિક વિકાસનું ધ્યેય રાગદ્વેષ ઓછા કરવાનું, તેમાંથી મુકત થવાનું છે. તેથી રાગદ્વેષના પ્રસંગોથી જ દૂર રહેવું એ ઈચ્છનીય મનાયું. સંસાર તેમ જ સાંસારિક પ્રવૃત્તિ એટલે જ રાગટ્ટુ પ; માટે તેનાથી દૂર રહેવું. સાંસારિક પ્રવૃત્તિઓ, પછી તે પારમાર્થિક હાય તો પણ, રાગ પરહિતપણે થઈ શકે? આ પ્રશ્નની ચર્ચામાં અહીં ઊતરતા નથી.
મહાવીરે ધર્મોપદેશ કર્યો. એટલું જ નહિ, પણ સંઘવ્યવસ્થા કરી, સાધુ - સાધ્વી, શ્રાવક - શ્રાવિકા એવી ચાતુર્વિધ સંઘની રચના કરી, જે આજ સુધી જળવાઈ રહી છે. બુદ્ધ સ્ત્રીઓને ભિક્ષુણી બનાવવા રાજી ન હતા. તેમના પટ્ટશિષ્ય આનંદના આગ્રહથી સ્ત્રીને ભિક્ષુણી બનાવી ત્યારે કહ્યું કે સંઘમાં તે શિથિલતાનું કારણ થશે
મહાવીરે શરૂઆતથી જ સ્ત્રીઓનો એ અધિકાર સ્વીકાર્યો, તેમના સમયમાં હજારો સાધ્વીએ હતી, આજે પણ છે, જેમાંની કેટલીક અત્યંત જ્ઞાની અને તેજસ્વી છે.
ધર્મનાં બે સ્વરૂપ હોય છે—શાશ્વત અને સાંપ્રદાયિક. કાળક્રમે શાશ્વતને સાંપ્રદાયિક સ્વરૂપ ઢાંકી દે છે. સાંપ્રદાયિક ધર્મ-એસ્ટાબ્લિશ્ડ ચર્ચ - મોટે ભાગે રૂઢિચુસ્ત, ક્રિયાકાંડી, સંકુચિત અને આડુંબરવાળા બને છે. જૈન ધર્મ તેમાં અપવાદ નથી.
જૈન સુભાષિતા
जितेन्द्रियः सर्वहितो धर्मकर्मपरायणः ! यत्र तिष्ठति तमैव सर्वतीर्थानि देवताः !!
ધર્મનું સાચું સ્વરૂપ તેનાં શાશ્વત મૂલ્યોમાં રહેલું છે. મહાવીરના સંદેશનું મૂલ્ય અહિંસા, અનેકાન્ત, અપરિગ્રહ, સંયમ અને તપમાં રહ્યું છે. આ મૂલ્યો ૨૫૦૦ વર્ષ પૂર્વે જેટલાં કલ્યાણકારી હતાં તેટલાં જ અને તેથી વિશેષ વર્તમાન યુગમાં મંગળકારી છે. ધર્મનું સાચું મૂલ્ય જીવનની સમસ્યાઓના ઉકેલમાં અને માર્ગદર્શનમાં રહ્યું છે. વર્તમાન જીવનની સમસ્યાઓમાં મહાવીરના આ સિદ્ધાંતા દીવાદાંડીરૂપ ભામિયા બને તેવા છે. સર્વ જીવ પ્રત્યે સમત્વભાવ-સમાનતા અને સમતા, જેના પાયામાં છે તે ધર્મ વિશ્વધર્મ છે. સાચા સમાજવાદ અપરિગ્રહમાં રહ્યો છે. ધર્મભાવ વિનાના સમાજવાદ માનવના સાચા વિકાસને રૂંધનારો છે. અહિંસા આ યુગના જીવનમંત્ર અને તરણેાપાય છે. જીવનનાં બધાં ક્ષેત્રમાં અહિંસા સુખના માર્ગ છે તે ગાંધીજીએ બતાવ્યું છે. વિજ્ઞાને સંહારનાં શસ્રો સર્જ્ય છે, તેના વિનાશમાંથી બચવાના એકમાત્ર માર્ગ અહિંસા છે. ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં જૈન ધર્મનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. વર્તમાન યુગની જટિલ સમસ્યાઓના ઉકેલમાં એટલું જ મહત્ત્વનું યોગદાન કરવાનું તેમાં સામર્થ્ય છે.
ચીમનલાલ ચકુભાઈ
સર્વ લોકોનું હિત તથા ધર્મનાં કામ કરનારો તેિન્દ્રિય જ્યાં ઊભા હોય ત્યાં જ તીર્થમાત્ર ને દેવમાત્ર આવીને ઊભાં રહી જાય છે. પવન સુણે એક વાતડી, હવે હું હોઈશ છાર (રાખ)! તિણિ દિશે તું ઊડજે, જિણ દિશે મુજ ભર્તાર
(જિનહર્ષ : રત્નશેખર રત્નવતી કથા, પા, ૬૫ બે જણ વાત કરે જયાં છાતી, ત્યાં ઊભા નવ રહિયે ... વાન કરિ ઘર વેચીને! ... ઉભા કટિએ હાથ ન દીજે (વીરવિજ્ય: શીખામણ છત્રીશી ક્ષમા - કલહાદિ સાંગ્રહ પા. ૫૪)