________________
તા. ૧-૪-૭૪
ભગવાન
ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણદિનના મહોત્સવ આ દીપાવલી–૧૩ નવેમ્બર ૧૯૭૪-થી શરૂ થશે. એક વર્ષ સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહોત્સવ ઊજવાશે. વડા પ્રધાનના પ્રમુખપદે રાષ્ટ્રીય સમિતિ નિયુકત થઈ છે, તેવી જ રીતે દરેક રાજયમાં મુખ્ય મંત્રીના પ્રમુખપદે રાજ્ય સમિતિઓ નિયુકત થઈ છે. રાષ્ટ્રીય અને રાજ્ય સમિતિઓએ સ્થાયી તેમ જ વાર્ષિક કાર્યક્રમ ઘડયા છે.
મહાવીર જૈન ધર્મના ચાવીસમા અને ચરમ તીર્થંકર થઈ ગયા. બૌદ્ધ ધર્મ ભગવાન બુદ્ધ સ્થાપ્યા તેવી રીતે જૈન ધર્મ મહાવીરે સ્થાપ્યો તેમ નથી. તેમણે જૈન ધર્મનું સંસ્કરણ કર્યું. જૈન ધર્મના ચાવીસ તીર્થંકરો થઈ ગયા તેમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવના ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં પણ મળે છે. બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમી અને ત્રેવીસમા પાર્શ્વનાથ ઐતિહાસિક પુરુષો હતા તે હવે સ્વીકારવામાં આવે છે. અરિષ્ટનેમી શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. પાર્શ્વનાથ મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષે નિર્વાણ પામ્યા. મહાવીરના સમયમાં પાર્શ્વ પરંપરા ચાલુ હતી. મહાવીરનાં માતાપિતા પાર્શ્વના અનુયાયીઓ હતાં, પાર્શ્વથની પરંપરા ચતુર્યામી, – અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહની હતી. મહાવીરે બ્રહ્મચર્યને સ્વતંત્ર વ્રત તરીકે સ્થાપ્યું. વર્તમાન જૈન ધર્મ અને તેનું સ્વરૂપ મહાવીરે નિર્માણ કર્યું તે જ છે. સંભવ છે, જૈન ધર્મ નામ મહાવીર પછી જ આ પરંપરાને અપાયું હોય. તે પૂર્વે અહંત ધર્મ, અહિંસા ધર્મ અથવા કામણ ધર્મ તરીકે વધારે જાણીતા હતા.
ભારતના ત્રણ ધર્મ: વૈદિક અથવા હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ; તેમાં જૈન ધર્મ અથવા શ્રમણ પરંપરા વધારે પ્રાચીન અને આર્યોના આગમન પૂર્વે ની મૂળ ભારતીય પરંપરા છે, તેવી ઐતિહાસિક માન્યતા હવે દઢ થતી જાય છે. વર્તમાન ભારતીય સંસ્કૃતિ આ ત્રણે ધર્માન ત્રિવેણીસંગમ છે. બૌદ્ધ ધર્મ શ્રમણ પરંપરાનું અંગ છે.વૈદિક અને શ્રમણ પરંપરાએ પરસ્પરને ગાઢ અસર કરી છે. પરિણામે ભારતીય દર્શનામાં વિચારના તાત્ત્વિક મતભેદો અનેક હોવા છતાં આચારમાં એકસૂત્રતા રહી છે, અને તે ભારતીય સંસ્કૃતિના પ્રાણ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતો ભારતના ત્રણે ધર્મોના પાયામાં છે.
બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. મહાવીર બુદ્ધ કરતાં મોટા હતા. બુદ્ધ ધર્મપ્રવર્તન શરૂ કર્યું ત્યારે મહાવીર ધર્મપુરુષ તરીકે સુવિખ્યાત હતા. ઇતિહાસની એક અદ્ભુત ઘટના છે કે આવા બે મહાપુરુષો એક જ સમયે એક ભૂમિમાં થયા અને તેમની વિહારભૂમિ અને કાર્યક્ષેત્ર એક જ પ્રદેશ-મગધ (બિહાર)–હતું, જેનાં મુખ્ય શહેરોમાં બન્નેએ કેટલાય ચાતુર્માસો કર્યા અને છતાં બન્ને મળ્યા હોય તેવા કોઈ ઉલ્લેખ જૈન અથવા બૌદ્ધ સાહિત્યમાં નથી.
મહાવીર બુદ્ધની પેઠે ક્ષત્રિય અને રાજપુત્ર હતા. વૈભવમાં ઊછર્યા. માતાપિતાના આગ્રહથી લગ્ન કર્યાં. એક પુત્રી હતી, પણ બાળવયથી વૈરાગ્યની ભાવના તીવ્ર હતી. ૨૮ વર્ષની ઉમ્મરે માતાપિતા વિદેહ થયાં એટલે સંસારત્યાગ કરવાની તૈયારી કરી, પણ મેાટાભાઈના આગ્રહથી બે વર્ષ રોકાઈ ગયા. ત્રીસ વર્ષની ઉમ્મરે મહાભિનિષ્ક્રમણ કર્યું. ત્યાર પછી સાડાબાર વર્ષ સુધી એકાકી વિચર્યા. શાંત, મૌન, કઠિન તપશ્ચર્યા કરી. મહાવીરનું એક વિશેષણ દીર્ઘ તપસ્વી છે. અતિ કઠોર સાધના કરી અનેક દુ:સહ પરિસહાં સહન કર્યા. એક વસ્ર હતું તે પણ સરી ગયું. પછી દિગંબર રહ્યા. શુદ્ધ ભિક્ષાથી જીવનનિર્વાહ કરતા. સાધનાને અંતે કેવલજ્ઞાન—પૂર્ણ શાન-પ્રાપ્ત થયું. ત્યાર પછી ત્રીસ વર્ષ ધર્મોપદેશ કરી બાત્તેર વર્ષની વયે નિર્વાણ પામ્યા.
શુદ્ધ જીવન
કામણ પરંપરાનું પ્રધાન લક્ષણ ત્યાગ, વૈરાગ્ય અને સંસાર પ્રત્યે ઉદાસીનતાનું છે. એ લોકોત્તર ધર્મ છે. લોકવ્યવહાર,
3
૨૫૯
મહાવીર
સમાજવ્યવસ્થા વગેરે લૌકિક ધર્મને શ્રમણ પરંપરા બહુ સ્પર્શતી નથી. આધ્યાત્મિક ઉન્નતિ તેનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. શ્રમણ પરંપરાના ધર્મ–જૈન કે બૌદ્ધ-માં સમાજરચના માટે સ્મૃતિગ્રંથો નથી. વૈદિક પરંપરામાં શરૂઆતમાં બે જ આશ્રમે – બ્રહ્મચર્યાશ્રામ અને ગૃહસ્થાશ્રામ-હતા તેમ લાગે છે. ગૃહસ્થાશ્રમને સમાજસ્વાસ્થ્ય અને લાકકલ્યાણનો પાયો માન્યો છે. શ્રામણ પરંપરાની અસરથી વૈદિક પરંપરામાં ક્રમશ: વાનપ્રસ્થાશ્રમ અને છેવટ સંન્યસ્તાશ્રમ આવ્યા, બન્નેનું ધ્યેય એક જ છે–સંસારચક્રના પરિભ્રમણમાંથી આત્માની મુકિત. શ્રામણ પરંપરા કર્મ છોડીને-સંન્યાસ કે સંસારત્યાગથી મુકિતનો માર્ગ સ્વીકારે છે. વૈદિક પરંપરા કર્મ કરતાં કરતાં તેમાંથી મુકિત મેળવવી એમ માને છે. વૈદિક પરંપરામાં ક્રમિક વિકાસ છે. બન્ને વિચારધારાઓ ભારતમાં પ્રાચીન કાળથી ચાલી આવે છે.
જૈન ધર્મના પાયા અહિંસા છે. અહિંસા પરમો ધર્મ: અહિસામાંથી બીજાં બધાં વ્રતો પરિણમે છે. બીજા ધર્મએ અહિંસા સ્વીકારી છે, પણ જૈન ધર્મે તેને પ્રાધાન્ય આપ્યું છે. અહિંસા ધર્મના ઉદ્ગમ, તાત્ત્વિક વિચારણા તેમ જ અનુભવમાંથી થાય છે. તાત્ત્વિક રીતે જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંત સર્વ જીવ સમાનતાના, આત્મીપમ્પનો છે. કીડી અને કીટકથી માંડી મનુષ્ય સુધીના સર્વ જીવા સત્ત્તાએ સમાન છે, વિકાસની દષ્ટિએ જુદી જુદી ભૂમિકાએ છે. આ સમાનતામાંથી અહિંસા ફલિત થાય છે. બધા જીવા સમાન છે તે કોઈના પ્રત્યે પોતાના સુખ કે સ્વાર્થ માટે હિંસા આચરવી પાપ છે. સમાનતાને સિદ્ધાંત સ્વીકારીએ તે ઉચ્ચનીચના, જાતિ-પાંતિના, સ્ત્રી-પુરુષોના કોઈ ભેદ રહેતા નથી, રહે નહિ, તેથી જૈન ધર્મ એવા કોઈ ભેદ સ્વીકારતા નથી. જૈનદર્શન સર્વ જીવ પ્રત્યે સમાન આદર અને જીવનની એકરૂપતા– ‘યુનિટી ઓફ લાઈફ' –દઢપણે સ્વીકારે છે. એટલે મનુષ્યના સુખને માટે મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિના ભાગ લેવાના મનુષ્યને કોઈ અધિકાર નથી. અહિંસાની બીજી ભૂમિકા અનુભવની. સર્વ જીવ જીવવા ઈચ્છે છે, કોઈને મરવું ગમતું નથી. સૌ સુખ ઈચ્છે છે, કોઈ દુ:ખ ઈચ્છતું નથી. તેથી કોઈની હિંસા ન થાય; હિંસા પ્રતિહિંસાને જન્મ આપે.
અહિંસાની અતિ સૂક્ષ્મ વિચારણા જૈનદર્શન જેટલી બીજા કોઈ ધર્મમાં નથી થઈ. તેનું જીવશાસ્ર—બાયોલોજીએ સમયના વિચાર કરીએ તો, આશ્ચર્યજનક વિકાસ પામ્યું છે. સકળ લેાક જીવસભર છે–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ બધું જીવા અને જીવાણુઓથી ભરપૂર છે. આ બધા પદાર્થોના ઉપયોગ વિવેકપૂર્વક જૈન પરિભાષામાં જતનપૂર્વક-કરવાના આદેશ જૈન ધર્મમાં ભારપૂર્વક આપેલ છે. તેથી જૈના વિશે કહેવાય છે કે કીડી - મકોડીનું જતન જૈને વધારે કરે છે. ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર મનુષ્યના આચારધર્મ-એથિકસના પાયો, ‘શૈવરન્સ ફોર લાઈફ એન્ડ યુનિટી ઓફ લાઈફ ’– સર્વ જીવ પ્રત્યે સમાન આદર અને જીવસૃષ્ટિની એકતાના સિદ્ધાંત ઉપર સ્થાપ્યો, સ્વતંત્ર ચિંતનથી જૈન ધર્મનું તે નિરૂપણ છે.
અહિંસામાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આપેાઆપ પરિણમે છે. અસત્ય વાણી અને વર્તનમાં હિંસા છે. બીજાને આઘાત આપવા અથવા છેતરવા, એ હિંસાના બીજો પ્રકાર છે. ગાંધીજીએ અહિંસા અને સત્યને ચકરડીની બે બાજુ કહી છે. ગાંધીજીએ સત્યમાંથી અહિંસા તારવી, જૈનદર્શન અહિંસામાંથી સત્ય તારવે છે. અસ્તેય, પારકાનું લઈ લેવું ચારી છે, હિંસા છે. અદત્તાદાન વર્જ્ય છે. એક સળી પણ ન લેવાય. ભાગવિલાસ, મેાજશાખ બધામાં હિંસા અચૂકપણે આવે છે. બ્રહ્મચર્ય સર્વતોમુખી સંયમનું બીજું નામ છે. અહિંસા ધર્મ માન્યો તે સર્વ પ્રકારના સંયમ અનિવાર્ય