SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પ્રબુદ્ધ જીવન - તા. ૧-૪-૭૪ મરચાને કારણે ગેરવાજબી માગણીઓ પણ મંજૂર કરવી પડે, એવું બને છે. . બીજો વિકલ્પ છે કે હિંસાને પ્રજા પોતે વિરોધ કરે. વડા, પ્રધાને હમણાં કહ્યું છે કે લોકશાહી સામેની આ હિંસાને પ્રજાએ વિરોધ કરવા જોઈએ. બિહારમાં નાગરિક સમિતિ તથા છાત્ર પરિષદની રચના કરી છે. આને પરિણામે પ્રજામાં અંદરોઅંદર સંઘર્ષ થાય. શાસક પક્ષ અને બીજા રાજકીય પક્ષે પોતાની લાગવગ વાપરી ' આવાં સંગઠને ઊભાં કરે. બળજબરીથી શાસક પક્ષને હટાવવામાં આવે તે બીજા રાજકીય પક્ષના પણ એ જ હાલ થાય. આ પાયાને સવાલ એ છે કે પ્રજાની વાજબી માગણીઓ સંતોષાય નહિ, તેની ઉપેક્ષા થાય ત્યાં શું કરવું? તેના પરિણામે હિરાક આંદેલને થાય તેને કેમ પહોંચી વળવું? ગુજરાત અને અન્ય રાજ્યમાં જે બન્યું છે તેમાંથી બોધપાઠ લેવાનો હોય તે એ છે કે તે બનાવાએ એક મોટો આંચકો આપ્યો છે, જે જરૂરને હતે. પણ હવે બધાએ કાંઈક અંતરખેજ કરવી પડશે. પ્રજને કોઈ વર્ગ દોષરહિત નથી. મેઘવારીનું કારણ માત્ર સરકાર નથી પણ સંગ્રહરી,. કાળાં બજાર, ચીજવસ્તુની તંગીને પૂરે લાભ લેવાની વૃત્તિ, રાજકીય હેતુઓ, પોતાને અથવા પિતાના વર્ગને જ સ્વાર્થ સાધવાની વૃત્તિ, આ બધાં કારણે શેધવાં પડશે, તેના ઉપાય કરવા પડશે. રાજકારણ અને રાજકીય વ્યકિતઓ પ્રત્યેની નફરત દુનિયાના બધા દેશમાં છે. પ્રભાવશાળી, નિ:સ્વાર્થ અને પ્રામાણિક નેતૃત્વને અભાવે લેકશાહી, ભ્રષ્ટાચાર કે ટોળાશાહીમાં પરિણમે છે, તેને - કોઈ જાદુઈ ઉપાય નથી. આગેવાન હોવાને જે દાવો કરે છે તેમની પાસેથી પ્રજા સદાચારની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. જાણીતી ભ્રષ્ટાચારી વ્યકિતઓ સત્તાસ્થાને રહે તે અસહ્ય થઈ પડે. ઈન્દિરા ગાંધીએ અને શાસક પક્ષો ઘણી સાફસુફી કરવી પડશે. આ બનાવથી આપણે બધા ગંભીર ચેતવણી લઈશું તે પ્રજાએ ભગવ્યું. તે નિરર્થક નહિ જાય. તે સાથે પ્રજાના સમજદાર વર્ગો હિંસાને રોકી, અસરકારક શાન્તિમય માર્ગોની જ કરવી પડશે. પ્રજાને અણગમતું હોય તેવું કહેવાની હિંમત બતાવવી પડશે. લેકશકિત સાચી શકિત છે એમ વારંવાર કહેવાય છે. એ શકિત કેળવવાના રચનાત્મક કાર્યમાં લાગવું પડશે. હિંસક ઉત્તેજના અને તોફાન ચાલુ રહેશે તે કદાચ લેકશાહીને અંત આવે અને જમણેરી અથવા ડાબેરી, મોટે ભાગે ડાબેરી, સરમુખત્યારીમાં સરી પડીએ તે અસંભવ નથી. ૨૭–૩–૭૪ ચીમનલાલ ચકુભાઈ ભાવોનું રાજકારણ ઝેિ. દાંતવાલા જાણીતા અર્થશાસ્ત્રી છે. ખાસ કરી, ખેતી ઉત્પાદનના અર્થશાસ્ત્રના અભ્યાસી છે. એગ્રિકલ્ચરલ પ્રાઈસ કમિ-' શનના ચેરમેન હતા. આ કમિશનની ભલામણની અવગણના કરી, સરકાર અનાજ પ્રાપ્તિના ઊંચા ભાવ આપે છે તેનાં પરિણામે અને તેમાં રહેલ રાજકારણ વિશે તેમણે ગંભીર ચેતવણી આપી છે. તંત્રી ] અનાજપ્રાપ્તિના ભાવો દ્વારા બજારના ભાવને પીછા કરવાની મસમી રમત શરૂ થઈ ગઈ છે. અછતની સ્થિતિમાં અનાજ પ્રાપ્તિના ભાવે જેટલા વધુ ઊંચા તેટલા બજારના ભાવ ઊંચા જાય એ સાદું બજારનું તર્કશાસ્ત્ર દેખીતી રીતે જ સમજાયું નથી. (બિલ્લી કદી તેની પૂંછડી પકડી શકે નહિ યા એથી ઊલટું પણ એટલું જ સાચું છે). આ છતાંય, ઊંચા પ્રાપ્તિભાવથી વધુ પ્રમાણમાં અનાજપ્રાપ્તિ થતી હોય તો એ પ્રયોગનું કંઈક વાજબીપણું ગણાય. પણ આમ બનતું નથી એ ખરીફ મેસમમાં અનાજાપ્તિની બાબતમાં થયેલી કામગીરી પરથી સ્વયંસ્પષ્ટ છે. અને છતાં નીતિઘડવૈયાએ. આ રમતને વળગી રહેવા માગતા હોય તો તેને બીજો કોઈ ખુલાસો હોઈ શકે નહિ, સિવાય કે છતવાળા ખેડૂતને નારાજ કરવાની . તેમની અનિચ્છા–ચા સંભવત: અશકિત. ' -ભાવની સ્થિરતાની તેમની વિભાવના સરળ છે: ભાવ નીચા , જતા હોય ત્યારે તેમને ટેકો આપે-જેમકે, ઘઉંના મુકત બજારના ભાવ કિવન્ટલના રૂા. ૬૦-૬૫ હોય ત્યારે રૂા. ૭૬ને ભાવે ટેકો આપ, પણ જ્યારે ભાવ ઊંચા જતા હોય ત્યારે પણ લેવીના ભાવ ઊંચા કરીને તેને રક્ષણ આપે અને તેને જો આ ઊંચા ભાવ પણ લાભદાયી જણાતા ન હોય તે તેને વધારાનો જથ્થો વેચવા માટે તેને દબાણ ન કરવું ! અલબત્ત, તેના પર કર નાખવાને તે કોઈ પ્રશ્ન જ નથી, તે તેની ઊપજના મૂલ્યના માત્ર એક ટકા જેટલું સીધા કરો રૂપે ચૂકવી શકે છે. રાજ–સમિતિ રાહ જોઈ શકે છે, પણ અર્થશાસ્ત્રીનું શું? તે જો મોટાં ઈજારાવાદી (ઉદ્યોગ) ગૃહોની તીખી આલોચના કરે છે તે તંદુરસ્ત અને શાણે ગણાય છે અને યથાસમયે સંપત્તિવાન બની શકે છે, પણ તે જો મોટા ખેડૂત સામે એક શબ્દને બબડાટ સરખાય કરે તે તેની શહેર-અભિમુખ દષ્ટિ માટે તેને સખત ઠપકો આપવો જોઈએ. પ્રમાણસરની (ગ્રેડેડ) લેવી અને ઈજારાવાદી માનાપેલી) અનાજપ્રાપ્તિ વચ્ચેના તફાવત વિશે એક નાને મુદ્દો સ્પષ્ટ કર્યું. પ્રમાણસરની લેવી હેઠળ, સરકાર ઉત્પાદનના સરેરાશ દસ ટકા જેટલા અથવા બજારમાં મૂકવાયોગ્ય વધારાના અનાજના ત્રીજા ભાગ જેટલા અનાજની માગણી કરે છે; બાકીને જથ્થા ખુલ્લા બજારમાં વેચવા માટે ખેડૂત મુકત હોય છે. અલબત્ત, આમાં પ્રાપ્તિને ખરેખર જથ્થો ઘણા ઓછા હોય છે. ચેખામાં ૪ કરોડ ૫૦ લાખ ટનને રેકોર્ડ પાક અને તેમાંથી પ્રાપ્તિ માટેના ૫૦ લાખ ટનના લક્ષ્યાંક સામે માત્ર ૨૮ લાખ ટન ચોખા મેળવાયા. પણ એ વાત બાજુએ રાખીએ તોય, લેવીની માત્ર જાહેરાત થતાં જ બજારભાવ ઊંચા જતા હોઈને, વધારાયેલા વિઈટેડ) સરેરાશ ભાવ અને ખેડૂતના કુલ વેચાણની એકંદર આવક, લેવીની ગેરહાજરીમાં હેત તેના કરતાં ઓછી રહેવાની વકી નથી. સાદા શબ્દોમાં આ જ વાત કહેવી હોય તો એમ કહી શકાય કે ખેડૂત લેવી આપવામાં જે ગુમાવે છે તે ખુલ્લા બજારમાંના વેચાણમાંથી તે પ્રાપ્ત કરી લે છે. નીતિઘડવૈયાઓની ભાવ અંગેની વિચારસરણી જેમાં પ્રગટ થાય છે તે બીજી વસ્તુ કપાસ છે. ચીજોના આસમાને જતા ભાવમાં કપાસ અગ્રેસર રહ્યો છે. ફેબ્રુઆરી ૧૬, ૧૯૭૪ ના દિવસે કપાસના જથ્થાબંધ ભાવને આંક, એક વર્ષ પૂર્વેના ૧૯૩ ની સામે ૩૧૮ને (૧૯૬૧ - ૬૨ = ૧૦) હતું. અને હિત ધરાવતા પક્ષ તરફથી અંદાજ ઓછા મૂકવાના છેલ્લી ઘડીના પ્રયાસે છતાં કપાસના ઉત્તમ પાકનું આ વર્ષ છે. ફેબ્રુઆરીની પહેલી અને માર્ચની પંદરમી વચ્ચે મુંબ- , ઈના શિવરી રૂ બજારમાં દિગ્વિજય કપાસના ભાવ ગાંસડીએ રૂ. ૯૩૦ જેટલા ઊંચા ગયા, એટલે કે ગાંસડીના રૂ. ૩,૪૦૦ હતા તે વધીને રૂા. ૪,૩૦ થયા. સંકર -૪ કપાસના ભાવ રૂા. ૫,૭૦ જેટલા બોલાતા હતા, જે રૂા. ૮૦૦ને સીધે વધારે બતાવતા હતા. છતાં કોટન કોપેરિશન કપાસ ઉગાડનારને ટેકો આપવાબજારમાં આવ્યું છે અને પોતાની ખરીદી માટે રાષ્ટ્રીયકૃત બેન્કો પૂરતું ધિરાણ આપતી નથી તેને તેને રોષ છે. મોસમની શરૂઆતમાં જ તેણે હર્ષપૂર્વક જાહેર કર્યું હતું કે તે આગલા વર્ષના ભાવથી દસ ટકા ઊંચા ભાવે કપાસ ખરીદશે, જ્યારે પાકને અંદાજ હજી ૬૫૬૭ લાખ ગાંસડીને હતે. મિલમાલિકોને ઊંચા ભાવનો વાંધો નથી, તેમને કાપડની નિકાસની માગ ઘણી સારી છે અને ફુગાવાને આભાર માનીએ કે ઘરઆંગણેની બજાર પણ તેજ છે. પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા છે એ તેઓ ભૂલી જાય છે. વિદેશી ગ્રાહકો ગમે તે ભાવે તે નહિ લે પણ તે ખેડતો પર ઉપકાર કર્યા પછી, વિદેશી હૂંડિયામણ કમાન વાના વ્યાપક રાષ્ટ્રીય હિતમાં નિકાસ સબસિડી મેળવવા તેઓ કદાચ દાવો કરશે; અને ખેડૂત-ચાહક રાજકારણીએ એ રીતે બદલે વાળી આપ રહેશે. એમ. એલ. દાંતવાલા [ ‘કોમર્સના માર્ચ ૨૩, ૧૯૭૪ના અંકમાંથી સાભાર
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy