________________
Regd. No. MH. By South 54 Licence No.: 37
આ જીવન બન
પ્રબુદ્ધ જૈન”નું નવસ કરણ વર્ષ ૩૫ : અક: ૨૩
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
ક્ નલ ૭–૪૦ પૈસા
મુંબઇ, સ્પેપ્રિલ ૧, ૧૯૭૪ સામવાર
વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫
તંત્રી
不
ચીમનલાલ ચકુભાઈ શાહે
ઉપાય શા છે?
ગુજરાતનું હજી માંડ થાળે પડે છે ત્યાં બિહાર, ઉત્તર પ્રદેશ અને આરિસામાં તોફાનો શરૂ થયાં છે. ત્રણે રાજ્યોની વિધાનસભાઓમાં ગવર્નરો પેાતાનું પ્રવચન કરી ન શકયા. ધારાસભ્યોમાં મારામારી થઈ. હવે તે આવું વર્તન બધી ધારાસભાઓમાં અને પાર્લામેન્ટમાં પણ સામાન્ય
હું પડયું છે. બિહારમાં ધારાસભાના સ્ટાફે જ તોફાન કર્યું અને ધારાસભાની લેાબીમાં ગોળીબાર કરવા પડયા. બિહારમાં વ્યાપક આગ, લૂંટ અને વિનાશ સર્જાયો. ગુજરાતમાં બે મહિનામાં જેટલું નુકસાન નથી થયું તેટલું બિહારમાં બે દિવસમાં થયું. જાહેર મિલકતો ઉપર મોટા પ્રમાણમાં હુમલાઓ થયા. બિહારના જાણીતા વર્તમાનપત્ર ‘સર્ચ લાઈટ’નાં મકાન, મશીનરી બધું બાળી નાખ્યું. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થયાને એક મહિનો નથી થયો ત્યાં ચૂંટણીને પડકાર થયો છે. આ તોફાનો આર્થિક કરતાં રાજકીય વધારે છે.
બિહારમાં સરકાર રક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ છે એમ જણાવી શ્રી જ્યપ્રકાશ નારાયણે તેના મુખ્ય મંત્રી અબ્દુલ ગફુરને રાજીનામું આપવાની મિત્રભાવે સલાહ આપી છે. ગફુર સામે લાંચરુશવત કે ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપ નથી. શ્રી જયપ્રકાશ કહે છે કે ગફર સજ્જન માણસ છે, તેમ સત્તાના શોખીન પણ નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે કહે તે પણ ગફુરે પોતાના અંતરાત્માની જ સલાહ લેવી એમ શ્રી જયપ્રકાશે કહ્યું છે. ગફ ુરે જાહેર કર્યું કે અેમના અંતરાત્માને રાજીનામું આપવાની કોઈ જરૂર જણાતી નથી.
જયપ્રકાશને વારંવાર કહેવું પડે છે કે પોતાને કોઈ અંગત કે રાજકીય સ્વાર્થ નથી, માત્ર પ્રજાનું ભલું ઈચ્છે છે.
છેલ્લા ત્રણ મહિનામાં દેશમાં બનેલ બનાવા ગંભીર મુદ્દા ઉપસ્થિત કરે છે. ચારે તરફ હિંસા ફાટી નીકળી છે, અને લોકોનાં મન અત્યંત ઉત્તેજિત છે. શાન્તિમય અને અહિંસક માર્ગના પ્રખર હિમાયતીઓ પણ આવી હિંસા અનિવાર્ય માનતા જણાય છે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી, એમ કહી તેનો બચાવ થાય છે. વિનેાબાજીએ કહ્યું કે મારપીટ કર્યા વિના સરકાર સાંભળે તેમ નથી. જયપ્રકાશે કહ્યું આ કાન્તિ છે. સર્વ સેવા સંઘના પ્રમુખ સિદ્ધરાજ ઢઢ્ઢાએ કહ્યું કે હિંસા અથવા અરાજકતા થશે એવા ભયથી વર્તમાન અસહ્ય પરિસ્થિતિ નિભાવી ન લેવાય. શ્રી મારારજીભાઈએ કહ્યું પ્રજા બીજું શું કરે? ધારાસભ્યોનાં રાજીનામાં અપાવવા ધાકધમકી અને જોરજુલમ થાય, ધારાસભાનું વિસર્જન કરાવવા તોફાનો થાય, ધારાસભાનું કામકાજ બળજબરીથી થવા જ ન દેવાય, પરીક્ષા લીધા વિના ઉપલા વર્ગમાં ચડાવવા, તેમ ન કરે તો યુનિવર્સિટીને આગ લગાડાય છે. લેાકમાનસમાં એટલી હિંસા પેદા થઈ છે કે નજીવી વાતમાં પણ બળજબરીનો ઉપયોગ થાય છે.
Ө
પ્રશ્ન એ થાય કે શાન્તિમય માર્ગમાંથી આપણે સંપૂર્ણપણે શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ ? હિંસક માર્ગે જવું શરૂ કર્યા પછી માત્ર રાજકીય ક્ષેત્રથી તે અટકવાનું નથી. જીવનનાં બધાં ક્ષેત્રમાં એ ઝેર વ્યાપશે. બધા જાણે છે કે આ માગે નુકસાન જ છે. ગરીબી, સામાન્ય સ્થિતિના માણસા, અને નિર્દોષને જ સહન કરવું પડે છે. જાહેર મિલકતને નુકસાન થાય તે પ્રજાને જ હાનિકારક છે. રાજ્ય રાજ્ય
વચ્ચે તકરાર થાય તે યુદ્ધ સિવાય કોઈ ઉપાય નથી એમ માન્યું છે. યુદ્ધથી બધાના વિનાશ છે, અને કોઈ પ્રશ્નના ઉકેલ થતો નથી, પણ નવા પ્રશ્નો ઊભા થાય છે, તે જાણવા છતાં યુદ્ધ થાય છે. પણ રાજ્યમાં અંતર્ગત નાગરિકો વચ્ચે તકરાર થાય તે મારામારી નથી કરતા પણ કાયદાથી કોર્ટો મારફત કે બીજા શાન્તિમય માગે તેના નિકાલ કરીએ છીએ. એ શ્રાદ્ધાRule of Lawનીહવે ડગી ગઈ છે. ઘોર નિરાશામાંથી મરણિયા વૃત્તિ પૈદા થઈ છે એમ લાગે. આવી પરિસ્થિતિ માટે કોણ કેટલું જવાબદાર છે તે અલગ પ્રશ્ન છે.
સમજદાર વ્યકિતએ પણ એમ કહે છે કે પ્રજા હતાશ થાય અને કોઈ સાંભળે જ નહિ તા પ્રજા શું કરે? આપણે લેાકશાહી પદ્ધતિ અપનાવી છે. તેના અર્થ એ છે કે રાજ્યકર્તા પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજાનું હિત લક્ષમાં લેશે, તેમ ન થાય તો તેમને કાઢી મૂકી, બીજાની પસંદગી કરી શકીએ એવેા અવકાશ છે.
આ શ્રદ્ધા હવે રહી નથી અથવા એટલી ધીરજ રહી નથી. કહેવાય છે એમ કે, સાચી લોકશાહી સ્થાપવા આ બધું કરવું પડે છે. તેમ કરતાં લાકશાહીના જ અંત આવે એવું બને તેની અત્યારે ચિન્તા નથી કરતી. સાધનશુદ્ધિનો આગ્રહ રાખવાવાળા એમ કહે છે કે સાધનશુદ્ધિ નહિ હોય તો શુદ્ધ ધ્યેયને પામી ન શકીએ. આ બધું ગાંધીજીએ શીખવ્યું હતું. હજીયે પોપટિયા રટણ તેનું થાય છે, પણ વર્તન જુદું છે. કારણ કે શ્રાદ્ધા રહી નથી. ચૂંટણી મારફત કે મતપેટી મારફત – એટલે કે શાન્તિમય માગેરાજ્યકર્તાઓ બદલી શકીશું એવા વિશ્વાસ નથી રહ્યો એમ કહેવું પડે. ચૂંટણી થયાને બીજે દિવસે જ એમ કહીએ કે તે માન્ય ની ત્યારે ચૂંટણીના કાંઈ અર્થ રહેતો નથી Election becomes a farce or a fraud, લોકોને ભારે અસંતોષ છે છતાં ચૂંટણીમાં સફળ થવાની આશા ન હોય તા લોકો પેાતાનું હિત સમજતાં નથી અથવા તેમને સમજાવવામાં નિષ્ફળ જઈએ છીએ અથવા ચૂંટણી
પદ્ધતિ પાયામાંથી ખાટી છે.
બિહારમાં પ્રજાનું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ એ કારણે મુખ્ય મંત્રીનું રાજીનામું માગવામાં આવે છે. સરકારે રક્ષણ કરવું જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ. સરકાર પેાલીસ અને લશ્કરથી રક્ષણ કરી શકે. પેાલીસ વધારે પડતા બળનો ઉપયોગ કરે છે, જુલમ અને અત્યાચાર કરે છે એવા સામાન્ય આક્ષેપ છે. લેાકશાહી તંત્રે લશ્કરના આશ્રય તો લેવા જ ન જોઈએ એમ કેટલાક માને છે. વ્યાપક હિંસાને સરકાર કેવી રીતે પહોંચી વળે? પોલીસ અને લશ્કરથી અથવા પ્રજાના સહકારથી. પણ પ્રજા સરકાર વિરુદ્ધ ઉશ્કેરાયેલ હોય અથવા ઉશ્કેરણી કરવામાં આવી હોય ત્યાં પ્રજાનો સહકાર મળે નહિ.
શાસક પક્ષને સત્તા ઉપરથી ઉખેડવા આંદોલન થાય ત્યારે શાસક પક્ષ બધાં સાધનોનો ઉપયોગ કરે તે સ્વાભાવિક છે. છતાં લેાકશાહીમાં તેની મર્યાદા છે. આંદોલન વ્યાપક હોય ત્યાં સરકારે નમતું મૂકવું જ પડે છે. મંત્રીમંડળે રાજીનામું આપવું પડે, વિધાનસભા વિસર્જિત કરવી પડે, પરીક્ષાઓ બંધ રાખવી પડે, હડતાળ,