________________
૨૫૬
અંદાજપત્ર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સેામવાર તા. ૪-૩-’૭૪ના સાંજના ૬-૧૫ વાગ્યે સંઘના પરમાનંદ સભાગૃહમાં પ્રોફેસર ડી. ટી. લાકડાવાળાનું ઉપરોકત વિષય પર પ્રવચન રાખવામાં આવ્યું હતું.
શરૂઆતમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પ્રોફેસર લાકડાવાળાનું સ્વાગત કર્યું હતું અને શ્રી લાકડાવાળાનો શ્રોતાઓને પરિચય કરાવતાં કહ્યું હતું કે “શ્રી લાકડાવાળા એક સુવિખ્યાત અને સમતોલ અર્થશાસ્ત્રી છે. માત્ર દેશના હિતમાં ચિંતન કરતા કેટલાકમાંના તેઓ એક છે.”
ત્યાર બાદ શ્રી લાકડાવાળાએ અંદાજપત્ર વિશે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સમજાવ્યા હતા.
અંદાજપત્ર અને એના ઉદ્દેશ
અંદાજપત્ર એ માત્ર આવકજાવકનું સરવૈયુ નથી. ખરચ કરતાં આવક ઓછી હાય! ખાધ કેવી રીતે પૂરી કરવી એ માટે જ અંદાજપત્ર નથી, પરંતુ આપણા આર્થિક જીવનને અમુક દિશામાં વાળવું હોય તે કેવી રીતે વાળવું એ માટેનું અગત્યનું સાધન અંદાજપત્ર છે. ૧૯૭૪ - ૭૫ નું અંદાજપત્ર એ આપણા નાણાપ્રધાનનું ચોથું અંદાજપત્ર છે. પહેલાંનાં ત્રણ વરસ માટે એમના કહેવા પ્રમાણે એમના અંદાજપત્રમાં મુખ્ય ધ્યેયામાં ઝડપી આર્થિક પ્રગતિ, ગરીબી હટાવવાના કાર્યક્રમ, અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન, વધુ સ્વાયત્તતા, વધુ બચત અને વધુ રોકાણ અને ભાવસ્થિરતા એ અંદાજપત્રના મુખ્ય ઉદ્દેશ હતા. દુર્ભાગ્યે અત્યાર સુધીનાં ત્રણ વરસેામાં આ ધ્યેયોને સાધવામાં ઘણી જ મર્યાદિત સફળતા મળી છે અને છેલ્લા વર્ષમાં તે જાણે નિષ્ફળતા જ મળી હાય એવું વાતાવરણ સર્જાયું છે.
કરવેરા
૧૯૭૪-૭૫ના કરવેરા જોઈએ તે! એનાં બેત્રણ લક્ષણો ખાસ ધ્યાન ખેંચે છે. પહેલું લક્ષણ એ કે જે નવા કરવેરામાંથી આજે આપણે આવક અંદાજીએ છીએ એ આગલા વર્ષાના કરવેરા કરતાં ઓછા છે. બીજું લક્ષણ એ છે કે આગલા અંદાજપત્રમાં વસ્તુઓ ઉપરના (આડકતરા) કરવેરા ઉપર વધુ ભાર મુકાયો હતો. આ વર્ષનું અંદાજપત્ર આનાથી જુદ ́જ તરી આવે છે. સીધા કરવેરાના માળખામાં મોટા ફેરફારો થયા છે. જે મોટી આવક પરના કરવેરા છે એમાં મોટો ઘટાડો થયો છે. ઘણીખરી આવક જકાતમાંથી મળશે.
વાંછુ તપાસ સમિતિની ભલામણને આધારે આવકવેરાના દર જે ૯૭.૭૫ ટકા હતા એને ઘટાડીને ૭૫ ટકા કરવામાં આવ્યો છે. આથી એમ મનાય છે કે આવક છુપાવવાનું કારણ અદૃશ્ય થશે અને કાળાં બજાર પણ અદશ્ય થશે. પરંતુ મોટા કરવેરાને લીધે ચેરી કરતા શીખ્યા હાય ! વેરા ઘટે એટલે ચારી ઘટશે એવું માનવાને કોઈ સબળ કારણ નથી. પરંતુ એટલું ખરું કે આ કરઘટાડાને લીધે જે માણસે પ્રામાણિક છે એને વધુ લાંબું જીવવાનો અવકાશ મળશે.
બીજું, આપણે રાવકવેરાના દર સાથે મિલકતવેરાના દર પણ જોવા જોઈએ અને એટલું જોવું જોઈએ કે આ બંનેના કુલ દર સા ટકાથી વધુ ન થવા જોઈએ. જો દર સે। ટકાથી વધુ થાય ત
માલિક: શ્રી મુંબઇ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશ : મુંબઈ-૪, ટ્રે ન ૩૫૦૨૯૬
પ્રબુદ્ધ જીવન
| 2
તા. ૧૬-૩-૭૪
P
૧૯૭૪-૭૫
માણસને પોતાની મિલકત છુપાવવા માટે એક કારણ મળી જાય, જે ખરેખર મિલકતવાળાઓની સામે જ ઝુંબેશ ઉપાડવી હોય તે એને માટે જલદ ઉપાયો શોધવા જોઈશે. ધીમું ઝેર નકામું છે.
વસ્તુઓ ઉપરના કરવેરામાં એક કાળજી લેવામાં આવી છે કે સામાન્ય માણસ વાપરતા હાય એ વસ્તુ કરવેરામાં ન આવે. આ વર્ષે આડકતરા કરવેરા ઉપર ભાર મૂકવામાં નથી આવ્યું. ખાધ ઓછી થશે ખરી?
એમ કહેવામાં આવે છેકે ૬૫૦ કરોડ રૂપિયાની ખાધ નવા કરવેરા પછી ઘણી ઓછી થઈ જશે. પરંતુ આ વર્ષે અનિવાર્ય સંજોગા-પગારવધારો, માંઘવારી, દુષ્કાળ અને રાજ્યોની વધુ આર્થિક સહાયની માગ – નહિ ઉદ્ ભવે એની તો કોઈ ખાતરી નહિ આપે, બલકે ધારેલી ખાધ વધી શકે એવી પણ એક દહેશત રહે છે. વિશેષ કરી જ્યારે છેલ્લા વરસામાં મેટી મુશ્કેલી એ અનુભવી છે કે આપણું ઔદ્યોગિક ઉત્પાદન લગભગ સ્થગિત થઈ ગયું છે. આપણે ત્યાં ઉત્પાદનશકિત છે, પણ એક યા બીજા કારણોને લીધે એ જોઈએ એટલી વપરાતી નથી – અને આ પૂરતી વપરાય એ માટે અંદાજપત્રમાં કોઈ ખાસ જોગવાઈકરી હોય એવું લાગતું નથી. રેલવે, કોલસા, વીજળી માટે વધારે પૈસા વાપરવાની જોગવાઈ છે. પણ એનાં પરિણામો આવતાં ઘણા વખત લાગે.
-:00:
સામાય માણસ અને અંદાજપત્ર
આ અંદાજપત્ર પછી સામાન્ય માણસને એક જ પ્રશ્ન છે: ભાવવધારો અટકશે કે નહિ ? કેટલાકે અંદાજપત્રને ફુગાવાવિરોધી ગણાવ્યું છે છતાંય એનાથી ભાવવધારો અટકે ૨ો આશા વધુ પડતી છે. બહુ બહુ ત। એ આશા રાખી શકીએ કે જો ધાર્યા પ્રમાણે જ ખાધ થાય અને ગયા વર્ષ કરતાં આ ખાધ ઘણી ઓછી થાય અને થોડી ઉત્પાદનવૃદ્ધિ થાય તે ગયે વર્ષે જે ભાવવધારો થયો હતો એના કરતાં આ વર્ષે ભાવવધારો ઓછા થાય. ટૂંકમાં, આ અંદાજપત્ર જેટલું અપેક્ષા રાખી શકીએ એટલું ફુગાવાવિરોધી દિશામાં કે ઉત્પાદનઅનુકૂળ દિશામાં પગલાં માંડતું નથી.
શ્રી લાકડાવાળાના અભ્યાસી પ્રવચન પછી રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ હતી. ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે આભારદર્શન કર્યું હતું. સંકલન : ચીમનલાલ જે. શાહ
વસંત વ્યાખ્યાનમાળા
દર વર્ષની માફક આ વર્ષે પણ એપ્રિલ માસની તા. ૧૫,૧૬, ૧૭, ૧૮, એમ ચાર દિવસ માટે તાતા ઓડિટોરિયમના એરકન્ડિશન્ડ હાલમાં વસંત વ્યાખ્યાનમાળા યોજવામાં આવનાર છે. વકતાઓ નક્કી થશે રોટલે રીતસરની જાહેરાત કરવામાં આવશે.
ચીમનલાલ જે. શાહ સુબભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
ચો ચોમનલાલ જ, શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧