SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ હીથ ઉપર આક્ષેપ હતા કે ત્રણ વર્ષમાં પૈસાદારો અને મોટી કપનીઓને જ તેમણે લાભ આપ્યો છે. કરોડા પાઉન્ડના કરવેરા ઓછા કરી ધનવાનને વધુ ધનિક બનાવ્યા છે. આવી મેોટી ઉત્તેજના છતાં ચૂંટણી દરમ્યાન, ખાણિયાઓની હડતાળ, ચૂંટણીપ્રચાર અને ચૂંટણી શાન્તિમય રહ્યા. શિસ્તનું અનુપમ ઉદાહરણ પ્રજાએ આપ્યું. મિ. હીથનો એક જ નારા હતા - બ્રિટન પર કોણ રાજ્ય કરશે, મજૂર સંઘે કે પાર્લામેન્ટ? તેમના પ્રચારમાં પ્રજાને ભારે ચેતવણી આપતા કે સામ્યવાદીઓ ઘરમાં ઘૂસી ગયા છે. Reds under the bed, મજૂર પક્ષની નીતિમાં બે મુખ્ય મુદ્દા હતા-ઉઘોગાનું મેટા પાયા ઉપર રાષ્ટ્રીયકરણ અને પૈસાદાર ઉપર ભારે કરવેરા, ૨ોક બીજો પણ મોટો વિવાદને મુદ્દો હતો. યુરોપીય માિરી બજારમાં બ્રિટન સભ્ય બન્યું છે. મજૂર પક્ષ તેનો વિધ કરે છે. ઈંગ્લાંડમાં દ્વિપક્ષીય સાંસદીય લોકશાહી દઢ થઈ છે. ૨ોક પક્ષ હારે તે તેના જેટલા જ સબળ માને તેના જેવીજ આગેવાની પૂરી પાડી શકે એવા બીજો પક્ષ તૈયાર છે. પણ આ વખતે બન્ને રાજકીય પક્ષો ઉપર પ્રજાના અસંતોષ હતો અને ત્રીજો પક્ષ - લિબરલ-જે નામશેષ છે, તે સારી સંખ્યામાં બેઠકો મેળવશે એવી આગાહી હતી. પ્રાદ્ધ જીવન dl. 15-3-08 ગઈ હતી કે તેને કાયા સિવાય ઉકેલ ન હતા, બન્ને પક્ષે પ્રતિષ્ઠાને મેટો સવાલ થઈ પડયા હતા. મોટા પગાર વધારો આપવાથી ફુગાવા વધશે અને ભાવની સપાટી પણ વધશે તેને ભય રાખ્યા વિના વિલ્સને દસ કરોડ પાઉન્ડનો વાર્ષિક વધારો બે લાખ મજૂરોને આપી દીધા, બીજા મજૂરો પણ એવી માગણી કરશે એ નિશ્ચિત છે તેની ચિન્તા નથી કરી. પૈસાદારો ઉપર કદાચ મોટા કરવેરા નાખશે. નવું બજેટ તુરતમાં આવશે, પણ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ અથવા કોઈ બીજા પાયાના ફેરફાર કરી નહિ શકે. પ્રજાએ એવા કોઈ આદેશ આપ્યો નથી. એટલું જ કહેવાય કે મડાગાંઠ ઉકેલવા અને વર્ગવિગ્રહ ટાળવા મિ. વિલ્સનને તક આપી છે. મિ. વિલ્સન પણ આ સમજે છે અને બન્ને પક્ષ જાણે છે કે લઘુમતી સરકાર લાંબા વખત ટકે નહિ. પરિસ્થિતિ થાળે પડે એટલે છથી બાર મહિનામાં બીજી ચૂંટણી કરવી જ પડશે અને સંસદીય લોકશાહીની રમત ચાલુ રહેશે. બ્રિટન એક જ એવો દેશ છે કે જે આવા તોડ કાઢી શકે. બીજા કોઈ દેશમાં સરમુખત્યારી આવી હોત અથવા વર્ગવિગ્રહ થયા હોત. પરિણામ આશ્ચર્યજનક આવ્યું અને છતાં ધારેલું પરિણામ આખું એમ પણ કહેવાય. કોઈ પક્ષને બહુમતી ન મળી. કાનસેારી હરીફાઈ થઈ. રૂઢિચુસ્તને ૨૯૬, મજૂર પક્ષને ૩૦૧, લિબરલને ૧૪ અને પરચૂરણ ૨૪- કુલ ૬૩૫. ૧૯૨૯ પછી આવું બન્યું નથી. એક અથવા બીજા પક્ષને બહુમતી મળી રહેતી, છતાં એમ કહેવાય કે પરિણામ પ્રજામતનું અને પ્રજાના અસંતોષનું પ્રતિબિંબ પાડે છે, કયો પક્ષ સત્તા પર આવે? ચાલુ વડા પ્રધાન તરીકે સત્તા પર રહેવાને મિ. હીથને અધિકાર હતા, પાર્લામેન્ટમાં હારી ન જાય ત્યાં સુધી, મજૂર પક્ષને પાંચ જ વધારે બેઠક મળી છે. તેને પણ બહુમતી ન હોવાથી સત્તા પર આવવાનો સ્પષ્ટ અધિકાર કે આદેશ ન હતા. ઈંગ્લાંડમાં આયારામ ગયારામ નથી થતું, સાટાસાદા નથી થતા. વિલ્સને હિંમતથી તુરત જાહેર કર્યું કે મજૂર પક્ષ કોઈ બીજા પક્ષ સાથે જોડાણ નહિ કરે. લઘુમતી પક્ષ હોવા છતાં, મંત્રીમંડળ રચવા તૈયાર છે અને પાર્લામેન્ટના વિશ્વાસ રહેશે ત્યાં સુધી રાજ્યતંત્રની જવાબદારી સ્વીકારશે. મિ. હીથે લિબરલ પક્ષ સાથે જોડાણ કરવા ઘણા પ્રયત્નો કર્યા. તા પણ સ્પષ્ટ બહુમતી તો નહાતી થતી. લિબરલ પક્ષને માત્ર ૧૪ બેઠક મળી છતાં કેબિનેટમાં સારું સ્થાન આપવાની ઓફર કરી. લિબરલ પક્ષના નેતા મિ.થાર્પ લલચાયા નહિ. દેશના હિતમાં ત્રણે પક્ષની રાષ્ટ્રીય સરકાર થવી જોઈએ એવી તેમણે માગણી કરી. મિ. હીથ અથવા મિ. વિલ્સનને આ માન્ય ન હતું. અંતે મિ. હીથે રાજીનામું આપ્યુંઅને વિલ્સન વડા પ્રધાન થયા. આ સમયનાં બ્રિટિશ વર્તમાનપત્ર ખરેખર વાંચવા જેવાં છે. વડા પ્રધાન થયા પછી ' ત્રણ જ દિવસમાં મિ. વિલ્સને ખાણિયાએ સાથે સમાધાન કર્યું. બે લાખ મજૂરોને વાર્ષિક દસ કરોડ પાઉન્ડ- બે અબજ રૂપિયા - ને પગારવધારા મંજૂર કર્યો. કારખાનાઓ પાંચે દિવસ ચાલતાં કર્યાં અને બીજું હવે શું કરશે તે જોવાનું રહે છે. બ્રિટનની આ ચૂંટણીમાંથી ઘણા બોધપાઠ લેવા જેવા છે. સાંસદીય લોકશાહી કેમ ચલાવાય અને કેમ નભે તે વિષે ઘણુ જાણવા જેવું છે. સખત વિરોધ હોય અને ખૂબ લડે છતાં They play the game according to the Rules of the game. સંસદીય લોકશાહીને મલ્લયુદ્ધ - બોક્સિંગ સાથે સરખાવી છે. જીવલેણ હુમલાઓ કરે, પણ રીંગમાં રહીને, નિયમ પ્રમાણે. 4 ભારે મોટી આર્થિક કટોકટી હતી અને ખુલ્લા વર્ગવિગ્રહનો ભય હતો તે પ્રજાએ પોતાના ફેંસલાથી નિવારી.કોઈ પક્ષને બહુમતી ન આપી. છતાં હીથ અને મજૂરો વચ્ચે એવી મડાગાંઠ પડી ચૂંટણી પદ્ધતિની એક વિચિત્રતા આ વખતે ખૂબ ઉઘાડી પડી. લિબરલ પક્ષને ૨૦ ટકા - ૬૦ લાખ -મત મળ્યા પણ માત્ર ૧૪ બેઠક મળી, મજૂર પક્ષને ૩૮.૫ ટકા મત મળ્યા અને ૩૦૧ બેઠક મળી અને રૂઢિચુસ્ત પાને ૩૭ ટકા મત મળ્યા અને ૨૯૬ બેઠક મળી. લિબરલ પક્ષે આ ચૂંટણી પદ્ધતિમાં ફેરફાર કરવા જોરદાર માગણી કરી છે. આપણે ત્યાં પણ આવું બને છે. આ પદ્ધતિમાં ફેરફાર કરવા અને મતના પ્રમાણમાં બેઠક મળે તેવું કરવા, બ્રિટનમાં ગંભીર વિચારણા ચાલે છે. શ્રી ચંદુલાલ મોહનલાલ ઝવેરી ભાઈ ચંદુભાઈનું તા. ૨૩-૨-’૭૪ ના રોજ યાચાનક વ સાન થયું તેથી તેમના બહેાળા મિત્રવર્ગને અને રાંબંધીઓને ખૂબ આઘાત થયા છે. હેન્ગિગ ગાર્ડનથી ફરી મિત્રા સાથે સાંજે ઘરે આવ્યા અને બધા બહાર જમવા જવાની તૈયારી કરતા હતા તેટલામાં છાતીમાં સહેજ દુખાવો થયો. ડોકટરોને બાલાવ્યા અને કાર્ડિયોગ્રામ લેતા હતા તેટલામાં મૃત્યુ પામ્યા. હાર્ટટ્રબલ કોઈ દિવસ જાણી ન હતી. હું જૈન યુવક રાંઘમાં જોડાયા તેથી કેટલાક મિત્રા સાથે નિકટના પરિચય થયા તેમાં ચંદુભાઈ એક હતા. પરમાનંદભાઈના તેમની સાથે અતિ ગાઢ, સગા ભાઈ જેવા સંબંધ. ચંદુભાઈ અને તારાબહેન યુવક સંઘની બધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતાં. વ્યાખ્યાનામાં બન્નેની અચૂક હાજરી હાય જ, યુવક સંઘનાં ફંડમાં તેમના સારા ફાળા હમેશ રહેતા. ગર્ભાીમંત કુટુંબ, બધી વાતે સુખી હતા. ચંદુભાઈ અને તારાબહેન આદર્શ યુગલ હતું. તેમના એક જ પુત્રને અમેરિકામાં સંખ્યાબંધ મોટા સ્ટોર છે અને તે પણ ઘણા બહોળા વેપાર કરે છે. ચંદુભાઈના બધા ભાઈઓ એટલા જ સુખી અને તેમના કુટુંબની પાટણમાં અને અન્યત્ર લાખો રૂપિયાની સખાવત છે. ચંદુભાઈ બહુ જિશાસુ હતા અને છેલ્લાં બે–ત્રણ વર્ષોમાં તેમનું વલણ વધારે અધ્યાત્મ તરફ હતું. નિર્મળાદેવી શ્રીવાસ્તવના પરિચયમાં આવ્યા પછી તેમની યાનની સાધનામાં તેમને શ્રદ્ધા હતી. ૭૨ વર્ષની ઉમ્મર છતાં શરીરસ્વાસ્થ્ય બહુ સારું હતું એટલે આવા અચાનક અવસાનની કલ્પના પણ ન આવે. તારાબહેન તથા તેમનાં સાંતાનોને આ વિયોગ આઘાતજનક થાય તે સ્વાભાવિક છે. પણ ચંદુભાઈના વિશાળ મિત્રસમુદાયને પણ તેમના વિના સૂનું લાગશે. જૈન યુવક સંઘ વતી અને મારાવતી તેમને હું શ્રાદ્ધાજલિ આપું છું અને તારાબહેન તથા તેમના કુટુંબના દુ:ખમાં આપણે સૌ સહભાગી છીએ. ચીમનલાલ ચકુભાઈ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy