SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૦૪ પ્રબુદ્ધ જીવન ૨૪૭ છે. લેનિન, માત્ર કહેવું મુશ્કેલ છે. લાચાર છું. મારી એક પ્રમાણ ખરું? જ્યપ્રકાશ કહે છે, બરાબર સમજી વિચારીને મેં હિંસા માર્ગ છોડયો છે. સાબરમતી આશ્રમ સંમેલનમાં જયપ્રકાશે લગભગ એક કલાક ઉપર પ્રવચન કર્યું હશે. પૂરું પ્રવચન “ભૂમિપુત્રના તા. ૨૬-૨-૭૪ના અંકમાં પ્રકટ થયું છે. ઇતિહાસની ઘણી વાત કહી છે. લેનિન, માએ, ગાંધી, લેકશાહી, ગ્રામસભા વગેરે. સાંભળનારને શું માર્ગદર્શન મળ્યું તે કહેવું મુશ્કેલ છે. પ્રવચનને સાંતે તેમણે કહ્યું: શું કરું! હું પોતે સ્વાધ્યને કારણે લાચાર છું. મારી અંદર હિંમત તે છે, પણ નાજુક તબિયતને લીધે અચકાઉં છું. નહીં તે હું વિદ્યાર્થીઓને હાકલ કરત કે એક વરસ માટે કોલેજો છોડીને નીકળી પડે! ચાલે, મારી સાથે! આપણે આ દેશમાં એક નવું લેકશાહી માળખું ઊભું કરી દઈએ!” લોકો બિચારા શું કરે? મહત્ત્વ બનવાનું છે, તેનાં કારણેનું નહિ શ્રી મોરારજીભાઈએ આમરણાન્ત (બિનમુદતી) ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસનાં કારણ આપતું ત્રણ પાનાંનું નિવેદન બહાર પાડયું છે. ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવા સરકાર ઉપર નૈતિક દબાણ લાવવા ઉપવાસ આદર્યા છે. સરકાર ના બહાદુર આંદોલનને કચડી નાખવા માગે છે તેને સબળ બનાવવા અને હિંસક માર્ગે જતું અટકાવવા પિતાને માટે ઉપવાસ સિવાય બીજો કોઈ માર્ગ નથી એમ કહ્યું છે. પ્રજાની સેવામાં પતે જીવન સમર્પણ કર્યું છે તે કાર્યમાં ગુજરાતના બધા વર્ગના લોકોએ તેમને સદા ટેકો આપે છે તે ઋણ મારું જીવન હોડમાં મૂકીને અદા કરવાની આ તક છે. કોંગ્રેસના મુખ્ય મંત્રી ચંદ્રજિત યાદવે કહ્યું કે મોરારજીભાઈને માર્ગ શાતિને છે, પણ પરિસ્થિતિ સુધારવામાં કાંઈ સહાયભૂત નહિ થાય. જયદીપસિંહ બારિયાએ કહ્યું કે આ ઉપવાસ મેરારજી. ભાઈની જાણીતી ચાલબાજી છે. (usual gimmicks of Mr. Desai) અને અસાધારણ પરિસ્થિતિને લાભ લેવાનો એક પ્રયત્ન છે. લોકસભામાં અને રાજ્યસભામાં ગૃહમંત્રી શ્રી ઉમાશંકર દીક્ષિતે કહ્યું કે રાબેતા મુજબની શક્તિ સ્થપાય ત્યાં સુધી વિધાનસભા વિસર્જનને વિચાર કરી ન શકાય. શ્રી દીક્ષિતે કહ્યું કે હિંસક તોફાનેને તાબે થઈ વિસર્જન કરીએ તો દાખલે બેસાડાય અને તેને લીધે નવાં બળે પેદા થાય જે લોકશાહી માટે ભયરૂપ થાય. શાતિ થઈ કયારે કહેવાય ? ( પત્રકારોએ મેરારજીભાઈને પૂછયું દબાણને વશ થઈ વિસર્જન કરવું તમે વાજબી માને છે? મોરારજીભાઈએ જવાબ આપ્યો કે આ એક ખેટે દાખલો (bad precedent) સરકારે આ પહેલાં કેરળની વિધાનસભાનું વિસર્જન કર્યું ત્યારે પાડયો જ છે. નેહરુ તેની વિરુદ્ધ હતા, પણ તે વખતનાં કોંગ્રેસ પ્રમુખ ઈદિરા ગાંધીએ વિસર્જન કરાવ્યું. દબાણને વશ થઈ વિસર્જન કરવું વાજબી નથી એમ મોરારજીભાઈ માનતા લાગે છે. પણ એક વખત એવું કર્યું જ છે તે આ વખતે પણ કરવું જોઈએ. હકીકતમાં આપણે બધા બનાવના કેદી (Captives of events) છીએ. મોરારજીભાઈ અને બીજા બધા જે વિસર્જન માગે છે તેમણે એવું કહેવું જ જોઈએ. સરકારે આવા કારણે આપવાં જ જોઈએ. જે સ્થાને બેઠા છે તે સ્થાન ઉપરથી વિચાર થાય છે, બીજી બાજને નહિ. પહેલા શાન્તિ પછી વિસર્જન, કે પહેલાં વિસર્જન પછી શાન્તિ. સૌ જાણે છે વિસર્જન અનિવાર્ય છે. ધારાસભા કયારની મરી ગઈ છે. કોણ નમનું મૂકે, કોણે કોને નમાવ્યા? કેવી કરુણાજનક સ્થિતિ છે!પ્રતિષ્ઠાનાં ભૂત કેટલાં વળગે છે! સરકારે વિસર્જન કરવું જ પડશે અને કર્યું હોત તે કાંઈ ખેટે દાખલે બેસવાને ન હતે. આપણે સૌ સંજોગ અને પરિસ્થિતિનાં 24338912). Events overtake us & we are helpless. ALR1299ભાઈના ઉપવાસ આંદોલનને હિંસક માર્ગે જતું અટકાવશે કે તેણને વધશે તે તેમના હાથની વાત નથી. સરકારની અકડાઈથી શાતિ થશે કે તેફાને વધશે તે સરકારના હાથની વાત નથી. ભેગ પ્રજાને છે. તે વિસર્જન તે થશે જ. આંદોલન સ્થગિત કરી વિસર્જન મેળવીએ છે વિસર્જન કરાવી રાંદેલન બંધ કરીએ - સત્તા અને પ્રજાને આ સંઘર્ષ જરૂર છે? કોઈ હિંમત કરી સાચું પગલું નહિ ભરે ? મોરારજીભાઈ કહી શકત કે અદિલિન આઠ દિવસ સ્થગિત કરી અને છતાં વિસર્જન ન થાય તે અાંદોલનની આગેવાની હું પોતે લઈ શાન્તિમય માર્ગે દોરીશ અથવા મારા ઉપવાસથી હું બધી જવાબદારી લઉં છું અને આંદોલન સ્થગિત કરે, સરકાર કહી શકત કે વિસર્જન કરીએ છીએ છતાં જો તેક્ષને ચાલુ રહેશે તે પ્રજાના રાણાર્થે અને શાતિ સ્થાપવા સખત હાથે કામ લઈશું. અદલન બનાવ છે, ઉપવાસ બનાવ છે, હાલ વિસર્જન ન કરવું તે બનાવ છે.. તેનાં સાચા-ખેટાં કારણે ગમે તે રાપવામાં આવે, પરિણામ ભેગવવાં પડે, અને તે પણ કદાચ બનાવના કતાએ ધાર્યા હોય તેથી જુદાં જ લેકશાહીને નામે બધું થાય અને તેનું જ ખૂન થાય. સામાન્ય પ્રજાજનને નામે થાય અને તે જ કચડાય. કરે એક, ભેગવે બીજા. ૧૨-૩-૭૪. બ્રિટિશ ચૂંટણી ૨૮મી ફેબ્રુઆરીએ બ્રિટનમાં અભૂતપૂર્વ ચૂંટણી થઈ ગઈ. ૧૯૨૯ પછી બ્રિટને આવી આર્થિક કટોકટી અનુભવી નથી ૨ાને આવી ચૂંટણી જોઈ નથી. ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને તેના વિજેતા ચચિલે મોટી બહુમતી મેળવવાની આશાએ ચૂંટણી કરી અને હારી ગયા ત્યારે પણ આટલે તુમુલ સંઘર્ષ ન હતો. આ વખતે બ્રિટન વર્ગવિગ્રહને આરે આવીને ઊભું હતું. બ્રિટનમાં અનહદ હું ગાવે અને ભાવવધારો થતો રહ્યો છે. તેને ખાળવા રૂઢિચુસ્ત વડા પ્રધાન હીથે પગાર અને ભાવે ઉપર નિયમન માટે કડક પગલાં લીધાં. ઘણાખરા મજૂર સંઘે પગાર કશે સ્વીકાર્યા, પણ કોલસાના ખાણિયાઓને મોટા પગારવધારાની માગણી કરી. ૧૬ ટકા પગારવધારો આપવાની સરકારે તૈયારી બતાવી તેને અસ્વીકાર કર્યો. બે લાખ ખાણિયાએને મજૂર સંધ બહુ સંગઠિત છે અને તેમાં કેટલાક સામ્યવાદીઓ છે. ત્રણ મહિનાથી, વધારે સમય - એવરટાઈમકામ બંધ કર્યું. પરિણામે કોલસાનું ઉત્પાદન ઘટી ગયું. તેમાં તેલની કટોકટી આવી. શિયાળા ૨ાને તેમાં વીજળી પુરવઠો ઘટી ગયો. કારખાનામાં માત્ર ત્રણ દિવસ ચાલે. ઘરમાં અને ઓફિસમાં વીજવળીના ઉપયોગ ઉપર આકરા કશે મૂકયા. રેલવેમરેએ પણ હડતાળ કરી. પ્રા. શિસ્તબદ્ધ સહન કર્યું. ઘણી વાટાઘાટો થઈ પણ મડાગાંઠ પડી ગઈ અને ખાણિયાઓ સામે બહુ સખત હાથે કામ લેવું પડે એમ મિ. હીથને લાગ્યું. ખાણિયાઓએ મેટી બહુમતીથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો. મિ. હીથ એમ માનતા હતા કે ખાણિયાઓના વર્તનથી પ્રજા ત્રાસી જશે અને તેમને દબાવી દેવાના પગલામાં પિતાને પ્રજાને ટેકો મળશે. પાર્લામેન્ટમાં સાંકડી બહુમતી હતી તેથી મોટી બહુમતી મેળવી ખાણિયાએ સામે ખૂબ કડક પગલાં લેવા પ્રજાને આદેશ મેળવવા, મુદત કરતાં ૧૪ મહિના વહેલી ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો. ઘણા લોકોએ મિ. હીથના આ દાવને મેટો જુગાર કહ્યો. તેમના જ પક્ષના આગેવાન નેતા ૨ોક પિવેલે આ ચૂંટણીને બિનજવાબદાર અને છેતરપિંડી કહી. આર્થિક કટોકટી ઘણી ઘેરી બની. ઉત્પાદન ઘટી ગયું, આયાત બહુ વધી ગઈ, નિકાસ ઘટી ગઈ અને આંતરરાષ્ટ્રીય ઉધાર પાસું મેટું થઈ ગયું. ચૂંટણીપ્રચાર માટે એછિામાં ઓછા સમય—માત્ર ૨૦ દિવસ – આપે૮ મી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટનું વિસર્જન કરી, ૨૮ મીએ ચૂંટણી જાહેર કરી. મજૂરે પણ રણે ચડયા. ત્રણ મહિનાથી રોવરટાઈમ ગુમાવ્યું હતું. પછી હડતાળ પર ગયા. બધી આર્થિક તંગી સહન કરવા તૈયાર થયા. Fight to finish જેવી સ્થિતિ થઈ. ચૂંટણીપ્રચાર કાતિલ હતા. મજુર પક્ષના નેતા વિલ્સન પણ ભારે ખેલાડી છે. આગાહીરો બધી એમ કહેતી હતી કે મિ. હીથને સારી બહુમતી મળશે. મજુર પક્ષ અને મજૂર સંઘને.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy