________________
૨૪૬
પ્રબુદ્ધ જીવન
|
તા. ૧૬-૩-૪.
કરી સહકારમાં એક પગલું આગળ વધ્યા છે. રાજસભાની ચૂંટણીમાં પણ બન્ને પક્ષે સહકાWી કામ કરવાનો નિર્ણય કર્યો છે. સંસ્થા કોંગ્રેસના બીજા ૨ાગેવાને કામરાજ પેઠે હજી પણ સહકારની દિશામાં વિચારશે તે દેશને લાભ છે.
નાગાલેન્ડ અને મણિપુરના ચૂંટણી પરિણામે ચિતાજનક લેખાવાં જોઈએ. બંને સરહદી રાજ્ય છે ત્યાં અસ્થિરતા હાનિકારક છે. નાગાલેન્ડમાં ખાસ કરી ફીઝને પક્ષ અલગતાવાદી અને ચીનતરફી રહ્યો છે. તે પક્ષ સત્તા પર ચાલે તે ઠીક ન થયું. નાગાલેન્ડમાં લાંબા સમય પછી ભૂગર્ભ સૈન્ય કાંઈક કાબૂમાં રાવ્યું હતું. તેને બળ મળશે. નાગાલેન્ડ અને મણિપુરને લેકશાહી તંત્રનો અનુભવ નથી. ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાવવું પડે તે આશ્ચર્ય નહિ થાય. | ગુજરાત બે મહિનાથી આંધીમાં સપડાયું છે. ધારાસભા વિસજૈન સિદ્ધાંતને પ્રશ્ન નથી. વિસર્જન અનિવાર્ય છે. કોઈ પક્ષે એમાં મમત્વ કરવા જેવું નથી. આંદોલનને વશ થઈ વિસર્જન કરવું પડયું એવા ભયથી અશાન્તિ ચાલુ રાખવી વાજબી નથી. પ્રતિષ્ઠાને સવાલ બનવો ન જોઈએ. ગુજરાતમાં વિસર્જન થશે તો તેના વિપરીત પ્રત્યાઘાતે બીજા રાજ્યોમાં પડશે એ ભય સેવવાનું કારણ નથી. ગુજરાતની વિશિષ્ટ પરિસ્થિતિ છે. પ્રજા ત્રાસી ગઈ છે. નવનિર્માણ સમિતિમાં તીવ્ર મતભેદે છે. તેમાં જે સમજદાર યુવકે છે તેમને રા માર્ગેથી પાછા વાળવાની જરૂર છે. કદાચ આ લખાણ પ્રકટ થાય તે પહેલાં વિસર્જન થઈ ગયું હશે. પછી કોઈ આંદોલન ચાલુ રહે એમ લાગતું નથી. મોરારજીભાઈએ શાન્તિ સ્થાપવા અને ધારાસભા વિસર્જન કરાવવા (આ બે વસ્તુઓ સાંકળી કેમ લીધી) જલદ નૈતિક ઉપાય લેવાનું જાહેર કર્યું છે. આશા રાખીએ કે ચોવા કચ્છમાંથી તેમને પસાર થવું નહિ પડે. ગુજરાતનું જાહેર જીવન છિન્નભિન્ન થઈ ગયું છે. ચીમનભાઈ પટેલ એમના માર્ગે જાય છે તે સારું છે. પોતાના સાચા સ્વરૂપે પ્રકટ થશે. ગુજરાતના સાચા હિતચિતકો, પક્ષ કે વ્યકિતગત સ્વાર્થને ભૂલી, પ્રજાની હાડમારીઓ ઓછી કરવા અને જાહેર જીવનને વિશુદ્ધ કરવામાં લાગશે તે સહન કર્યું સાર્થક થશે. '
ઉત્તર પ્રદેશ અને એરિસાનાં ચૂંટણી પરિણામે, રાજકારણી ક્ષેત્રે વધતી જતી અસ્થિરતાને કાંઈટ શેકી છે. મેઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રાસી ગયેલી પ્રજાએ કોંગ્રેસને એક વધુ તક આપી છે. ર તકને લાભ લઈ કોંગ્રેસ પોતાનું ઘર સાફ નહિ કરે તે તેને કોઈ બચાવી શકશે નહિ. - હવે ડું બજેટ વિષે. હું અર્થતંત્રમાં બહુ સમજ નથી. પણ આ બજેટમાં ન સમજી શકીએ એવી આંટીઘૂંટી નથી. એક રીતે કહીએ તે ચીલાચાલુ બજેટ છે. નવી નીતિ વિચારવી, શ્રી ચવ્હાણની શકિત બહારની વાત છે. ઉપરઉપરથી જે ઈએ તે આ બટને આવકાર મળે છે શ્રી ચવ્હાણની પ્રશંસા થઈ છે. આ આવકાર અને પ્રશંસા એવા વર્ગ અને તેનાં વર્તમાનપત્ર તરફથી મળ્યા છે કે જેને આ બજેટથી સારી રાહત મળી છે, લાભ થયો છે. શ્રી ચવહાણે કદાચ આવું ઈરાદાપૂર્વક કર્યું હોય. જે વર્ગ લાગવગ ધરાવે છે, હા કરી શકે છે, વર્તમાનપત્ર ઉપર જેને કાબૂ છે, શહેરી કોલાહલ મચાવી શકે છે એને રાજી કરી, કોંગ્રેસ હવે ઉદ્દામવાદી મટી, સાચા રાહે છે, એવી છાપ ઊભી કરવા પ્રયત્ન કર્યો હોય તેમ લાગે છે. કંપનીએ ઉપર કેઈ નવા કરવેરા પડ્યા નથી અને મેટી આવકવાળાને સારી પેઠે રાહત આપી છે. ૯૭ ટકા કરવેરામાંથી ૭૭ ટકા કરીને) તે હકીકત, પૈસાવાળાની દષ્ટિએ આ બજેટનું જમા પાસું કહેવાય. આંકડાઓની ઈન્દ્રજાળમાં પડયા વિના એટલાં. કહી શકાય કે આ બજેટથી ફગાવો ઓછો થાય,
ભાવવધારો અટકે, અથવા ઓછો થાય, કાળાં નાણાં ઉપર કાંઈ અંકુશ આવે, ઉત્પાદન વધે, બેરોજગારી ઓછી થાય, એવી કોઈ આશા બંધાતી નથી. બલકે જાણકારો કહે છે કે ફુગાવો ઘણા વધશે, ભાવ હજી આસમાને ચડશે, કાળાં નાણાં વધતા રહેશે. ગરીબ કે સામાન્ય માણસને કોઈ રાહત મળે એવું આ બજેટથી જણાતું નથી. મટી આવકવાળાને રાહત આપવાથી કરચોરી ઓછી થશે અને કાળાં નાણાં પ્રમાણ ઘટશે એવી માન્યતા ઉપર શ્રી ચવ્હાણે વાંચ્છુ કમિટીની ભલામણ એક સપોર્ટ સ્વીકારી છે. જાણકારે એમ કહે છે કે આ આશા એકંદરે નિરાશામાં પરિણમશે. બહુ થોડા પ્રામાણિક માણસોને બાદ કરતાં પડી ટેવ તે તે ટળે ફેમ ટાળી, એવું રહેશે. આવકવેરાની રાહત (૭૭ ટકા) બે લાખની આવક સુધી જ રાખી હોત અથવા આ રાહતથી બચત થાય તે માત્ર ઉપભેગમાં કે અનુત્પાદક રેકાણમાં ન જાય, પણ ફરજિયાત ઉત્પાદક રોકાણમાં જાય એવું રાખ્યું હોત તો કાંઈક લાભદાથી થાત. પણ વાંચ્છુ કમિટીની ભલામણ સ્વીકારવામાં લાંબો વિચાર કર્યો હોય તેવું જણાતું નથી.
શ્રી ચવ્હાણે વ્યવહારુપણાની છાપ ઊભી કરવા પ્રયત્ન કર્યો છે તે લાંબો વખત ટકશે નહિ. ગરીબ કે સામાન્ય માણસ એક જ માપથી આ બજેટને જોશે કે પોતાની જીવનજરૂરિયાત વાજબી ભાવે, પૂરતા પ્રમાણમાં તેને મળે છે કે નહિ અને આ માપથી આ બજેટ તેને નિરાશ કરશે. શ્રી ચવ્હાણને એવો પ્રયત્ન લાગે છે કે વાચાળ વર્ગના વિરોધને હળવો કરવું અને હવા બદલવી. અંતે કઠોર વાસ્તવિકતા વિકરાળ સ્વરૂપે ઊભી રહેશે. ૮-૩-૭૪.
ચીમનલાલ ચકુભાઈ ૪ પ્રકીર્ણ નેંધ જ લેકે બિચારા શું કરે!
ગાંધી - શ્રાદ્ધ દિન નિમિત્તે ભેળા થયેલ વર્ધા જિલ્લાના નાગરિકો સમક્ષ તા. ૧૨-૨-૭૪ના પ્રવચનમાં વિનેબાજીએ કહ્યું :
“મારપીટ કરી કે સરકાર તેના તરફ ધ્યાન આપે છે. હમણાં ગુજરાતમાં કરી ને! એકદમ ધક્ક દીધા. સરકાર કહે છે કે જ્યાં સુધી શાંતિ નહીં થાય, ત્યાં સુધી કાંઈ વિચારણા કરવામાં નહીં આવે. પછીથી આમ સરકાર બેલવા માંડે છે. પણ કયારે? મારપીટ થયા પછી! પણ તે પહેલાં જો શરૂઆતથી જ શાંત રહ્યા, તે કહેશે કે લોકો સુખશાંતિમાં છે, સંતુષ્ટ છે. ગુજરાતે શાંતિપૂર્વક કર્યું હોત તે કોઈએ વિચાર્યું હોત ખરું? તેણે જોયું કે મારામારી સિવાય બીજો કોઈ ઉપાય નથી. તે હવે પંજાબમાંથી ને હરિયાણામાંથી સરકાર અનાજ મેકલવા લાગી છે. આંધ્ર રાજ્યમાં જે સમજતી સધાઈ તે પણ મારપીટ વિના સધાઈ હોત ખરી? શાસ્ત્ર પ્રમાણે યોગ્ય વખતે હિંસા કરવી, તે અહિંસા કહેવાય છે.”
સાબરમતી આશ્રમમાં રચનાત્મક કાર્યકરોના સંમેલનમાં તા. ૧૩-૨-૭૪ના પ્રવચનમાં જ્યપ્રકાશ નારાયણે કહ્યું:
“બ્રયદો જયારે ઝારું કરી ન શકે, ત્યારે અહિંસક માર્ગે જ આગળ વધવું પડશે. હિંસાથી તે કાંઈ સિદ્ધ થવાનું નથી. હિંસા કરે, જેને કરવી હોય તે, હું તે એ બધું કરી ચૂકી છું. હિંસાનું આંદોલન પણ મેં ચલાવી જોયું છે. તેની બધી વિદ્યા, તેનું દર્શન હું જાણું છું. મારે માટે એ કાંઈ નવું નથી. પરંતુ બરાબર સમજીવિચારીને મેં એ હિંસાને માર્ગ છોડ છે. અને તે એટલા માટે છોડ છે કે જે સામાન્ય માણસ છે, તેને માટે હિંસા છે નહીં. તે પોતે પણ તેમાં સામેલ નથી થઈ શકતે, અને તેનું પોતાનું તેમાં કલ્યાણ પણ નથી થતું. હિંસા પછી જે કોઈ શાસન આવશે, તે આવે ભલે સામાન્ય માણસના નામે, કે મજૂર ને ખેડૂતના નામે, પણ સત્તા તે એમના જ હાથમાં રહેશે જેમના હાથમાં બંદુક છે.”
વિનોબા કહે છે, શાસ્ત્ર પ્રમાણે, યોગ્ય વખતે હિંસા કરવી, તે અહિંસા કહેવાય છે. થોગ્ય વખત કર્યો કહેવાય ? હિંસાનું કાંઈ