________________
૧૨
૨૪૪
પ્રબુદ્ધ જીવન
ફ્રેન્દ્રમુકિતની મથામણુ
✩
માનવજાતમાં સમજણનું પ્રાગટય થયું ત્યારની સુખ-દુ:ખ, સારું- નરસું, શુભ-અશુભ, પાપ-પુણ્ય, સ્વાર્થ- પરમાર્થ આદિ દ્વન્દ્વો અસ્તિત્વમાં આવ્યાં છે. આ દ્વન્દ્વો સાપેક્ષ છે. તેમની અર્થચ્છાયાઓ સ્થળ અને કાળને અનુલક્ષીને બદલાતી રહી છે, પણ સખાન્ય રીતે જેને શુંભ, સારી, ભલી, ન્યાયી, પચિત્ર, ઊર્ધ્વગામી કહી શકાય તેવી ભાવનાઓ પરત્વે માણસ આકર્ષાતા રહ્યો છે અને તેમને જીવનમાં સાકાર કરવા તે સદીઓથી સફળ-નિષ્ફળ મથામણા કરતે રહ્યો છે,અને આ પથામા દરમ્યાન સદ્ કે સદ્ એ બેમાંની કોઈ એક જ ભાવસ્થિતિમાં તે સતત જીવી શક્યા હેાય તેવું ભાગ્યે જ બન્યું છે. ઘણુંખરું, માણસ દ્વન્દ્વોના પ્રભાવ નીચે, કહેા કે બંનેની સહેાપસ્થિતિ હોય તેવા આંતરબાહ્ય વાતાવરણાં રહેતે આવ્યા છે અને માનસિક તણાવેને અનુમવ કરતો આવ્યો છે. હ્રદય એક આશા કરે અને યેગે! ચરણને અન્ય દિશાએ વાળે એવું બનતું આવ્યું છે, અને તેને લીધે તેને અવારનવાર માનસિક સંતાપાના જંતરડામાંથી પસાર થવાનું પણ બન્યું છે.
ઈતિહાસ નોંધે છે કે માણસ પ્રકૃતિ, પરિસ્થિતિ, ભિન્ન ભિન્ન સામાજિક પરિબળે અને પોતાના વ્યકિતત્વને વેરવિખેર કરી નાખતી આસુરી વૃત્તિઓ સામે સૈકાઓથી લડતા આવ્યા છે. કયારેક તે જીવન અને જનસમાજનાં અંધ અને ગૂઢ બળાને ભૂંડી રીતે વશ થતો દેખાયો છે, તે કયારેક એમાંથી કેડી કંડારતો તે આગળ વધ્યા છે. એટલે કે પાશવી બળાથી પરાભૂત થઈને કે જીવનસંગ્રામમાં હતભગ્ન થઈને લાચાર પરિસ્થિતિમાં મનુષ્ય જીવ્યે હાવાનું ઈતિહાસનાં પૃષ્ઠો પર નોંધાયું છે, પણ એૐ કાયમ માટે પરાજય સ્વીકાર્યો નથી. ઊલટું, જગતના આર્ષદ્રષ્ટાઓએ જે જીવનમૂલ્યોને ચરમ આદર્શરૂપે સ્વીકાર્યાં છે ત્યાં પહોંચવાનું એનું લક્ષ્ય રહ્યું છે. ઉચ્ચ મૂલ્યોને પાતામાં સ્થિર કરવાની વ્યકિત કે સમાજની મથામણને આ કારણે તે મહત્ત્વ અપાતું રહ્યું છે. વ્યકિતને અને સમાજને દીર્ઘ અનુભવ દ્વારા પાકી ખાતરી થઈ ગઈ છે કે દ્રન્દ્રમાંનું એક શુભ છે અને બીજું અશુભ છે. શુભના આચરણમાં પોતાનું અને માનવજાતનું ભલું છે; અશુભના આચરણમાં પેાતાના અને માનવજાતના વિનાશનાં બીજ પડેલાં છે. એટલે તે શુભંકર સાબિત થયેલાં મૂલ્યો મનુષ્યને અને છેવટે માનવજાતને ઘેર વિનાશર્માથી બચાવશે એવી આસ્થાના અને તે પ્રમાણેના પુરુષાર્થનો મહિમા થતો આવ્યો છે, અને માનવ-માનવ, સમાજસમાજ, પ્રદેશ- પ્રદેશ અને રાષ્ટ્ર- રાષ્ટ્ર વચ્ચેના કલહો નેસ્ત-નાબૂદ થાય એવા આગ્રહ સેવાતે! આવ્યો છે. વસુધૈવતુત્વમ્ સૂત્રનું ઉદ્ભવસ્થાન આવી જ કોઈ મથામણનું પરિણામ છે.
સમાજજીવનમાં આવા વ્યાપક આદર્શ અસ્તિત્વમાં આવે તે માટે સમયે સમયે કેટકેટલી વ્યકિતઓ જીવનસાધનામાં લાગી ગઈ હોય છે. તેમને ખ્યાલમાં હેાય છે કે આચારની ભૂમિકાએ ઊતર્યા વિના વ્યકિતને કે સમાજને આંતરિક સમાધાન આદર્શ આપી શકતે નથી. એક વખત આચારની ભૂમિકાએ આદર્શનું અવતરણ થઈ ચૂક્યું પછી વ્યકિત કે સમાજના સમગ્ર વ્યકિતત્વ પર, ભલે થોડો સમય પણ, આદર્શ પેાતાને પ્રભાવ પાડયા વિના રહેતા નથી. એક વખત આદર્શ સાથે અનુસંધાન થઈ જાય પછી વ્યકિત કે સમાજને પેતાના અહમ્ ના કોચલામાં ગોંધાઈ રહેવાનું અનુકૂળ આવતું નથી. પછી તેણે મેટું વર્તુળ દેરવાનું રહે છે અને એમાં પેાતાના વ્યકિતત્વને ગેઠવવાનું રહે છે. આ પ્રક્રિયા જીવનભર ચાલે એવું બને, પણ
12
તા. ૧-૩-૭૪
✩
એ પ્રક્રિયામાં અજંપા સાથે એક પ્રકારની મીઠાશ રહેલી હેાય છે. અસિદ્ધને સિદ્ધ કરવાની હેશિાં અર્જંપે છે, તેા નાનાં નિશાન છેડી બૃહત ્ તરફના પ્રયાણમાં મીઠાશ છે. ઉચ્ચ આદર્શ વ્યવહારમાં ઊતરતાં માણસ અંદરથી પહેાળા પડે છે અને હળવાય થાય છે પછી તો અન્યના બાજ હળવા થાય તેમાં તેને રસ પડવા માંડે છે માણસ પ્રત્યેનું તેનું દષ્ટિબિંદુ બદલાવા માંડે છે. પછી શાંતિ, સંતોષ કે આનંદની ખાજ માત્ર પોતીકી ન રહેતાં વ્યાપક બની જાય છે અન્યના દુ:ખે દુ:ખી અને અન્યના સુખે સુખી થવાની તેનામાં સમજ આવવા માંડે છે. જો, વદુસ્યામ્ —‘હું એકમાંથી અનેક થયો’ એવી સુખદ લાગણીના તે અનુભવ કરે છે. બધે પોતે ગાઠવાઈ ગયા અથવા બધ પોતાનામાં ગોઠવાઈ ગયાં એવા ભાવ અનુભવતાં પાતે ાંત થઈ જાય છે અને જગત તેને માટે શાંત થઈ જાય છે.
સાધનાના આ જંતરડામાંથી પસાર થઈ આ કક્ષાએ પહેોંચવું સહેલું હાત તે માનવજાત આદિમકાળથી યાતનાની ક્રૂર ભીંસમાંથી પસાર થતી રહી છે તે ન થાત અને પરમ શાંતિના સૂરજના ઉદય કયારનેય થઈ ગયા હાત. પણ માનવજાત આજે પણ સંચિત કુકર્મોના ભારથી રહે’સાઈ રહી છે, તે સૂચવે છેકે કપરું ચઢાણ સનાતન કાળ માટે હજી સિદ્ધ થયું નથી. એ ખરું છે કે યુગેયુગે ચરમ શાંતિની અંતિમ સીમાએ પહેોંચવાના પુરુષાર્થ એક પક્ષે થતા રહ્યો છે બીજે પક્ષે અશાંતિનું જોર વધે તે માટેના પ્રયાસે થતા રહ્યા છે.
માનવજાતે સમયે સમયે આગેકદમ ઉઠાવ્યાં હોય તેવી પ્રતીતિ તેમનાં કાર્યો દ્વારા થતી રહી છે, તે પ્રગતિના માર્ગને રૂંધવાના પ્રયત્ના પણ ઓછા નથી થયા. માણસજાતે એકીસાથે પ્રકાશ અને અંધકારનાં પરિબળ। વચ્ચે જીવી સ્વ-ચેતનાને સંકારતા રહેવાનું ચાલુ રાખ્યું છે એને ખ્યાલ આંતરબાહ્ય ક્ષેત્રે તેણે સાધેલી પ્રગતિ પરથી આવે છે. ઈતિહાસના આ લાંબા પટ પર જ્યારે વિનાશક શકિતની તાકાત વધુ પ્રબળ બની છે ત્યારે પ્રજાજીવનને વેદનાની ભઠ્ઠીમાંથી ઉગારવા કોઈ યુગપુરુષ પાકયાછેઅને એણે પ્રજાને સાધિયારો આપ્યો છે. પણ આ સધિયારા ચિરંજીવ રહ્યો નથી, એની ખાતરી ‘સંભવામિ યુગેયુગે’ કહીને ‘ભગવદ્ ગીતા'એ પૂરી છે.
b.
કાળનાં વિશાળ વહેણ ઉપર દષ્ટિપાત કરતાં કયારેક એમ લાગે કે અમુક સમાજ એક જમાનામાં પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા, પણ એ પ્રગતિનાં વળતા પાણીની શરૂઆતનાં બીજ એ ગાળા જ વવાઈ ચૂક્યાં હતાં એવું અભ્યાસીઓએ દર્શાવી આપ્યું એટલે આ ચડ-ઊતરની મથામણનો અંત નથી. આ ધરતી, ચન્દ્ર, સૂર્ય અને અનંત તારાઓને પેાતાની ગેદમાં સમાવીને ફેલાયેલા આકાશના જેવું જ પ્રગતિ - અવનતિના ચક્રનું અસ્તિત્વ છે. માણસ સુખદુ:ખના વર્તુળમાં દાખલ થયા એની સાથે જ ચક્રની ગતિ-વિધિ સાથે ઉપર-નીચે થતા રહેવાના અને એની જીવતે જીવત પરમ શાંતિની
ખાજ ઠગારી નીવડવાની. આ સંપદ-વિપદના ફરકમાંથી મુકત થવા માટે માણસે પોતાની લિંગશુદ્ધિ-આચારશુદ્ધિ કરવી પડશે અને દશ ઈન્દ્રિયો અને એના આગેવાનરૂપ મનના વહીવટીતંત્રમાંથી બહાર નીકળી સકળ ચેતનાના જે દોરીસંચાર કરે છે તેવા આત્મામાં સ્થિર
થવું પડશે. પેાતાની સાથેના આખરી સમાધાન માટે સ્વ- સ્વરૂપાનુસંધાન કર્યા વિના દ્રુન્દ્રમુકિતના અનુભવને અવકાશ નથી.
ડા, કાન્તિલાલ કાલાણી
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટૅ નં ૩૫૦૨૯ મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પૌલ પ્રેસ, કોટ, મુંબઈ–૧.