________________
૨૪૨
આવીને ઊભી છે.
દબાણ કરનારાં બળામાં દેખીતાં બે તત્ત્વો છે: વિદ્યાર્થીઓ અને વિરોધ પક્ષો.
શુદ્ધ જીવન
વિદ્યાર્થીઓમાં કેટલાક ઉપર વિરોધ પક્ષોની અસર છે. કેટલાક હારેલા મંત્રીગણની સીધી – આડકતરી પકડમાં છે. માજી મુખ્ય મંત્રી ચીમનભાઈ ‘વિસર્જનને પલ્લે ખાનગી ખૂણે પાતાની વગ જેખી રહ્યા છે. તેઓ એમ બતાવી આપવા માગતા હોય કે જુઓ, પ્રજા મારી સામે નહોતી, પણ કૉંગ્રેસ પક્ષ સામે હતી, ઈન્દિરાજીની નીતિ સામે હતી, તે તે સમજી ન શકાય તેવું નથી, રાજીનામાં પહેલાં જ તેઓ એમ કહેતા ટંકાયા હતા કે હું પી નહિ શકું તે પીવા પણ નહિ દઉ'. ઢોળી નાખીશ. તંએ વહેલી તકે નર્મદા કે બીજો કોઈ લોકપ્રિય ઝંડો ઉપાડી લઈને પાછા રંગભૂમિની મધ્યમાં આવી જવા તાકે છે તેવા સમર્થિત હેવાલા પણ આવે છે. રાજકોટવાળા વલ્લભભાઈ, ખેડૂત સમાજના નેતાઓ વગેરે સાથેના તેમના સતત ચાલુ રહેલા સંપર્કને જોતાં આ હેવાલને પાયા વગરના માનીલેવાનું કોઈ કારણ નથી. અત્યારે તેમના રાજકીય અને અખબારી ટેકેદારો વિધાનસભાના વિસર્જનની આડે ઝીણાભાઈ દરજી અને ઈન્દિરા ગાંધી જ મેટા અંતરાય છે એવું દર્શાવવા પ્રયત્નશીલ છે. તેઓ હજી યે મુખ્યમંત્રીના વિશાળ આવાસમાં જ રહે છે અને એ મકાન જાહેર બાંધકામ ખાતા પાસેથી ૪ ૫ હજારથી માસિક ભાડે લેવાની તરતપાસ પણ ચાલી રહી છે એવી ઊઠતી વાતા આવે છે.
વિરોધ પક્ષોએ વિસર્જન માટે પ્રાણ હાડમાં મૂકયા છે. સંસ્થા *ગ્રેસ અને જનસંઘે ધારાસભ્યોનાં રાજીનામાં મૂકી દીધાં છે, પણ બધું થઈને વિપક્ષના ૨૮ ધારાસભ્ય છે. એટલે એમને વિસર્જનમાં શે' ન્યસ્ત સ્વાર્થ છે તે દેખીતું છે. ગુજરાતમાં ફરી ચૂંટણી કરાવવી એ તેમના લાભમાં છે. તેમના ચારેક ઉર્દૂ શે! કળી શકાય તેવા છે. (૧) ઉત્તર પ્રદેશની ચૂંટણી
અહીં વિધાનસભાનું વિસર્જન ૨૪ મી પહેલાં કરાવી શકાય તે ઉત્તર પ્રદેશના ચૂંટણીજંગમાં જઈને લેાકોને કહી શકાય કે ગુજરાત માં લેકે કૉંગ્રેસને ૧૬૮માંથી ૧૪૦ બેઠકો આપી, તો યે જુએ ત્યાં એ રાજ કરી શકયા નહિ. માટે તમે અહીં એમને રાજ સોંપવાની ભુલ ના કરતા, અમને સોંપજો.
(૨) રાષ્ટ્રપતિની ચૂંટણી
ગુજરાતમાં ધારાસભા વિખેરાવી શકાય તે તેને નમુને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે બીજા કેંગ્રેસ - શાસિત રાજ્યોમાં પણ શેરીયુદ્ધથી તખ્તાપલટ કરી શકાય. તો અગસ્ટમાં આવી પડનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કેંગ્રેસના તતેડી શકાય, વિપક્ષના રાષ્ટ્રપતિ આણી શકાય (જે. પી. એ માટે ઉમેદવાર છે એ વાત તદ્ન વાહિયાત ગપ જ છે. એની સ્પષ્ટતા જે. એ ગુજરાતમાં કરી જ છે.) અને તે પછી ૧૯૬૯ માં રેડ્ડીને ચૂંટાવીને ઈન્દિરાને પદભ્રષ્ટ કરવાની વળી પહેલી બાજી પાછી માંડી શકાય.
(૩) ગુજરાતની ચૂંટણી
વિધાનસભાનું વિસર્જન થાય તે પછી તરત જ બ્રિટન ર હીથે જેકી તત્કાલ ચૂંટણીના દાખલા ચાંપીને ગુજરાતમાં પણ એપ્રિલમાં જ નવી ચૂંટણી કરવાની જેહાદ જગાવી. અત્યારે ઈંડિકેટ માટે પ્રતિકૂળ હવામાન છે તેને એક કરી લઈને ગુજરાતમાંથી એનો પગદડા ઉખાડી નાખવા.
(૪) રાષ્ટ્રીય ચૂંટણી
ઉત્તર પ્રદેશમાં ઈન્ડિકેટ હારે। આખા દેશમાં નવેસરથી
10
તા. ૧-૩-૪
સામાન્ય ચૂંટણીને માટે શેરીયુદ્ધ શરૂ ક્યું.
ગુજગતમાં વિધાનસભાનું વિસર્જન કદાચ ઉનાળા પહેલાં જ પરિસ્થિતિવય થઈ જશે. તેના વાંધા પણ નહીં. પર ંતુ બિનસ્ટંસદીય બળજબરી દ્વારા આ વિસર્જીત સિદ્ધ થ એ ભૂલવા જેવું નથી. તે પછીનું નવસર્જન સર્વોદયની લેાકનીતિની ઢબે થશે એવું સ્વપ્ન મૃગજળ કરતાં વધુ વાસ્તવિક નથી જણાનું, કારણ કે સજ્જને ફાસિસ્ટ પદ્ધતિના લાચાર પ્રેક્ષક જ બની રહ્યા છે. બલ્કે સાક્ષરો તે બેતાળીસ વગેરે આઝાદીના આંદોલન વગેરેના પ્રસ્તુત હવાલા આપીને બળજબરીના બચાવ પણ કરી રહ્યા છે.
માત્ર ડાબેરી બુદ્ધિવાદીઓને બીક પેઠી છે કે ભારતમાં પણ હિટલરના ઉદય પહેલાંના જર્મન રાષ્ટ્રમાં ભજવાયા હતા તેવા ખેલ શરૂ થયો છે કે શું? ત્યાં યહૂદીઓનું ‘આર્થીકરણ' હતું, અહીં મુસલમાનોના ‘ભારતીકરણ' ના નારા હાથવગે જ છે. સામ્યવાદના હાઉં ત્યાંની જેમ અહીં પણ બતાવાઈ રહ્યો છે. પણ આવા ડાબેરીઓ પાસે વિચારપ્રચાર સિવાય બીજી ખાસ કશી તાકાત દેખાતી નથી. ભૂમિહીના, ગરીબી ગરીબ લોકોમાં એમનાં મૂળિયાં નખાયેલાં નથી. લોકો એમની વિલાયતી પરિભાષાને કારણે આત્મીયતા નથી અનુભવતા.
સર્વોદયન! પ્રમાણમાં મૂળિયાં છે પરંતુ સર્વોદય બે ધારામાં વહેંચાઇ ગયા છે. વિનેબાજીએ હજી હમણાં જ ઇન્દિરાજીને સર્વોદય સમાજનાં સભ્ય ગણાવીને શુભેચ્છા આપી. જયપ્રકાશ ઈન્દિરાજીના વિધી નથી, પણ પ્રખર ટીકાકારનું વલણ તેમનું જરૂર છે. નારાયણ દેસાઇ, જેમને ફ્રી ગુજરાતમાં આવીને વસવાનું રાવેદિય કાર્યકરોએ ઇજન આપ્યું છે તેઓ ઇન્દિર વિશે તેથી પણ વધુ ‘સૂગ’ (ફોબિય!) ધરાવે છે તેવી છાપ તેમને મળનારા કેંગ્રેસી મિત્ર લઇ આવે છે.
પરિણામે જાણ્યું - અજાણ્યે જે. પી. અને નારાયણના નેતૃત્વ નીચે ગુજરાતમાં સર્વોદય મંડળનું આંતરમન ઇન્દિરા - શાસનની સમાપ્તિ પ્રત્યે ઢળી ગયું છે. તેથી વિધાનસભા-વિસર્જન માટે માગણી કરવાની સાથેસાથે જ, પોને આવતી ચૂંટણી પક્ષ રીતે થવા દેવનો અનુરોધ કરવાનો અને રચનાત્મક કાર્યકરાને પોથી મુકત થઇ જવાનો અનુરોધ કરવાના સુધારા, જયપ્રકાશજીને મંજૂર હોવ! છતાં સર્વોદય અગ્રણીઓએ તેની ઉપેક્ષા કરી. લાશ્ર્વરાજ્ય સંમેલનનું નિવેદન આવા સુધારા વિના જ ઐતિ બહુમતીએ પસાર કરાવી લીધું. ચાર જણને ઊઠીને ચાલ્યા જવું પડે તેટલી તીઅસંમતિ, પણ સર્વાનુમતિને સિદ્ધાંત સ્વીકારનારાઓ ઉપર કા અસર ન પાડી શકી. સુધારા મૂકનારાઓને વિસર્જન સામે વાંધે નહેતે, તેમનું કહેવું હતું કે ડેસી મરે તેને વાંધે નહિ પણ મ ઘર જોઇ જાય તેને વાંધે છે. મતદાતાઓને પૂછીને ધારાસભ્ય રાજીનામાં આપે એવું કરો .
સર્વોદય મિત્રને એવે ખ્યાલ જણાય છે કે ફરી ચૂંટણી થાય તે ૫૦ - ૧૦૦ મતદાતાના ઉમેદવારને (કે દાદાના શબ્દોમાં ‘સેવક’ ને) ચૂંટાવીને ધારાસભામાં મે!કલી દેવાશે. પરંતુ ત્યારે જે રીતરસમથી વિસર્જન કરાવાઇ રહ્યું છે, તે જતાં “સાધન તેવું સાધ્ય” એવા ગાંધી - ન્યાયે તો આવતી ચૂંટણીમાં પણ તેવી જ બળજબરી ઉમેદવારીપત્રક ભરવામાં અને પાછા ખેંચવામાં થાય તેવા સંભવ વાસ્તવિક નથી જણાતો,
પ્રબોધ ચોકસી
‘જનશકિત’માંથી સાભાર