SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૭૪ પ્રબુદ્ધ જીવન ઇંદિરા પ્રત્યેની સર્વોદયવાળાની સૂગ ગુજરાતમાં સંસદીય પદ્ધતિને તેાડી રહી છે પણ કહે છે કે ઘવાયેલા જૂથના જ એક કૉંગ્રેસી નેતાએ નાણું ખરચીને કેટલાક વિદ્યાર્થીઓને તેમની પાછળ લગાડી દીધા. લાંબા પીંછાથી કટાળી તેઓ ઉશ્કેરાઈ ગયા અને શારીરિક સામનો કરવા જતાં જાહેરમાં નિદા થાય તે ઈરાદે અખબારી અજવાળે ધરી દેવાયા. કોઈ મિત્રને ત્યાં ગુપ્તવાસ લેવા ગયા તો ત્યાં સુધી મોટરમાં વિદ્યાર્થીઓને લાવીને પેલા હરીફ નેતા તેમની બાડ ચીંધી ગયા. હવે એમને મોક અદાલતમાં ફાંસીની સજા ફરમાવાઈ છે! પ્રકાશ નારાયણ અને રવિશંકર મહારાજ ગુજરાતને માટે આદરણીય વ્યકિતઓ છે. બંને નિ:સ્પૃહ લોકસેવકો છે. જે. પી. તે પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપતિપદ જેવી ઉચ્ચતમ પદવીઓના સાવ સહજ ભાવે ઈનકાર કરી ચૂકેલા મહાપુરુષ છે. પૂજ્ય રવિશંકર મહારાજની નિ:સ્વાર્થ મૂક સેવાના જગતમાં જોટો નથી, આવા બે મહાનુભાવોએ અને લેાકસ્વરાજ્ય સંમેલને ગુજરાતની વિધાનસભાના વિસર્જનની માગણી કરી છે. શ્રી ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, પં. સુખલાલજી જેવા વિદ્યાપુરુષોએ પણ તે જ માગણી કરી છે. વિરોધ પક્ષો તો તે માટે જેહાદ જ ચલાવી રહ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓની સ્વયમેવ અસ્તિત્વમાં આવેલી નવનિર્માણ · યુવક સમિતિઓ અને તેને નામે અત્યારે જોરશેારથી ધારાસભ્યોનાં રાજીનામાં મેળવાઈ રહ્યાં છે. કયાંક - ક્યાંક વિદ્યાર્થી મિત્રેા ઉપવાસ આદરે છે, પણ મોટે ભાગે સરઘસ, ધેરાવ, પથ્થરમારો વગેરે ઉપાય અજમાવાય છે. આ અઠવાડિયે બનેલા બનાવો એક વિલક્ષણ ભાત ઉપસાવી ગયા છે. – ભાવનગરમાં બે ધારાસભ્યો પ્રતાપ શાહ અને મનુભાઈ વ્યાસે ઉપવાસ - પ્રસિદ્ધ વૃદ્ધ સર્વોદય કાર્થંકર આત્મારામભાઈ ભટ્ટ પાસે જઈને પોતાનાં રાજીનામાં સાંપી દીધાની ખબર આવે છે, પણ આ મિત્ર પાસેથી ફોન દ્વારા મળેલી ફરિયાદ એવી હકીકત ની કરી જાય છે કે આ રાજીનામાં રાજીખુશીથી અપાયાં નથી. એમ કહે છે કે પ્રતાપભાઈના દીકરાને બાનમાં પકડવાની ધમકી એક પક્ષે પાટિયાં ચીતરીને જાહેરમાં આપી હતી અને બીજા પક્ષના નેતાએ જાહેર સભામાં હાકલ કરી હતીકે “દેખા ત્યાંથી ઠાર કરા”ના સરકારી હુકમની જેમ આ લોકોને “દેખો ત્યાંથી કપડાં ઉતારી ગામમાં ફેરવો !' ગાંધીનગરમાં કેટલાક ધારાસભ્ય અને માજી મંત્રીશ્રીને સદસ્યનિવાસમાં બહારથી તાળાં મારીને પૂરી દેવાયા. નાનાં નાનાં બાળકો માટે મોટો પ્રશ્ન ખડો થયો. પાણીના નળ કાપી નાખવા, દૂધ ન મળવા દેવું વગેરે પ્રકાર ચલાવાયે. - અમદાવાદમાં ધારાસભ્યો ડૉ. અર્જિત પટેલ અને નરસિંહ મકવાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ સભ્યો હોઈ તેની સભામાં ગયા, ત્યાં ઘેરીને રાજીનામાં લખવાની ટોળાંએ ફરજ પાડી. મકવાણા હૃદયરોગ અને રકતચાપના દરદી છે. પસીના પસીનો થઈ ગયેલા. તેમના ચહેરા બીજે દિવસે છાપે છપાયો, પણ સોમને ઘેરવા ગયેલ -ડેકલના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ ન જણાયો કે તેઓ એક જાન સાથે ચેડું કરતા હતા! ડૉ. અજિત પટેલ પાછળથી નારાયણભાઈ દેસાઈને જઈને રાજીનામું આપી આવ્યા. નરસિંહભાઈ મકવાણા હરિજન ધારાસભ્ય છે. લાલભાઈ કુંદીવાલા લઘુમતી કોમના છે. એમનું રાજીનામું લેવા જતાં વિદ્યાર્થીઓએ કહે છે કે “ઢેડા” શબ્દનો અપમાનજનક રીતે ઉપયોગ કરતાં હરિજન જવાનાનું લોહી તપ્યું અને સામસામી પથ્થરબાજી થઈ. કુંદીવાલા તેા બહારગામ ગયેલા, પણ તેમના ટેકેદારોએ સજજડ સામનો કર્યો. સામના કરનારને બીજે દિવસે ગુંડા અને કોમવાદી તરીકે છાપે ખપાવાયા અને નવનિર્માણવાળાએ સત્તાવાળાઓને અખબારી યાદી દ્વારા ચેતવણી આપી કે “જો તેઓ આ રીતના હુમલાઓને નહીં કે તે અમારે અલાયદી વ્યવસ્થા રાખવી પડશે.” - G+ - ડૉ. અમૂલ દેસાઈ તા ચીમનભાઈના પ્રધાનમંડળને ૪૮ કલાકમાં સત્તા છેડવાની પ્રક્રિયા શરૂ કરીને કીતિ કમાયા હતા. ૨૪૧ રોજ નવા નવા દાખલા આંખે • કાને પડે છે. રવિશંકર દાદા પાસે એક ધારાસભ્ય મિત્ર ફરિયાદ કરવા ગયા, ત્યારે તેઓશ્રીએ આશ્વાસન આપીને એટલું જ કહ્યું કે, ભાઈ, હું શું કરું? મારા શબ્દથી થોડું જ આવું થાય છે? મે' તેા હિસાબળજબરીની સાફ ના પાડી છે. ધારાસભ્ય મિત્રે દાદાને વિનંતી કરી કે દાદા આપની અપીલ છતાં આ લોકો દબાણ કરવા તે આવે જ છે. આપે વિસર્જનની માગણી કરી છે તેના હવાલા આપે છે અને બળજબરી કરે છે. અમારા ટેકેદારોને તેડાવીએ તે મારામારી થાય. હવે અમે પણ પક્ષ વતી ટિકિટ લઈને ચૂંટાયેલા છીએ. આ પદ્ધતિ ખામીભરેલી હોય તેય ચૂંટાયેલા તે સ્વીકારીને ચાલ્યા છીએ. અમને અંદર અંદર વાતચીત કરવાની, અમારા પક્ષને પૂછવાની તક મળવી જોઈએ. • અમારા બીજા મતદાતાઓ ઘણા છે. એમને પણ અમારે પૂછવું-ગાછલું નહિ ? દાદા, આ લોકોની બળજબરી રોકાવો, નહિ તે રામનેકહી દો કે બળજબરીનો સામનો કરો. દાદાની આસપાસ બેઠેલામાંથી એક અંતેવાસીઓ કહ્યું કે હવે દાદાને તકલીફ ના આપો. બહુવાર કહ્યું છે એમણે તો. એમના માનનીય સાથીએ કહ્યું કે સામનો કરવાનું કહે તે એ પણ હિંસા જ થાય ને! ધારાસભ્ય મિત્રે કહ્યું, “તો પછી દાદા એટલું તેા અમને કહે કે અમારે બળજબરીને તાબે ના થવું. સમજીબૂઝીને ગળે ઊતરે અને અમારી ફરજ સાથે સુસંગત થાય ત્યારે જ રાજીનામું આપવું.” એ વાત ન સ્વીકારાઈ. એ મિત્ર જબરદસ્ત ખિન્નતા લઈને પાછા ફર્યા. સર્વોદયમાં પણ આવું થઈ શકે? એમને માટે માણસાઈને દીવા ફડફડી ઊઠયો. એમને ધીરજ આપવાનું આ લેખકને માટે પણ સહેલું નહોતું. પણ એને વિશ્વાસ છે કે સહેજ વહેલા કે મોડો દાદા તેમ જ બબલભાઈ જેવા નૈષ્ઠિક માનવવાદીઓ કાંઈક રસ્તા કાઢશે. દરમ્યાનપૃથક્કરણથી પ્રશ્નને સમજવાનો પ્રયત્ન ચાલુ રાખવો રહ્યો. સર્વોદય કાર્યકરો, સાહિત્યકારો વગેરે ગુજરાતની સજ્જનશકિત છે. એ સજ્જનશકિત વિસર્જનની માગણી કરે છે. કદાચ હવે તેઓ તરફથી ઉપવાસનું શસ્ર પણ તે માટે અજમાવાય. સામે પાસે દુર્જનશકિત હિંસાખોરી અને અયોગ્ય દબાણે દ્વારા વિસર્જનની માગણી સિદ્ધ કરવા જંગે ચડી છે. સજ્જનો કહે છે કે હિંસા અને ધાકધમકીથી કામ કરાવવું બરાબર નથી. પણ દુર્જનશકિત સજજનાના અંકુશમાં નથી. કુશમાં લેવાનો કોઈ ગંભીર પ્રયત્ન કે વિચાર પણ કયાંય ચાલતે સંભળાતા નથી. ટૂંકમાં, ગુજરાતની વિધાનસભા એક સાણસાવ્યૂહમાં સપડાઈ છે. હિંસાનિષ્ઠ થોડાક લોકો એક બાજુથી એની હસ્તી મિટાવી દેવા શારીરિક - માનસિક દબાણ આણી રહ્યા છે. બીજી બાજુથી “આ લોકોનો અવાજ છે ’' એમ કહીને થોડાક વિચારવાન સજના એમને સ્વેચ્છાએ રાજીનામું આપવા નૈતિક રીતે દબાવી રહ્યા છે. આ સાણસા વચ્ચે પડેલી વિધાનસભા વિસર્જનને આરે
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy