SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ બુદ્ધ જીવન તા. ૧-૩–૭૪ એક નવી જ નેતાગીરીએ આ પરિસ્થિતિમાંથી જન્મ લીધોતેમાં કોઈ રાજકીય આગેવાન હતા, કોઈ સ્વાતંત્ર્ય સંગ્રામના વીરો ન હતા, કોઈ જૂની નેતાગીરીના વંશજો ન હતા. જે હતા તે સાવ નવા, કોલેજોમાં અભ્યાસ કરતા, તેજસ્વી વિદ્યાર્થીઓ હતા. તેઓને પરિસ્થિતિને સંગઠિત કર્યા અને પિતાની આપસૂઝથી જ તે આગળ વધતા ગયા. શ્રી રવિશંકર મહારાજ અમદાવાદમાં જ હતા, પરંતુ તેમાં પણ ઘણા સમય સુધી અન્ય લોકો માફક પરિસ્થિતિના મૂક સાક્ષી બનીને જોયા જ કરતા હતા. છેક ૩૧મી જાન્યુઆરીએ પૂ. મહારાજે શ્રી ચીમનભાઈ પટેલ તેમની પાસે આવ્યા ત્યારે રાજીનામું આપી દો એવી સલાહ આપેલી તે ચાખબારેનાં પાનાં પર ચમકી. ત્યારે જ લોકોને ખબર પડી કે પૂ. મહારાજ પણ શાંતિ માટે સરકારનું રાજીનામું માગે છે. વિદ્યાર્થીઓની નવનિર્માણ સમિતિને તેનાથી બળ મળ્યું. પરંતુ પૂ. મહારાજના જાહેર નિવેદનથી હિંસા એછી ન થઈ; અને તેને કોઈ જ ઈલાજ પૂ. મહારાજે ન કર્યો. એક મહત્ત્વની વાત પણ પૂજ્ય મહારાજે સાથેસાથે જાહેર કરી કે વિધાનસભાના વિસર્જન માટે ધારાસભ્યોએ રાજીનામું આપવું. , જોઈએ. આમ કહીને પૂ. મહારાજે પિતાની નૈતિક શકિત વિદ્યાર્થીઓને અને લડતના સંચાલકોને આપી. મારે નમ્રપણે જણાવવું જોઈએ કે જે રીતે પૂ. મહારાજે આ શિખામણ આપી તે મહારાજની જિંદગીની કદાચ મોટી ભૂલ સાબિત થશે. પૂ. મહાશજ એ કર્મપરાયણ વ્યકિત છે. તેમના જીવનમાં શિખામણ કરતાં આચરણનું પાસું ઘણું મોટું છે. એટલે જ્યારે પૂ. મહારાજે એમ કહ્યું કે વિધાનસભાના સભ્યો પાસેથી શાંતિપૂર્વક રાજીનામાં મેળવવાની લડત ચાલુ રાખે ત્યારે તે ભૂલી ગયા કે એક સારો વિચાર યોગ્ય નેતાગીરીને અભાવે કદાચ દૂષિત થશે. અને થયું પણ તેમ જ, જેઓ રાજીનામાં માગવા જતા હતા તે હિંસાને ચાય લેતા અથવા તે પરિસ્થિતિમાંથી હિસા જન્મી; અને તેમાં સક્રિય રીતે કૂદી પડીને તે હિંસા બંધ થાય એવું પગલું ભરવાને બદલે પૂજ્ય મહારાજ જાણેઅજાણે તેના મૂક સાક્ષી બની ગયા. ભૂતપૂર્વ શિક્ષણમંત્રી શ્રી ચેખાવાળાએ પોતાના નિવેદનમાં વાત ઘણી જ સ્પષ્ટતાથી ચાને નમ્રતાથી જાહેર કરી છે. પરિણામે આજે વિધાનસભાના વિસર્જન માટે ધારાસભ્યોનાં રાજીનામાં માગનાર આંદોલન હિસઠ થતું જાય છે અને તેમ તેમ તેમાં રહેલી સચ્ચાઈની ભૂમિકા ઓછી થતી જાય છે. વિધાનસભાનું વિસર્જન એ જ એકમાત્ર વાજબી બૌદ્ધિક દલીલ છે અને તેને હું સંપૂર્ણ રીતે આવકારું છું. પરંતુ તેમાં જેટલું દબાણનું તત્ત્વ ઉમેરાઈ જાય છે તેટલું તે વાતનું સ્વરૂપ ફરતું જાય છે. ભૂતકાળમાં આવા અનેક પ્રસંગે આવ્યા છે કે જયારે સાચી વાતને જોઈએ તેટલે રણકો તેની સાથે જોડાતી હિંસાને કારણે ઊઠ નથી. દલીલની દષ્ટિએ એ વાત સાચી જ છે કે ૧૯૭૨ માં મેટી બહુમતીથી જે પક્ષને લોકોએ સત્તા આપી તે પક્ષ ફકત બે જ વર્ષમાં અંદરોઅંદરની લડાઈને કારણે બે મંત્રીમંડળ બદલી ચૂ છે અને અત્યારે પણ તે ઘણા ઝનૂનથી અંદરોઅંદરની સત્તા માટે લડી રહ્યો છે. આવા પક્ષને ફરીવાર સરકાર રચવાનું કહેવું તે કોઈ પણ રીતે યોગ્ય નથી એ વાત બુદ્ધિથી સમજાય એવી છે. પરંતુ આ વાતને અમલી બનાવવા માટે અહિંસક રીત સિવાયની અન્ય કોઈ રીત જે હોય તે તે બાબતનું સ્વરૂપ જ ફેરવાઈ જાય છે, અને સવાલે એવા ઊભા થાય છે કે લેકશાહીમાં સરકાર બદલવાની રીત એ પથ્થર કે ઈંટ સાબિત થશે તો સરકાર સાચવવા માટેની બંદૂકની ગોળીઓ વાજબી ઠરશે. આ પૃષ્ઠભૂમિકામાં પૂ. મહારાજ જેવા લોકસેવકોએ ફકત નિવેદન કરીને જ નહિ પરંતુ લોકોની વચ્ચે જઈને હિંસાને રોકવી જ જોઈએ અને નેતૃત્વ કરવું જોઈએ તેમ મને લાગે છે. એટલું જ નહિ, પરંતુ ધારાસભ્યોને મળવા પૂ. મહારાજે જાતે જવું જોઈએ અને તેમની સાથે વાતચીત કરીને તેમને રાજીનામું આપવા સમજાવવા જોઈએ. જ્યાં સુધી તેઓ આવું નહિ કરે ત્યાં સુધી શાંતિની અપીલને કોઈ અર્થ જ નથી રહેવાને. હું સૂચવું કે લોકોને અહિંસક આંદોલનના કાર્યક્રમે આપવા માટે પૂ. મહારાજ અને અન્ય આગેવાનોએ પદ્ધતિસરના કાર્યક્રમ ઘડી કાઢવા જોઈએ. ગાંધીજીએ જેમ નાકરની લડત ચલાવેલી એવા અન્ય માગે વિચારવા જોઈએ કે જેમાં રોજિંદું કામકાજ ચાલુ રહે, લોકોને રોજી મળી રહે છતાં સરકારને અકળામણ થાય. શાસન કરનારના બધા જ કાર્યક્રમને બહિષ્કાર, શાંતિથી સામુદાયિક ધરપકડ વહેરવી વગેરે કાર્યક્રમ અહિંસક ગણી શકાય. સાથે સાથે નવનિર્માણ સમિતિના સ્વયંસેવકો દુકાને ન લૂંટાવા દે તે માટેની રક્ષણસેના પણ તૈયાર કરી શકે. આમ અાંદોલનનું સ્વરૂપ હકારાત્મક (Fositive) હોવું જોઈએ. તે પ્રમાણે ન જ કરી શકાય તે જાહેર રીતે પૂ. મહારાજે પોતાના આગલા આદેશને પાછા ખેંચવો જોઈએ અને જણાવવું જોઈએ કે ધારાસભ્યનાં રાજીનામાં માગવા માટે સમય અનુકૂળ નથી માટે તે કાર્યક્રમ પડતો મૂકવે જરૂરી છે. જે કોઈ વ્યકિત ગુજરાતના જાહેર જીવનમાં શાંતિમય માર્ગે ક્રાંતિ કરવા ઈચ્છતી હોય તે સૌએ પૂ. મહારાજ આવું પગલાં લે તે તેની સાથે પિતાની સંમતિ જાહેર કરવી જરૂરી છે. અંતમાં ગુજરાતમાં જે નવી નેતાગીરી શરૂ થઈ છે તે છેવટ સુધી ઘડી કાઢેલી યોજના પ્રમાણે વર્તે એવી આશા રાખવી તે પણ વધુ પડતી છે. માનવસહજ નિર્બળતા તેમાં રહેવાની જ. તે લોકોએ પણ વિધાનસભા વિસર્જન થાય પછી પણ ગુજરાતના ઘડતરની જવાબદારી તેમની જ છે એવું માનીને ચાલવાની જરૂર નથી. એવે વધુ પડતે બોજો લેવાથી તેઓ નિષ્ફળતા તરફ વહેલા જશે એ નિર્વિવાદ છે. નવનિર્માણ સમિતિના મિત્રોમાં ત્યાગ કરવાની કેટલી શકિત છે તેના પર જ તેમની સફળતાને બધે આધાર છે. લોકશાહીની સડેલી બાજ કાપીને ફેંકી દીધા પછી જો લોકશાહીની પ્રક્રિયાને જ આગળ ચલાવવી હોય તે સમાજના ડાહ્યા માણસને ઉપયોગ કરતાં નવનિર્માણ સમિતિએ શીખવું પડશે. હું સમજું છું કે આ બધું ઘણું અટપટું છે છતાં નવસર્જનની પ્રક્રિયા માટે તે જરૂરી છે. બીજી તરફથી ડાહ્યા માણસોએ હિંમતપૂર્વક આગળ આવીને નવી પેઢીની નેતાગીરીના સલાહકાર થવા માટે તેમને વિશ્વાસ સંપાદન કરવાના માર્ગે વિચારવા પડશે, ફકત “શિખામણ’ આપવાને જ “રોલ ભજવીને બેસી રહેવાથી કોઈનું ભલું નથી થવાનું. મારું એવું સૂચન છે કે મુંબઈ અને દિલ્હીમાં ગુજરાતના પ્રશ્નમાં ચિંતન કરનાર લોકોનું સંમેલન બોલાવવાની જવાબદારી પ્રબુદ્ધ જીવનના મિત્રો લે – અને તેમાં જાહેર રીતે ગુજરાતનું ભલું કેમ થઈ શકે તેવા વિચારો પ્રગટ કરે. આવું થશે તો તેની અસર કેન્દ્રના શાસન કરનારાઓ ઉપર અને દેશના વિચારો પર પડશે અને તેનું સારું પરિણામ આવશે. શ્રી પ્રકાશ નારાયણે સ્થળ પર રહીને પરિસ્થિતિને અભ્યાસ કર્યો તેમ મુંબઈના વિચારો પણ અમદાવાદ તથા અન્ય સ્થળે જ માહિતી અને જાતે નિરીક્ષણ માટે જાય એ અત્યંત જરૂરી છે; કારણ કે ત્યારે જ તેમને પરિસ્થિતિને સાચે ખ્યાલ આવશે: અને તટસ્થ વિચારણા કરવા માટે તે ઘણું ઉપયોગી સાબિત થશે એમ મને લાગે છે. સૂર્યકાન્ત પરીખ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy