SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૭૪ પ્રબુધ્ધ જીવન ગુજરાત પ્રકાશ પાથરશે? ગુજરાતની પરિસ્થિતિ અંગે આપણને શા માટે ચિંતા થાય છે? શું ત્યાં થતી હિંસા અંગેની ચિંતા છે? કે શું ત્યાં અત્યાર સુધી સચવાયેલી લાકશાહી પ્રાલિકા હવે કર્યાં જશે તેની ચિંતા છે? કે પછી ‘સ્થાપિત ’નેતાગીરી તૂટી રહી છે તેની ચિંતા છે? કે પછી વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે તેની ચિંતા છે? આપણા મનમાં કઈ બાબતની ચિંતા છે તે તપાસીએ ત્યારે જ ગુજરાત અંગે ‘તટસ્થભાવ’ કેળવવા કેટલા મુશ્કેલ છે તે સમજાશે. શ્રી ઢેબરભાઈએ ગાંધીજી અને સરદારકાીની પરંપરાની અને સંસ્કારવારસાની વાત જણાવી છે. તેની પૃષ્ઠભૂમિકામાં ગુજ રાતને સમજવાનો પ્રયત્ન આપણે કરીએ તેમ તેમનું કહેવું છે. આ વાત અમુક અંશે સાચી છે. શ્રી ઉમાશંકર જોષીએ ભ્રષ્ટાચાર સામેના પ્રકોપ સાચા છે તેમ જણાવતાં આનંદ પ્રગટ કર્યો છે. તેઓ, આજન્મ શિક્ષક રહ્યા છે એટલે વિદ્યાર્થીઓના મિજ અને તેમની પ્રકૃતિના તેમને બરાબર ખ્યાલ છે. વિદ્યાર્થીઓની નેતાગીરીથી તેઓ પ્રસન્ન છે અને તેમાં તેમને ભવિષ્યની ઊજળી આશા દેખાય છે. શ્રી મનુભાઈ મહેતા અને શ્રી સેાપાન જેવા પત્રકારોએ આ પરિસ્થિતિનું મૂલ્યાંકન તેમની પાસે ‘લોકશાહી’ ના જે ખ્યાલા બંધાયેલા છે તેને નજર સમક્ષ રાખીને અને જે માહિતી તેમને ઉપલબ્ધ છે તેને નજર સમક્ષા રાખીને તેમની ‘ચિંતા’ ગટ કરી છે. અલબત્ત, શ્રી રવિશંકર મહેતા જેવા પત્રકારને તા ભાવિ ઘણું આશાસ્પદ લાગે છે અને નવી નેતાગીરીથી તે ખુશખુશાલ છે. આમ ગુજરાતની આજની પરિસ્થિતિને સૌએ પોતપોતાની પ્રકૃતિ અનુસાર અને પોતે જે વિચારપરંપરાથી રગાયેલા છે તે વડે મૂલવવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. તે બધું વાંચતાં મારા જેવાને તેમાં કંઈક ઉમેરવાની ઇચ્છા થાય છે એટલે આ લખી રહ્યો છું. મને લાગે છે કે આજની ગુજરાતની પરિસ્થિતિનું મૂળ ફકત એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના ખોરાકના વધુ પડતા બિલમાં જ નથી. તેઓ ફકત નિમિત્તમાત્ર જ હતા. એ ઉપરાંત કોઈ કહે કે શ્રી ચીમનભાઈ પટેલનું કાવાદાવાનું રાજકારણ એ જ કારણભૂત છે તે પણ મને તે વાજબી લાગતું નથી. આજની પરિસ્થિતિ પાછળ ઘણાં જૂનાં કારણેા પણ છે, જેમાંનું એક મુખ્ય કારણ ગુજરાતના જાહેર જીવનમાં અમુક જ વ્યકિતાની ચાલતી એક હથ્થુ નેતાગીરી અને તેમાંથી ઉત્પન્ન થતી દાદાગીરીમાં સમાયેલું છે. માવી એકહથ્થુ નેતાગીરી મારફતે સચવાતાં મુઠ્ઠીભર લોકોનાં હિતેાની સામે ગુજરાતના સામાન્ય માનવીના અંતરમાં ભારાભાર નફરત ચાલી આવી છે. ગુજરાતમાં ગાંધીજીને કારણે જે સ્વતંત્ર વિચારશકિતને વિકાસ થયો છે તેની અભિવ્યકિત પણ કપરા સમયે થતી રહી છે. ૧૯૫૬માં રાજ્યપુનર્રચના પ્રકરણમાં ગુજરાતના સામાન્ય માનવીને લાગ્યું હતું કે ગુજરાતને જૂદું રાજ્ય મળવું જ જોઈએ અને તેમાં કોંગ્રેસની નેતાગીરીને તે સાંભળવા તૈયાર જ નહોતા. ત્યારે કોંગ્રેસ ઘણી મજબૂત હોવા છતાં લોકોએ જાહેર કરેલું કે અમારો અલગ થવાના હક્ક અમે લઈને જ જંપીશું અને પા કે પાર્લામેન્ટના નિર્ણય ગમે તેટલા બંધારણીય હાય પરંતુ અમે નહીં ચલાવી લઈએ તે વાતનો અનુકૂળ અંત આવ્યા ત્યારે જ તે વાત પતી. આવી સ્વતંત્ર વિચારશકિત ગુજરાતના લ્હેર જીવનમાં વણાઈ ગઈ છે અને તેનું પ્રતિબિંબ અવારનવાર પડતું રહ્યું છે. ૧૯૬૦માં ગુજરાત અલગ થયું ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસ સત્તા પર રહી હોવા છતાં તેનાં ચારેય મંત્રીમંડળો (કાી બળવંતરાય મહેતાને બાદ 7 ૨૩૯ ✩ કરતાં) પાતાની મુદત પૂરી થતાં પહેલાં વિદાય થયાં હતાં. કૉંગ્રેસને તરિક સંઘર્ષ ડૉ. જીવરાજ મહેતાના પ્રધાનમંડળની વિદ્યાયથી વધુ બહાર આવ્યો અને ત્યારથી તે ઘટવાને બદલે વધતે જ ચાલ્યા છે. ગુજરાતમાં જે રચનાત્મક કાર્ય કરનારા લોકો છે અને જેમની પાસે પેાતાની લેાકસેવા કરનારી સંસ્થાઓ છે તેઓનું નૈતિક બળ હરહમેશ કોંગ્રેસને મળતું રહ્યું હાવા છતાં કોંગ્રેસને મૂળભૂત રીતે લોકસેવા કરીને ચાહના મેળવવાની હજુ બાકી જ રહી છે. ઊલટું કોંગ્રેસ એ તો સત્તાકાંક્ષીઓના જ મેળા છે અને મૂળ સંસ્થાની નમ્રતા અને શિસ્ત તેમાં રહી નથી એવી લેાકલાગણી દિવસે દિવસે વધુ પ્રબળ થતી રહી છે. શાસક કોંગ્રેસના પ્રથમ મંત્રીમંડળના નેતા શ્રીી ઘનશ્યામભાઈ પણ સ્થાપિત હિતોવાળાનું રક્ષણ કરનાર છે એવી છાપ વખત જતાં વધુ મજબૂત બની અને નિર્ણય લેવામાં તેઓ ઘણા ઢીલા છે એમ બહુમતી લોકોને લાગવાથી તેમને પણ જવું પડયું. શાસક કોંગ્રેસને ખૂબ મોટી બહુમતીથી લોકોએ ચૂંટી હોવા છતાં તે કોઈ નવી આર્થિક નીતિ ઊભી કરવામાં નિષ્ફળ ગઈ એટલું જ નહીં પરંતુ તેની દરેક યોજનાઓને કારણે ગરીબાની ગરીબી વધતી જ રહી એ પરિસ્થિતિનું પ્રતિબિંબ લોકોના અંદરના ગુસ્સાને વધુ ઉગ્ર કરતું રહ્યું છે. ા ઘનશ્યામભાઈ પછી શ્રી ચીમનભાઈ પટેલ ાંગે ઘણુ ઘણું કહેવાયું છે એટલે તેમાં ઉમેશ કરવાની ઈચ્છા નથી. આ બધાના સારરૂપે એ વાત સ્પષ્ટ છે કે “રાજકીય ભ્રષ્ટાચાર” તો એક યા બીજી રીતે ચાલી આવતી રફતાર હતી. સામાન્ય લેકાને મનેામન એમ લાગતું કેકોંગ્રેસના રાજથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓને જ વધુમાં વધુ લાભ થાય છેઅને તે બધું ‘લોકશાહી’ના ચોકઠામાં રહીને બંધારણીય રીતે થઈ રહ્યું છે. જેઓ પોતાના અંગત લાભ લઈ ચૂકેલા હતા, અને સાધનસંપન્ન થયા હતા એવા જ લોકો લોકશાહીનાં મૂલ્યો સાચવવાં જરૂરી છે એવું વારંવાર કહેતા હતા. તેમને મન “લાકશાહીનાં મૂલ્યો” એટલે પેાતાનું જે છે એથી બમણુ થાય અને તેમાં કોઈ વિક્ષેપ ન આવે તે, કેટલીક ‘પરંપરાની' વાર્તાના ઓઠા નીચે સંતપુરુષને આગળ કરીને સેવાના ખાટા ઢોંગ જ કરતા હતા તે વાત પણ લોકો રોમન સમજતા હતા. આ બધું લાકશાહી સરકારની મહેરબાનીથી જ થઈ શકે છે તે વાત પણ લોકોને દીવા જેવી સ્પષ્ટ દેખાતી હતી. આમ લોકોના મનમાં આવા અન્યાયે ઘેાળાયા કરતા હતા. રાજ-બ-રોજની આર્થિક હાડમારીઓના ઉકેલ માટે તેઓ વારંવાર લાચારીપૂર્વક ઘણૢ બધું સહન કર્યે જતા હતા. દેશના અને વિદેશના રાજકીય નિરીક્ષકો અને આર્થિક નીતિના વિદ્રાએ તો કયારનીયે ભવિષ્યવાણી ભાખેલી હતી કે ભારતની સ્થિતિ ખૂબ જ સ્ફોટક છે અને એક જ ચિનગારી અડતાં તે ભભૂકી ઊઠશે. અને એવું જ બન્યું. ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજના છેકરાઓએ હોસ્ટેલના ખારાકીના બિલને કારણે રોષ પ્રકટાવ્યો. તે રાને અધ્યાપકો અને અન્ય વિદ્યાર્થીઓએ વાચા આપી અને રાજ્યની સરકાર સામેના બંડની શરૂઆત થઈ. રાજકારણીઓ તેને સમજી ન શકયા અને જેમ જેમ તેને બળથી દબાવવાના પ્રયત્ન કરતા ગયા તેમ તેમ તે જ્વાળા વધુ ને વધુ ઊંચી જવા લાગી. સમગ્ર પરિસ્થિતિને કોઈ સમજી શકે એ પહેલાં તે ગુજરાત આખાએ પોતાની અત્યાર સુધી સંઘરેલી સહનશકિતને છૂટી મૂકી; અને પછી જે થયું તેને ઈતિહાસ જાણીતા છે.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy