________________
૨૩૮
પ્રબુદ્ધ જીવન,
તા. ૧-૩-૭૪.
-
પરદેશી ગુલામી દૂર કરવાનું હતું અને કાર્યક્રમની વ્યવસ્થિત
જના હતી. વળી, આ વિદ્યાર્થીઓને માટે રાષ્ટ્રીય શાળાએ અને ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ સ્થપાઈ હતી. પણ જ્યપ્રકાશે અત્યારે કલેજે છોડીને વિદ્યાર્થીઓએ શું કરવાનું છે તેના કાર્યક્રમ કે તે અંગેની યોજના વિશે કશું કહ્યું નથી. પરિણામે, વિદ્યાર્થી આંદોલનને વળાંક કેવું છે કે હશે તે વિશે સામાન્યત: કોઈને ખ્યાલ નથી. વિદ્યાર્થીઓની ઊછળતી શકિતને કયે રચનાત્મક માર્ગે વાળવાની છે તેને વિચાર કર્યા વિના હિંસાત્મક અદિલનમાં તેમને દર કયાં છે એ કોણ કહી શકે ? આંધળા આંદોલનમાંથી શું પરિણામ આવે?
આંદોલનની શરૂઆતમાં શ્રી પુરુષોત્તમ માવલંકર મુખ્ય નેતા થશે તેમ લાગતું હતું, પણ પછી તેમણે કેમ રાજીનામું આપ્યું?
શ્રી જયપ્રકાશ કે રવિશંકર મહારાજની અહિંસાત્મક આંદોલન પદ્ધ'તિની સલાહ કેમ ન સ્વીકારાઈ? વિઘાર્થી - આંદેલનને લાભ લઈ અનિષ્ટ કે અસામાજિક તત્તે ભાંગફોડમાં, લૂંટફાટમાં, આગ ચાંપવામાં કે એવી અન્ય વિનાશક પ્રવૃત્તિમાં રાચતાં હશે. પણ અની જવાબદારી કોની? આના પરિણામે થતા ગેળીબારોથી સામાન્ય જન મૃત્યુ પામે છે તે ઘાયલ થાય છે તેની જવાબદારી કોની? ૨ાના ઉપર તેમને સંકુશ કેમ નથી?
આ અાંદોલને હિંસક સ્વરૂપ લીધું છે ને અરાજકતા ફેલાવી છે. આમાંથી ‘નવું નિર્માણ” કેવું થશે ? વિદ્યાર્થી - આંદોલનના સ્થાપક નવનિર્માણ સમિતિના નેતાઓના ઉદ્ગારે આ દષ્ટિએ નેધપાત્ર છે. સમિતિના મંત્રીએ સશસ્ત્ર બળવો કરવાની જાહેરાત પણ કરી છે. વર્તમાનપત્રના હેવાલ મુજબ, “જરૂર પડયે શસ્ત્રો પૂરાં પાડવામાં આવશે. . ભાવિ ચળવળમાં રેલવેના પાટા ઉખેડવાને તેમ જ જરૂર પડયે સમગ્ર દેશમાં વાહન, સંદેશવ્યવહાર વેરવિખેર કરવાનો કાર્યક્રમ પણ સમાવી શકાય.” શિક્ષણ વિશેના પણ તેમના ઉદ્ગારો સૂચક છે: “પરીક્ષા લેવાવાની હોય તે અમારી ચેજના પ્રમાણે જ લેવાશે . અત્યાર સુધી (પ્રથમ વર્ષમાં અને દ્વિતીય વર્ષમાં પરીક્ષાના પરિણામે ૯૬ ટકા આવ્યાં છે કે હવે ચાર ટકા વિદ્યાર્થી
ના નામે વધી જશે. એટલે પરીક્ષાની ચિંતા કરશો નહીં.” આવી ‘નવનિર્માણ થી થયેલી સમાજવ્યવસ્થામાંથી દાકતરો, ઈજનેર, "અર્થશાસ્ત્રીઓ, શિક્ષકો, વિચારકો વગેરે જેવા ઉત્પન્ન થશે? એ ઉદ્ગારેમાં સરમુખત્યારી જેવા સૂર નથી?
ભ્રષ્ટાચારી અને સત્તા- ખટપટવાળી સરકારને હટાવી અને રાષ્ટ્રપ્રમુખે રાજ્યસત્તા લીધી એ પહેલા તબક્કામાં વિદ્યાર્થી જાગૃતિને વિજ્ય થયો એ વખતે મુખ્ય ઉદ્દેશ પૂરું થઈ ગયું ગણાય. પછી તે ના નવનિર્માણ સમિતિનું કાર્ય ભ્રષ્ટાચાર, સરકાર કે અન્ય ક્ષેત્રે જ્યાં
હોય ત્યાં, નહિ ચલાવી લેવાય એવી જાગૃતિનું રહે તો તે ગૌરવપ્રદ અને ઉચિત ગણાય. વિધાનસભાનું વિસર્જન એ બીજો તબક્કો થયો. તેમાં પણ અન્ય જનો કે પક્ષોની જેમ વિદ્યાર્થીઓની પણ એ જ માગણી હોય એ સ્વાભાવિક છે. તે માટે જ્યપ્રકાશે કે રવિશંકર મહારાજે સૂચવેલી પદ્ધતિ અખત્યાર કરી હતી તે કોઈને કશું કહેવા. ન રહેત. ધારાસભ્યોએ પ્રજાજનોને વિશ્વાસ ખાયો હોય તો તેમને સમજાવીને અને તેમ ન કરે તે સામાજિક અને નૈતિક દબાણ લાવીને તેઓ રાજીનામું આપે તેવી પરિસ્થિતિ સર્જવી એ એક વાત છે, ને ધાકધમકી આપીને બળજબરીથી રાજીનામું અપાવવું તે બીજી વાત છે. બીજી રીતમાં ભયંકર જોખમે રહેલાં છે. કોઈ પણ રાજ્યમાં હિંસા કે બળજબરીનું વાતાવરણ સર્જાય ત્યારે તેને લાભ ખટપટ કે . અરાજકતા ફેલાવનાર અનિષ્ટ તો લે એ
કુદરતી છે. પછી એના ભેગા થઈ પડે છે. સામાન્ય ને નિર્દોષ આ જો. અત્યારે ગુજરાતમાં આવું જ થઈ રહ્યું છે તેને ખ્યાલ
રાખવો ઘટે છે. સામાન્ય માણસની દુકાન લૂંટાય, અનેક સ્થાને આગ ચાંપાય, બેન્કોની ભાંગફેડ થાય, જાહેર મિલકતને નાશ થાય ત્યારે તેને અંકુશમાં લાવવા શું કરવું જોઈએ ? નવનિર્માણ સમિતિએ આ પરિસ્થિતિને વિચાર કર્યો છે? આદરણીય જાહેર પુરુષે આમાં શું કરી શકે ? ધારાસભાનું વિસર્જન થાય તે માટે બીજી પદ્ધતિએનો વિચાર કરવો ઘટે છે. મતદાર સંઘને જાગૃત કરીને તેને અંદાજ કાઢવાની કઈક પદ્ધતિ વિચારવી જોઈએ. નહિતર, અનેક રાજ્યોમાં કે લોકસભામાં પણ ગુજરાતની પદ્ધતિએ ધાકધમકી કે બળજબરીથી રાજીનામું અપાવવાની હિલચાલ થાય તે કશાસનનું શું થાય એને સૌએ અત્યારે સક્રિય વિચાર કર ઘટે છે. લોકશાહી સ્થાપવા લેકશાહીનું જ ખૂન ન થાય એ લક્ષમાં રાખવું ઘટે છે.
ચા તો ક્રાતિ છે, ક્રાતિમાં સૂકા ભેગું લીલું પણ બળે, તેથી આ કાન્તિની જ્વાળાને અભિનંદવી ઘટે છે, કારણ કે આવી કાન્તિમાંથી જ નવસર્જન થાય છે એમ ગુજરાતના અત્યારના આંદોલન પરત્વે કેટલાક મિત્રો તેને બિરદાવતાં મને કહે છે. તેમને જવાબ આપતાં કહું છું કે કાતિકારે વિધાયક ઉદ્દે શ સ્પષ્ટ હોય છે, વિનાશ કો કર એ વિશે પણ સ્પષ્ટતા હોય છે અને ઉદ્દેશ સિદ્ધ કરવાની પદ્ધતિ પણ વ્યવસ્થિત હોય છે. ગુજરાતમાં માં સ્થિતિ જણાતી નથી. ક્રાનિત માં વિનાશ જરૂર હોય છે, પણ કે? નવસર્જન કરવાની અભિલાષા ધરાવતા નેતાએ એકાએક નથી પાકતા, અનેક પ્રકારની સાધના-જવાળામાંથી તપીને તેઓ ઘડાયા હોય છે. આવેશજ્વાળામાંથી કાતિ સર્જાઈ છે ખરી? રશિયા, ચીન આદિ કાન્તિએ ઈતિહાસ જોવાથી આ વસ્તુ બરાબર સમજશે.
જગવિખ્યાત ઈતિહાસકાર આર્નોલ્ડ ટેયબીનું એક વિધાન અત્યારની પરિસ્થિતિમાં માર્ગદર્શક થઈ પડે તેવું છે:
...હિંસાને આશ્રય લઈને નિશ્ચિતપણે તેમનું (સત્તાધારીઓનું) ધ્યાન આકર્ષવાને માર્ગ ખૂબ લે ભાવનારી લાગતી હોય છે, પણ હિંસામાંથી હિંસા જ પેદા થાય છે ... કાંધાધૂંધી ફાટી નીકળે ત્યારે કાયદો અને વ્યવસ્થાને અગ્રતા મળવાની અને અનિષ્ટ દૂર કરવા માટે તમે ધ્યાન ખેંચવાની આવડી મોટી તકલીફ લીધી તે ગૌણ થઈ જવાની અને અને ફાસિસ્ટ શાસન ઉદય પામવાનું.”
અમૃતલાલ યાફિક પ્રિન્સિપાલ, મીઠીબાઈ કોલેજ
' -
રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ
૧૯૫૬ના અન્વયે પ્રબુદ્ધ જીવન’ સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે.
૧. પ્રસિદ્ધિસ્થળ : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રેડ, મુંબઈ-૪. પ્રસિદ્ધિમ : દરેક મહિનાની પહેલી અને સોળમી તારીખ ૩. મદ્રકનું નામ : શ્રી ચીમનલાલ જે. શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રેડ, મુંબઈ -૪ . ૪ પ્રકાશકનું નામ : શ્રી ચીમનલાલ જે. શાહ
ક્યા દેશની : ભારતીય ઠેકાણું : પીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રેડ, મુંબઈ-૪. ૫. તંત્રીનું નામ : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
કયા દેશની : ભારતીય ઠેકાણું : : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રેડ, મુંબઈ-૪. . માલિકનું નામ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને સરનામું : ટોપીવાળા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી.
રેડ, મુંબઈ-૪. હું ચીમનલાલ ચકભાઈ શાહ, અથિી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-૭૪
ચીમનલાલ ચકુભાઈ શાહ-ત્રી