________________
૨૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૭૪.
ઈશ્વર
–
મૃત્યુ અને પુનર્જન્મ વિશે મારા વિચારે વાંચીને એક ભાઈએ સૂચવ્યું છે કે ઈશ્વર વિશે મારા વિચારો મારે જણાવવા. લાંબા સમયથી મારા મનમાં જે વિચારો ઘોળાય છે તેને ટપકાવવાની આ તક લઉં છું. જે કાંઈ લખું છું તે અનુભવનું પરિણામ નથી. એટલે કે ઈશ્વર - સાક્ષાત્કાર અથવા એવી કોઈ અનુભૂતિ થઈ નથી. આ વિચારે હજી બુદ્ધિના પ્રદેશમાં છે. વળી અત્યારે મનમાં જેમ આવે છે તેમ લખી નાખું છું. વ્યવસ્થિત લખવું હોય તે વિસ્તારથી તર્કશુદ્ધ લખવું જોઈએ. પણ એટલું કહું કે અત્યારે જે લખું છું તે દીર્ધ મનન અને ચિત્તનનું પરિણામ છે, અત્યારે દઢ થયેલા વિચારો ઉપરચોટિયા નથી.
મારી સમજણમાં ઈશ્વર એટલે શું નહિ તે પહેલાં કહી દઉં. ઈવર એટલે આ વિશ્વ કે બ્રહ્માંડથી ભિન્ન ઈ વ્યકિત કે આ વિશ્વને પેદા કરનાર કોઈ સર્વશકિતમાન પરમાત્મા નહિ. જૈને નિરીશ્વરવાદી કહેવાય છે. એટલે કે આ જગત કોઈ એક સમયે કઈ ઈશ્વરે પેદા કર્યું એમ જૈનદર્શન માનતું નથી. જૈનદર્શન પ્રમાણે આ જગત અનાદિ અનંત છે. કોઈએ પેદા કર્યું નથી. કોઈ દિવસ તેને સર્વથા નાશ થવાનો નથી.
જગતને કર્તા નથી અને આ જગત નાદિ, અનંત છે એમ માનીએ તે પણ એવી માન્યતા હોઈ શકે કે આ જગતથી ભિન્ન એ કોઈ સર્વશકિતમાન, ઈશ્વર છે, જે સૌને ન્યાયકરે છે, જેની દયાથી આપણું કલ્યાણ થાય. દાખલા તરીકે, બાઈબલને બધો આધાર લગભગ આવી માન્યતા ઉપર હોય એવું મને લાગ્યું છે. Your father in Heaven. એને રાજી કરવા નું સત્કાર્ય કર, સત્કાર્ય નહિ કરીશ તો તે તને સજા કરશે. સંભવ છે આ બધી આલ્ફાંકારિક કે લૌકિક ભાષા હોય. પણ ખ્રિસ્તી ધર્મમાં આ ભાવ દઢ છે એમ મને લાગ્યું છે. ઈસ્લામમાં પણ કોઈક આ જ ભાવ છે. .. બધી પ્રાર્થનામાં અને ભકિતમાં આ ભાવ રહ્યો છે. ભકિતનો આધાર દ્વતભાવ છે. આપણાથી ભિન્ન ઈશ્વર છે, જેની ભકિત કરવી, પ્રાર્થના કરવી, દયા યાચવી. ભકતો ઈશ્વરને અનેક સ્વરૂપે ક છે. હનુમાન જેવી દાસભકિતમાં ઈશ્વર સ્વામી છે, કૃષ્ણ – અર્જુનની સખાભકિતમાં ઇવર મિત્ર છે, રાધા - કણની પ્રેમભકિતમાં ઈશ્વર પ્રેમમૂર્તિ છે. તાત્ત્વિક રીતે, આ દ્રત- ભાવ, અદ્રેતને જ માર્ગ છે, સાધના છે, એમ સંતપુરુષેએ કહ્યું છે. પણ લોકમાનસમાં આપણાથી ભિન્ન ઈશ્વર છે એવો દઢ ભાવ રહે છે, પોષાય છે. આવી માન્યતાનાં પરિણામે જુદાં જ આવે છે. કેટલાંક સારાં છે, કેટલાંક હાનિકારક છે. તેની ચર્ચામાં અહીં ઊતરતે નથી.
આ બાબતમાં પણ જૈનદર્શનની માન્યતા હું સ્વીકારું છું. જિનપદ, નિજપદ એકતા ભેદભાવ નહિ કાંઈ. આત્મા તે જ પરમાત્મા. તો પછી પ્રાર્થના અને ભકિતનું સ્થાન શું? તે વિશે હવે પછી કહીશ. - આ વિશ્વથી ભિન્ન એ કોઈ ઈશ્વર ન હોય તે ઈશ્વર એટલે શું? . . . એમ દઢપણે માનું છું કે આ વિશ્વમાં સર્વવ્યાપી ચેતનશકિત છે, જે આ વિશ્વને ધારણ કરે છે, તેને આધાર છે. આ વિશ્વ માત્ર ભૌતિક પદાર્થોને સમૂહ નથી, કોઈ અકસ્માત નથી. માત્ર ભૌતિક પદાર્થોને સમૂહ જ હેત તે એક ક્ષણ પણ ટકે નહિ. આપણે પિતાનો અનુભવ પણ તે જે કહે છે. આ દેહમાં ચિંતનશકિત છે તે તેને આધાર છે, તેનું જીવન છે. દેહ ભૌતિક
છે પણ ચેતન શકિત - આત્મા- એ જડના નિયમોને વશ નથી. તેની અગાધ, અનંત શકિત છે. જે પિડે તે બ્રહ્માંડે. આ દેહની ચેતનશકિત, વિશ્વની અનંત ચેતનશકિતને એક અંશ છે અને તેનું
સ્વરૂપ તે જ છે. મારે આત્મા દેહવ્યાપી છે. વિશ્વની ચેતનશકિત, વિશ્વવ્યાપી છે. આ વિશ્વવ્યાપી ચેતનશકિત તે ઈશ્વર છે.
जीशावास्यमिदं सर्वम् यत्किच जगत्याम् जगत्
જગતમાં જે કાંઈ જીવન છે (પદાર્થ છે), તે બધું ઈશ્વરથી વસેલું છે, આ જગત ઈશ્વરને આવાસ, રહેઠાણ છે. બધું ઈશ્વરમય છે. અણુએ અણુ માં વ્યાપેલ છે.
જડ પ્રકૃતિ અને આત્મચેતન ભિન્ન છે છતાં એટલાં ભિન્ન નથી કે પરસ્પર સંબંધ ન હોય. હું એમ માનું છું કે ચેતન જડને સ્વામી છે, જડ ચેતનને વશ છે, ચેતન જડને આવરી લે છે. જડ પ્રકૃતિના નિયમો માણસ શોધી કાઢે છે અને પ્રકૃતિ ઉપર કાબૂ મેળવે છે તે જ બતાવે છે કે જડ - ભૌતિક પદાર્થોમાં કઈ તવ એવું છે કે જેનું ચેતન સાથે સામ્ય છે. વિજ્ઞાન જડ ઉપર ચેતનને વિજય છે. જડ તેના નિયમોને વશવર્તી છે પણ તે નિયમો માણસ શોધી કાઢે છે અને જડ ઉપર પ્રભુત્વ મેળવે છે. વિશ્વશકિતનું સકળ બ્રહ્માંડ ઉપર એવું જ પ્રભુત્વ છે. '
વ્યકિતને આત્મા અથવા જીવ અનેક આવરણોથી ઢંકાયેલ છે, કર્મમળથી આચ્છાદિત છે તેથી તેના શુદ્ધ સ્વરૂપને તે પામી શકતો નથી. પણ આ આવરણે દૂર કરવાની તેનામાં શકિત છે અને જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે ત્યારે વિશ્વતિમાં તે વિલીન થાય છે. જન્મમરણના ફેને અંત આવે છે.
છેલ્લી બે બાબતમાં જૈનદર્શન જ પડે છે. જૈનદર્શન એમ માને છે કે જડ ચેતન સર્વથા ભિન્ન છે. સકળ વિશ્વને આવરી લેતી એક ચેતનશકિત, મહાજ્યોતિ હેય તેવી જૈનદર્શનની માન્યતા નથી. તે જડ-ચેતનનો સંબંધ કેમ થયો અને શાથી ટકે છે, આ દેહમાં અને વિશ્વમાં? જૈનદર્શન માને છે તે સંબંધ અનાદિ છે.
વિશેષ, જનદર્શન એમ માને છે કે પ્રત્યેક જીવાત્મા ભિન્ન છે અને સદાકાળ ભિન્ન રહે છે. મુકિત મેળવે ત્યારે પણ સિદ્ધશિલા ઉપર પ્રત્યેક આત્મા અલગ રહે છે, જો કે બધાનું સ્વરૂપ સમાન છે. મને એમ લાગે છે કે આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને પામે ત્યારે વિશ્વચેતનની મહાજ્યોતિમાં તે વિલીન થાય છે. ત્યારે આત્મા પરમાત્માપદને પામે છે.
જિનપદ નિજપદ એકતાને આઈ હું એટલું જ નથી કરતે કે દરેક આત્મા કેવળ જ્ઞાન કે પિતાના શુદ્ધ સ્વરૂપને પામે છે અને છતાં ભિન્ન રહે છે. આત્મા ભિન્ન રહે ત્યાં કાંઈક અહમ અથવા પોતાપણું રહે છે. અંતિમ કોટિએ તે ન હોય તેમ મારું માનવું છે.
તેથી, ઈશ્વર એટલે જગતને આવરી રહેલ ચેતનતત્ત્વ અને મોક્ષ એટલે શુદ્ધ સ્વરૂપને પામી તેમાં લીન થવું.
ઈશ્વરભકિત અથવા પ્રભુપ્રાર્થના કરીએ છીએ ત્યારે આ પરમ તત્ત્વને પામવાની તાલાવેલી અથવા બીજા શબ્દોમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પામવાની ઝંખના. કોઈ બાહ્ય વસ્તુની પૂજા નથી, આત્મશાધનની પ્રક્રિયા છે.
ગાંધીજીએ કેટલેક ઠેકાણે એમ કહ્યું છે કે ઈશ્વર એટલે સત્ય અથવા સત્ય એ જ ઈશ્વર. રામનામના જપ વિષે પણ, ગાંધીજીએ કહ્યું છે કે એમને રામ તે દશરથને કંવર કે સીતાને પતિ નહિ પણ અંતર્યામી, જે સહુના અંતરમાં છે છતાં સહુથી જુદા