SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૭૪ ર્જન થવું જોઈએ. એક જ પક્ષ રહે તો પછી બિનપક્ષીય જ કહેવાય. સામ્યવાદમાં એક જ પક્ષ હોય છે. પ્રશુલ જીવન આપણે સ્વીકારીએ કે ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યો રાજ્ય કરવાને લાયક નથી. નવું મંત્રીમંડળ રચવાનો પ્રયત્ન કરે ત્યારે યોગ્ય પગલાં લેવાં. અત્યારે શાન્તિ સ્થાપી જે રચનાત્મક કાર્ય કરવાનું છે તેમાં લાગી જવું. જે વર્તમાનપત્રોએ અને આગેવાનાએ વિસર્જનની માગને ટેકો આપ્યો છે તે પણ ભારપૂર્વક કહે છે કે આ હિંસા રોકવી જોઈએ, નહિ તે તેનાં પરિણામા પ્રજા માટે ખતરનાક છે. સાબરમતી સંમેલનના નિવેદનમાં કહ્યું કે લોકજાગૃતિને રચનાત્મક માર્ગે વાળવી. પણ રચનાત્મક માર્ગ લેવા છે કોને ? અમારી માગણી પહેલાં મંજૂર થવી જોઈએ એવા આગ્રહ વર્તમાન પરિસ્થિતિમાં કેટલે દરજ્જે યોગ્ય છે? એવી માગણી બળજબરીથી મંજૂર થાય તો તેના રાજકીય પરિણામે શું છે તે ભાઈ પ્રબોધ શેકસીના લેખ, જે આ અંકમાં પ્રકટ થાય છે, તેમાં બતાવ્યું છે. ખરી રીતે આ દાલન માત્ર ધારાસભા-વિસર્જન માટે જ નથી, કેંન્દ્ર અને કૉંગ્રેસ સામે છે એમ સ્પષ્ટ થતું જાય છે. મ્યુનિસિપાલિટી અને ખેંચાયામાંથી રાજીનામાં શા માટે મગાય છે? કેન્દ્ર કે કૉંગ્રેસ સહેલાઈથી નમતું મૂકશે? આ માગણી મંજૂર થાય તો બીજાં રાજ્યામાં તેનું પુનરાવર્તન થાય. મહારાષ્ટ્રમાં શરૂઆત થઈ છે. તે પછી સંસદીય લોકશાહી કે ચૂંટણીને કોઈ અર્થ રહેતા નથી. પૂજ્ય રવિશંકર મહારાજ આ બધાં રાજકીય પરિણામોથી કદાચ પૂરા વાકેફગાર ન હોય. શ્રી જ્યપ્રકાશ પૂરા પરિચિત છે અને તેમની યોજના કાંઈક જુદી જ હાવાનો સંભવ છે. વિધાનસભાના કોંગ્રેસી સભ્યો પણ, ડરથી અથવા પેાતાનું રાજકીય સ્થાન સર્વથા ગુમાવી બેસવું ન પડે એવા સ્વાર્થથી ટપેટપ રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષ ફરી મંત્રીમંડળ રચી સત્તા પર આવે એવી કોઈ શકયતા નથી. વિસર્જન માટેનું આંદલન નિરર્થક છે અને પ્રજાની હાડમારીઓ વધારે છે. પણ આ આંદોલન વિસર્જન પૂરતું જ છેકે તેથી વધારે એ માટે શંકા દૃઢ થતી જાય છે. સશસ્ર બળવાની વાતે થવી શરૂ થઈ છે. ગુજરાત તેની પ્રયોગશાળા બને તે પહેલાં, પૂરો વિચાર કરીએ. બંગલાદેશને સ્વીકૃતિ આખરે ભૂતોએ બંગલાદેશને સ્વીકૃતિ આપી છે. પણ જે રીતે તે બન્યું તે વિચારવા જેવું છે. સિમલા કરાર અનુસાર આ સ્વીકૃતિ ઘણા વખત પહેલાં અપાવી જોઈતી હતી. હવે મુસ્લિમ રાજ્યોના દબાણથી આપી છે; ભારતને તેના કોઈ યશ ન મળે તેની કાળજી રાખવામાં આવી છે. મુસ્લિમ રાજ્યોની પરિષદ લાહા૨માં મળે છે ત્યારે બંગલાદેશ જેવું મેટુ મુસ્લિમ રાજ્ય તેમાંથી અલગ રહે તે ઈસ્લામનું સંગઠન અધૂર રહે, તેથી ઈજિપ્ત અને બીજા રાજ્યોએ પાકિસ્તાન ઉપર દબાણ કર્યું. સ્વીકૃતિ બિનશરતી આપી છે પણ ખાનગી સમજણ થઈ લાગે છે કે પાકિસ્તાનના ૧૯૫ યુદ્ધકેદીઓ ઉપર કામ ચલાવવામાં નહિ આવે, આ સાંપ્રદાયિક સંગઠનમાં બિનસાંપ્રદાયિક બંગલાદેશનું કેવું સ્થાન રહેશે તે જોવાનું છે. ભારત અને બંગલાદેશ બિનસાંપ્રદાયિક છે. શૈખ મુજીબુર રહેમાન ખરેખર બિનસાંપ્રદાયિક છે, પણ ધર્મઝનૂનનું આકર્ષણ પ્રબળ છે. બંગલાદેશની પ્રજા કયારે આ ઈસ્લામના સંગઠનમાં નહિ ખેંચાય તે કહેવું મુશ્કેલ છે. ભારતની પૂર્વ તથા પશ્ચિમે મુસ્લિમ રાજ્યો, બીજાં મુસ્લિમ રાજ્યોના સહકારથી ઈસ્લામનું સંગઠન કરે છે. ભારતના મુસલમાને તેમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી પણ તેમાંના મેાટા ભાગનું વલણ ખાનગી નથી. ૩૫ પરમાગમ મન્દિર શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સેાનગઢ તરફથી શ્રીમહાવીર-કુંદકુંદ પરમાગ મંદિરના ઉદ્દઘાટન માટે, ચિત્રાથી ભરપૂર, આર્ટ પેપર ઉપર લગભગ દોઢ ફૂટ પહોળી, અઢી ફૂટ લાંબી આમંત્રણપત્રિકા નીકળી છે. એકની કિંમત ૮થી ૧૦ રૂપિયા થયા હશે. એવી લોકોને હજારા પત્રિકાએ મોકલાવી છે. તેમાં લખ્યું છે, પરમાગમ સુધાપાનરસિક, અધ્યાત્મ સંત શ્રી કાનજીસ્વામીની ૮૦મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે પરમાગમ મંદિરની રચના કરવાનો નિર્ણય કર્યો. ઈટલીથી સૌથી પ્રથમ આવેલ મંત્રી, સંગેમરમરના રમણીય મંદિરની દીવાલો પર, કુંદકુંદાર્યના પાંચ ગ્રન્થો સુંદર અક્ષરે કોતરવામાં આવ્યા છે, જેથી હજારો વર્ષ સુધી અનેક રકાત્માર્થીઓને અધ્યાત્મ જ્ઞાનની પ્રેરણા મળે. આ મહોત્સવ આઠ દિવસ - ૨૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ સુધી - ચાલશે. ઈન્દ્રપ્રતિષ્ઠા થશે, ઈન્દ્રોનું જુલુસ નીકળશે, અનેકવિધ પૂજા થશે, પારણાઝૂલન, રાજ્યાભિષેક, રાજસભા, સમેાવસરણ, રથયાત્રા એવા અનેક કાર્યક્રમો થશે. મુમુક્ષુ હ્રદયો ગાવા ાંતિ આહ્લાદક પ્રસંગાથી પ્રભુદિત થશે. સાંભળ્યું છે કે આ પરમાગમ મંદિરની રચનામાં વીસ લાખ રૂપિયા ખરચાયા છે. આઠ દિવસના મહેત્સવમાં હજારો માણસા હાજર રહેશે. તેમના રહેવા માટે તંબૂઓ તણાયા છે, અનેકવિધ ભાજન માટે વ્યવસ્થા થઈ છે. આઠ દિવસના મહોત્સવમાં લગભગ દસ લાખ રૂપિયાનું ખર્ચ થશે. આ બધું થઈ રહ્યું છે તે વિશે શું કહેવું? જૈન સમાજ અને જૈન ધર્મની આથી માટી વિડંબના કલ્પી શકાય તેમ નથી. ભગવાન મહાવીરની વાણી રાગમામાં છે. ભગવાનના એકાચાર્યના ગ્રન્થા પરમાગમ થયા, ભગવાન કરતાં પણ ચઢી ગયા કારણ કે સાનગઢના સંત પરમાગમ સુધાપાનરસિક છે. કુંદકુંદાચાર્યના બધા ગ્રન્થો છપાયા છે પણ સેનગઢના અંતની જન્મજયન્તી ઊજવવા સંગેમરમરમાં કોતરવા જોઈએ જેથી મુમુક્ષુ સાનગઢ જઈ હજારો વર્ષ સુધી અધ્યાત્મ જ્ઞાનની પ્રેરણા મેળવે. પ્રકટ થયેલ ગ્રંથો વાંચવાથી આવી પ્રેરણા ન મળે! લોકોને ખાવા નથી મળતું ત્યારે આઠ દિવસ ચોથો આરો પ્રવર્તતા હોય તેમ મહોત્સવ થશે જેથી મુમુક્ષુઓનાં હૃદયો પ્રમુદિત થાય. શ્રી કાનજી સ્વામીએ મદિરા બંધાવવા સિવાય લોકકલ્યાણનાં કોઈ કાર્યો કર્યા' હોય કે કરાવ્યાં હોય તેવું જાણ્યું નથી. આત્મા અને મોક્ષના ઉપદેશની તેમની અમૃતવાણી સંસારની કોઈ બાબતને સ્પર્શતી નથી. આ લાખો રૂપિયા આપે છે કોણ ? આ શ્રીમંતોને પોતાની લક્ષ્મીના બીજો કોઈ સદુપયોગ કરવાનું સૂઝતું નથી? કયા સમાજમાં તેઓ રહે છે? જૈન સમાજ હોંસી અને તિરસ્કારને પાત્ર થાય તેની તેમને કાંઈ પડી છે? હજી પણ સવેળા ચૈતશે કે પ્રજાના રોષ વહેારી લેશે ? ૮૦ વર્ષ નિમિત્તે ૮૦ મન્દિરો બંધાવવાની યોજના છે તેમ સાંભળ્યું છે. આ સમારંભમાં ભાગ લેવાવાળા ઘણા આગેવાનો સાથે મારે અંગત ગાઢ સંબંધ છે. સજજન માણસે છે. આ લખતાં દુ:ખ થાય છે. દિગમ્બર સમાજ કાી કાનજી સ્વામી પ્રત્યે ખાસ આકર્ષાયા છે. એમ માનીને કે દિગમ્બરોની સંખ્યા વધે છે, અને તેમનાં મન્દિર વધે છે. મૂળ સ્થાનકવાસી સાધુ શ્રી કાનજી સ્વામી હવે નથી શ્વેતામ્બર, નથી દિગમ્બર, નથી જૈન મુનિ. ચીમનલાલ ચકુભાઈ 3 ગુજરાત વિષે મનામ થન ગુજરાતના બનાવાના મનેામંથનરૂપે ‘પ્રબુદ્ધ જીવન’ ના ગુજરાત વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યો છે. આ અંકના લેખકો સર્વશ્રી ચીમનલાલ ચકુભાઈ, ઉછરંગરાય ઢેબર, મોહનલાલ મહેતા –સાપાન, મનુભાઈ મહેતા, રવિશંકર મહેતા, વાડીલાલ ડગલી, ઉમાશંકર જોશી, યશવન્ત શુકલ, આલુબહેન દસ્તુર અને રજનીકાન્ત કટારિયા છે. હવે આ વિશેષાંકની સઘળી સામગ્રી પુસ્તિકારૂપે પ્રગટ કરવામાં આવી છે અને એમાં શ્રી પ્રબોધ ચોકસીના એક લેખ પણ સમાવવામાં આવ્યો છે. આ પુસ્તિકાની કિંમત પચાસ પૈસા છે અને શ્રી મુંબઈ જન યુવક સંઘ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪ ત્યાંથી એ મળી શકશે. મંત્રીઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy