SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૭૪ પ્રબુદ્ધ જીવને વિધાનસભાના વિસર્જનની બાબતમાં તેઓ પણ ધીમે ધીમે દઢ થયા હોવાની છાપ પડે છે. શ્રી કૃષ્ણચંદ્ર પંત સાથે એમણે વડા પ્રધાન ઈંદિરાજીને જે પત્ર મેકલ્યો હતો તેમાં અંત ભાગે તેમણે આ પ્રકારે સૂચવ્યું હતું: “મને પૂછે તે હું સૂચવું છું કે (૧) ગુજરાતને પૂરતા પ્રમાણમાં અનાજ મેકલવાને પ્રબંધ કરવો, (૨) ન્યાયી તપાસપંચની નિમણૂક કરવી, (૩) રાષ્ટ્રપતિ શાસન.' અલબત્ત, વિધાનસભાના વિસર્જનની માગણી બાબતમાં તેરો છેલ્લે તદ્દન સ્પષ્ટ થયેલા છે. એમને એમ લાગ્યું છે કે આજની પરિસ્થિતિને ઉકેલ ‘નવાં મૂલ્યોવાળી સરકાર’ સત્તા પર આવ્યા સિવાય થવાને નથી. એમની આ માન્યતામાં લોકહૃદય બોલી રહ્યું છે એમ જરૂર કહી શકાય. વિધાનસભાના વિસર્જન વિના કોઈ પ્રકારે ચૂંટણી થઈ શકે નહિ અને ‘નવાં મૂલ્ય’ ધરાવતી સરકાર સત્તા પર આવી શકે નહિ તે સાચું છે, પરંતુ પ્રજની ખરી મૂંઝવણ તો એ છે કે આવું થાય શી રીતે ? નવાં મૂલ્યોવાળી સરકાર લાવવી કયાંથી? પૂ. મહારાજ આ બાબતમાં જયપ્રકાશજીથી વધુ સ્પષ્ટ હોય એમ જણાતું નથી. વિધાનસભાનું વિસર્જન થાય તો આજના બંધારણ પ્રમાણે જ નવી ચૂંટણી યોજી શકાય અને તેમાં બધા રાજકીય પકો અને સંખ્યાબંધ અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઊતરે એ આજની નક્કી વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા પ્રત્યે દુર્લક્ષ કરવાને કશો અર્થ જ નથી. વિધાનસભાના વિસર્જનની માગણી કરનાર સૌ કોઈએ સંભવિત પરિસ્થિતિને વિચાર કરી જ લેવું જોઈએ. આવો વિચાર કરવા જતાં ઘણાને એવી ખાતરી થશે કે જે માગણી વર્તમાન પરિસ્થિતિ પ્રત્યેના રોષમાંથી ચાને હતાશામાંથી પ્રગટેલી છે. નવી કોઈ ૨ચના કે વ્યવસ્થા વિના વિધાનસભાનું માળખું હચમચાવી નાખવામાં આવે તે ઈષ્ટને બદલે અનિષ્ટ જ સર્જાવાને ભય છે. એ પછી તે કોઈ રથળે સ્થિરતા જેવું રહે જ નહિ. અત્યારે ઉત્તર પ્રદેશ, એરિસા વગેરમાં ચૂંટણી થાય છે. એ ચૂંટણીનાં પરિણામે પછી, કંઈ પણ કારણે તેના વિસર્જનની માગણી થાય તે શું થાય? તામિલનાડુમાં એવી માગણી ઘણા સમયથી થયા જ કરે છે. વિરોધ પાનું માનસ જો ધ્યાનમાં લઈએ તે તે કોઈ એકાદ – બે રાજ્યની જ નહિ, પરંતુ કેન્દ્રની પણ તેઓ પુનર્રચના માગે છે અને તે માટે સંસદ વિખેરી નાખી નવી ચૂંટણી યોજાય એમ ઈચ્છે છે ! ગુજરાતમાં આ માગણી સ્વીકારાય તે અસ્થિરતાની અધી આખા દેશમાં વ્યાપી જય એ વિષે કોઈ શંકા છે ખરી? તા.ક.: પૂજ્ય રવિશંકર મહારાજ અને ગુજરાત પ્રવાસ પૂ કરીઊપડી ગયેલા જયપ્રકાશજીએ, વિધાનસભ્યોને ધાકધમકી આપી તેમનાં રાજીનામાં મેળવવાની પદ્ધતિને સખત શબ્દોમાં વખેડી કાઢી છે. પ્રકાશજીએ એમ કહ્યું છે કે આમ કરનારાઓ લેકશાહીના તેમ જ સ્વચ્છ અને પ્રામાણિક સરકાર માટેના આ અદેલનના દુશ્મને છે. આ શબ્દની આંદોલનકારે પર અસર થાય એમ ઈછીએ. - મોહનલાલ મહેતા-પાન અંદાજપત્ર વિશે વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં (૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪.) સોમવાર, તા. ૪-૩-૭૪ ના રોજ સાંજના ૬-૦૦ વાગે અંદાજપત્ર’ એ વિષય ઉપર પ્રા. ડી. ટી. લાકડાવાળાનું વ્યાખ્યાન રાખવામાં આવેલ છે. ચીમનલાલ જે. શાહ સુર્બોધભાઈ એમ શાહ મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંધ કેના બાપને આ દેશ? ગુજરાતનાં સંખ્યાબંધ શહેરોમાં હમણાં રોટી - રમખાણે થયાં. પરિણામે કોને રોટી મળી? કોના મોંમાંથી ટુકડો છીનવાઈ ગયે? કોની આબરૂ ઉઘાડી પડી? કોણે કોણે પરાઈ આગમાં ટાઢ ઉડાડી? આવો, આપણે સરવૈયું કાઢીએ. કોઈ ગાંડોઘેલે ધણી કમાઈને ન લાવે, એટલે તેની કુશળ ધણિયાણી ઘરનાં સાબૂત માટલાં ફેડી નાખે છે ? તેનાં બાળકો ઘરને ખૂણે બાળીને બાપ સામે વિરોધ નોંધાવે છે? તે પછી આખા દેશની બાબતમાં આપણે એવું ગાંડપણ શા માટે આચરીએ છીએ? આપણા વહાલયા બેટડાઓ બસે બાળે છે તે કોના બાપની છે? પોલીસકીઓ, પોલીસવાન, પોસ્ટ ઓફિસો, રેલવેના પાટ, દૂધની કૅબિને અને આ તમામ જાહેર મિલકતે કોના પરસેવે બંધાઈ છે? મહામૂલી આઝાદી હાંસલ કરવા સે સે વર્ષ સુધી જુદ્ધ ખેડયાં, ને મેળવ્યા પછી સત્યાવીસ વર્ષે પણ આ મહાન દેશની જનતા એટલું ય ન સમજી કે એ પોતે આ દેશની માલિક છે? જે અગ્ય માણસોને ગાદીએથી ઉઠાડવા જનતા પિતાની સંપત્તિને નાશ કરે છે, એ લેક તે જનતા-સરકારના કારીન્દાઓ છે, મુનીમે છે, કામદારો છે. તેને તે ઘડીના છઠ્ઠા ભાગમાં જનતા કાન પકડીને કાઢી મૂકી શકે છે. એવા લોકો સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે આપણે આપણાં ગરીબીનાં હાંલ્લાં ફોડી નાખવાં? ધીખતી ધરાની નીતિ કોણ અપનાવે? દુશ્મન જ્યારે ભારતે હોય, ધરતી છોડી ભાગતો હોય ત્યારે સર્વનાશ કરીને જાય. આપણે શું આપણી મામના દુશ્મન છીએ? આ દેશ છોડીને ભાગી જવાના છીએ ? તે પછી શા માટે આપણી જાહેર સંપત્તિને નાશ કરી રહ્યા છીએ? બ્રિટિશરોને ભગાડવા ગાંધીજીએ આ દેશને તોડફોડ કરવાનું કેમ ન શીખવ્યું? કારણ, આ દેશ બ્રિટિશરોના બાપને ન હતો. એ જ રીતે ૨ાજે પણ ૨ દેશ વર્તમાન સત્તાધારીઓના બાપને નથી. જે શસ્ત્ર વડે ગાંધીએ દુનિયાના મદાંધ સત્તાધારીના બિસ્ત્રાપિટલાં બંધાવી દીધાં, એ શસ્ત્ર આપણે બધાં મળીને આ વામણાં (જે સસ્તામાં ખરીદાય – વેચાય છે) ને નહીં ભગાડી શકીએ? ૨ાજે ગાંધીજી હોત તે તે આ નીંભર સરકારની સાન ઠેકાણે લાવવામાં જનતાને મોખરે હત. પણ સરકારમાં બેઠેલા બધા આવ્યા ત્યાંથી? રોટલી સરકારને દોષ શા માટે કાઢીરો ? નોકરશાહીની નાગચૂડ કયાં હળવી છે? લાંચિયા, કાળા બારિયા, ભેળસેળિયા, અસામાજિક તત્ત્વ-શું આ બધાં આપણાં ( જનતા જનાર્દનનાં) અંગે નથી ? આપણે આળસુ છીએ, હડતાળ પાડીને ઉત્પાદન ઘટાડીએ છીએ, દાણચેરીને પ્રેત્સાહન આપીએ છીએ, સંગ્રહખોરી કરીને ભાવ વધારવામાં મદદ કરીએ છીએ અને છેવટે બધા જ દોષનો ટોપલે સરકાર પર ઢળીએ છીએ ! છેવટે અકળાઈને રાજનૈતિક પક્ષોના મહોરાં બની આપણે બંધ' ઊજવીએ છીએ. વિદ્યાર્થીઓની સર્જનાત્મક શકિત સમાજ સુધીમાં યોગ્ય દિશામાં વાળી શકયા નથી, એટલે તેમાં સહેલાઈથી વાળીએ છીએ. મેં વડેદરામાં ગદા અને દુકાને લૂંટાતી નજરે જોઈ છે. એ લૂંટનારા ધંધાદારી લૂંટારા હતા. તેઓ કદી ગરીબ હતા નહીં અને રહેવાના નથી. તેમાંથી ચોક્કય ઈમાનદાર માણસે અનાજની મુઠ્ઠી પણ ભરી નર્થી. લૂંટનારા લૂંટી ગયા પછી જેનારા બાઘા, ભોળા–ભલા યુવા ગેબીનાં નિશાન બન્યા. તેથી કયા ગરીબનું પેટ ભરાયું? પોલીસ પણ શું કરે ? તોડફોડ કરવા તત્પર એવાં ટોળાં પર ફૂલ તો ન જ વરસાવાય? આ રીતે આપણે
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy