________________
22 |
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૭૪,
કેટલાક કિસ્સાઓમાં પોલીસે તે સામે પગલાં લીધાં હતાં. આ અદે- લન કેવી રીતે વિકસશે તેનો અંદાજ આટલા પરથી આવી છે જોઇએ, પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં આંદોલનને ટેકે આપ- નારા અને અથવા વિધાનસભાનું વિસર્જન માગનારા કેઈએ આંદલનકારોને દબાણ અને હિંસાને માર્ગેથી પાછા વળવાને સક્રિય પ્રયાસ કર્યાનું જાણવા મળતું નથી. આંદોલન શરૂ થયું ત્યારથી વિદ્યાર્થીઓને શિક્ષકોને તેમ જ અન્ય વર્ગના લોકોને શાંતિ અને અહિંસાની મૌખિક અપીલ ઘણાએ કરી છે, પરંતુ કોઈ વચ્ચે જઈને ઊભું રહ્યું નથી, તેમ કોઈએ એવી ગંભીર ચેતવણી પણ ઉચ્ચારી નથી કે આ પ્રકારે હિંસક અને ભયજનક વાતાવરણ સર્જવામાં આવશે તે તેઓ આ આંદોલનને કોઈ પ્રકારને ટેકો આપશે નહિ. ગુજરાતના આંદોલન સાથે વિવિધ રીતે સંકળાયેલાઓની આ કરુણતા છે એટલું ઓછામાં ઓછું કહેવું જોઈએ. શાંતિ અને અહિંસાના માત્ર પિપટપાઠથી શું વળવાનું છે?
હવે ધમકીઓના ડાક નમૂનાઓ જોઈએ. જો વિધાનસભાનું વિસર્જન કરવામાં નહિ આવે અને કોંગ્રેસી વિધાનસભ્ય સામે ચાલી રાજીનામું નહિ આપે તે- (૧) શાળાઓ અને કોલેજો અચેક્સ મુદત સુધી બંધ રહેશે. વિધાનસભ્યના મતવિસ્તારમાં જે વિદ્યાર્થી ભાઈ-બહેનો રહેતાં હશે તે સભ્યો પાસે રાજીનામાં માગશે અને તેમને કહેશે કે તેઓ રાજીનામાં નહિ આપે તે સમિતિઓ જલદ કાર્યક્રમ આપવા પડશે!
(૨) કેંગ્રેસી વિધાનસભ્યોને દેખતાની સાથે ઘેરો ઘાલવામાં આવશે અને તેમના સામાજિક બહિષ્કાર કાર્યક્રમ તત્કાળ હાથ ધરવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાન અને અસંતુષ્ટ ગણાતા જૂથના એક આગેવાન સનત મહેતાને એવી ચેતવણી આપવામાં આવી છે કે તેઓ રાજીનામું નહિ આપે તો તેમને વડોદરામાં પેસવા દેવામાં આવશે નહિ!
(૩) રાજીનામું ન આપે એવા વિધાનસભ્યોનાં પાણી, વીજળી, ટેલિફોનનાં જોડાણ કાપી નાખવાં અને તેમને દૂધ વગેરે મળે નહિ તેવો બંદોબસ્ત કર! પ્રદેશ કેંગ્રેસના પ્રમુખ ઝીણાભાઈ દરજીને તેમના હોદ્દનું રાજીનામું આપી રાજકારણમાંથી નિવૃત્ત થવાની નોટિસ અપાઈ છે!
તા. ૧૪ મીએ રામદાવાદ, વલસાડ અને ધ્રાગધ્રામાં પથ્થરમારો થતાં પોલીસે ગોળીબાર કર્યો. કયાંક દુકાને લૂંટાઈ છે. આ કાર્યક્રમ ચાલુ રહ્યો છે! ૨ બધું એમ દર્શાવે છે કે આંદોલનને શાંત અને ચાહિક રાખવાનું લગભગ અશકય છે. ખરેખર તે તે વિષે કેવળ નિવેદન જ થાય છે, કોઈ તે વિશે ગંભીર પ્રયત્ન કરતું નથી. વિધાનસભાનું વિસર્જન થવું જોઇએ કે નહિ તે અંગે વિચારભેદ - મતભેદ હોઈ શકે, પરંતુ વિધાનસભ્ય સામેની વિવિધ પ્રકારે દબાણ લાવવાની પદ્ધતિ સૌ કોઈએ વિરોધ જ કરવું જોઈએ તે વિષે ભાગ્યે જ કશે વિચારભેદ-મતભેદ હોઈ શકે. આ પરિસ્થિતિ સુધારવાનું કાર્ય આંદોલનકારીઓ તેમ જ અાંદોલનના સમર્થકોએ કરવું ઘટે છે.
ઉપરોકત લેખમાં શાંત અને મુકત ચૂંટણી થવા વિશે જે શંકા દર્શાવાઈ છે તેનું સમર્થન છેલ્લા ત્રણ-ચાર દિવસના અનેક બનાવોમાંથી મળી રહે છે. લેકમત જાણવા વિશે ઉપરના લેખમાં એમ જણાવવામાં આવે છે કે વિરોધ પક્ષના સભ્યો રાજીનામાં આપી પેટાચૂંટણીઓ દ્વારા તે જાણી શકે. આ સંબંધમાં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે વિધાનસભા જ્યાં સુધી સ્થગિત હોય ત્યાં સુધી પેટાચૂંટણીઓ પણ બંધ જ રહે. એટલે આવો પડકાર તે વિધાનસભા સજીવન થાય ત્યારે જ થઈ શકવાનો છે, પરંતુ જો શાંતિ સ્થપાય
અને રાજ્યવ્યાપી પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલવામાં ન આવે તો તે દ્વારા પણ લોકમતનું પ્રદર્શન થઈ શકે, અત્યારના ઉશ્કેરાટભર્યા વાતાવરણમાં લોકમતની અભિવ્યકિત માગવાનું લોકશાહી પ્રણાલિકા સાથે ભાગ્યે જ સુસંગત ગણી શકાય.
શ્રી જયપ્રકાશજીના ઉંદ ગારો અને પૂ. મહારાજના નિવેદન વિશે હવે સંક્ષેપમાં વિચારીએ.
જયપ્રકાશજી ગુજરાતમાં આવ્યા ત્યારથી માંડીને આ લખાય છે ત્યાં સુધીનાં એમનાં નિવેદનો અને પ્રવચન વાંચતાં એક છાપ એવી ઊઠે છે કે તે વિધાનસભાના વિસર્જન તેમ જ નવી ચૂંટણી અંગે ધીમે ધીમે ઉગ્ર થતા ગયા છે. આરંભમાં તેઓ પોતાની મૂંઝવઅને અભિવ્યકિત આપતા હોય અથવા પ્રગટ ચિંતન કરતા હોય એવું દેખાતું હતું. નવી ચૂંટણી અંગે તો તેઓ વધુ મૂંઝાયેલા હતા. અખબારી અહેવાલ પ્રમાણે એમણે શરૂઆતમાં કહ્યું હતું કે આ વાતાવરણમાં ચૂંટણી થાય તે “ૉંગ્રેસને ઓછી બેઠકો મળે અને સંસ્થા કેંગ્રેસ તથા જનસંઘને વધુ મળે. આવું થાય તો તે પ્રગતિ નહિ, પણ પીછેહઠ ગણાય.” પછી કહેલું ‘આવા પક્ષે વિજયી બને તો આ આંદોલનને કોઈ અર્થ નથી.’ એમના મત પ્રમાણે આ પક્ષમાં પણ ભ્રષ્ટાચારીઓ છે, તેઓ સત્તા ઉપર આવવાથી મોંઘવારી ઘટવાની ખાતરી નથી. વિદ્યાર્થીઓને કૉલેજો છોડવાની બાબતમાં પણ તેઓ ધીમે ધીમે દઢ થતા ગયા છે. આંદોલન અંગે પણ શરૂઆતમાં એમને એમ લાગતું હતું કે આંદોલન લાંબો સમય ચલાવી શકાશે નહિ તેમ તેનું ક્રાંતિકારી તવ જાળવી શકાશે નહિ. ગુજરાતમાં આવતાં જ એમણે કહ્યું હતું કે પરિસ્થિતિ સમજવા માટે ત્રણેક અઠવાડિયાને સમય જોઈએ, પરંતુ પોતાની પાસે માત્ર ત્રણ – ચાર દિવસ જ છે!
એ પછી એમણે નવી ચૂંટણી અંગે પિતાના જે વિચારો રજૂ કર્યા તે આકર્ષક છે, પરંતુ વ્યવહારુ નથી. આજના સંયોગમાં રસ્વપ્નવિહાર જેવા પણ લાગે છે. ચૂંટણી માટે ઉમેદવાર કેમ પસંદ થાય, ચૂંટાયા પછી તેના પર પ્રજાને અંકુશ કેમ રખાય, ઉમેદવારો નવાં મૂલ્યોને કેમ સ્વીકારે અને કેમ અમલમાં મૂકે તે વિષે તેઓ સ્પષ્ટ થઈ શકયા નથી. શાંતિથી વિચારતાં એમની આ મૂંઝવણ સમજાઈ જાય એવી છે. નવાં મૂલ્યો” એટલે ખરેખર શું એ પણ એમના ઉદ્ગાર પરથી સમજાય એવું નથી. વિદ્યાર્થીઓની નવજાગૃતિ અને આંદોલન તરફ જયપ્રકાશજીનું આકર્ષણ વિદ્યાર્થીઓને કે પ્રજાને બહુ આગળ લઈ જાય એવું દેખાતું નથી.વિધાનસભાના વિસર્જનની માગણીનું તેમ જ તે માટેના આંદોલનનું એમણે સમર્થન કર્યું છે, પરંતુ બધી જ વખતે એમ કહ્યું છે કે આ માટે દબાણની પદ્ધતિ અપનાવી શકાય નહિ. અફસેસ થાય ચોવું એ છે કે આવી દબાણની પદ્ધતિ એમની અને સૌની નજર સામે . સતત ચાલી જ રહી છે.!
જયપ્રકાશજીએ ભ્રષ્ટાચાર અને પોલીસદમનના અત્યારની તપાસ માટે જે કહ્યું છે તે સૌ કોઈને અનિવાર્ય લાગશે. એ થવું જ જોઇએ. આ આંદોલનની ચો ફલશ્રુતિ રેળોઈ ન જાય તે ધ્યાન રહેવું જોઈએ.
- પૂ. રવિશંકર મહારાજ ભારતની મૂંગી જનતાની લાગણી અને માગણીને સહજ રીતે વાચા આપનારા છે. એમણે પણ દરેક વખતે શાંતિની વાત કરી છે, પરંતુ કોણ જાણે કેમ તે લક્ષમાં લેવામાં આવતી જ નથી. પહેલા જ નિવેદનમાં એમણે કહેલું : “છેલ્લા થોડા દિવસથી જે લૂંટફાટ, ભાંગફોડ અને મિલકતો બાળવાના પ્રસંગો બન્યા છે તેથી હું ખૂબ વ્યથિત થયો છું.... ગુજરાતની પ્રજાને હું દર્દભરી અપીલ કરું છું કે આપણે ગાંધીજીનું નામ ન લજવીએ.” એમની આ અપીલ દેલનકારો હજી પણ ધ્યાનમાં લે તો આંદોલન સાચી દિશારો વળે અને તેમાંથી કંઈ શુભ પરિણામ નીપજી રાવે.