SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨૬૧ .તા ભાને બરખાસ્ત કરી નવી ચૂંટણી માટેની જાહેરાત ઉપર કેન્દ્રિત થયું છે અને તે માટે તેઓ વિવિધ પ્રકારે આંદોલન પણ ચાલુ રાખવા માગે છે, પરંતુ ગુજરાતના કોંગ્રેસ પક્ષનું ધ્યાન ચીનભાઈ પર રહેશે એમ લાગે છે. કેટલાક હવે એમ પણ કહેશે કે લોકલાગણીમાં પરિવર્તન આણવા માટે પણ ભષ્ટાચાર અને અત્યાચારની અદાલતી તપાસ હવે જરૂરી છે! વિધાનસભા વિખેરી નાખી નવી ચૂંટણી યોજવાની માગણી સબંધમાં શાંત ચિત્તે અને વ્યાપક દષ્ટિએ વિચારવાની જરૂર છે. મને તો એમ લાગે છે કે આ માગણી સર્વથા, અને ગુજરાતના યાગેમાં તે ખાસ, અયોગ્ય જ છે, જે આ માગણી સ્વીકારાય તો તેનાં દૂરગામી અનિષ્ટ અસર પહોંચાડનારાં પરિણામ આવે. લેાકશાહીમાં દેલનના અધિકાર છે, ગંભીર પ્રશ્નમાં અનિવાર્ય જણાય તે સત્યાગ્રહનો માર્ગ પણ લઈ શકાય. આંદોલન અને સત્યાગ્રહ ચે:ક્કસ અને મર્યાદિત મુદ્દા પર હોઈ શકે, સમગ્ર રચના તેડી પાડવા માટે નહિ. ભાચાર અને અત્યાચારની તપાસની માગણી, વધુ અનાજ અને વિતરણ વ્યવસ્થાના સુધારાની માગણી વગેરે સમજી શકાય, પરંતુ વિધાનસભા વિખેરી નાખવાની માગણીમાં તો આજે ગંભીર જોખમેા રહેલાં છે, કારણ કે તે પછી તો ચૂંટણીઓના કોઈ અર્થ જ રહેતો નથી. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને જોતાં આજે કે અમુક મહિનાઓ પછી ચૂંટણી થાય તેમ તે મુકત ને શાંત રહેવાનો સંભવ જ નથી. આંદલનોમાં પ્રવેશેલી હિંસા ચૂંટણીમાં પરાકાષ્ઠાએ પહોંચવાની છે. વિધાનસભ્યોનાં રાજીનામાં માટે જે હિંસા આચરવામાં આવે છે તો ઉમેદવારોને બેસાડી દેવા - ખસી જવા માટે એવું નહિ થાય એમ કોણ કહી શકે એમ છે? પોતાની વિરુદ્ધ જાય એવા મતદારો, મતદાનમથકો, મતપેટીઓ વગેરેનું શું થાય? ~ પણ એ કરતાં મેં અગત્યનો મુદ્દો તો એ છે કે હિંસાત્મક કે અહિંસાત્મક દેાલન દ્વારા ચૂંટણીનાં પરિણામેાને જ અર્થહીન બનાવી દેવામાં આવે તો કઈ ચૂંટણી પર વિશ્વાસ રાખી શકાય અને કઈ વિધાનસભા સ્થિરતાનો અનુભવ કરી શકે? પદ્મા ને ઉમેદવારો ચૂંટણીમાં હાર્યા હોય તેઓ કોઈ પણ નિમિત્ત લઈ આંદોલનનો માર્ગ અપનાવી વિધાનસભા વિખેરી નાખવાની ફરજ પાડી શકે તો લેાકશાહીના કેન્દ્રમાં રહેલી માત્ર ચૂંટણીઓનો જ નહિ, વિધાનસભાઓના જ નહિ, પણ લાકશાહીને જ મૃત્યુાંટ વાગી જાય. ગુજરાતના સંદર્ભમાં એ ધ્યાનમાં રાખવાનું છે કે આજના આંદોલન માટેની ભૂમિકા તો ત્યાં ઘણા સમયથી રચાવા માંડી હતી. નર્મદા-યોજનાના ચુકાદા માટે પણ જાણે રાહ જોવાતી હતી! મેઘવારી અને અછતનું કારણ સાચું, વધુ પડતા અને કયારેક અકારણ પોલીસ–દમન સામેની ફરિયાદ પણ સાચી, પરંતુ એ કારણના નિવારણ પછી પણ જો કર્યાય શાંતિ ન થાય – ન થવા દેવામાં આવે તો શું સમજવું? અત્યારના સંયોગો જોતાં અને ગુજરાતની સમસ્યાઓના સમગ્ર દષ્ટિએ વિચાર કરતાં એમ લાગે છે કે (૧) રાષ્ટ્રપતિનું જે શાસન આવ્યું છે અને રાજ્યપાલે વધુ અનાજ અને સ્વચ્છ વહીવટની જે ખાતરી ઉચ્ચારી છે, તેને કસેટીએ ચડાવવા માટે થોડા મહિનાનો સમય આપવેશ જોઈએ. આ પરિ વર્તનને લક્ષમાં લઈ આંદોલનો બંધ કરવાં જોઈએ. શાંત આંદાલના ચલાવવાનો અધિકાર એથી ખૂંચવાઈ જવાનો નથી. (૨) કેન્દ્ર સરકાર ઘણી મેાડી જાગી છે, તેમાં શંકા નથી. રાષ્ટ્રપતિનું શાસન અત્યારે અનિવાર્ય બની ગયું, પરંતુ સૌના સ્મરણમાં એ રહેવું જોઈએ કે પ્રજાકીય તાના ટોચે પહોંચ્યાં નહોતાં અને ચીમનભાઈનું પ્રધાનમંડળ પણ અખંડ હતું તે વખતે જ પક્ષના ગણનાપાત્ર સભ્યોએ થોડા સમય માટે રાષ્ટ્રપતિના શાસનની માગણી કરી હતી. આ માગણી તે વખતે સ્વીકારાઈ હોત તો પરિસ્થિતિઓ કદાચ જુદો જ વળાંક લીધા હોત. એ વેળાએ જે અભ્યાસ અને "/ પ્રબુદ્ધ જીવન ૨૨૫ તેાલન કરવું જરૂરી હતું તે વરિષ્ઠ મંડળે હવે કરવું જોઈએ. કાયદા અને વ્યવસ્થા જાળવવાના કામની સાથે આ કામ થતું રહેવું જોઈએ. (૩) ગુજરાતમાં તોફાનો માટે મૂળભૂત કારણ અનાજની અછત અને ભકર મોંઘવારીનું હતું. હજાર વચનો અપાય તે પણ પ્રજાને સંતોષ થવાના નથી. તેમને તે વાસ્તવિક રીતે જીવનની જરૂરિયાતો સરળતાથી અને યોગ્ય ભાવે મળે તેવા પ્રબંધ વહેલામાં વહેલી તકે થવા જોઈએ. (૪) તોફાના દરમ્યાન સરકાર પક્ષો જે પગલાં લેવાયાં અને પોલીસ તરફથી જે દમન થયું તેની તપાસની તત્પરતા આજ ને આજ જાહેર કરી દેવી જોઈએ. આ તોફાના દરમ્યાન અને તે પહેલાં ભટાચારના જે ગંભીર આક્ષેપો થયા છે અને એ આોપાએ પ્રજાના દિલમાં શાસકો પ્રત્યે તિરસ્કારની જે લાગણી ફેલાવી છે તે દૂર કરવાનું અત્યંત જરૂરી છે. આ માટેનું પહેલું પગલું ભ્રષ્ટાચારની વ્યાપક અદાલતી તથા ખુલ્લી તપાસનું જ હોઈ શકે. રાષ્ટ્રપતિના શાસન દરમ્યાન જ તે કામ પાર પાડીદેવું જોઈએ. ામાં વિલંબ થશે તે આંદોલનને ઉત્તેજન મળશે. (૫) વિધાનસભાનું વિસર્જન, નવી ચૂંટણી દ્વારા લોકમત માટે માગવામાં આવે છે તે સમજી શકાય એવું છે, પરંતુ લાકમત નિરંતર ફરતે રહે છે તે લક્ષમાં રાખવું જોઈએ. લોકશાહીમાં સત્તાધારી પક્ષને અણધારી અને મધ્યાવધિ ચૂંટણી યોજવાનો અધિકાર સર્વત્ર સ્વીકારાયેલા છે. વિરોધ પક્ષા જાતે જ લોકમત ચકાસવા ઈચ્છે તો પાતાના સભ્યોને રાજીનામાં અપાવીને તેઓ પેટા-ચૂંટણીએ માટે ફરજ પાડી શકે છે. એ રીતે લોકમતના અંદાજ મળી આવશે, પરંતુ કોઈ પણ આંદોલનના અનુસંધાનમાં નવી ચૂંટણીની માગણી થયા કરે અને એવી ચૂંટણી જે યોજાતી રહે તો શાસકોએ અને લેાકોએ ચૂંટણી કરવા સિવાય કશું કામ કરવાનું રહે નહિ ! (૬) રાજકીય પક્ષો અને બીજા સંગઠનોએ અત્યારે તે તેમના આંદોલનમાંથી હિંસાનું તત્ત્વ ગાળી નાખવા પર અને તેમની માગણીઓ લોકશાહીને અનુરૂપ રહે તેના પર જ ધ્યાન આપવું જોઈએ. અનેક અનિષ્ટો સર્જાવી શકે એવી આજની પરિસ્થિતિનો આ સિવાય ઉકેલ દેખાતા નથી. તા. ૧૨-૨-’૭૪ મેાહનલાલ મહેતા – સેાપાન વિધાનસભા-વિસર્જનના પ્રશ્ન ઉપરના લેખ લખ્યા પછી વિધાનસભા વિસર્જન, અને જો તેમ થાય તો આગામી ચૂંટણી કેવી હાય - હોવી જોઈએ તે વિષેની કલ્પના અંગે કેટલાંક વલણ અને વિચારો વધુ સ્પષ્ટ થર્યા છે. ગુજરાતનાં આંદોલનોમાં પાછળથી દાખલ થઇ અગ્રદૂત બનેલી ‘નવનિર્માણ સમિતિ ’વિધાનસભાના વિસર્જન અંગે શું શું કરી રહી છે અને શું શું કરવા માગે છે તેની સ્પષ્ટતા પણ છેલ્લા ત્રણ દિવસેામાં વાંચવા મળી છે. અહિંસક, પરંતુ વધુ વ્યાપક અને ગંભીર પ્રકારનાં આંદોલનની જાહેરાત કરીને સંસ્થા કૉંગ્રેસે, વિધાનસભામાં પેાતાના જે ૧૬ સભ્યો છે તેમનાં રાજીનામાં જાહેર કર્યા છે. શ્રી જયપ્રકાશજી પણ પેાતાનાં મંતવ્યોમાં વધુ પ્રમાણમાં સ્પષ્ટ થવા લાગ્યા છે ને ખૂજ્ય રવિશંકર મહારાજે પણ સમગ્ર પરિસ્થિતિ અંગે એક ગંભીર પ્રકારનું મહત્ત્વનું નિવેદન પ્રગટ કરી વિધાનસભાના વિસર્જનની માગણી કરી છે ને તમામ વિધાનસભ્યોને રાજીનામાં આપવા અનુરોધ કર્યો છે. વિચાર અને વલણને ક્ષેત્રે જ્યારે આ બધું બન્યું છે ત્યારે આચારને ક્ષેત્રે આંદોલનકારો જીભ ઉપર ‘શાંત’ અને ‘અહિંસક’ શબ્દો રાખીને એવા માર્ગો લઈ રહ્યા છે કે જેમાંથી વ્યાપક હિંસા અને પ્રતિહિંસા જ પેદા થાય. આ લખાય છે તેવખતે કોંગ્રેસના ૧૧ જેટલા વિધાનસભ્યોનાં રાજીનામાં બહાર આવ્યાં છે. લગભગ બધાં જ રાજીનામાં હિંસક દબાણની નીચે લખાયેલાં છે. દરેકે દરેક સભ્યની સામે આંદોલનનો માર્ગ લેવાયા છે. અમુક સ્થળે તેમની અને તેમના ઘરબારની સલામતી જોખમમાં મૂકવામાં આવી હતી.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy