________________
૨૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨૭૪
છે
ગુજરાતમાં હવે શું?
હું
ગુજરાતમાં શ્રી ચીમનભાઈ પટેલ મુખ્ય પ્રધાનપદેથી હઠી ગયા અને ત્યાં રાષ્ટ્રપતિનું શાસન આવ્યું. રાજયપાલ અને તેમના મુખ્ય સહકારે પ્રજાને વચન આપ્યું કે અનાજને પુરવઠો વધશે ને જળવાશે, સ્વચ્છ વહીવટ મળશે અને કાયદો તથા વ્યવસ્થાની યોગ્ય રીતે જાળવણી થશે. પરંતુ આટલું થવા છતાં ત્યાં હજી શાંતિ સ્થપાઈ નથી, આંદોલનો અટકયાં નથી અને હિંસાને માર્ગ - શબ્દોમાં છોડે છે - વ્યવહાર તથા વર્તનમાં છેડાયા નથી. સામી બાજુએ પિલીસ પણ જે રીતે સામને કરતી હતી તે જે રીતે હજી કરે છે.
હવે આંદોલન શાને માટે ચાલે છે એવો કોઈ પ્રશ્ન પૂછે તે તેના જવાબમાં આમ તે ઘણું બધું કહી શકાય, પરંતુ તે સર્વને સાર, અથવા તે મુખ્ય કારણ, ૧૯૭૨ના માર્ચમાં સામાન્ય સાર્વત્રિક ચૂંટણીને પરિણામે સર્જાયેલી વિધાનસભાને વિખેરી નાખી નવી ચૂંટણી જવાનું છે તે હવે તદ્દન સ્પષ્ટ થઈ ગયું છે. આ કારણ સેએ સો ટકા નહિ તે મહદ્ અંશે રાજકીય જ છે તેની કોઈથી ના પાડી શકાશે નહિ. આ કારણના સમર્થનરૂપે એમ કહી શકાય ખરું કે એ ચૂંટણીને પરિણામે કેંગ્રેસની જે બે સરકાર રચાઈ, કાગ્રેસની અંદર જે રાજકીય દાવ ખેલાયા, સત્તાલાલસાનાં ત્યાં જે ભંડાં ને શરમજનક પ્રદર્શન થયાં તે બધાંમાં વિધાનસભેમાંના કેટલાક સાથીદાર બન્યા હતા, કેટલાક મૂંગા સાક્ષી બન્યા હતા, કેટલાક ભય કે લાલચથી ઘડિયાળના લેલકની પેઠે એક બાજુ કે બીજી બાજુ ડોલતા રહ્યા હતા. આ કારણે તેમને હવે પ્રજાના પ્રતિનિધિ તરીકે તે સ્થાને ચાલુ રહેવાને અધિકાર નથી, પ્રજાને વિશ્વાસ એમણે એમનાં કૃત્યથી ગુમાવી દીધો છે.
ગુજરાતનાં અદિલને અને તેફાનને પહેલેથી ‘રોટીન રમબાણ' તરીકે ઓળખાવવામાં આવ્યાં છે ને તેમાં તથ્ય પણ છે જ, પરંતુ પ્રથમ પહેલા દિવસથી જ કેંગ્રેસની અંદરનાં તેમ જ બહારના રાજકીય તેફાને ને દાવપેચે પણ કામ કરી ગયાં છે– હજી પણ કરી રહ્યાં છે. ચીમનભાઈના પતનમાં આ તેફાનનો હિસ્સો ઓછો નહિ, પણ વધારે હતો એમ પણ ઊંડું નિરીક્ષણ કરતાં લાગે છે. ચીમનભાઈની ખ્યાતિ રાજકારણના ખેલાડી અને તીવ્ર સત્તાલાલસા ધરાવતી વ્યકિત તરીકેની તે હતી, હજી પણ છે. ભ્રષ્ટાચારના આક્ષેપિથી પણ તેઓ ખરડાયેલા છે; જો કે હજી સુધી કોઈથી તેવું પુર- વાર થયું નથી, પરંતુ શંકા દઢ છે ને સતત અદાલતી તપાસની માગણી પણ થયા કરે છે. આમ છતાં રાજકીય રીતે પણ એમ દેખાયું છે કે ચીમનભાઈ રાજકારણના દાવપેચમાં આ વખતે ગંભીર ગોથું ખાઈ ગયા છે. આવતી કાલનાં એંધાણોને તે સમયસર પારખી શકયા નહિ તેથી જ તેમને રાજીનામું આપવું પડયું એમ કહીએ તે ખેટું નથી.
રેટીનાં રમખાણ અને પ્રગટ - અપ્રગટ રાજકીય પક્ષને શરૂ થયાં ત્યારે તેઓ જે સાવધ બની ગયા હોત અને શ્રી ઝાલા પાસેથી પુરવઠા ખાતું લઈ લેવાને બદલે તેમને પડતા જ મૂકયા હોત તે ચીમનભાઈ કદાચ બચી જાત. તેઓ એટલું પણ સમજ્યા નહિ કે લોકમાનસમાં સાચી કે ખોટી રીતે એમના વિશેની અસર ઝાલા કરતાં યે મોટા ભ્રષ્ટાચારીની હતી! ખરેખર તે એમણે એ વખતે પ્રામાણિકતાની પાકી અસર અને એ નાજુક તેમ જ ગંભીર પ્રકારનું ખાતું સંભાળવાની કુશળતા ધરાવતા કોઈ સભ્યને એ ખાતું સપનું જોઈનું હતું અને શ્રી ઝાલાને સંપૂર્ણ વિદાય આપવી જોઈતી હતી. આવી વિદાયની સાથે જ શ્રી ઝાલા વિશે તથા પિતાને વિશે પણ, તપાસ માટેની તત્પરતા જાહેર કરવી જોઈતી હતી. આવું ' કંઈ કરવાની હિંમત એમણે દાખવી હોત તે જ કમાનસમાં તેઓ
થોડેઘણે પણ વિશ્વાસ પ્રેરી [શકત ... પણ તેઓ એવું કરી શકયા નહિ ને લોકોને એમના વિશેને વહેમ વધુ દઢ થશે.
અને પરિણામે શ્રી નરેન્દ્રસિંહ ઝાલાને ઘેરી વળેલી આપત્તિમાં શ્રી ચીમનભાઈ પણ ઘેરાયા. ચીમનભાઈ ઉપર પ્રભાવ પાડનાર ત્યાંના તંત્રમાં તે કઈ નહોતું. એક બાજુ હતી વિવિધ રાજકીય પક્ષ સહિતની જનતા અને બીજી બાજુ હતું કેંગ્રેસનું વરિષ્ઠ મંડળ તથા કેન્દ્રીય સરકાર કેન્દ્રીય નેતાગીરી ત્યારે સમગ્ર વસતુસ્થિતિને પારખી શકી નહિ, આવતી કાલનાં એંધાણો જેવાસમજવામાં તે તદ્દન નિષ્ફળ ગઈ. ઝાલાને બચાવવા જતાં આપત્તિનાં વાદળ જેમ ચીમનભાઈને માથે ઘેરાયાં તેમ ચીમનભાઈને જાળવવાના કેન્દ્રીય નેતાગીરીના પ્રયાસથી એ વાદળે કેંગ્રેસ પક્ષ પર તોળાઈ રહ્યાં, કેંગ્રેસને જ જડમૂળથી ઉખેડી નાખવાનું માનસ આ રીતે સર્જાઈ ગયું અને વિકસતું રહ્યું. આજે વિધાનસભા બર ખાસ્ત કરી નવી ચૂંટણી યોજવાની માગણી જોરદાર બનવા લાગી છે તેની પાછળનાં આ કારણે છે. ચીમનભાઈના રાજીનામાના સમાચારને આ લેખકને પહેલો પ્રત્યાઘાત એ હતું કે ગુજરાતના પ્રશ્નમાં ઘણા મેડા, છતાં સર્વનાશ પહેલાં, દિલ્હીના દેવ જાગે ખરા!' તેઓ સર્વનાશથી બચી શકે છે કે નહિ તે તે હવે પછીના તેમનાં પગલાંથી અને પ્રજાના પ્રત્યાઘાતે પરથી જણાશે, કોઈ પણ નેતાગીરીની પહેલી કસેટી આવતી કાલનાં એંધાણાને પારખવામાં થાય છે. જે તેમાં પાર ઊતરે તે જ ટકી શકે, બીજા વહેલા કે મેડા પતનને જ પામે.
કાંગ્રેસના વરિષ્ઠ શાસકોની બાબતમાં હંમેશાં એમ જોવા મળ્યું છે કે તેને કોઈ પણ રોગના નિવારણ માટે શસ્ત્રક્રિયાની હિંમત ત્યારે જ દાખવે છે, જ્યારે એ રેગ એમને પણ ઘેરી લેશે એ ભય એમનામાં પેદા થાય! બીજી રીતે વિચારીએ તે તૂટી પડતી ઈમારતને ગમે તેવા ટેકાથી ચાલે ત્યાં સુધી તેઓ મેટું સમારકામ કે નવરચના કરવા પ્રેરાતા જ નથી. ચીમનભાઈ કેદ્રીય નેતાગીરીના ટેકા ઉપર જ્યારે મુસ્તાક હતા ત્યારે, આજથી વીસેક દિવસ પહેલાં, આ લેખકે લખ્યું હતું: ‘અખબારેમાં સમાચાર આવે છે તે પ્રમાણે ચીમનભાઈને કેન્દ્રીય નેતાગીરીએ ટેકે આખે છે. આ વાત જો સાચી હોય તે કેન્દ્રીય નેતાગીરીને ગુજરાતની તેમને ગુજરાતમાંના પિતાના પક્ષની સ્થિતિનું ભાન જ નથી એમ કહેવું જોઈએ . અને ચીમનભાઈએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભૂતકાળમાં માત્ર ગુજરાતમાં જ નહિ, અન્ય સ્થળે પણ કેન્દ્રીય નેતાગીરીએ આવી ખાતરી કે સલાહ આપ્યા પછી જુદું જ વર્તન દાખવ્યું છે. કેન્દ્રીય નેતાગીરીના પિતાના જ હાથ જ્યારે દાઝવા લાગે છે ત્યારે જાતને બચાવવા તે ગમે તેને હોમી દે છે!... કેન્દ્રીય નેતાગીરીને ટેકે ભરમાવનારે છે એમ ચીમનભાઈ નહિ સમજે તે પસ્તાશે એટલું કહી દેવું જોઈએ.'
પણ ચીમનભાઈને વધુ પસ્તાવાના દિવસે તે હવે આવવાના હોય એમ લાગે છે. એમણે મુખ્ય પ્રધાનપદનું રાજીનામું આપ્યું છે, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાપદ નહિ ! મૂર્ખ કે ભેળા લોકોથી પણ સમજાય એવું છે કે આ ચાલ ફરીને મંચ ઉપર કૂદી આવવાની છેપક્ષમાં તેઓ બહુમતી ધરાવે છે જોવો એમને દા સંગીન હતો કે પિઠળ હતો તે વિશે મતભેદ હોઈ શકે, પરંતુ સત્તાસ્થાનેથી અનિચ્છાએ મને હઠવું પડયું છે તેમને પડખે હવે લેણ ઊભું રહેશે તેને વિચાર એમણે કર્યો જણાતો નથી. ખરેખર તે એમને માટે હવે પછીની ઉગ્ર કસોટી પાની નેતાગીરીની સ્પર્ધાની નથી, પરંતુ ભ્રષ્ટાચાર અને અત્યાચારની તપાસમાંથી પાર ઊતરવાની છે વિરોધ પક્ષો અને બીજાં રાંગઠનનું લક્ષ અત્યારે વિધાન