SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૭૪ અદ્ધ જીવન ૨૨૩ છે. રાજ્યની દંડશકિતએ છેલ્લી હદે પહોંચીને લોકો ઉપર સ્થળે સ્થળે પારવિનાના અત્યાચારો ગુજાર્યા, અનેક સ્થળે કરફયૂ નાખ્યા અને અમદાવાદ લશ્કરને સોંપ્યું છતાં પ્રજાએ નમતું નહીં જોખીને રાજ્ય કરતાં પ્રજા વધારે જોરાવર છે એ સિદ્ધારતને વિજ્ય પ્રવર્તાવ અને ચીમનભાઈ પ્રધાનમંડળ પાસે રાજીનામું અપાવી રાષ્ટ્રપતિ શાસન મેળવ્યું એ સ્વતંત્ર ભારતની લોકશાહીના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે, એટલું જ નહીં, ભારતનાં બીજું રાજ અને ખુદ કેન્દ્રીય શાસન માટે ચેતવણીરૂપ છે. લોકલડતનો અને વિજ યને પહેલો તબક્કો અહીં પૂરો થાય છે. દિલ્હીથી આખા દેશમાં ૨ાનાજ સમયસર પૂરું પાડી શકાય તે વિચાર જ આર્થિક મૂર્ખતા છે. પચ્ચીસ વર્ષના અનુભવે આપણે જાણે છે કે આથી પ્રજાની હાડમારી બેહદ વધી ગઈ છે. ભારતની એકતાની દષ્ટિએ પણ કેન્દ્ર - સંચાલિત અનનીતિ અનિરછનીય છે. વિનાકારણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખાધાખોરાકીની ચીજો માટે એટલી તાણ પ્રવર્તે છે કે દેશની એકતા દિવસે દિવસે નબળી પડતી જાય છે. હવેથી દરેક રાજ્ય અનાજની બાબતમાં સ્વાવલંબી બને એ પ્રમાણે પાંચમી યોજનામાં સાધનોની ફાળવણી કરવી જોઈએ. આથી પાંચમી યોજનાને આપણે અનાજ પેજના તરીકે જાહેર કરવી જોઈએ. અત્યારે દેશમાં જે ઊથલપાથલ થઈ રહી છે તેની પાછળ કેન્દ્ર સંચાલિત અનાજનીતિની નિષ્ફળતા છે. રાજ્યને અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી કરવાની સાથે એ પણ જાહેરાત કરવી જોઈએ કે સમગ્ર ભારત અનાજની બાબતમાં એક ઝેન છે. રાજ્ય રાજ્યો વચ્ચે અનાજનું વેચાણ અને હેરફેર પુરવઠા અને માગના નિયમ પ્રમાણે મુકતપણે થશે. આ સાથે એ કાયદે કરવું જોઈએ કે કઈ વેપારી જીવન જરૂરિયાતની ચીજોનાં કાળાં બજાર કરશે તો તેને એક વર્ષની સખત કેદની સજા થશે, રાજ્ય રરકાર વાજબી ભાવ બાંધે અને વેપારી મંડળે આ ભાવની જાળવણી 'ટે કાયદાને મદદ કરે. • આવી અન્નનીતિનાં બે પરિણામ આવશે: ખેડૂત અનાજને સંધર નહિ કરે, કેમ કે તેને ખાતરી થશે કે તેને વાજબી ભાવ મળશે. બીજું પરિણામ એ આવશે કે દરેક રાજ્ય અનાજમાં સ્વાવલાંબી થવા માટે મક્કમતાથી પ્રયત્ન કરશે. વિકેન્દ્રીકરણથી સામ્યવાદી ચીને દરેક ગામડાને અનાજની બાબતમાં સ્વાવલંબી બનાવ્યું છે. આપણે છેવટે દરેક રાજ્યને અનાજની બાબતમાં સ્વાવલંબી બનાવીએ તો લેકશાહીને પાયે મજબૂત કરીશું. ગુજરાતનું આંદોલન અનાજ-આંદોલન પણ હતું તે ૨પણે કદી ભૂલવું ન જોઈએ. વાડીલાલ ડગલી લડતને બીજો તબક્કો તે આટલા બધા ભ્રષ્ટાચારના મૂક . સાક્ષી બની રહેલા અથવા તેને પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ ઉઠાવનારા ધારાસભ્યની બનેલી વિધાનસભા વિસજત થાય અને નવી ચૂંટણીઓ દ્વારા શુદ્ધ, સ્થિર અને કાર્યક્ષમ શાસન પૂરું પાડી શકે એવી નવી વિધાનસભાની રચના થાય એ છે. પિતાના પક્ષ વિસર્જન થવાની બીકે, તેમ જ આગામી રાજસભાની અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતે ગુમાવવાની બીકે કેન્દ્રીય શાસન સહેજે વિધાનસભાનું વિસર્જન કરવાનું નહીં સ્વીકારે એટલે ઘરઆંગણે ધારાસભ્યને નમ્રભાવે અને સરળપણે પ્રજાને ચુકાદો માથે ચડાવી લેવા સમજાવવા પડશે. ધારાસભ્ય સાચા પ્રજાપ્રતિનિધિઓનું સ્વરૂપ દાખવીને પ્રજની ઈચ્છાને વશ વર્તશે તે કેન્દ્રના વિધાનસભા બરખાસ્ત કર્યા વિના અને નવી ચૂંટણીઓ યોજ્યા વિના છૂટકો નહીં થાય. અહીં લોક-અદાલનને બીજો તબક્કો પૂરો થશે. આ બીજો તબક્કો ઝાઝે કરદાયક નહીં નીવડે એવી આશા રાખીએ. છતાં નીવડશે તે પણ જો ચીમનભાઈ પ્રધાનમંડળ ઊથલાવી શકાયું તે ધારાસભાનું પણ વિસર્જન કરાવી તો શકાશે જ. ગુજરાતની ત્રણ તબક્કાની લોકલડત છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં જે બનાવો બન્યા તે ગાંધીસરદારઘડયા ગુજરાતમાં જ બની શકે એમ જયારે હું કહું છું ત્યારે ગુજરાતના એક પ્રજાજન તરીકે આમમૌધ્યથી પીડાઈ રહ્યો છું એમ રખે માનતા. મારી નજર સમક્ષ કેરળ, પશ્ચિમ બંગાળ, આધૂ, ઉત્તર પ્રદેશ અને વિદર્ભ પ્રદેશના દાખલા તરવરે છે. આ સર્વ સ્થળે સ્થાપિત સત્તાને વિવિધ કારણોસર પડકારવામાં આવી હતી ૨ાને વિદર્ભને બાદ કરતાં રાજબદલા પણ થયા હતા. પરંતુ ગુજરાતમાં શ્રી ચીમનભાઈ પટેલનું ૨૦૭ દિવસનું શાસન રાજકર્તા પક્ષના ધારાસભ્યોની અસાધારણ બહુમતી છતાં ઊથલી પડયું અને રાષ્ટ્રપતિ શાસન સ્થપાયું તેની પાછળ ગુજરાતની નિશ્ચયી, ભાવનાશીલ ચાને નિ:સ્પૃહી યુવાશકિતએ નૈતિક આવેગથી ભ્રષ્ટાચારને ગુજરાતમાં સ્થળે સ્થળે વિરોધ કર્યો અને અધ્યાપકો તેમની પડખે આવીને ઊભા રહ્યા એ મુખ્ય કારણ પડેલું છે. શ્રીમતી ગાંધીએ ગુજરાતમાં શારિત સ્થપાય તે પછી ગુજરાતને પ્રશ્ન વિચારવાની જાહેરાત કરી હતી તે અભેરાઈ પર ચઢી ગઈ તે સુદ્ધાં વિદ્યાથઓ - યુવાન અને અધ્યાપકોએ દાખવેલી સામૂહિક શકિતને પ્રતાપ છે. ભ્રષ્ટાચાર અને તેના પરિણામરૂપ માનવસર્જિત મેઘવારીથી સમસમી રહેલી ગુજરાતની પ્રજાએ યુવાનનું સામૂહિક અને સ્વયંભૂ નેતૃત્વ સહજ ભાવે સ્વીકારીને ભ્રષ્ટાચાર સામેની લડતમાં ઊલટભર્યો સહકાર આપે એ રાજકર્તાઓની આંખ ઉઘાડનારી ઘટના આ પછી ત્રીજો તબક્કો શરૂ થતાં લેક-આંદોલનની પોતાની કાટી શરૂ થશે. ભ્રષ્ટાચાર જેમ રાજકારણમાં વ્યાખે છે તેમ જીવનની અનેક કોત્રોમાં વ્યાપ્યો છે. રાજકીય ભ્રષ્ટાચારના મૂળમાં હાલની ખર્ચાળ અને લેકવિમુખ ચૂંટણી- પદ્ધતિ છે. રાતોરાત બંધારણ તે બદલાવી શકાવાનું નથી એટલે છે તે બંધારણના માળખામાં રહીને દિલનના સૂત્રધારોએ લેકે સમક્ષ વિશુદ્ધ જાહેર જીવનને આદર્શ વાણી અને વ્યવહાર દ્વારા રજૂ કરવા પડશે અને સાદ, શુદ્ધ અને કાર્યક્ષમ વહીવટ પ્રગટી રહે તે માટે કાર્યક્રમ ઘડી કાઢવા પડશે. આ કામ પુષ્કળ ધીરજ, વિચાર અને આયોજનશકિત માગી લેનારું છે. જો આ કસેટીમાંથી ગુજરાતના પ્રજજીવનના નવનિર્માતાએ રૂડી પેરે ઉત્તીર્ણ થશે તે લોકલડતને ત્રીજો તબક્કો પૂરો થશે જે સમગ્ર ભારતને લેકશાહીનું લેકમાન્ય સ્વરૂપ પૂરું પાડશે. જો તબક્કો કદાચ ભારતના બીજા પ્રદેશમાં અને કેન્દ્રમાં શરૂ થશે, જેમાં ગુજરાતને અનુભવ ખપ આવશે. પહેલા તબક્કા દરમ્યાન પ્રજાને ઘણું સહન કરવું પડયું છે અને રાજ્ય અને પ્રજા ઉભય પક્ષે ઠીક ઠીક હિંસા પણ થઈ છે, અલબત્ત, રાયે કરેલી હિંસાથી પ્રજામાં હિંસા ઉત્તેજિત થઈ હતી છતાં પ્રતિકારની લડત પૂર્ણપણે શાન્ત હતી એમ નહીં કહી શકાય. (શાન્ત પ્રતિકારને જુલમી અને મદાંધ શાસકો ઝટ ગાંઠતા નથી એ અનુભવ પણ પ્રજા યાદ રાખતી હોય છે.) આશા રાખીએ કે હવે બાકી રહેલા બે તબક્કામાં હિંસા, ભાંગફેડ, ૨વિશ્વાસ, ખેંચાખેંચી ૨ને જૂથવાદ તરી નહીં આવે અને પ્રજાકીય આદિલનને નૈતિક વિજય પ્રવર્તશે.. અમદાવાદ, તા. ૧૩ ફેબ્રુઆરી, ૧૯૭૪ થશવન્ત શુકલ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy