SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨૭૪ પ્રાદ્ધ જીવન ગુજરાતનું લાકઆંદાલન ૧. આંદોલનનાં કારણો ચીજવસ્તુઆના વધતા જતા ભાવ, જીવનજરૂરિયાતની ચીજોની છત, એની કારમી ભીંસમાં તે પ્રજા આવી જ હતી; પણ એ છત વધુ તો માનવજત છે, અને એમાં રાજકર્તાઓ મદદરૂપ થઈને લાખો રૂપિયા બનાવે છે એવી પ્રતીતિ પ્રજાને થતી ગઈ અને એની ધીરજનો અંત આવ્યો. વાત શરૂ થઈ ઈજનેરી વિદ્યાર્થીઓના છાત્રાલયના માસિક ભાજનખર્ચના વિવાદી. તેમણે વિરોધ કર્યો. જોતજોતામાં વિદ્યાર્થીએનો વિરોધ ગુજરાતવ્યાપી બની ગયો. એમણે આપેલા ‘બંધ’ના એલાનને આખીય પ્રજાએ સાથ આપ્યો અને એક સ્વયંભૂ વિરાટ આંદોલન જન્મ્યું. દરેક ઠેકાણે, નાનાં ગામડાંમાં પણ, વિદ્યાર્થીઓ તો હોય જ, એટલે ચાંદાલન શરૂ કરનારાઓની કર્યાંય ખાટ ન રહી, લેડી એમાં આપોઆપ જોડાયા. ગુજરાતમાં દિવાળી પહેલાં અને ખાસ તા હમણાં, પ્રધાનોએ તેલમાં ૨૫થી ૩૧ લાખના ભ્રષ્ટાચાર કર્યો, એથી પ્રજાનું હૃદય સમસમી રહ્યું હતું. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સરકારી વહીવટ લગભગ થંભી ગયા જેવા હતા. રાજકર્તાઓ જાણે કે એક જે પ્રવૃત્તિમાં મશગૂલ હતા,મોટા પાયા પર ભ્રષ્ટાચાર ચલાવવામાં, તેઓ જે લાખા બનાવે તે છેવટે તે પ્રજાએ જ વપરાશની ચીજવસ્તુઓના વધેલા ભાવ દ્રારા ચૂકવવાના રહે. પ્રજાનો ધૂંધવાઈ રહેલા રાષ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો તે સાથે ભભૂકી ઊઠયો. ૨. તાત્કાલિક પરિણામે ! કારણા બરાબર સમજાય તો પરિણામેના સ્પષ્ટ અંદાજ થઈ શકે. કારણ અમુક છાત્રાલયનું વધેલું માસિક ભાજનખર્ચ માત્ર ન હતું, કારણ અનાજ પુરવઠાની મુશ્કેલી માત્ર ન હતું; મુખ્ય કારણ વિદ્યાર્થીઓની અને લોકોની તીક્ષ્ણ નજરે પકડી પાડ્યું. રાજકર્તાઓને ભ્રષ્ટાચાર એ મુખ્ય કારણરૂપ હતો. જે આંદોલન ચાલ્યું તે છાત્રાલયનું માસિક ભેાજનખર્ચ નીચું લાવવા માટે ન હતું. ગુજરાતમાં જે બધું બન્યું તે રોટી રમખાણા ન હતાં. આપણી પ્રજાને રાજકર્તાઓની દાનતમાં વિશ્વાસ હાય ! તે પુરવઠાની મુશ્કેલી બરદાસ્ત કરવામાં ઘણી ધીરજ દાખવી શકે એવી છે. પણ એણે વિશ્વાસની કટોકટી અનુભવી, કેમ કે રાજકર્તાઓએ ભ્રષ્ટાચારમાં આડો આંક વાળ્યો હતો. ગુજરાતની છેલ્લી સરકાર “પંચવટી” ફાર્મમાં લાખાની સદાબાજીમાંથી જન્મ્યાની કહાણી તા ગુજરાતમાં ઘરઘરની બની ચૂકેલી હતી. માજી મુખ્ય પ્રધાન બહુમતી સાધવાના કોઠાયુદ્ધના ભારે નિષ્ણાત તરીકેની ખ્યાતિ તે। ધરાવતા હતા જ. તેઓ સારા વહીવટકાર નહીં નીવડે એવું મારા જેવા ઘણાએ માનેલું નહીં. એમણે કાર્યક્ષમ વહીવટ આપ્યા હોત તો પ્રજા કદાચ તેમને નભાવી લેત. પણ ભ્રષ્ટાચાર એ જ એક કામકાજ એવી સ્થિતિ છતી થઇ ગઇ અને પ્રધાનમંડળના પ્રધાનો જ પેાતાના સાથીઓના ભ્રષ્ટાચાર સામે છડેચોક આક્ષેપા કરવા માંડયા, લોક આંદોલન પ્રગટયું તેનું ધ્યેય નક્કી કરવાપણ' રહ્યું નહીં. આ ભ્રણચારી સરકારને કાઢા, ભ્રષ્ટાચાર જ્યાં હોય ત્યાં તેના પીંછા પકડો અને નાબૂદ કરો, એ ધ્યેય સૌના દિલદિમાગમાં ઘર કરી ગયું. ભ્રષ્ટાચારી સરકારને દૂર કરી, જે પહેલું તાત્કાલિક પરિણામ. બીજું તાત્કાલિક પરિણામ, જે હજી સિદ્ધ થવાનું બાકી છે, તે છે વિધાનસભાનું વિસર્જન. આ પરિણામ અંગે કોઈને શંકા છે. પહેલું પરિણામ આવવું સહેલું ન હતું, એ આવ્યું; બીજું તે એની પાછળ પાછળ આવવા સર્જાયેલું છે જ, ૩. દૂરગામી પરિણામેા દૂરગામી પરિણામોમાં મુખ્ય છે ભ્રષ્ટાચારની નાબૂદી, ગુજરાતમાંથી જ નહીં, ભારતભરમાંથી. તાત્કાલિક પરિણામે રાજકીય છે. ૨૨૧ ✩ આ લાક-દોલને ક્રાન્તિની જે હવા જન્માવી છે તે ચરિતાર્થ । ત્યારે થશે જ્યારે ભ્રષ્ટાચાર જેવા સમાજને રૂ વેરૂગ્વે વ્યાપેલા રોગ એસરશે. ચા આંદોલન શુદ્ધિાદાન છે. સમાજને નવે ઘાટ આપવા નિર્માણું છે. સંઘરાખારી, નફાખોરીને નાબૂદ કરવામાં આ દાલનના ઘણા પ્રભાવ પડશે, ૪. સાંસદીય લાકશાહી પર અસર આ આંદલનથી સંસદીય લાકશાહી એકંદરે મજબૂત થશે. ગુજરાતમાં એક પક્ષને વિધાનસભામાં ૧૬૫માંથી ૧૪૦ બેઠકો મળી. ૧૪૦ સભ્યોએ સ્વચ્છ કાર્યક્ષમ વહીવટ આપવાને બદલે ખુરશીજંગ ખેલ્યા. ૧૪૦ માંથી ૭૧ પાતા તરફ ખેંચી શકે તે જૂથનેતા મુખ્ય પ્રધાનની ગાદી પચાવી પાડી શકે. જો કે ૧૬૫ની વિધાનસભામાં એક પક્ષ તરીકે હોય તો એને એ માટે ટેકો જોઈએ. જૂથબાજીમાં ૮૩ને બદલે ૭૧ થી ડામ પતે, જે પક્ષને ૧૪૦ સભ્યો પ્રજાએ ચૂંટી આપ્યા તેણે લેાકશાહીની ભયંકર વિડંબના કરી. લાક—દેલનનું બળ વરતી ગયેલ પક્ષનું દિલ્હીનું માવડીમંડળ પ્રજાનાં સીધાં પગલાં આગળ નમવામાં લોકશાહીનું દેશમાં શું થાય એની ચિન્તા કરતું હતું. પણ પ્રજાના વિશ્વાસ સરિયામ ગુમાવી બેઠેલ સરકાર દિલ્હીથી મેાકલેલી બૅટેલિયનથી કે લશ્કરના આશરા લેવાથી લાંબા વખત ચાલી શકે એમ નથી, લેાકશાહી આધાર જ એને માટે રહ્યો નથી, એ જોઈને રાષ્ટ્રપ×િ શાસનને સંમતિ આપી. વિધાનસભાનું વિસર્જન થતાં નવી ચૂંટણી દ્વારા લોકશાહીને યોગ્ય એવું તંત્ર નીપજવા ાદ્ધા રહે છે, કેમ કે જે બની ગયું. તેના એટલા પ્રભાવ તા અવશ્ય પડશે જ કે જેની સાદાબાજી થઈ શકે એવા ધારાસભ્યોને પ્રજા હવે ગાલપણામાં ચૂંટી મોકલશે નહીં. ૫. આખા દેશ ઉપર અસર ગુજરાતના ઠેરઠેરના આ આંદોલનમાં આપોઆપ સ્થપાયેલી નવનિર્માણ સમિતિઓની જેમ મધ્ય પ્રદેશમાં નવનિર્માણ સમિતિ સ્થપાયાના સમાચારો છાપામાં છે. વિદ્યાર્થીઓને શાખા દેશમાં સામાજિક ક્રાન્તિના કાર્યમાં જોડાવા માટે ગુજરાતનાદેલનથી પ્રેરણા અને બળ મળશે. બધા વિચારકો, શિક્ષણશાસ્ત્રીએ, સમાજનેતાએ ચિંતા વ્યકત કરતા હતા કે આજના વિદ્યાર્થીના ભણતરનો દેશમાં જિવાતા જીવન સાથે મેળ નથી. એકાએક એવું બન્યું કે વિદ્યાર્થીના જીવનના તાર જિવાતા જીવન સાથે બરોબર સંધાઈ ગયા. વિદ્યાર્થીઓના હાથ સૌથી વધુ ચોખા છે એટલે સહેજે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝૂઝી શકે એમ છે. નૈતિકતામાં તેઓ પોતાના વડેરાઓ કરતાં વડા નીવડી શકે તેમ છે. ગુજરાતના, ભારતના જાગેલા વિદ્યાર્થી) આગળથી ભ્રષ્ટાચારે હવે ભાગવું પડશે. ભ્રષ્ટાચારનું એક મુખ્ય કારણ ખર્ચાળ ચૂંટણીઓ છે. હવે પછીની ચૂંટણીઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકો અને સામાન્ય પ્રજાજનો એ દેખાડી આપે કે ચૂંટણી અધિકારીએ નિયત કરેલા ચૂંટણીખર્ચની મર્યાદામાં રહીને જ ચૂંટણીઓ થશે. ભારતમાં લાકશાહીને બચાવવામાં અને ભારતના રાજકીય-સામાજિક જીવનને શુદ્ધ કરવામાં આ નાનુંસૂનું અર્પણ નહીં હાય. ગુજરાતનું લૅક - આંદોલન દેશમાં આવું આવું થઈ રહેલી ક્રાન્તિને મદદરૂપ થવાનું હોય તે તે પોતે શાંતિમય માર્ગે ચાલીને જ થઈ શકશે. નવનિર્માણ સમિતિ) દૂરદૂરનાં નાનાં નાનાં ગામડાંમાં પણ ઊભી થઈ છે. એ બધાંનું સંગઠન થાય, બધાંને દારવણી અને કાર્યક્રમ મળે એ જરૂરી છે. વિધાનસભાના સભ્યોને ‘હિસાબ આપે' એમ કહી શકે એવી ચાકી, એનું સંગઠન હમેશ માટે પૂરી પાડશે. ઉમાશંકર જોશી 7
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy